Chanothina Van aetle Jivan - 21 in Gujarati Moral Stories by Vijay Shah books and stories PDF | ચણોઠીનાં વન એટલે જીવન - 21

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ચણોઠીનાં વન એટલે જીવન - 21

ચણોઠીનાં વન એટલે જીવન

પ્રકરણ 21

હેમલતાશ્રીજી મહારાજે ઉપધાન તપ માટે આમંત્રણ મોકલ્યું હતું. ભાવનગરમાં લઘુત્તમ ૧૮. દિવસ ૩૫ દિવસ અને મહત્તમ ૪૫ દિવસનું. આ વ્રતને લોક્ભોગ્ય ભાષામાં ચારિત્ર જીવન જ કહેવાય. રોશની અને જ્વલંતે ટીકીટ કઢાવી…ભાવનગરની. ત્રીજે દિવસે જ્યારે ભાવનગર પહોંચ્યાં ત્યારે સૌથી વધુ ખુશ સાધ્વીજી હેમલતાશ્રીજી હતા. .

હેમલતાશ્રીજી મહારાજે વ્યાખ્યાનમાં કહ્યું જૈન કૂળમાં જન્મ મળ્યો એટલે નવકારમંત્ર ગળથુથીમાં થી મળ્યો કહેવાય. પરંતુ તેને સ્મરણ કરવાની પૂર્વ શરત એટલે ઉપધાન તપ. જે ઉપધાન તપ કરે તેને જ નવકાર મંત્ર જપવાનો અધિકાર મળે. આ તપને વીધિ પુર્વક સમજાવતા તેઓએ કહ્યું.આ તપ ૪૫ દિવસ સુધી પોષામાં રહી સાધુ જીવન જીવવાનું છે.એક દિવસ અપવાસ અને બીજે દિવસે નીવી એટલેકે એકાસણુ ( એક ટાણું જમવાનું અને તે બપોરે બાર વાગ્યા પછી એક ટાણું કરવાનું) દૈનિક ક્રિયાઓમાં બે સમયનાં પ્રતિક્રમણ, સામાયિક અને ૨૦ નવકારવાળી ગણવાની.

દૈનીક અકીલામાં સમાચાર હતા કે ભાવનગર, તા. ર : ભાવનગર જૈન શ્વે.મૂ. તપા સંઘ-દાદાસાહેબ વિભાગમાં ચાલી રહેલા ઉપધાન તપમાં કુલ ૩પ૦ ઉપર આરાધકો જોડાયા છે. ઉપધાન તપ એટલે વાહન-વીજળી-ઇલેકટ્રોનિક કનિદૈ લાકિઅ સાધનો વગરની નિષ્પાપ બિનઉપદ્રવી અને ઇકોફ્રેન્ડલી જીવનશૈલીનું અનુસરણ ૪૭ દિવસ, ૨૮ દિવસ, ૩પ દિવસ, અલગ અલગ સ્તરના ઉપધાનમાં સહુ તપશ્ચર્યા, કનિદૈ લાકિઅ જાપ, અકિલા જ્ઞાનભ્યાસુ, પૌષધ સાથે સવારે ૪ વાગ્યાથી રાત્રે ૯ સુધી તમામ આરાધકો ઓતપ્રોત રહે છે. સાત વર્ષનો મનન, આદિ અને સાત વર્ષની કનિદૈ લાકિઅ આયુષીથી લઇને એંસી વર્ષ સુધીના સામેલ છે. બાળકો, કિશોર, યુવાનો, શિક્ષિતોની સંખ્યા અકીલા પણ સારા પ્રમાણમાં છે. ગત વર્ષે સી.એ. ફાઇનલમાં ૪૪માં કનિદૈ લાકિઅ નંબરે ઉત્તીર્ણ થનાર દીપ શાહ (મુંબઇ) અઢારીયું પૂર્ણ કરેલ છે. એન્જીનીયરીંગમાં ગ્રેજયુએશન કરનારા શ્રેયાંસ સોની, કુશલ જૈન, ચિરાગ શાહ, ઇશાન કનિદૈ લાકિઅ શાહ, એમ.બીએ. થયેલ દિવ્યા શાહ વગેરે અનેક તરવરીયા યુવાનો આમાં જોડાયા છે. ભાવનગર ઉપરાંત મુંબઇ, સુરત, હુબલી, અમદાવાદ, નવસારીના સાધકોમાં આમા કનિદૈ લાકિઅ સહભાગી થયા છે. ભાવનગરના ડો. એસ.ટી. દોશી વગેરે પણ આમાં આરાધના કરી રહ્યા છે. ગચ્છાધિપતિ પૂ. આચાર્ય શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.ના સમુદાયના પૂ. કનિદૈ લાકિઅ આચાર્ય શ્રી મુકિતવલ્લભસૂરિ મ.સા., પૂ. આચાર્ય શ્રી ઉદયવલ્લભ સૂરિ મ.સા. આદી ગુરૂ ભગવંતોની નિશ્રામાં આગામી તા. ર૩ના માળારોપણ વિધી સાથે આ ઉપધાન કનિદૈ લાકિઅ તપ પૂરિપૂર્ણ થશે. જૈન સાધનામાં ઉપધાન તપ એક રીતે ગૃહસ્થો માટે આ કરી સાધનાઓમાં એક ગણાય છે. આ કરનારનો આત્મવિશ્વાસ અને આત્મવિકાસ બન્ને વધે છે.

