હું રુહી...અત્યાર સુધી ના સફર માં હું અને મારા આ સફર ના સાથી પોપટ હવે શુત્ર ના રાજ્ય માં પ્રવેશ કરી દીધો છે..હવે મુખ્ય રાજ્ય વિસ્તાર માં જાવા માટે એક દરવાજો ખોલવો પડશે..જે અમારી આખો સામે છે..તો ચાલો આગળ જોઇએ શુ થાય છે....
............................................★...............................................
મને અને પોપટ ને એક દરવાજો દેખાય છે..જે ખૂબ વિશાળ છે..અને સાથે ખૂબ ડરવનો પણ છે..
"પોપટ આ દરવાજો કયો છે...?"- મેં પુછીયું
પોપટ : આ દરવાજો મુખ્ય નગર કે જ્યાં પેલો સેતૈના રહે છે ત્યાં સુધી પોહચવા માટે નો દરવાજો છે. આ દરવાજા ને પાર કરવા કોઈ સહેલું કામ નથી..અહીં ઘણી મુશ્કેલી આપણે સામનો કરવો પડશે..
"કેવા પ્રકાર ની મુશ્કેલીઓ..." - મેં પુછીયુ.
પોપટ : એ તો ખબર નહિ..પણ જે કંઇ હોય આપણે સાવધાની પૂર્વક આગળ વધવું પડશે..અહીં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે..અત્યાર સુધી કોઈ અહીં સુધી આવ્યું નથી.. કોઈ પણે આ રાજ્ય માં આવાનું સાહસ નથી કરીયું..તો આપણે આપણા દરેક પગલાં સાવધાનીથી લેવા પડશે....
હા જી..ચાલો આગળ વધીએ..- મેં કહીયું
હું અને પોપટે પેલા દરવાજા તરફ જાવા પ્રયાસ કરીએ છીએ..થોડે દુર જતા અમે બંને દરવાજા સુધી પોહચી જઇએ છે...ત્યાર સુધી એમે કોઈ મુશ્કેલી નો સામનો નથી કરીયો..આરામ થી આ દરવાજા સુધી પોહચી ગયા છે..જોકે જગ્યા થોડી ડરવાની હતી પણ ખતરો કાઈ જોવા નથી મળિયો...દરવાજો જોવામાં ખૂબ ડરાવનો છે..પણ કોઈ મુશ્કેલી જેવું લાગતું નથી..તો હું તે દરવાજા ને ખોલવા જાવ છું.. જ્યાં હું દરવાજા ને અડું ત્યાં ખૂબ જ મોટી સખ્ય માં પક્ષી ઉડીને અમને ચારેય બાજુ થી ઘેરી છે ..આ પક્ષી ચામાચીડિયા છે... આ પક્ષી અમારી ઉપર હુમલો કરે છે...હું અમે પોપટ કોઈ પણ પક્ષી ને મારવા પ્રયાસ નથી કરતા પણ પોતનો બચવા કરીયે છે..આખરે જ્યારે પરિસ્થિતિ આમરા પક્ષ માં નથી હોતી ને તે પક્ષી સતત અમને ઇજા કરે છે... અમારી પાસે કોઈ માર્ગ નહતો..ત્યારે મેં તલવાર થી પક્ષી પર હુમલો કરે છે..અને પક્ષી ગાયલ થઈ ને જમીન પર પડે છે..પણ એક વસ્તુ અજીબ થાય છે...જે પક્ષી જમીન પર ઇજા ખાઇને પડે છે..એમના પાંખ કાપવા થી નીકળેલો લોહી ને તેના કરતાં પણ બમણા ચામાચીડિયા ઉત્પન થઈ જાય છે...અમે આ જોઈને ખૂબ ચકિત થઈ જઈએ છીએ..
આ કાઈ રીતે શક્ય છે...આમ જ થયું તો આપણે અહીં થી કેવી રીતે નીકળી શુ..હવે કાઈ તો કરવું પડશે..નહિ તો આ પક્ષી આપણી ઉપર હાવી થઈ જશે..ત્યાં આજુબાજુ વાતાવરણ ખૂબ જ ડરાવાંનું હતું ને સાથે જ અઘરું ખૂબ જ નથી..આકાશ માં ના તારા હતા કે ના ચાંદ ..ખુબજ અઘરું હતું..હવે સમય આવી ગયો છે કે અંધરા ને દૂર કરી ને પ્રકાશ ફેલાવાનો..હું મન માં કોઈ મંત્ર બોલું છું..ને ત્યાં ચારેય બાજુ ઘોર અઘરું હટી ને ચારેય બાજુ પ્રકાશ છવાઈ જાય છે...ત્યાં પ્રકાશ ની કિરણો થતા એકાએક બધા જ પક્ષી એક એક કરી ને જમીન પર પડે છે ને ગાયબ થઈ જાય છે... અને અમારી ઉપર થી એક મોટી મુશ્કેલી હટી જાય છે...હવે હું.મારી મંજિલ ની ખૂબ નજીક છું...
હવે હું દરવાજો ખોલી ને રાજ્ય માં પ્રવેશ કરું છું..હું અને પોપટ હવે રાજ્ય માં છે...
પોપટ : હવે અહીં મુશ્કેલી પેહલા કરતા પણ વધુ છે..આપના રાજ્ય માં પ્રેવેશ કરવાની ખબર અત્યાર સુધી તો એ સેતૈના ને મળી ગઈ હશે..
ત્યાં અચાનક વાતાવરણ બદલાય છે ને અમારી પાસે કોઈ આવીને ઉભો રહે છે..
............................................★...............................................
હવે મારા આ સફર નો અંતિમ ભાગ આવી ગયો છે...આગળ શુ થાય છે તે જાણવા આ વાર્તા ને વાંચતા રહો...