નવો નવો હજુ તો રાજકારણમાં જોડાયો હતો. પાર્ટીનો ખેસ પણ પહેર્યો હતો .
માંડ ૨૫ વરસની ઉમર હતી અને હજુ તો અભ્યાસ ચાલુ હતો.
એન્જીનીય્યરીગ કરીને આગળ ભણવા વિદેશ જવું હતું.
કમાવું હતું અને અનુભવ પણ લેવો હતો..
પ્રતીકના વિચારો ઊંચા હતા. ..સ્વપ્ના પણ મોટા હતા…
કિશોર વયથી જ તે ભાષણો મોટા મોટા આપતો આવ્યો હતો.
નાની મોટી સભાઓ ભરવી કે મિત્રો પાસે ભાષણ અને લેકચર ઠોકવા એ તેની હોબી હતી.
એને લાગતું હતું કે દુનિયા અને આ દેશ બદલવl જ પડશે અને
આ કામ માત્ર અમે યુવાનો જ કરી શકીએ છીએ.
આ બધા વૃદ્ધો કે મોટા વડીલો નકામા છે .
એમનું આમાં કામ નથી .
તેમણે પ્રભુ ભજન કરવું જોઈએ અને માત્ર સલાહો આપી બેસવું જોઈએ .
બીજું કઈ તેઓ કરી શકે તેમ નથી.
આ દેશ અમે જ આગળ લાવી શકીશું.
અને અમારો રોલ મોટો છે તેમજ મોટો હોવો જોઈએ.
પ્રતિક એક નાની જાતિમાંથી આવતો હતો .
પણ એના સંસ્કારો ભણતર અને પરિવારના સો ઊંચા વિચારના હતા .
એટલેકે તે ઉચચ મધ્યમ પરિવારની માનસિકતા ધરાવતો સંસ્કારી અને શુશીલ હતો .
પ્રોફેશનલ વધારે અને રાજ્કારણી ઓછો હતો.
મિત્રો બધા એને રાજકારણ અને રાજકારણીઓના ચક્કરમાં નહી પડવાની જ સલાહ હમેશા આપતા હતા.
પ્રતિક યુવા સંગઠન સાથે જોડlઈને પાર્ટીમાં સંગઠન મંત્રી બની ગયો હતો.
પ્રતિક કોલેજમાં હ્તો ત્યારે તેની મિત્રતા સ્વાતી સાથે થયેલી..
બને જોતજોતામાં ખાસ મિત્રો બની ગયા હતા. સાથેજ પિકચરમાં જવાનું અને કોલેજ પણ જવું.
સાથેજ લાયબ્રેરીમાં વાંચન કરવું, પીકનીક પર જવું અને ટાઇમ સ્પેન્ડ કરવો.
ચાર વરસની મેત્રી માં બનેએ જીવન પણ સાથે જ વિતાવવાનો નિર્ણય કર્યો.
જોકે પ્રતીકની અને સ્વાતિની જાતિઓ અલગ હતી .
અને પરિવાર પણ રૂઢીચુસ્ત.
સ્વાતી કહેવાતી ઉચ વર્ણ માંથી આવતી હતી.
સ્વાતિના પિતા એક અમીર અને શહેરની જાણીતી વ્યક્તિ હતા.
સ્વાતિના પિતા તેના લગ્ન પોતાની પસંદના અને જ્ઞાતિના છોકરા સાથે જ કરવાના અlગ્ર્હી હતા .
તેમની કડકાઈ અને સ્વાતિની નબળાઈ ના પરિણામે બને ની મેત્રીમાં ઓટ આવી ગઈ.
થોડો સમય બને એ રાહ જોવાનું આખરે નક્કી કર્યું.
અને તેમના સંબધ ને થોડો વિરામ આપવાનું પણ નક્કી થયું.
પ્રતીકે હવે યુવા પ્રવૃત્તિઓ અને સમાજિક કાર્યોમાં ભાગ લેવાનું શરુ કર્યું…
હિન્દુત્વની અને રાષ્ટ્રવાદની શાખાઓમાં અને શિબિરોમાં જવા માંડ્યો ..