અમેરિકામાં રહીને સંપૂર્ણ સંપન્ન જીવન જીવેલી રોશની અને જ્વલંત આ તપ કરી શકશે કે નહીં તેની દ્વીધા અનુભવતા સાધ્વીજીએ બંનેને નાનું તપ પહેલા કરો કહી ૧૮ દિવસનું પચ્છખાણ આપ્યું. તેઓ જાણતા હતા રોશની તો મોટું તપ કરી શકશે પણ જ્વલંત માટે કંઇ કહેવાય નહીં.પૌષધમાં રહીને ૧૮ દિવસ તો સહજ રીતે નીકળી ગયા પછી રોશની ધર્મ માર્ગે આગળ વધી જ્યારે જ્વલંત અઢારીયાને અંતે બહાર નીકળ્યો. હીનાનાં નામે સંઘમાં મોટુ દાન કર્યુ અને રોશનીની માળ માટે તૈયારી કરવા માંડી.

ફોન કરી દીપને સૌ ભાઇ બહેન, અને તેનું કુટૂંબ, જેસીકાનાં માબાપ,છાયાનાં સાસરીયા સૌને માળની તારીખ જણાવી ભાવનગર આવવાનું આમંત્રણ આપવા જણાવ્યું. સૌની સવલત સચવાય તેમાટે સૌની ટીકીટો સાથે કરાવવા જણાવ્યું. દેવને અભિલાષને અને તેમના કુટુંબને જણાવવું કે નહીં તે બાબતે રોશની ને પુછીને જણાવશે.

તે સાંજે હેમલતાશ્રીજી મહારાજ ઉપધાનમાં સંથારો કે સંલેખન વિશે બોલવાના હતા.તેમણે તેમનું વક્તવ્ય શરુ કર્યુ.

“સંસારનો સંકેલો કરી મૃત્યુને આહવાન આપવુ એટલે સંથારો”

જૈન ધર્મ, દીક્ષા લીધા વિના સંસારમાં જીવતા માણસ કે દીક્ષા લઈ ચૂકેલા સાધુ એમ બંને પ્રકારના માણસને સંથારાની પરવાનગી આપે છે. એટલે ગેરજૈનોમાં જે માન્યતા પ્રવર્તે છે કે, માત્ર જૈન સાધુઓ જ સંથારો લે છે એ માન્યતા ખોટી છે

સંથારોએ આદિ-અનાદિથી ચાલતી આવતી પ્રથા છે. અત્યારના કાળની વાત કરીએ તો લગભગ ૨૬૦૦ વર્ષ પૂર્વે મહાવીર સ્વામી ભગવાને પણ સંલ્લેખણા એવું અનુષ્ઠાન મોક્ષે જવા માટે આપેલું છે. આ સંલેખ્ખણા એ જ સંથારો એવું બીજું નામ આપી શકાય. દેરાવાસી એટલે કે શ્ર્વેતામ્બર, મૂર્તિપૂજક, તપાગચ્છ આ અનુયાયીઓ આનું નામ અનશણ આપે છે. અનશણમાં પણ ઉત્કૃષ્ટ કક્ષાએ આવું સમાધિમરણ ગણી શકાય.

