જીવનનો કોઈ પણ એવો સંબંધ નથી કે જ્યાં મતલબરૂપી દુનિયા એ જન્મ ના લીધો હોય તે પછી પોતાનું જાહેરજીવન હોય કે સામાજિક જીવન હોય, તે પછી પોતાનું પારિવારિક જીવન હોય કે પોતાનું અંગત જીવન, કે પછી પોતાની મિત્રતા હોય કે પછી પોતાનો પ્રેમસંબંધ હોય.
એક અહમ મમત્વરૂપ માયા શકીએ મતલબ એ આપણા શરીર સાથે એટલો બધો હળી મળી ગયો છે કે જ્યાં તેને પોતાનો અંગત સ્વાર્થ અને લાભ નજર પડશે ત્યાં તે પોતાનું સર્વ બાહુબળ લગાવીને પોતાના એ અહમ પોષશે. જ્યારે કોઈ પણ એક સંબંધમાં એ મતલબની દુનિયા જન્મ લે છે પછી ધીરે ધીરે જીવનના બધા જ સંબંધ માં પોતાનો રંગ દેખાડવા લાગે છે. તે ત્યાં સુધી તે સંબંધમાં રચ્યોપચ્યો રહેશે કે જ્યાં સુધી પોતાનો અહમની સંતુષ્ટિ થતી રહેશે ત્યાં સુધી, પરંતુ જ્યારે તે મતલબ પૂરો થઈ જશે ત્યારે તે તેમાંથી ચુપકેથી અને અજબ ગજબ બહાના બતાવીને વિદાય લઈ લેશે.
પરંતુ અમુક વ્યક્તિઓના સમૂહ ને કારણે બધા વ્યક્તિઓ પર શંકાના દાયરા થી જોવું એ અન્યાય જેવું કહેવાશે. તથા તે મતલબ અને સ્વાર્થ ની પાછળ આપણું કંઈક સારું કરવાની અથવા એ સ્વાર્થ પાછળ આપણું કંઈક સારું જોવાની ભાવના પણ હોઈ શકે છે. અબ્દુલ કલામ, કૈલાશ સત્યાર્થી, સુપર થર્ટી ના સંસ્થાપક આનંદકુમાર, ધર્મના માર્ગ ઉપર ચાલી બીજાના ભલામાં ભલુ એવા જીવન સૂત્ર સાથે જીવતા પ્રમુખસ્વામી તથા સમાજના એવા કેટલાય જુદી પ્રવૃત્તિ અને સંસ્થા સાથે સંકળાયેલા છે, જેમનું જીવન સૂત્ર કેવળ અને કેવળ બીજાના સુખ અને બીજાની ખુશી માટે પોતાનું જીવન નિર્વાહ કરવું રહ્યું છે. તેથી કહી શકાય કે તેમને પોતાનો સ્વાર્થ અને પોતાનો મતલબ કંઈક સાચા શુદ્ધ હેતુસર ઉપયોગ કરેલો છે.
તો ક્યારેક કોઈક લોકો કંઈક ને કંઈક મતલબનો સ્વાર્થ સાધી પોતાના કામ પડાવતા હોય છે. જ્યારે એ સ્વાર્થરૂપી જરૂરિયાત ખતમ થઈ જાય ત્યારે સબંધ અને તે વ્યક્તિ સાથેનો નાતો ભૂલતા જરા પણ અચકાતો નથી.
