The unique game in Gujarati Human Science by Pratik Dangodara books and stories PDF | અનોખી રમત(The unique game)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અનોખી રમત(The unique game)


અનોખી રમત(The unique game),આ શબ્દ થોડો આપણને આશ્ચર્ય પમાડે એવો લાગે સહજ છે.પણ આ એક અનોખી રમત છે,જે દરેક વ્યક્તિએ પોતાની સમગ્ર જિંદગી દરમિયાન રમી જ હોય છે,કા તો રમતો હોય છે.અને તેને જીતવાનો પ્રયાસ કરતો હોય છે.અને જ્યાં સુધી આ રમતને તે જીતી ના જાય ત્યાં સુધી દરેક વ્યક્તિ તેની સામે લડતો હોય છે..

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ અનોખી રમત એ શું છે,અને દરેક વ્યક્તિ રમતો હોય તે જાણીને આપણને નવાઈ લાગે,કારણકે બધી જ વ્યક્તિ આ રમત ને રમતી હોય તો તેની ખબર કેમ નથી.પણ જ્યારે હું કહીશ ત્યારે વ્યક્તિ કહેશે હા આ રમત હું પણ રમું છું..આ અનોખી રમત એટલે વ્યક્તિ પોતાના મન સાથે રમતો હોય છે,પોતાના વિચાર સાથે રમતો હોય છે.આ રમત પોતે એકલો રમતો હોય છે.તે પોતાના મનના વિચારો સાથે એકલો જ લડતો હોય છે.અને તેને જીતવાનો પ્રયાસ કરતો હોય છે.

આ રમત દરેક વ્યક્તિ પોતે સ્વતંત્ર રીતે એકલો રમતો હોય છે,તેની જાણ કોઈને હોતી નથી,તે અમુક વ્યક્તિ કે પોતાના ખાસ હોય અને તેને યોગ્ય લાગે તે વ્યક્તિને કદાચ પોતે કહેતો હોય છે,આ રમત સૌના મનમાં ચાલતી હોય છે,તે બીજા કોઈને કહેવા માંગે તો પણ તે અસમર્થ નિવડતો હોય છે,અને છેવટે પોતાનું સમગ્ર જીવન આ રમતની પાછળ કાઢી નાખતો હોય છે,આ વાતની તેને પોતાને પણ ખબર હોતી નથી..


આ રમત વિશે વાત કરીએ તો એમાં શું હોય તે વ્યક્તિ કેવી રીતે રમતો હોય છે,અને તેનો સામનો કેવી રીતે કરતો હોય છે,અને તેને કઈ રીતે જીતતો હોય છે,તેના વિશે થોડો જાણવાનો પ્રયત્ન કરીએ....

માનવનું મન ખૂબ સંચળ છે,તેને એક જ ક્ષણમાં અઢળક વિચારો આવતા હોય છે.હર એક ક્ષણે પોતાના વિચારો બદલ્યા કરતો હોય છે,અને આમ જ તે પોતાના મન સાથે આ અનોખી રમત જીવનપર્યંત રમતો રહે છે.કોઈકવાર માનવ ખૂબ ખુશ હોય છે,અને થોડીક જ ક્ષણો પછી તે અચાનક હતાશ થઈ જતો હોય છે,આમ જ માનવનું મન સતત વિચારોને બદલ્યા કરે છે.આમ જ માનવ આ રમતની અંદર ખૂબ ઊંડાણ સુધી ઉતરતો જાય છે.અને છેવટે આ રમત તેના કાબુની બહાર જતી રહે છે.કોઈકવાર તો માનવ પોતાને પણ ખબર નથી હોતી કે તે શું કરી રહ્યો છે,અને તે શું કરશે.આજે સારું થશે,કાલે સારું થશે,એમ માનીને બસ તે આ રમતને જોતો રહે છે,અને રમતો રહે છે.હવે આપણને એમ થાય કે આ રમતને શુ આમનેમ જોતું જ રહેવાનું,અને તેનો સામનો પણ નઇ કરવાનો તો પછી આ રમતને જીતવી કઈ રીતે આવો પ્રશ્ન થાય એ સહજ છે...કોઈ માનવ એ બીજા માનવના વિચારમાં ખૂબ ઊંડો ઉતરી જતો હોય છે,કોઈક પોતાના ભવિષ્યની વાતમાં,તો કોઈક પોતાની લાગણીમાં ઘવાઈ જાય છે,આમ કોઈ કારણે માનવ આ રમતની અંદર પ્રવેશ કરતો હોય છે.તેમાં માનવ પ્રવેશ કરતા તો કરી જાય છે,પછી તેમાંથી બહાર કંઈ રીતે નીકળવું તેમાં જ પોતાનું સમગ્ર જીવન વેડફી નાખતો હોય છે.તેને પોતાને પણ ખ્યાલ રહેતો હોતો નથી.....


