Shikaar - 38 in Gujarati Fiction Stories by Devang Dave books and stories PDF | શિકાર - પ્રકરણ ૩૮

Featured Books
Categories
Share

શિકાર - પ્રકરણ ૩૮

શિકાર
પ્રકરણ ૩૮
ગૌરી એની તરફ આવતાં એ જોઇ રહ્યો , એને એકધારો આમ તાકી રહેલો જોઈને એનું સ્મિત ધીમે ધીમે જૂઠા ગુસ્સામાં પરિવર્તિત થતું ગયું
"તમે બધાં છોકરાઓ જબરા હોવ છો , જ્યાં સુધી છોકરી માને નહી ત્યાં સુધી આગળ પાછળ ફરો પણ જેવી અમે એકરાર કરી લઈએ એટલે બસ જાણે પછી અમે કોણ??? "
"અરે પણ...."
"શું અરે! પણ કેટલા દિવસ થયા કોઇ અતોપતો નહી ફોન પણ ન કરે ..."
"અરે! પણ સાંભળ તો ખરી ... કામ જ એવા હતાં કે મારે અવાય એમ નહોતું... "
"મારા સિવાય બધું જરરી હશે કેમ? મારે તારા મામા ને કહેવું જ છે કે આકાશને એવું તો શું કામ આપો છો કે.... "
"પણ કામ તારા પપ્પા ને હતું , SD ને શ્વેતલ ભાઇ ની સાથે જ હતો બે દિવસ... "
"ઓહ! એમને એવું શું કામ પડ્યુ કે તારી જરૂર પડે???.. "
"ગૌરી હું તને બધું તો નહી કહી શકું પણ વાત માણેકભુવનને લઇ ને છે , .."
"માણેકભુવન ? એ માટે મેં બહુ જ સાંભળ્યું છે પણ આજ સુધી ગઇ નથી હું ત્યાં ... પણ હમણાં થી મેં નોંધ્યું છે કે પપ્પા માણેકભુવન ની વાત હોય ત્યારે થોડા સખ્ખત થઇ જાય છે.. "
"હા ! હું પરિચયમાં આવ્યો ત્યારથી અત્યાર સુધી ઘણા બધાં પાત્રો પ્રશ્નો જોડાયા છે આની સાથે... "
"તેં જોયું માણેકભુવન ?"
તું ખરી છે મિલકત તમારી છે ને મને પુછે છે ,હા! મેં નકશાઓમાં જોયું છે.. માણેકભુવન .."
"એવી તો શું મેટર છે પણ ...?"
"ગૌરી ... ગૌરી પ્લીઝ મૂક ને એ વાત હું એ બધું મૂકીને તને મળવા આવ્યો છું , ને તું પણ... "
"સોરી ગુસ્સો ના કર ક્યાં જવું છે એ કહે પહેલા ..."
"કોઇ સારી રેસ્ટોરાંમાં પહેલાં તો ..."
"ઓકે હું ઝીણીમાસી ને ..."
"ગૌરી! સારી રેસ્ટોરાંમાં કહ્યું મેં .."
"હા! પણ કહી તો દઉં ને કે હું સાંજે જમીન નહી.. "
"એ તો આપણે જઈએ જ છીએ,તું ફ્લેટમાં પાર્ક કરી દે પછી આપણે રખડીશું મારી કારમાં.. !"
"સારૂં તો પછી હું ..."
"ના ચેન્જ ના કરતી આમાં મસ્ત લાગે તું..."
"નહી વાર લાગે પણ ..."
"ગૌરી ..."
"સારૂં વાંદરા "
બે ય પોતપોતાની કારમાં બેસી ગૌરીના ફ્લેટ પર... ને ત્યાં કાર મૂકી ગૌરી ફ્લેટ માં આવવા કહેતી હતી ત્યાં બોલી ઉઠ્યો "પ્લીઝ ! તું જ જલદી જલદી જઈને આવ..."

