કાકી હેરાન કરવામાં ક્યારેય પાછા ના પડે એમ અમારી પાછળ પડી ગયા કે હવે બેબી પ્લાનીંગ કરો. ધાની ઉપર રુમમાં ટીવી જોતી હતી અને અમે નીચે બેઠા હતા. એટલામાં ધાનીની બૂમ સંભળાય. હું ફટાફટ ઉપર ગયો.
આખા રુમમાં એક નજર ફેરવી પણ ધાની ના દેખાય. બાલ્કનીમાં ગયો ત્યાંથી બૂમ પાડી. જોયુ તો ધાની ડ્રોઅરની સાઈડમાં છુપાયેલી હતી.
હું :- ધાની, શું થયુ?
ધાની :- ત્યાં....
હું :- શું છે ત્યાં?
ધાની :- (ડરતા ડરતા) Cocroache....
હું :- એના માટે આટલી મોટી બૂમ પાડવાની? અને તું હોરર મૂવી જોવે છે હેં?
ધાની :- હા... બહુ મસ્ત છે.
હું :- ના જોને દીકુ. રાતે તુ ડરી જઈશ તો.
ધાની :- પેલા અત્યારે આને તો ભગાડો.
Cocroache ને ભગાડી હું ધાનીને બહાર લાવ્યો.
હું :- આ મૂવી બંધ કર અને બીજુ કંઈક જો ચલ.
ધાની :- કાકી ગયા?
હું :- ના... હવે જશે. તારે નીચે આવવુ છે તો ચલ.
ધાની :- ના હું મૂવી જોવ છુ. અને બધા જાય પછી મમ્માને કેજો મને ખાવુ છે.
હું :- ઓકે. નીચે આવવુ હોય તો ચલ.
ધાની :- નહિ.
હું નીચે આવ્યો થોડીવાર પછી બધા જતા રહ્યા. ધાનીને બોલાવી અમે નાસ્તો કરવાની તૈયારી કરી.
ધાની :- હેયયય, આવને અંદર.
દિયા :- હું કાલે કલાસીસ નહિ આવી હતી તો એ બૂક જોઈતી છે.
ધાની :- હા ઉપર જ છે. આપુ ચલ.
અદિતી :- ચલો બંને નાસ્તો કરવા આવી જાવ.
ધાની :- ચલ દિયા, નાસ્તો કરી લઈએ પછી જ બૂક મળશે હવે. 😉
દિયા :- નહિ પછી ક્યારેક આવીશ ત્યારે... અત્યારે મારા પપ્પા બહાર મારી વેઈટ કરે છે.
અદિતી હું :- (એકસાથે) અરેરે, એમને અંદર બોલાવી લેને.
દિયા :- ના અમારે જવુ છે.
ધાની :- હું બોલાવી લાવુ છુ તું બેસ.
ધાની દિયાના પપ્પાને અંદર લઈ આવી. મને જોઈને એ ઉભા જ રહી ગયા. એ મારા ઓફિસમાં જ જોબ કરતા હતા.
એ બોલ્યા, સોરી સર... મને નહિ ખબર હતી કે ધાની તમારી બહેન છે.
હું :- ઈટ્સ ઓકે ના સર. તમે કેમ આટલા ગભરાઓ છો? મને પણ નહિ ખબર હતી કે દિયા તમારી છોકરી છે. અને હા હું ઓફિસમાં જ બોસ છુ પણ તમે તો વડીલ છો.
બધાએ મળી નાસ્તો કર્યો પછી દિયા અને ધાની ઉપર રુમમાં ગયા. સાંજે હું અને અદિતી નીચે બેઠા હતા ત્યારે ધાની ડરી શકલ બનાવી હોમવર્ક લઈ આવી.
અદિતી :- શું થયુ?
ધાની :- કંઈ નહિ. ઉપર અંધારુ હતુ એટલે.
હું :- જો જો તુ, હજુ હોરર મુવી. 😄
ધાની :- 😬 આવુ કરવાનુ નાની બહેનને?
હું :- હું તો મારી દિકરી સાથે એવુ કરુ છુ તને શું પ્રોબ્લેમ છે.
