Who Build a Nation in Gujarati Moral Stories by Parth Prajapati books and stories PDF | દેશનાં ઘડવૈયા કોણ?

Featured Books
Categories
Share

દેશનાં ઘડવૈયા કોણ?

આ કોરોના ના આવ્યો હોત તો કોઈને એ સમજાત જ નહિ કે ડોક્ટર્સ અને પોલીસ પણ દેશના સૈનિકો છે જે પોતાના જીવ દાવ પર લગાવીને લોકોની રક્ષા કરે છે.એટલે તેમનું મહત્વ પણ દેશના સૈનિકો જેટલું જ ગણાવા માંડ્યું.૧૯૬૫ માં જ્યારે દેશમાં અનાજની અછત હતી અને હરિયાળી ક્રાંતિની જરૂર હતી ત્યારે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી એ એક નારો ' જય જવાન, જય કિસાન' આપ્યો હતો. દેશના ખેડૂતોને પણ દેશના સૈનિકો જેટલું જ સમ્માન આપો એમ તેઓ કહેવા માંગતા હતા..ત્યારબાદ એમ. એસ. સ્વામીનાથનના નેજા હેઠળ હરિયાળી ક્રાંતિ થઈ અને દેશ અન્ન ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યો.. એ જ રીતે ડૉ. વર્ગીસ કુરિયન ની આગેવાનીમાં શ્વેતક્રાંતિ થઈ અને દેશ દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર તો બન્યો જ પણ સાથે સાથે દૂધની નિકાસ પણ કરવા લાગ્યો ; ત્યારે લોકોને સમજાયું કે દેશમાં પશુપાલકોનું આગવું મહત્વ રહેલું છે....શ્વેતક્રાંતિ દ્વારા દેશનો ખેડૂત અને પશુપાલક આત્મનિર્ભર બન્યો અને તેની આવકમાં ધરખમ વધારો થયો સાથે સાથે દેશની આવક પણ વધી..😊


૯૦ ના દશકમાં જ્યારે વિશ્વ વિજ્ઞાન અને ટેકનલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું હતું ત્યારે ભારતને પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે આગળ આવવાની જરૂરિયાત જણાઈ. પરિસ્થિતિઓને જોતા ૧૯૯૮ માં પૂર્વ પ્રધામંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીએ સૂત્ર , ' જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન ' આપ્યું..દેશના વૈજ્ઞાનિકો પણ દેશના સૈનિકો જ છે જે દેશને આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતીઓ અપાવે છે...લોકોને સાચા અર્થમાં સમજાયું કે દેશમાં વૈજ્ઞાનિકોની પણ એટલી જ જરૂર છે જેટલી દેશમાં સૈનિકોની....આજે વિશ્વની કોઈ પણ સેના તેના દેશના વૈજ્ઞાનિકો અને ટેકનોલોજીના બળ પર આટલી સશક્ત છે..આપણા જ દેશનું ઉદાહરણ લઈએ, જો આપણા દેશમાં ડી. આર. ડી. ઓ. અને ઈસરો જેવી સંસ્થાઓ ના હોત તો આપના દેશનું સંરક્ષણ તંત્ર તેમજ અંતરિક્ષ વિજ્ઞાન અટલા સશક્ત હોત ખરાં?🤔😨


કોરોના એ લોકોને સમજાવ્યું કે ડોક્ટર્સ અને પોલીસ પણ એક સૈનિક છે જે દેશનું કોરોના થી રક્ષણ કરે છે..તેવી જ રીતે આપણે સમજવું રહ્યું કે દેશના ખેડૂતો પણ સૈનિકો જ છે જે દેશનું ભૂખમરાથી રક્ષણ કરે છે. તેવી જ રીતે દેશના સફાઈ કર્મચારી દેશને સ્વચ્છ રાખીને રોગચાળાથી, દેશના વ્યાપારીઓ દેશને ધમધમતું રાખી દેશના અર્થતંત્રનું , દેશના શિક્ષકો દેશને જ્ઞાન આપી અજ્ઞાનથી દેશનું રક્ષણ કરે છે.દેશના વૈજ્ઞાનિકો નવી નવી દવાઓ પર સંશોધન કરી, રોગચાળાથી દેશનું રક્ષણ કરે છે. આજે કોઇ પણ દેશ અન્ન, ધન, સ્વચ્છતા, સ્વાસ્થ્ય, શિક્ષા અને કાનૂન વ્યવસ્થા વગર રહી શકતો નથી..