* અંગત જીવનમાં સંબંધ *
જ્યારે કોઈ માતા પિતા પોતાના બાળકને નિસ્વાર્થ ભાવે ઉછેરીને ભણી ગણાવીને મોટો કરે છે. તેની બધી જ જરૂરિયાતની પૂર્તિ કરે છે.તે શિશુ માંથી બાળક, બાળક માંથી યુવાન થાય ત્યાં સુધી તેની મોજશોખ તથા તેના શિક્ષણનો બધો જ ખર્ચો તેમના માતા-પિતા ઉઠાવે છે.પરંતુ લગ્ન બાદ તે પોતાના માતા-પિતાને ધીરે ધીરે ટોકવા લાગે છે ,તેની અનદેખી કરવા લાગે છે, તેનું અપમાન કરવા લાગે છે અને જ્યારે માતા-પિતા બોજરૂપ થઈ જાય ત્યારે તેમને ઘરમાંથી કાઢી મૂકે છે, તો શું ખરેખર આ જ પ્રેમનો એ બદલો હતો? જે માતા-પિતાએ તમને આટલો નિસ્વાર્થ પ્રેમ કર્યો, તમારી બધી જ જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું હતું.ખરેખર એક અંતર્દૃષ્ટિ કરવા જેવી વસ્તુ છે.🙂
*મિત્રતા*
મિત્રતાની શરૂઆત તો કંઈક આકસ્મિક મુલાકાત અથવા તો શાળા-કોલેજો અથવા વ્યવસાયિક ક્ષેત્રોમાં કોઈક ને કોઈક મુલાકાત દરમિયાન થતી હોય છે જેનો ઉદ્દેશ પોતાનો અંગત ઉપયોગ અથવા પોતાની અંગત જરૂરિયાત હોય છે.તે જે સમયગાળા દરમિયાન તે જરૂરિયાત અને ઉપયોગની પૂર્તિ થઇ જાય છે ત્યારે મિત્રતા રૂપી હર્યુભર્યું ફૂલ પણ મુરજાય જાય છે. આવો સંયોગ બધા મિત્રો ને મિત્રતામાં હોતો નથી.અમુક મિત્રોની મિત્રતા શુદ્ધતાના બીજરૂપ રોપાય છે.ધીરે ધીરે છોડ પોતાની મિત્રતા રૂપે શાખાને વૃદ્ધિ આવતું જતું હોય છે પરંતુ ક્યારેક કોઈ સંજોગ કારણોસર એ બંને મિત્ર ના અહમ ટકરાઈ છે અને એ મિત્રતામાં ભંગાણ સર્જાય છે ત્યારે એ વિચાર કરવો આવશ્યક છે કે શું આપણે આ જ કારણોસર મિત્ર બન્યા હતા? આપણે બંને એકબીજાને જે પ્રોમિસ આપેલી કે કોઈપણ કારણસર આપણે અલગ નહીં થઈશું.તો શું એ પ્રોમિસ ની આટલી કિંમત હતી?🙂🙂🙂
જ્યારે જીવનમાં કોઈ આપણને તેના મતલબ ને કારણે છોડીને જતો રહે છે ત્યારે આપણે બધા પર શંકાની નજરે જોવા લાગીએ છીએ અને માણસની પ્રકૃતિ પણ એવી જ છે કોઈ પોતાના અંગત સ્વાર્થ દ્વારા તેને ધોકો આપે છે ત્યારે તે બધા જ સંબંધોને શંકાશીલ નજર થી જોવા લાગે છે. દ્રષ્ટાંત તરીકે કોઈ યુવક-યુવતી એકબીજાના પ્રેમમાં હોય છે ત્યારે બંને એકબીજાને કોઈપણ કારણોસર ન છોડવા અને સાથ નિભાના વાયદા આપતા હોય છે. પરંતુ અત્યારે તો એવો સમય છે કે છોકરા કે છોકરીનો સ્વાર્થ પૂરો થઈ જાય ત્યારે જાણતા લોકોને અજાણતા બનતા સમય લાગતો નથી. પછી તો સંબંધ રહે ના રહે જેવો થઈ જાય છે. જો એ બન્નેમાંથી કોઈ પણ એક સંબંધમાં ગંભીર હશે તો તેના માટે ભવિષ્યમાં કોઇ પર વિશ્વાસ મૂકવો બહુ કઠણ થઇ જશે. અત્યારના સમય પ્રમાણે જો બંનેમાંથી કોઈ પણ ગંભીર નહીં હોય તો તો કશો વાંધો નથી અને વાંધો હોવો પણ ન જોઈએ🙃😉.
જીવનમાં કોઈક તો એવો સંબંધ હોવો જ જોઈએ કે જ્યાં સ્વાર્થ - મતલબ દૂર દૂર સુધી દેખાવા જોઈએ નહીં. તો જ એ તમારા જીવનને રંગો રૂપે ખુશીઓથી સજાવશે.