ધાની :- મમ્મા, સમજાવોને તમે મને હેરાન ના કરે.
અદિતી :- (રિખીલને) હોમવર્ક પતાવવા દો ને તમે એને. (ધાનીને) તું લખવામાં ધ્યાન આપ. નેક્સ્ટ વીક એક્ઝામ છે.
ધાની :- હા યાદ છે.
અડધી રાતે ધાનીના રુમમાથી જોરથી અવાજ આવ્યો. અમે બંને દોડીને એના રુમમાં આવ્યા. જોયુ તો ધાની ક્યાંય દેખાય નહિ. બધે ફરી જોયુ પણ ક્યાંય ના મળી. અમે બંને ગભરાઈ ગયા. આખા ઘરમાં શોધી પણ ક્યાંય ના મળી.
એટલામાં દરવાજો ખટખટાવવાનો અવાજ આવ્યો. મેં દરવાજો ખોલ્યો ત્યાં ધાની હતી.
હું :- ધાની... તું અત્યારે બહારથી ક્યાંથી આવી?
ધાની ફટાફટ દરવાજો બંધ કરી સોફા પાસે નીચે બેસી ગઇ. હું બહાર જોવા ગયો. કોઈક દોડતુ હતુ પણ અંધારાના કારણે કંઈ દેખાયું નહિ.
અદિતી :- ધાનુ, પગમાં શું થયુ?
ધાની :- 🤫, શશશશશ... ધીમે બોલો. એ સાંભળી જશે.
અદિતી :- કોણ સાંભળી જશે? અને તું બહારથી ક્યાંથી આવી?
હું :- ધાનુ... કોઈ તારા રુમમાં આવ્યુ હતુ?
ધાનીને પાણી પીવડાવી થોડી શાંત કરી પછી એ બોલી, હા હતુ કોઈક. માસ્ક પહેરેલુ હતુ. પહેલા તો મારા રુમમાથી કંઇક શોધતા હતા પછી મને ચપ્પુથી મારવાની ટ્રાય કરી. હું માંડ માંડ છુટી બૂમ પાડી બારીમાંથી કૂદી ગઈ.
હું :- પહેલા જ બૂમ કેમ ના પાડી?
ધાની :- મારા મોઢા પર હાથ રાખી દીધેલો હું કંઈ બોલી ના શકુ.
અદિતી :- વાગ્યુ છે પગમાં?
ધાની :- ના પણ દુખે છે. મોચ આવી ગઇ હોય એવુ લાગે છે.
અદિતી :- (મને) હું હળદર ગરમ કરી આવુ તમે ધાની પાસે જ રહેજો.
હું :- ધાનુ, બીજે કશે દુખે છે?
ધાની :- ના. હું કૂદી ત્યારે પગ વળી ગયેલો ખાલી.
હું ધાનીનો પગ જોતો હતો ક્યાંથી દુખે છે એ. ધાની બોલી, મારા સાથે જ કેમ આવુ બધુ થાય?
હું :- બેટા બધુ બહુ જલ્દી સારુ થઈ જશે. તું ટેન્શન ના લે.
ધાની :- મમ્મા પાપા હોત તો આવુ ના થાત ને ભાઈ¡
હું કંઈ જ ના બોલી શક્યો એના સવાલનો જવાબ જ નહિ હતો અને હતો એ કહેવાની હિંમત નહિ હતી. હું બસ એને જોતો જ રહી ગયો. એને પણ ખબર હતી કે એના જવાબ મારી પાસેથી નહિ મળવાના એટલે જ એ શાયદ મારાથી દૂર જતી હતી.
ધાનીને હળદર લગાવી દીધી પણ એ હજુ પણ ડરતી હતી ઉપર અમારા સાથે પણ આવવાની ના પાડતી હતી. એટલે અમે નીચે જ સૂઈ ગયા. ધાની થોડી થોડી વારે ઝબકીને જાગી જતી. માંડ માંડ સવાર પડી. ધાનીને સ્કૂલે ડ્રોપ કરી અમે ઘરે કેમેરા લગાવવાનું ડિસાઈડ કર્યુ.