‘સંથારો’ ને સાદી ભાષામાં સમજવું હોય તો કહી શકાય કે, સંસારનો સંપૂર્ણ સંકેલો કરી, મૃત્યુને આહવાન આપવું કે, ‘મેં મારૃ કાર્ય પૂર્ણ કરી લીધુ છે. હવે તારે જયારે આવવું હોય ત્યારે આવી જજે.’ આ લખવું, બોલવું, વાંચવુ જેટલુ સરળ અને સહેલુ લાગે છે એટલું જ આચરણમાં લાવવું બહુ જ કઠીન છે. કારણ કે, દરેક જીવને જીવવુ ગમે છે. મરવું કોઈને ગમતુ નથી. ૧૦૦ વર્ષની ઉંમર થઈ હોય, અંતિમ શ્વાસોશ્વાસ ચાલતા હોય છતાં જીવવાની જીજીવિષા હોય છે. સામે ચાલીને મોતને નિમંત્રણ આપવું એ નાની સૂની વાત નથી. જે ધર્માત્માએ જીવન પર્યંત ધર્મના, શાસ્ત્રના, જીનવાણીનાં ભાવોનું ચિંતન, મનન, મનોમંથન, ધૂષ્ણ અને ધોલણ કરેલ હોય તેને જ અનશન વ્રતની આરાધના કરવાનું અને સંથારો લેવાનું મન થાય. સંથારાનું મહત્વ બતાવતા જૈન દર્શનમાં પ્રભુએ ફરમાવ્યું છે કે, ‘સાર જિણવર ધમ્મં, સારૃં સંલેહણા પંડિય મરણં’ અર્થાત જગતનાં સર્વે પદાર્થોમાં જો કોઈ સારભૂત તેમજ આત્મ કલ્યાણકારી બાબત હોય તો તે જિનેશ્વર પ્રરૃપિત ધર્મ તથા સંથારા સહિતનું પંડિત મરણ છે.

શરીર એક સાધન કહી શકાય. બાકી સાધ્ય તો મોક્ષ જ છે. આ કાયા પાસેથી જેટલું લેવાય એટલું કામ લીધા પછી હવે જ્યારે એમ લાગે કે આ કાયા જગતને ઉપકાર કરવા લાયક રહી નથી ત્યારે જૈન મુનિઓ એક સંથારો પાથરીને અન્ન અને પાણીનો સંપૂર્ણ ત્યાગ કરે છે અને પોતાના આત્માનું ધ્યાન ધરે છે. જ્યાં સુધી દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી આત્માનું ધ્યાન કરતાં કરતાં વિપુલ પ્રમાણમાં કર્મ નિર્જરા કરે છે આમ આત્માનું તો કલ્યાણ કરે જ છે, પરંતુ જગતને માર્ગદર્શન આપી જગતનું પણ કલ્યાણ કરે છે.

વાસ્તવિકતામાં સંથારો એ ઇચ્છામૃત્યુ કરતાં પણ ઘણી મોટી ઉપરની વસ્તુ છે. જેમ ગટરનાં પાણી અને ગંગાના પાણીમાં તફાવત છે તેટલાં જ તફાવત સંથારો અને ઇચ્છામૃત્યુમાં છે. સંથારો તો આના કરતાં પણ વધારે સારી વાત ગણાય. આત્મહત્યા એ ગટરનું પાણી છે, જ્યારે સંથારો એ ગંગાનું પાણી તો ખરું જ પરંતુ ઘણી પવિત્ર વસ્તુ છે.

સામાન્ય રીતે સ્થાનકવાસી જૈન સંથારો શબ્દ વાપરે છે. દેરાવાસી જૈનોમાં આ જ વસ્તુ અનશણ તરીકે ઓળખાય છે અને સમસ્ત જૈન સંપ્રદાય સંલેખ્ખણા શબ્દ પણ વાપરે છે. દેરાવાસી લોકો સંથારા પોરસી શબ્દનો પણ પ્રયોગ કરે છે એમાં માત્ર એક જ દિવસ માટે આ જ કન્સેપ્ટની વાત હોય છે. હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં પણ આ જ કંસેપ્ટ એટલે કે સંથારો શબ્દનો અર્ક આપેલો જ છે.

સંથારો એ આત્મહત્યા નથી એક ધાર્મિક અનુષ્ઠાન છે. આત્મહત્યા એ કરુણ કિસ્સો છે, જ્યારે સંથારામાં પ્રસન્તા છે. સમાધિ મૃત્યુ છે. આત્મહત્યામાં મોટાભાગે માનસિક દબાણ હોય છે, જ્યારે સંથારો સ્વૈચ્છિક, પોતાના આત્માના કલ્યાણ માટે કરેલું અનુષ્ઠાન છે.

જ્વલંત છેલ્લા શબ્દો પચાવી રહ્યો હતો. “સંથારો એક ધાર્મિક અનુષ્ઠાન છે જે સ્વૈચ્છિક છે અને પોતાના આત્માનાં કલ્યાણ માટે કરેલું અનુષ્ઠાન છે. “ હીનાને મનોમન તે કહી રહ્યો હતો શ્યામ અને શ્વેતનાં લગ્ન બાદ આ અનુષ્ઠાન હું કરીને તારી પાસે આવીશ.

******