ગૌરી નાક વાંકુ ચુંકુ કરી ખોટો ગુસ્સો બતાવતી ગઈ ને થોડી જ વારમાં પરત આવી ગઈ... મિલન ની ઉત્કંઠા તો એને ય હતી...
આકાશે ચાવી એને જ આપી, "આજે તું ચલાવ હું તને જોઇશ.."
ગૌરી એ એક્સલેટર પર પગ દબાવી ગાડી ભગાવી...'ગુલમહોરમાં જઈશું ..?"
"નવી જ છે ?"
"આમ તો સાવ નવી નહી પણ મોકળાશ મળી રહે એમ છે... "
તું જ્યાં લઇ જા ડેશબોર્ડ પર હાથ રાખીને જોવા લાગ્યો ગૌરી ને ,
"આકાશ તું આમ ન જો ..."
"લે બસ આમ જોવું..."
"સીધો બેસને હવે, મારૂં ધ્યાન નથી રહેતું ..."
"સારૂ સારૂ...." આકાશ સીધો તો થઈ ગયો પણ હાથ ગૌરી ના ખભા સુધી લાંબો કરીને ,જો કે ગૌરીને એ ગમ્યુ એટલે એ મલકાતી બેસી રહી ..
"બોલને કૈંક મુંગી ના બેસ ... જાણે ગાડી ચલાવતી વખતે કોઇ વાત જ ન કરતી હોય. "
"આકાશ આગળ શું કરશું આપણે ..."
"પહેલા થોડું લાઇટ નાસ્તા જેવું કરશું પછી ફરશું કે પછી મુવી ને પછી જમી ને... "
એના હાથ પર ટપલી મારીને ," એ ચાંપલા આજની વાત નથી કરતી હું... લાઇફમાં શું કરશું ને કેવી રીતે કરશું? "
"એમાં શું વિચારવાનું? લગ્ન ને પછી બે બાળકો ..."
"એ ધીમે ધીમે એટલું બધું આગળ ના વધ, લગ્ન ની વાત કેમની કરશું ?"
"એ તો કશુંય વિચાર્યુ નથી પણ ગૌરી મારી હશે એ પાક્કી વાત છે ..."
ગૌરી એ આકાશની આંગળી દબાવી દીધી ,"હોંશિયાર સીધી વાત નહી કરે .. મને ચિંતા થાય છે કે પપ્પા ને કેમનું કહીશું... "
"બધું થઇ જશે ...મારા પર વિશ્વાસ રાખજે.. "
"હવે એતો છે જ પણ...."
કાર પાર્કિંગમાં પહોંચી ગઈ હતી... બ્રેક સાથે જ આકાશે ગૌરીના ગોરા ગાલે હળવું ચુંબન કરી લીધું...
"લુચ્ચો .." બોલી એણે કારનો દરવાજો ખોલીને બહાર નીકળી ..... બંનેની આંગળીઓ જતા જતા એકમેકમાં ફેરવાઇ ગઇ જોડે ચાલતાં ચાલતાં....
ગૌરી સહજ થતી જતી હતી આકાશ સાથે એકદમ સાથે આકાશ ભિતરથી વિહવળ થતો જતો હતો, એને ગૌરી ને કહેવું હતું કે એ એને દિલોજાન થી ચાહે છે પણ.... પણ એનાં પપ્પા અત્યાર સુધી એક શિકાર જ હતાં એને માટે એને બધું જ કહી દેવું હતું પણ એમાં જોખમ હતું મામાને માથે કદાચ જીવનું તો એના માથે પણ ખરૂં જ સાથે એથી મોટો ભય ગૌરી ને ખોવાનો ..... ગૌરીને એ ખોવા જ નહોતો જ માંગતો.... કહેવું કઈ રીતે એ.....???
"બોલને હવે, કેમ પાછો મુંગો થઇ ગયો?"
"ગૌરી!મારે તને ઘણું કહેવું છે પણ અત્યારે યોગ્ય સમય નથી કદાચ !"
"એટલે .."
આપણે હજું થોડો સમય જોઇશે તારા કે મારા ઘરે વાત કરતાં પહેલાં આમ તો મારે મામા ને લગભગ બધી જ ખબર છે તો ય હું ઇચ્છીશ કે થોડો સમય આમ જ રેહવા દઈએ....."
"થોડો એટલે કેટલો? ને પણ શું વાત છે એ તો કહે?? "
"ગૌરી ... બસ મારી પર વિશ્વાસ રાખજે બધુ સુપેરે પાર પડશે ..."
"આકાશ ..... "
આકાશે એનો હાથ પંપાળ્યો, "ગૌરી તું SD ની દીકરી છે બધું એમ સરળ નથી "
"ઓકે ..."
બંને એ લગભગ મુંગા મુંગા જ સેન્ડવીચ ચા પતાવી પછી ગૌરી એ જ કહ્યું કોઇક મૂવી જ જોઇએ બહાર નથી જવું ક્યાંય.....
થિયેટરનાં શીળા અંધારામાં આ યુવા યુગલ ઘનિષ્ઠતા કેળવી રહ્યું હતું ત્યારે જ શ્વેતલભાઇ SD ની પાસે એક બીજું કુરીયર લઇ ને પહોંચ્યા ....
પત્ર જ હતો ટાઇપ કરેલો...
"પચ્ચાસ લાખ પુરા તૈયાર રાખો આમ તો અંદાજ આવી જ ગયો હશે કે કઇ રીતે ક્યાં મુકવાના છે એ ખબર મળી જ ચુક્યા હશે ... પણ કોલ આવે પછી જો કે વિચારવા જેવું તો એ જ છે કે એ કેપ્ટન જો સામે જ ઉભો કરી દેવામાં આવે તો????
તમારો મિત્ર.... "
"મિત્ર .... સાલો નાલાયક.... "
"શ્વેતલ! એક વાત નોંધી એણે આપણને ના પાડવાનો ઓપ્શન જ નથી આપ્યો... કોલ કરવાને બદલે પત્ર મોકલીને એણે હુકમ કર્યો છે કે તમારે આમ કરવાનું છે... "
"હું કહી દઉં છું પચ્ચાસ ની વ્યવસ્થા કરવાનું ..."
"શ્વેતલ! ના જ દઈએ તો .."
શ્વેતલભાઇ અટકી ગયાં, SD ની સામે જોઈ રહ્યાં , "એટલે???? "
"આ વખતે મારી ઇચ્છા એવી છે કે એક વાર સામનો કરી જ લવો ક્યાં સુધી ટાળીશું આપણે...? "
"તમે કહો એમ જ ..."
"જોઇએ .... હું ધર્મરાજસિંહને મળી ને આવું , તારે એ કારના શક્ય બધાં રસ્તા પર વોચ ગોઠવવાની છે ..."
"પણ એ તો તો જ જરૂર પડે ને જો આપણે પૈસા આપીએ.... "
"પણ આપણે આ વખતે પૈસા નહી કાગળીયા જ આપવાનાં છે તું એની વ્યવસ્થા કર..... "
"હમમમ !!"
શ્વેતલભાઇ હથેળી ઘસતાં નીકળ્યા...
(ક્રમશ:.....)