દેશમાં રહેલા દરેક નાગરિકનું દેશમાં એટલું જ મહત્વ છે જેટલું દેશના સૈનિકોનું. કારણ કે, સૈનિકો દેશની સરહદોની રક્ષા કરે છે અને સામાન્ય નાગરિકો દેશના અર્થતંત્રનું. બાળકના રમકડાંથી લઈને વૃદ્ધોની દવાઓ, નાના પાનના ગલ્લાંથી લઈને મોટી મોટી કંપનીઓ વગેરે દેશના અર્થતંત્રને ધમધમતું રાખે છે. દેશને સ્વચ્છ રાખવાનું મહાન કાર્ય દેશના સફાઈ કર્મચારીઓ કરે છે.દેશનો દરેક નાગરિક પ્રત્યક્ષ કે પછી પરોક્ષ રીતે દેશના વિકાસનો ભાગીદાર છે.ઘણા એમ વિચારતાં હોય કે આપણેે ક્યાં આવકવેરો ભરીયે છીએ.તેઓ એ ભૂલી જાય છે કે તેઓ જે પણ ખરીદે છે તેના પર GST લાગે છે.તમે ખરીદેલી નાની સોઇ થી લઇને એરોપ્લેન પર પણ ટેક્સ લાગે છે,જે દેશની તિજોરીમાં જમા થાય છે અને તે આખા વર્ષની રકમ પ્રમાણે દેશનું અનેક સુવિધાઓ અને યોજનાઓથી સુભાષિત બજેટ બહાર પડે છે...


શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે કોઈ પણ સમાજની રચના માટે ચાર સ્તંભ અનિવાર્ય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય,વૈશ્ય અને શૂદ્ર...આ વર્ણ વ્યવસ્થા એ વ્યવહાર અને કર્મ આધારિત હતી પરંતુ સમય જતાં તે જાતિ આધારિત થઈ ગઈ..પણ આ વ્યવસ્થા દરેક દેશમાં આજે પણ અમલમાં છે.


પ્રથમ સ્તંભ બ્રાહ્મણ :-

કોઈ પણ દેશમાં દેશના નાગરિકોને શિક્ષા માટે શિક્ષકોની જરૂર પડે જ છે.તે કોઈ પણ ધર્મ, જાતિ કે સંપ્રદાયનો હોઈ શકે..બ્રાહ્મણ એ જ્ઞાનનું પ્રતિક છે...પરંતુ એ જરૂરી નથી કે દરેક બ્રાહ્મણ જ્ઞાની જ હોય..જ્ઞાની તો કોઈ પણ હોઈ શકે.. મહર્ષિ વિશ્વામિત્ર જન્મથી ક્ષત્રિય હતા પણ કર્મથી બ્રાહ્મણ ,જ્યારે પરશુરામ જન્મથી બ્રાહ્મણ હતાં પણ કર્મથી ક્ષત્રિય હતા.આ સ્તંભમાં વૈજ્ઞાનિકોનો પણ સમાવેશ થઈ જાય છે..કારણકે વિજ્ઞાનનું મૂળ પણ જ્ઞાન જ છે.


દ્વિતીય સ્તંભ ક્ષત્રિય:-

કોઈ પણ દેશની રક્ષા માટે સેના એક અનિવાર્ય સ્તંભ છે. એજ રીતે કાયદાઓનું પાલન કરાવવા માટે પોલીસ તંત્ર પણ જરૂરી છે. સેના ના હોય તો દેશ પર મોટું સંકટ આવી શકે અને પોલીસ તંત્ર ના હોય તો દેશમાં અરાજકતા ફેલાઈ શકે..ક્ષત્રિય કર્મ પણ કોઈ પણ જાતિનો વ્યક્તિ કરી શકે છે...વીર પેશ્વા બાલાજી બાજીરાવ જન્મથી બ્રાહ્મણ હતા પણ કર્મથી ક્ષત્રિય બન્યા અને એક મહાન અપરાજિત યોદ્ધા તરીકે ઓળખાયાં.મહારાણા પ્રતાપે પણ પોતાની સેનામાં આદિવાસીઓને સ્થાન આપી અકબરના સૈન્યને હંફાવ્યું હતું.


