aavo pan Prem in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | આવો પણ પ્રેમ

Featured Books
Categories
Share

આવો પણ પ્રેમ

*આવો પણ પ્રેમ* વાર્તા...


અમુક વ્યક્તિત્વના દૂર જવાથી અસ્તિત્વ નથી ભુલાતાં અને
આત્માના બંધનમાં ક્યારેય છુટ્ટા-છેડા નથી હોતા !!
લાખ કોઈ કોશિશ કરે એ પ્રેમ ભૂલાતો નથી અને ભગવાને બનાવીને મોકલેલી જોડી કોઈ ખંડીત કરી શકતું નથી....
પ્રેમનું પલ્લું તો સદાય પ્રિય તરફ નમતું રહેવાનું,
અણગમતું હોય લાખ દુનિયાને ભલેને, પણ તોય એ તો દિલ ને ગમતું રહેવાનું.!
આ વાત છે આજથી ત્રીસ વર્ષ પહેલાં ની છે...
આણંદ પાસેનું ગામડી ગામ...
બ્રહમપોળ માં રહેતાં બધાં જ બ્રાહ્મણો એમાં એક જ ઘર હતું મેઘા ( ભોઈ ) કુટુંબ...
ભણેલા ગણેલા હતાં મેઘા કુટુંબના સભ્યો... કોઈ ડોક્ટર તો કોઈ સરકારી અધિકારી તો કોઈ નિરીક્ષણ અધિકારી... મેઘા કુટુંબના બધા જ સભ્યો નો સ્વભાવ એકદમ સરળ અને સાલસ હતો.. કોઈ દિવસ એમનાં મોં માં અપશબ્દો નાં આવે...
અરવિંદભાઈ અને ભારતી બેન ને ત્રણ સંતાનો હતા..
મોટો દીકરો અજય, પછી દિકરી બિન્દુ, અને નાનો દીકરો પિનલ...
એક જ ફળિયામાં રહેતા હોવાથી સાથે જ રમવાનું અને સાથે જ બધાં તહેવારો મનાવે...
બ્રહ્મપોળમાં રહેતાં રજની ભાઈ ને બે દિકરીઓ મોટી પલ્લવી અને નાની વંદના...
સાથે રમતાં અને સાથે જ આણંદ ભણવા જતા..
અજય અને પલ્લવી ને પ્રેમ થઈ ગયો...
બન્ને વધુ ને વધુ સમય સાથે ગુજારવા લાગ્યા..
સાથે જ પિક્ચર જોવા જતાં...
નવરાત્રી માં સાથે જ ગરબા રમતાં...
અને આ બધી વાતો થી
પલ્લવી ને ઘરે ખબર પડતાં એને મારી અને અજય નાં ઘરનાં સભ્યો સાથે રજનીભાઈ ઝઘડો કરી આવ્યા...
થોડાં દિવસ બધું શાંત રહ્યું...
એક દિવસ અજય અને પલ્લવી એ કોર્ટમાં મેરેજ કરી લીધા..
અને ગામડીથી ભાગી ગયા...
પણ રજનીભાઈ અને એમનાં સગાંવહાલાં એ અજય અને પલ્લવી ને પકડી પાડયા અને પાછાં ગામમાં લાવ્યા...
અને બન્ને ધોલધપાટ કરી..
પલ્લવી ને ટોર્ચર કરીને રજનીભાઇ એ છૂટાછેડા નાં કાગળ પર સહી કરાવી લીધી અને પલ્લવી ને વડોદરા એની માસીને ઘરે મૂકી આવ્યા...
પલ્લવી ને ભણવા નું પણ બંધ કરાવી દીધું...
આ બાજુ અજય નાં ઘરનાં સભ્યો સાથે રજનીભાઈ એ ઝઘડો કરીને મારંમારી કરી અને રાતોરાત ગામડીનું ઘર ખાલી કરાવી દીધું..
અજય અને એનાં ઘરનાં સભ્યો પોતાનું ઘર હોવાં છતાંય બેઘર થઈ ગયા અને આણંદ એનાં મોટાં પપ્પા ને ત્યાં આશરો લીધો..
આ બાજુ અજયને પણ નડીયાદ એનાં મામાના ઘરે મોકલી દીધો...
અને ગામડીનુ ઘર અરવિંદ ભાઈ એ વેચી નાખ્યું અને બાકરોલ પોતાનું મકાન લીધું..
કહેવાય છે ને સાચો પ્રેમ ક્યારેય અલગ થતો નથી.....
ગમે એમ કરીને પલ્લવી એ અજય નો પતો લગાવ્યો અને સંદેશો મોકલ્યો..
ફરીથી એ બન્ને નક્કી કરીને આણંદ મળ્યા અને પછી નક્કી કર્યું કે ભાગી જઈએ...
આ વખતે તો એ લોકો એવી રીતે ભાગ્યા કે કોઈ નાં હાથ જ નાં લાગ્યા...
આર્ય સમાજ અને કોર્ટમાં ફરી લવ મેરેજ કરી ત્રણ મહિના છુપાઈને ભાઈબંધ, દોસ્તારો ને ત્યાં રહ્યા...
અને ત્રણ મહિના પૂરા થયા પછી અજય અને પલ્લવી બાકરોલ ગયાં...
અંજય નાં ઘરનાં એ તો અજય અને પલ્લવી નો સ્વીકાર કર્યો..
પણ રજનીભાઈ એ આખાં કુટુંબના લોકો ને કહ્યું કે જે મેઘા કુટુંબ સાથે સંબંધ રાખશે એ મારો દુશ્મન બની જશે...
બધાં એમનાં ગુસ્સાથી ડરતાં...
આ બાજુ અજય ને ત્યાં પલ્લવી ને આગળ ભણાવી અને વિધ વિધ એક્સ્ટ્રા પરીક્ષાઓ અપાવી...
અજય આજે યુનિવર્સિટીમાં જોબ કરે છે અને પલ્લવી વિધાનગરમાં કોલેજમાં પ્રોફેસર છે ... એક દિકરો છે એનું નામ અચલ છે...
આજે તો પલ્લવી અને અજય ખુબ જ સુખી છે પણ રજનીભાઈ હજુય આ લોકો ને બોલાવતાં નથી...
આટલાં વિધ્ન આવ્યા પણ એકબીજા માટે સાચો પ્રેમ હતો તો કેટલી મુશ્કેલીઓ સહન કરીને પણ એક બનીને રહ્યા...
આવાં સાચાં પ્રેમ કરનારા ને દિલથી સલામ...
ભાવના ભટ્ટ અમદાવાદ.....