તેમાં જ તેનો મોટાભાગનો સમય જતો.
આગળ ભણવાનું પણ હવે ગોણ બની ગયું.
એને લાગ્યું કે નેતા તરીકે જ કેરિયર બનાવવી જોઈએ.
બધું જ છે મlન સન્માન પોસ્ટ અને પેસો …
આખરે જીવનમાં બીજું શું જોઈએ..
વળી દેશ અને સમાજ માટે કઈ કરી પણ શકાશે
આજ મારા માટે આદર્શ કેરીયર છે.
ચુંટણી આવતી હતી.
અને પ્રતીકને આશા હતી કે ટીકીટ તેને મળશે.
તેની ઈચ્છા ચુંટણી લડી યુવા નેતા અને પ્રધાન થવાની હતી.
તેને લાગતું હતું કે તેની પાસે બધું જ છે. ટેલેન્ટ, ભણતર ,અનુભવ જે પાર્ટીમાં બહુ ઓછા લોકો પાસે છે.
આથી સંગઠન નો સાથ પણ છે. વળી તે બધાનો પડતો બોલ પણ ઝીલે છે અને કામ પણ ખુબ કરે છે.
પેસlના વ્યવહાર પણ હવે તે સમજવા લાગ્યો હતો .
બે ત્રણ મંત્રીઓ સાથે પણ તેના સંબધો સારા હતા.
શ્રીધર ભાઈ ના તો ઘર ના સભ્ય જેવો તે થઈ ગયો હતો.
મીડિયા વાળl પણ ઘણા તેના મિત્રો થઇ ગયા હતા.
l
છતા રાજકારણના ઘણા અlટl પl ટા તેને શીખવાના બાકી હતા.
માત્ર મહેનત કે જોશ રાજકારણમાં સફળતા અપાવતા નથી.
ખાસ તો રાજકારણમાં સગાવાદ, જ્ઞાતિ વાદ અને ગોડફાધરની વિશેષ બોલબાલા છે.
મેરીટનું સ્થાન બહુ નીચે આવે છે.
રાજકારણમાં મિત્રો ઓછા અને દુશ્મનો વધારે છે . જેને ઓળખવા બહુ મુશ્કેલ હોય છે
કારણ મિત્રોને જ દુશ્મન બનાવી દે તેનું નામ જ તો રાજકારણ છે.
અહી કોઈ કોઈનું નથી, માત્ર સતા અને સ્વાર્થ જ સોનું ધ્યેય છે.
અને સતા જ એકમાત્ર લક્ષ રાજકારણીઓનું હોય છે, પછી તે યુવl હોય કે કાર્યકર….
રાજકારણમાં વફાદારી અને ચમચાગીરી કરવી , જી હ્જુરીયાગીરી કરવી એ બહુ મોટી લાયકlત
કહો કે મેરીટ કહો તે છે …
લગભગ તમામ પાર્ટીઓમાં દેશમાં આ બહુ મોટી લાયકાત માનવામાં આવે છે.
બીજી લાયકાત એ તમારી જાતિને ગણવામાં આવે છે.
એ સિવાય મેરીટ કે વિચારધારા સુદ્ધાં ગોણ છે
મોટા નેતાની પ્રીતિ મેળવવા પ્રતીકે તમામ પ્રયાસો કર્યા...
તેની નજરમાં આવવા તે સતત કાર્ય કરતો …
પરતું કોઇ કાળે મેળ નહોતો પડતો…
પ્રતિકનો પેચ એ મોટા નેતા સાથે નહી પણ સામે જતો હતો…
જોકે પ્રતિક ની જાણ માં આ ખાસ આવ્યું નહી
એટલેકે એને હજુ ખાસ આ સમજમાં નહી આવ્યું.
એને એટલુ જ લાગ્યું કે સાહેબનો એ હજુ પ્રીતિપાત્ર બની શક્યો નથી.
