પ્રકરણ-૫
"આટલું સન્માન આપો છો, એટલું સન્માન કદી મને અભયએ આપ્યું જ નહોતું, બેશક મને ખુશ કરવાના બધા જ પ્રયાસ કરતો. કદાચ કરવા પડે એટલે...?" બેડ પર સુતા સરિતાબેન જયેશભાઈની છાતીના વાળમાં આંગળી ફેરવતા બોલતા હતા. જયેશભાઈ સરિતાબેનના રેશમીવાળમાં હાથ ફેરવતા સાંભળતા હતા.
તારા ગયા પછી હું સાવ બેબાકળો બની ગયો હતો, કશું સૂઝતું જ નહીં, શું કરવું.. તારો આવો જવાબ સાંભળી મને બહુ ઘાત લાગી હતી. હું મને પોતાને જ નહોતો સંભાળી શકતો. દારૂના રવાડે ચડી ગયો હતો.. રોજ પીવા જતો. ક્યારેક તો મારા કાફેમાં જ બેસીને પીય લેતો. આંખમાં લોહીના આંસુ આવતા હતા. તારા ગયા પછી અંધારું જ થઈ ગયું હતું..
* * *
એક દિવસ હું કાફેમાં બેઠો હતો, તે દિવસે માણસોની અવરજવર વધુ હતી. હું બેસીને ત્યાં હિસાબ કરતો હતો. ત્યારે પહેલીવાર મનીષાને જોઈ.. ત્યારે મેં તેના તરફ ધ્યાન જ નહોતું આપ્યું. પ્રેમ કર્યો હતો તને કોઈ...
મનીષા મારી બાજુમાં આવીને બેસી ગઈ. હું કશું જ બોલ્યો નહીં. શરૂઆત પણ તેમણે કરી "હું મનીષા.." સુંદર દેખાતી હતી છતાં મને કોઈ રસ નહોતો.. થોડીક વાતો થઈ પછી તે ત્યાંથી નીકળી ગઈ. આવું બીજા દિવસે પણ થયું. પછી મેં થોડી વાતો કરી તેની સાથે દિલ હળવું થયું.
પછી તો રોજનું થયું. મનીષા આવતી ને હું તેની સાથે વાતો કરતો. તે અચાનક જ આવી હતી.. તેના વિશે મેં જાણવાનો પ્રયત્ન કર્યો તો સુરતમાં એક રૂમ રાખીને રહેતી હતી. ધીમે ધીમે તે ઘરે આવવા લાગી. હું પણ તેની રૂમ પર જવા લાગ્યો. ત્યાં સુધી અમે મિત્ર જ હતા.
એકદિવસ તેમણે જ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. ત્યારે મેં તને શોધવાનો પ્રયત્ન કર્યો પણ તારી કશી ભાળ મળી નહીં. ને તેના પ્રસ્તાવને હા ભણી દીધી...
તેની તરફથી કોઈ નહોતું, મારી તરફથી એક મિત્ર હતો. કોર્ટમાં અમે લગ્ન કર્યા ને પછી એક સુખમય ઘરસંસાર માંડ્યો..
કાફે પણ સરખું ચાલવા લાગ્યું. જિંદગીને ફરી એક સાચું સરનામું મળ્યું.. જે સરનામાં પર જવા માટે નીકળી પડ્યા અમે બંને હું ને મનીષા.. આપણે બંનેએ જોયેલા સપના તેની સાથે હું પુરા કરવા લાગ્યો. રસ્તામાં ફરી એક સુખદ વળાંક આવ્યો. હેતલનો જન્મ થયો.. અમે બંને બહુ ખુશ થયા એક ટેકો મળ્યો, સંબધને પતિ પત્નીનું પાક્કું નામ મળ્યું.
ઘણી વાર ઝઘડા થતા ત્યારે તારી યાદ આવતી, ને ત્યારે હું થોડો નશો કરી લેતો. વચ્ચે ફરી તને શોધવાના વ્યર્થ પ્રયાસ પણ કર્યા હતા.
પણ છેલ્લે એવું શું થયું કે તે હેતલને રડતી મૂકીને એકલી ચાલી નીકળી. જિંદગીમાં ફરી હું પડી ગયો. આ વખતે કોઈ જ ચીસ ના પાડી.. તે જેમ ખૂન કર્યું છતાં પણ તને કોઈ અફસોસ નથી એવી જ રીતે મને પણ કોઈ જ અફસોસ નહોતો. હેતલને મોટી કરી તેને ગમતે સાસરે વળાવીને એકલા જ રહેવાનું નક્કી કર્યું.
* * *
મારા ગયા પછી આટલું બધું થઈ ગયું હતું.. મારા પપ્પાને તમે જરા પણ પસંદ નહોતા એટલે લગ્નનો સવાલ જ આવે તેમ નહોતો. બહુ રડી.. ધમપછાડા કર્યા. હું બધું સહન કરી શકતી હતી પણ ચાબુકના ઘા મારી મા પર થતા એ મારાથી સહન કરવું શક્ય જ નહોતું. બસ તે નસને પાસો બનાવી પપ્પા મારી સાથે રમત રમી ગયા. નફરત થઈ ગઈ હતી મારા પપ્પાથી..
એક દિવસ મોકો મળ્યો એટલે તેની સાથે પણ અભય જેવું જ કર્યું.. જેમ તમને પ્રેમ કરતી હતી. એવો જ પ્રેમ મારી માને પણ કરતી હતી..
જયેશભાઈ તો સાંભળતા હતા. કદાચ સ્ત્રી પોતાના પ્રેમ માટે.. પોતાની પ્રિય વસ્તુ માટે કઈ હદ સુધી જાય તે આ જ ખબર પડી. આ વાત સાંભળી ભીતરમાં ધીમેથી કાચ પડેને ટુકડા થાય તેવા આછા ટુકડા થયા પણ.. હવે વસવસો કરીને શું ફાયદો..
* * *
નવાવર્ષની રાત હતી, સરિતા જિંદગીના એક પછી એક બધા રાજ ખોલતી હતી. આખરે એક બીજી વાત પણ માંડી..
"મારે હજી એક વાતની કબૂલાત કરવી છે, મારા દિલમાં તે વાતનો બોજો છે. તે હળવો કરવો છે"
" બોલને સરિતા.." હાથ હજી વાળમાં ફરતો હતો.
"તમારી મનીષાને મારવા વાળી પણ હું જ" સરિતા ખચકાતા બોલી..
"બસ હવે મજાક બંધ કર.."
જયેશભાઈ ફરી આલિંગન કર્યું..
હવે કોઈ ઝટકો નથી આપવો. તેવું વિચારીને બધું કહેવાનું માંડી વાળ્યુંને મીઠું હસી લીધું. સરિતા ફરી જયેશની બાહોમાં ગરકાવ થઈ ગઈ.. બંનેના હોંઠ એકબીજાના હોંઠમાં. જયેશની છાપ વગરની આંગળી સરિતાના ઘાટીલા શરીર પર ફરતી હતી. અંગોને સ્પર્શતી હતી.
સુતેલી સરિતાની નજર મનીષાના હાર લાગવેલા ફોટા પર હતી. જે ધીમે ધીમે મનમાં ઝેર ભળતું હતું.