vruddh doshi maa in Gujarati Short Stories by Suspense_girl books and stories PDF | વૃદ્વ ડોશી માઁ

Featured Books
Categories
Share

વૃદ્વ ડોશી માઁ

નાનકડા ગામ માં એક તળાવ નજીક એક ડોસી માં એકલા રહે છે એ ડોશી માં ની પરિસ્થિતિ જોઈ ને આપણા ને થાય ભગવાન ને દયા નહિ આવતી 70/ 75 વર્ષ ની ઉંમરે પણ ભગવાન એમના પર દયા નથી કરતો એ ડોશી માં એક પણ આંખ થી જોઈ નથી શકતા કેટલા વર્ષો થી ભગવાને એમની પાસે થી આંખ છીનવી લીધી હશે એ તો એમને ખબર એ ડોશી માં પાસે આંખો નહિ, રહેવા માટે ઘર નહિ, કોઈ પરિવાર નહિ, પૈસા પણ નથી આ ઉંમરે આવી પરિસ્થિતિ માં જીવન જીવું કેટલું અઘરું લાગે.

એ ડોશી માઁ તળાવ ને કિનારે મંદિર ને અડીને લોખંડ ની જાળી છે એક ખાટલો રે એટલી જ નાની જગ્યા ને એ ડોશી માઁ આવી નાનકડી જગ્યા માં એકલા રહે ના એ જાળી માં પંખો ના લાઈટ ને આખો દિવસ તડકો આવે, આપણી પાસે ઘર છે પંખા છે અનેક સુવિધા છે તો પણ આપણે ભગવાન ને કહીયે તે મને આ ના આપ્યું મારા જીવન માં તે મુશ્કેલી જ આપી આવું આપણે બધા ભગવાને કહેતા હોય છે હું પણ કહું છું, પણ જરાં વિચારો ખાલી ખાટલો રે એવડી જગ્યા શિયાળા માં ઠંડી પડે ઉનાળા માં ગરમી પડે ચોમાસા માં વરસાદ પડે ને ખાલી લોખંડ ની જાળી એમાંય એ જગ્યા માં ગરોળી, ઉંદર, બીજા પણ કેટલાય જીવજંતુ ફરતા હોય વિચારો તો પણ એ ડોશી માઁ તે જગ્યા પર એકલા રહે છે એમનો કોઈ પરિવાર નથી કોઈ સાથ આપનારૂ નથી તો પણ જીવન જીવે છે.

એમની ઉંમર ના લીધે હવે તે બોલી નથી શકતા, સાંભળી નથી શકતા કોઈ એમની મદદ માટે હાય તો ના તો એ સાંભળે છે બોલે એ સમજી ના શકે કોઈ માણસ સાથે પણ કઈ રીતે હવે તે વાત કરે આપણે ખાલી 24 મિનિટ માં જ બોલ્યા ચાલ્યા વિના બેસી શકીયે? ના જ બેસી શકીએ પણ એ ડોશી માં તો કેટલાય વર્ષ થી એકલા ને એકલા જીવન ગુજારી રહ્યા છે.
એમની મદદ માટે ક્યારેક કોઈ આવી પણ જાય છે પણ ભગવાન એમને આ ઉંમરે કેમ આટલુ બધું દુઃખ આપતાં હશે. એમની પાસે આજે ભલે એક રૂપિયો પણ નથી એક દિવસ હું એમની જોડે સાંજે ગઈ તો પોતે ચા પીતા હતા તો મેં કીધું મજા માં બા ત્યારે એમને હા કીધું પછી એ બોલ્યા લે ચા પીસ અરે એમની પાસે આજે કઈ પણ નથી તો પણ એમના માટે આવેલી ચા માંથી પણ આપણા ને પૂછે એટલે વિચાર કરો એમનું દિલ કેટલું મોટુ હશે, આપણા ઘરે મેહમાન આવે તો આપણે ચા - નાસ્તા પુછિયે પણ મન માં એવું વિચારતા હોઈએ આ ચા ની ના પાડે તો સારુ અત્યારે માણસો ની પાસે પૈસા તો બહુ છે પણ લાગણી કોઈ ના પર નથી ને એ ડોસીમાં પાસે આજે કઈ જ નથી તો પણ મીઠો આવકાર અને લાગણી જોવા મળે છે.

એ ડોશી માઁ માટે કોઈક સારા માણસે સવાર - સાંજ ની ચા અને બે ટાઈમ નું ભોજન બંધાયલુ છે સાચે માં દુનિયામાં માઁ કોઈક દિવસ સાવ ગરીબ ની મદદ કરી ને જોજો તમારું દિલ એટલું બધું ખુશ થઇ જશે ને તમને તમારા જીવન માં બહુ બધું શીખવા પણ મળશે.

અત્યાર ના માણસો પાસે બધું જ છે પણ કોઈ ગરીબ ની મદદ જલ્દી નહિ કરતા આજે ખાલી વિચારો ભગવાને આપણા ને ગરીબ બનાવ્યા હોત તો, પણ જેના નસીબ થાય તો કોઈ ની મદદ કરી ને આશીર્વાદ લો આ સમય સારો બીજો સમય અથવા બીજો જન્મ કેવો હશે એ ભગવાન ને ખબર પણ થોડું સારુ કામ પણ કરીલો.