એટલે કે સાહેબ તેને પોતાની નજીક ફરકવા દેતા નથી…
સાહેબને હજુ સુધી આ છોકરા પર પૂરો ભરોસો નથી..
પીઢ અને મોટા રાજકારણીઓ એમ જલ્દી વિસ્વાસ કોઈનો કરતા નથી.
અને જ્યાં સુધી વિશ્વાસ ન બેસે , ગમે તેને પોતાની નજદીક આવવા પણ નથી દેતા.
જોકે ઘણીવાર નજદીકના કહેવાતા વિશ્વાસુ માણસો જ તેમને ભારે નુકશાન પહોચાડતા હોય છે .
આ પણ હકીકત છે માનવી ગમે કે ન ગમે…
છેલા કેટલાક સમયથી પાર્ટીના મોટા મહિલા નેતા મંદાકિની બેનના ઘર સુધી પ્રતિક તેના એક મિત્ર મયુરની મદદ થી પહોચી શક્યો હતો.
સાહેબ પર આ મહિલાનો મોટો પ્રભાવ હતો.
અને તેઓ જેમ કહે તેમ જ સાહેબ કરતા હતા તે સો કોઈ જાણતા હતા.
પછી તે પાર્ટી હોય કે સરકારી બાબતો હોય , તેઓ જેમ કહે તેમાં ના પાડવાનો સવાલ જ આવતો નહોતો.
કોઈને ટીકીટ આપવાની હોય કે કોઈ હોદો કે પોસ્ટ આપવાનl હોય કે પછી
કોઈ અધિકારીની બદલી કે બઢતી હોય મન્દાકીની બેનનો સીધો કે આડકતરો હાથ બધામાં રહેતો.
પ્રતિક મન્દાકીની બેન અlગળ તો સાવ નાનો છોકરડો હતો.
એમના પ્રીતિપાત્ર બનવાનું એનું શું ગજું?
વળી આગળ ઘણી અને લાંબી મોટી લાઈન પણ હતી .
અને એની તેમજ મન્દાકીની બેનની જ્ઞાતિઓ પણ વિરોધી જેવી હતી..
એટલે બહુ ગજ અહી પણ વાગે તેમ નહતો.
મન્દાકીની બેનની એક તોરીલી અને જબરી છોકરી હતી જે એમની
રાજકીય વlરસ ગણાતી હતી.
મીતા અને તેના પતિ મનોજની મોટી ધlક ધંધાકીય રીતે હતી..
કોઈ કામ સરકારમl કરાવવા એમની મદદ જરૂરી સમજાતી હતી.
પૈસા ના ડીલ બધે તેમને હસ્તક હતા.
પ્રતિક મીતાબેનની નજદીક આવવા લાગ્યો.
તેમના કામોમાં તેમને મદદરૂપ થવા માંડ્યો.
થોડા ડીલ તેણે કર્યા પણ ખરા અને કમાયો પણ ખરો .
બાઈકની જગ્યાએ નવી હોન્ડા ગાડી પણ લઇ લીધી.
તેની પણ ઈચ્છા હતી કે મમી અને બેન ને ફેરવે.
સરકારી નીતિ રીતી અને રાજકારણને જાણી ગયેલા પ્રતીકે આ બધું લોન્ લઈને જ કર્યુ હતું...
મિત્ર બિલ્ડર હતો તેના ધંધામાં નોકરી પણ નામની કરતો.
મુખ્ય કામ ધંધા ના અને મિત્રોના કરવા, ડીલ કરવા ,કમાવું અને કોઈ પણ રીતે રાજકારણમાં અlગળ વધવું એજ હવે તેનો જીવન મન્ત્ર બની ગયો હતો.
સાથે સાથે સમાજના કlર્યો અને બીજી પ્રવૃતિઓ તો ખરીજ. એમ પણ તે પ્રોફેશનલ હતો.
ક્રમશ;
.
.
,