મંજીત
ભાગ : ૪
“ઓહ, મેડમ તમે રડો છો શું કામ??” અરે અપુન હૈ ના..!! અપની લૈલા પર બીઠા કે રૉકેટ સે ભી ફાસ્ટ છોડ કે આયેગા આપકે ઘર.” મોન્ટીએ નજદીક આવીને સાંત્વના આપતા કહ્યું.
“હેય યુ ડર્ટી દૂર રહે મારાથી..!!” સારાનું દિમાગ હવે છટકવા લાગ્યું હતું.
“અબ્દુલ દેખો ક્યાં બોલી મેડમ..!!” પોતાની આઈબ્રો ઊંચો કરીને સારા તરફ ઈશારો કરતા અબ્દુલને કહ્યું.
“જોયું ને મોન્ટી ભાઈ ભલાઈનો તો જમાનો જ ના રહ્યો..!!” મોન્ટીનાં ઈશારાનો જવાબ આપતાં અબ્દુલે કહ્યું.
“ચલો ઠીક હૈ હમ ડર્ટી સહી. અબ યહાઁ સે નીકલો ઔર અપના રાસ્તા ખૂદ બનાઓ.” પોતાનું સ્વાભિમાનને હાનિ પહોંચતા જ મોન્ટીએ સીધું કહી દીધું.
સારાએ ગુસ્સામાં જ નીચે પડેલી બુક્સ અને પર્સ બેગમાં નાખ્યું. બેગ ઉઠાવીને એ ગુસ્સામાં સામે નીચે જતો દરવાજા પર પહોંચી.
“અરે મેડમ આરામ સે. આપ બેહોશ થે તબ, નીચે સે ઉઠા કર આપકો યે ડર્ટી મોન્ટી ભૈયા હી લેકર આયા થા.” અબ્દુલે રહેલી વાત જણાવી.
“અરે અબ્દુલ..! એને જવા દે. પણ હા મેડમ જો તમે હેમકેમ નીચે ઉતરી ગયા તો મારી લૈલા તમારી થઈ.” ઊંચા સાદમાં મોન્ટીએ કહ્યું.
સારા દરવાજા સુધી પહોંચી તો ગઈ. પણ જમણો પગ નીચે મુક્તા જ પાછો ઉપર લઈ લીધો. એને નજર કરીને નીચે જોયું...!! ઊંચાઈ... ઓહ..!! અને એમાં પણ સીડી બનેલી હતી વાસ બાંબુમાંથી.. જેમાં કેટલાક પગથિયાં તો ગાયબ જ હતા. અને જોવા જાય તો એકદમ હલકી પુલકી મરેલી જેવી સીડી હતી. ઘસડાઈને નીચે પડે તો હાડકાં તો નક્કી જ ભાંગે એટલી તો ઊંચાઈ હતી..!! સારા વિચારવા લાગી, “ આ માણસ સીડી પરથી કેવી રીતે ઉઠાવીને લાવ્યો હશે મને..!!”
એટલામાં જ પાછળથી હલકા હાથેથી ધક્કો મારીને મોન્ટીએ સારાને ડરાવવાની કોશિશ કરી. સારા ડરીને પાછળ આવી ગઈ અને મોન્ટી તરફ ફરતાં કહ્યું, “ શું મજાક છે..??”
મોન્ટી જવાબ આપવા માટે ક્યાં બન્યો હતો એ તો ફક્ત એક્શન લેવામાં જ માનતો.
મોન્ટીએ જેવું સારા એના તરફ વળી ત્યારે જ એ નીચે વળ્યો અને સારાને પોતાના ખભા પર નાંખી દીધી. ત્યારે મોન્ટીનાં મોઢામાંથી ભાર ઉઠાવતાં જ અવાજ નીકળી ગયો, “ આ...હ..”
"હેયય...બતમીઝ.." સારાએ ગુસ્સામાં પૂકાર્યું. એટલી વારમાં તો એ સંભાળીને બે પગથિયાં નીચે ઉતરી ગયો હતો. સારા પણ સમજી ગઈ હોય તેમ વધારે શાણપટ્ટી દેખાડવાનું અત્યારે બંધ કર્યું. પણ નીચે મુક્તા જ સારાને ખુલ્લો દરવાજો દેખાતાં ભાગવા લાગી. તે જ સમયે સારાનો ઝડપથી હાથ પકડીને મોન્ટીએ દરવાજો જોરથી અંદરથી બંધ કર્યો અને ધીરેથી દરવાજા સાથે એને ધક્કો મારીને અડાવ્યાં બાદ બંને હાથ આજુબાજુ રાખી જડબા સખત કરીને કહ્યું, “ એ સાંભળ છોકરી..!! બહુ ઈજ્જત તને આપી દીધી. તારે ભાગવાની હવે જરા પણ કોશિશ કરવાની નથી. મેં કહ્યું ને બધા ફ્રેન્ડોની સામે કે હું બધું જોઈ લઈશ. અને મોહલ્લાનાં લોકોએ પણ તને મારી સાથે જોઈ લીધી છે. તને સહી સલામત તારા ઘરે પહોંચાડી ન દઉં ત્યાં સુધી તું મારી જીમેદારી રહેશે. અમને શું સમજીને તું ખેતરમાં ભાગી છૂટી હતી..?? ડર્ટી મારા કપડાંના લીધે દેખાતો હોઈશ. માઈન્ડથી ડર્ટી નથી સમજી. હું ડર્ટી એટલો જ હોત તો તારી ઈજ્જત આજે એટલી જ મેલી થઈ જતી.” એટલું સળંગ ગુસ્સામાં બોલીને એને દરવાજા પરથી હાથ લઈ લીધા અને સારાને આઘી કરતાં દરવાજો ખોલ્યો. બહાર નીકળતાં જ બબડયો, “ અરે સાલા મંજીત કી ભી કોઈ ઔકાત હૈ કી નહીં..!!”
એ સ્નાયુબંધ દિલથી સાફ એવા છોકરાને સારા જોતી રહી ગઈ. અબ્દુલ એટલા સમયમાં નીચે આવી ગયો હતો અને બહાર જતો રહ્યો.
“ખટ ખટ” કરતું બુલેટ દરવાજા પાસે આવીને ઊભું રહ્યું.
(વધુ આવતાં અંકે)