તૃતીય સ્તંભ વૈશ્ય:-

કોઈ પણ દેશના અર્થતંત્રને ટકી રહેવા માટે કે પછી વિકાસ માટે વેપારીઓ, ખેડૂતો , ડોક્ટર્સ અને એવા દરેક લોકોનો સમાવેશ થાય છે જે વિવિધ પ્રકારની સેવાઓના ( સ્વાસ્થ્ય,વીમા, પ્રસારણ તંત્ર, સિનેમા, મીડિયા વગેરે...) માધ્યમથી કે પછી પોતાનું ઉત્પાદન વહેંચીને અર્થ ઉપાર્જન દ્વારા દેશના અર્થતંત્રને ધબકતું રાખે છે...આજે વિશ્વમાં જેટલા પણ ઉદ્યોગપતિઓ અને વેપારિઓ છે તે સમાજના દરેક વર્ગ અને સમુદાયમાંથી આવે છે અને દેશનાં અર્થતંત્રને ધબકતું રાખવામાટે અમુલ્ય યોગદાન આપે છે.


ચતુર્થ સ્તંભ શૂદ્ર:-

દેશના પહેલા ત્રણેય સ્તંભ આ ચતુર્થ સ્તંભની મદદ વડે જ પોતાનું કામ કરી શકે છે ; માટે આ સ્તંભ ખુબ જ અગત્યનો છે.જે પણ લોકો ઉપર જણાવેલા દેશના ત્રણેય સ્તંભમાં આવતા લોકોને મદદરૂપ થઈને તેમના કામમાં સરળતા લાવે છે તે બધાનો સમાવેશ આ સ્તંભમાં થાય છે. તે કોઈ પણ જાતિ, ધર્મ કે સંપ્રદાયના હોઈ શકે...


ઉપરોક્ત ચારેય સ્તંભની એક સૂત્રમાં બાંધીને વહીવટ કરવાનું કામ રાજા ( સરકાર કે નેતા) નું હોય છે..તેમનું કામ હોય છે આ ચારેય વર્ગને એકબીજાથી સાંકડવાનું, સમાજના ભાગલા પાડવાનું નહિ....આપણી ભૂલ માત્ર એટલી જ કે જે વિભાગો કર્મ આધારે પાડવામાં આવ્યા હતા તેને આપણે જાતિના આધારે લઈને વર્ષો સુધી કેટલાક લોકો સાથે અન્યાય કર્યો😒...રક્ષા કરનાર ક્ષત્રિય, જ્ઞાન આપનાર બ્રાહ્મણ, વ્યાપાર કરનાર કે સેવા પૂરી પાડનાર વૈશ્ય અને બધાને ત્યાં નોકરી કરી કામમાં સહકાર આપનાર શૂદ્ર કહેવાય છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે એક સામાન્ય ટેબલ કે ખુરશી પણ તેના ચાર પાયા પર ટકેલાં હોય છે..જો એક પણ પાયો તૂટી જાય તો શું એ ખુરશી કે ટેબલ ઊભા રહી શકશે?🤔 જો એક સામાન્ય ખુરશી કે ટેબલ માટે એના દરેક પાયા નું સરખું મહત્વ હોય તો આતો આપણો માનવ સમાજ છે..એમાં દરેક પાયાનું અલગ અલગ મહત્વ શી રીતે હોય? 🤔




અત્યારે સમગ્ર વિશ્વ આ ચાર સ્તંભમાં વહેચાયેલું છે અને તેમાં લોકોના કર્મ આધારે તેમનો સમાવેશ થાય છે..જો કોઈ દલિત વ્યક્તિ શિક્ષક હોઈ તો તે બ્રાહ્મણ કહેવડાવવાં જ યોગ્ય છે.તેવી જ રીતે કોઈ બ્રાહ્મણ જો ખેડૂત કે વ્યાપારી હોય તો તે વૈશ્ય કહેવડાવવાં જ યોગ્ય છે.. ધ્યાનથી દરેક કાર્યમાં રોકાયેલા લોકોનું નિરીક્ષણ કરશો તો તમને સમગ્ર વિશ્વ આ ચાર સ્તંભ પર જ ટેકવાયેલું દેખાશે...દરેક સ્તંભનું એક આગવું મહત્વ છે અને એક દેશ કે સમાજ આ ચાર સ્તંભો વડે જ બને છે.દેશમાં નાનામાં નાના વ્યક્તિનું પોતાનું એક અલગ મહત્વ હોય છે.એટલે દરેક નાગરિક એ સમ્માનનો અધિકારી છે.દેશનું નિર્માણ દેશના દરેક નાગરિક વડે થાય છે નહિ કે માત્ર કોઈ એક વ્યક્તિ વડે...


પાર્થ પ્રજાપતિ

( વિચારોનું વિષ્લેશણ )