ધાનીને સ્કૂલેથી પીક કરી ચેકઅપ માટે લઇ ગયા. ટ્રીટમેન્ટ કરાવી ઘરે આવ્યા. પેઈનકિલરના લીધે ધાની થોડીવારમાં ઉંઘી ગઇ. ઈવનીંગમાં ધાનીના નામથી એક કોલ આવ્યો પણ કોઈ બોલ્યુ જ નહિ.
હું તરત ઈશાનને લઈ પોલીસ સ્ટેશન કમ્પલેઇન કરવા ગયો. ત્યાંથી આવી ધાનીને જગાડી હોમવર્ક કરવા બેસાડી. આ વાત ભૂલવાની કોશિશ કરી. હું ઘરેથી જ કામ કરવા લાગ્યો. મીટિંગ હોય એટલી જ વાર જતો આખો દિવસ ઘરે જ રહેતો એટલે અમે ત્રણેય શાંતિ અનુભવતા.
ધાનીની એક્ઝામ ચાલુ થઇ ગઇ હતી એના સાથે અમારુ કામ પણ વધી ગયુ હતુ. એક્ઝામ પછી ફરી ડેયલી રુટીનમાં આવી ગયા.
એક દિવસ ધાની જીદ કરવા લાગી, મને ફરવા લઈ જાવ. બધા ફરવા જાય અને હું ક્યાંય ના જાવ મારે ઘરે જ રહેવાનુ થાય. એ દિવસે મારે કામ હતુ એ પણ એને ખબર જ હતી તો પણ.
અદિતી :- ક્યાં જવુ છે તારે બોલ?
ધાની :- મુવી જોવા.
અદિતી :- ચલ, હું લઈ જઈશ તને બસ.
ધાની :- નહિ... ભાઈ પણ સાથે આવે તો જ ત્યાંથી મેળામાં.
અદિતી :- અત્યારે મેળો ક્યાં હશે?
ધાની :- (એક કાગળ અદિતીના હાથમાં મૂકતા) અહિંયા.
અદિતી :- આ સન્ડે મૂવી જી આવીએ નેક્સ્ટ સન્ડે મેળામાં જઈશુ.
ધાની :- નહિ મને આ સન્ડે જ જવુ છે.
અદિતી :- રિખીલ હા પાડશે તો આ સન્ડે જ જઈશુ બસ.
હું ઘરે આવ્યો. જેવો ઘરમાં પગ મૂક્યો ત્યાં ધાની બોલી, ભાઈ સન્ડે મેળામાં જવાનુ છે આપણે તો ફ્રી રેજો.
હું :- નેક્સ્ટ સન્ડે જઈશુ ને આપણે મારે આ સન્ડે કામ છે.
ધાની :- પ્લીઝ ના ભાઈ... આ જ સન્ડે જવુ છે.
હું :- પેલા જમી લઈએ પછી વિચારીશુ. મને બહુ ભૂખ લાગી છે.
ધાની :- પેલા તમે હા પાડો પછી જ હું જમવા આવીશ.
હું :- આજે હું થાકી ગયો છુ વગર કામનુ તું મગજ ખરાબ ના કરાવતી.
અદિતી :- ધાનુ, બેટા ચલો પેલા જમી લઈએ. ત્યાં રિખીલનો થાક ઉતરી જશે પછી આપણે વાત કરીશુ હને. આવી જા ચલ.
ધાની મોં બગાડતા જમવા બેસી ગઇ. જમીને અમે બેઠા હતા ત્યાં ફરી ચાલુ કર્યું મને મેળામાં લઈ જાવ. મને મેળામાં લઈ જાવ. મેં કોઇ જવાબ ના આપ્યો. (હું ખરેખર થાકી ગયો હતો શાંતિથી બેસવા માંગતો હતો પણ....)
ધાની જોરજોરથી બૂમો પાડવા લાગી. મારી ખામોશી જવાબ આપી ગઈ. ધાની પર ભડ્કયો.