આ રમત દરેક માનવીને ખૂબ જ મૂંઝવે છે અને તેનાથી માણસ માત્રને ડર લાગે છે,તેનો સામનો કઈ રીતે કરવો તે વિચારતા વિચારતા માનવ હારી જાય છે અને પોતે પડી જાય છે,અને છેવટે તેનું પતન થઈ જાય છે..આ રમત માનવી નું બધુજ બરબાદ કરી નાખે છે.કોઈ વિદ્યાર્થી હોય તો પોતાના ભણતર પ્રત્યે અરુચિ,કોઈ ખેડૂત હોય તો તે પોતાની ખેતી પ્રત્યે અરુચિ,તેમજ અલગ અલગ ક્ષેત્ર માનવ પોતાના કામ કાજ પ્રત્યે અરુચિ લાવે છે.અને પોતાનું જીવન બરબાદ કરતો હોય છે,અને ફક્ત તે આ રમતની અંદર જ ખોવાયેલો રહેતો હોય છે. પણ આ અનોખી રમત છે,એટલે તેની સામે અનોખી રિતે સામનો કરવો પડે તેથી તેને અવશ્ય જીતી શકાય છે.હવે આપડે તેનો સામનો કંઈ રીતે કરવો જોઈએ તે વિશે થોડું જોઈએ....


સૌપ્રથમ તો આ રમતને જીતવા કે પોતાના કાબુમાં કરવા માટે પોતાના મન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી હોય છે,તેને પોતાના વસમાં કરવું પડે છે,તેને પોતાની મરજી મુજબ કાર્ય કરે તેવુ બનાવવું જોઈએ,પણ આપણને થાય કે શું આ થઈ શકે ખરું,પોતાનું મન પોતાના કાબુમાં રહે ખરું?હા થઈ શાજે ,માનવી પોતાની દ્રઢતા મુજબ જો કાંઈ પણ ધારે તો તે થઈ શકે,તેને સંસારની કોઈ પણ વસ્તુ રોકી નથી શકતી.પણ તેના માટે દ્રઢ બનવું અનિવાર્ય છે.અને જીવનમાં ગમે તેવા સંજોગો આવે તેની સામે અડીખમ ઉભા રહેવુ જોઈએ,તો આરામથી આ રમતને રમતા-રમતા જીતી શકાય છે.કોઈ પણ વાત હોય જેને યાદ કરવાથી પીડા અનુભવાતી હોય તેને પોતાના મનમાં બહુ લાંબા સમય માટે સ્થાન ન આપવું જોઈએ,આવા વિચારોને કારણે જ માનવી આ અનોખી રમત સાથે પંગો લઈ લે છે,અને પોતાનું સમગ્ર જીવન તેમાં અર્પણ કરી દે છે.કોઈ વ્યક્તિ વિશે બહુ જાજુ વિચારવું ના જોઈએ,અને કોઈ સાથે પોતાની સરખામણી કરવી ન જોઈએ,વધારે પડતા આવા કિસ્સા જ આ રમત સામે પડકાર કરતો હોય છે.તેના લીધે જ આવી બધી સમસ્યા અને અને સવાલો ઉભા થતા હોય છે....


એટલે પોતાના સમગ્ર જીવન દરમિયાન વ્યક્તિએ હમેંશા સકારાત્મક વિચારો કરવા જોઈએ અને પોતાનું જીવન આનંદથી કોઈ પણ જાતની પરવાહ વગર જીવતા શીખવું જોઈએ..તેનાથી આવા થતા દરેક પ્રશ્નનું સમાધાન થઈ જાય છે...અને સમગ્ર જીવન દરમિયાન શાંતિ નો અનુભવ થાય છે..


પ્રતીક ડાંગોદરા