હું :- એકવાર ના પાડી ને તને કે નેક્સ્ટ સન્ડે જઈશુ. તો શું કામ ઘર માથે લઈને ફરે છે. એક વીક વેઈટ નહિ કરી શકતી તું. આખો દિવસ જીદ જીદ જીદ... શાંતિથી કહુ એમાં તને સમજ જ નથી પડતી. જે કરવુ હોય એ કર બાકી આ સન્ડે ક્યાંય જવાનુ નહિ.
ધાની ચૂપચાપ જોતી રહી મારુ બોલવાનું બંધ થયુ એટલે પગ પછાડી ગુસ્સામાં ઉપર જતી હતી ત્યાં
અદિતી :- ધાનુ... નેક્સ્ટ સન્ડે હું લઈ જઈશ તને. ધાનુ.... ધાનુ ગુસ્સો ના કર.
હું :- જવા દે એને. એમ પણ આજકલ એની જીદ બહુ વધતી જાય છે.
ધાની ઉપર જતી રહી. બીજા દિવસે સવારે એના ટાઈમે તૈયાર થઇ નીચે આવી ગઇ. અદિતીએ નાસ્તાની ડિશ તૈયાર કરી. આજે તો કંઈ જ બોલ્યા વગર જાતે જ ખાવા લાગી. હું તેના પાસે જઈ ખવડાવવા જતો હતો ત્યાં એ થોડી દૂર જતી રહી. ખબર પડી ગઇ મેડમ રિસાય ગયા હતા.
મને હતુ એ અદિતી સાથે તો બોલશે. જવાના ટાઈમ પર એ કહેશે ચલો નહિતર લેટ થઈ જઈશુ. પણ એવુ કશુ થયુ જ નહિ. બધુ પોતાની જાતે કરી લીધુ. જવાના ટાઈમ પર પણ બેગ લઈને ચાલવા લાગી અમારી સામે જોયુ પણ નહિ. ફટાફટ અદિતી બહાર આવી એને રોકી અને હું અદિતી એને સ્કૂલે મૂકી આવ્યા.
સાંજે હું ઘરે આવ્યો ત્યારે એ લખતી હતી. હું એની સામે બેસી ગયો પાણી માગ્યું. ચૂપચાપ પાણી આપી બધુ લઈ ઉપર જતી રહી.
હું :- અદિતી...
અદિતી :- હમમ.
હું :- આ તારા સામે બોલે છે કંઈ?
અદિતી :- રિસાય ગઈ છે કંઈ જ નહિ બોલતી. એના કામ પણ જાતે જ કરે છે.
હું :- ઓહહહ, સારી અસર થઈ છે તો તો.
અદિતી :- શું સારી અસર. એવુ લાગે છે જાણે ઘરમાં મૌનવ્રત ચાલે છે. દિયાનો કોલ આવ્યો હતો એના જોડે પણ નહિ વાત કરી.
હું :- તો તો હવે મનાવવી પડશે.
અદિતી :- તો હા પાડી દો ને સન્ડેની.
હું :- મારાથી નહિ અવાય એવુ. કેટલા ટાઈમથી મીટિંગ અરેન્જ કરવી હતી ફાઈનલી સન્ડેની અપોઈનમેન્ટ મળી છે એને હું મીસ ના કરી શકુ.
અદિતી :- એને શાંતિથી કીધુ હોત તો...
હું :- થઈ ગયુ ને હવે શું.
અમે એની ફેવરિટ ચોકલેટ લઈ ઉપર ગયા. એ લખતા લખતા ઉંધી ગયેલી એટલે એની બાજુમાં ચોકલેટ મૂકી અમે પણ સૂઈ ગયા. સવારે ધાની નીચે આવી ચોકલેટ બધી ડાઈનીંગ ટેબલ પર મૂકી સ્કૂલે જવાની તૈયારી કરવા લાગી.
હૂં :- ધાનુ... આ તારા માટે છે.
ધાની :- મારે નહિ ખાવી.
હું :- એક-બે સ્કૂલે લઇ જા ત્યાં ખાય જજે.
ધાની :- નહિ.
હું :- ચલ આજે હું મૂકી જઉં. હું ફ્રી છુ.
ધાની :- ભાભી તમે બિઝી હોવ તો હું જાતે જતી રહીશ.
અદિતી :- અત્યારે રિખીલ જોડે જતી રે ને હું લેવા આવી જઈશ.
ધાની :- નો થેંક્સ... બાય.
મારા સાથે તો જવુ જ નહિ હતુ. અદિતી મૂકી આવી.
શનિવારે સાંજે હું ધાની પાસે ગયો.
હું :- ધાનુ આપણે કાલે મેળામાં જઈશુ ત્યાં તું કઈ કઈ રાઇડ્સમાં બેસીસ?
ધાની :- મારે નહિ જવુ.
હું :- કેમ??? તું જ તો જીદ કરતી હતી જવુ જ છે જવુ જ છે. તો હવે કેમ નહિ જવુ?
ધાની :- મારે કામ છે કાલે એટલે.
હું :- હજુ ગુસ્સે છે મારાથી? સોરી ના બેબી. એ દિવસે હું થોડો સ્ટ્રેસ હતો એમાં વધુ બોલાય ગયુ. એને દિલ પર ના લેવાય.
ધાની :- હમમ. I Know... પણ મારે ક્યાંય નહિ જવુ.
અદિતી :- હું તો જઈશ. મારે તો જવુ જ હતુ.
ધાની :- હા તો જજો હું ક્યાં ના પાડુ છુ. એમ પણ તમે જશો તો ભાઈને કંપની મળી જશે.
અદિતી :- કેમ તુ નહિ આવે?
ધાની :- નહિ.
અદિતી :- કેમ?... તું નહિ આવે તો અમે પણ નહિ જઈએ..
ધાની :- ના ના તમે જજો. બસ હુ નહિ આવુ. મારે કામ છે.
હું :- એવુ તો શું કામ છે તારે?
ધાની :- બહાર જવાનું છે મારે. ઓકે... બાય ગૂડ નાઈટ.
એ તો સૂઈ ગઈ. સવારે હું રેડી થઈ એના રુમમાં ગયો જોયુ તો એ નહિ હતી. અદિતીને પૂછ્યું એને પણ નહિ ખબર હતી. એક ચીઠ્ઠી ટિપોય પરથી મળી એમાં લખ્યું હતુ કે હું બહાર જઉ છુ. સાંજે પાછી આવી જઈશ તમે મેળામાં જઈ આવજો.
અદિતી :- હે ભગવાન ¡ આ છોકરીએ બહુ કરી હવે. (રિખીલને (મને)) શું જરુર હતી એને ખીજવાવાની? શાંતિથી ના પાડી દીધી હોત તો.
હું :- સ્ટ્રેસમાં હતો એટલે થઈ ગયુ એવુ.
સાંજે મામા જોડે ધાની ઘરે આવી.
હું :- મામા તમારા ઘરે હતી?
મામા :- હા, સવારે મને કોલ કરીને લઇ જવા કહેલુ.
હું :- ધાનુ, ક્યાં ક્યાં ફર્યા?
મામા :- ઘરમાં જ હતી. માંડ માંડ બોલતી હતી.
હું :- અમને કહીને તો જવાય ને.
મામા :- તો કીધુ નહોતુ?
હું :- ના.
મામા :- દીકરા, આ તો ગલત કહેવાય ને. આવુ ના કરાય.
મામાના ગયા પછી અદિતી ધાની પાસે ગઈ.
અદિતી :- શું કરે છે દિકુ?
ધાની :- કંઈ નહિ.
અદિતી :- બસ કર ધાની હવે. કેટલા દિવસ આવુ ચાલશે. ચલો આજે આ ઝગડો ખતમ કરો બંને.
ધાની :- ભાભી પ્લીઝ કાલે વાત કરીએ આપણે?
અદિતી :- નહિ અત્યારે જ નીચે ચલ અને ખતમ કરો તમારુ.
અદિતી ધાનીને લઈ નીચે આવી. જે વાત થઇ એ નેક્સ્ટ પાર્ટમાં આવશે.