The Author hiren joshi Follow Current Read લાઈબ્રેરીથી શરૂ થતો પ્રેમ - 2 By hiren joshi Gujarati Love Stories Share Facebook Twitter Whatsapp Featured Books Love you Ameerzada - 5 The atmosphere in the ballroom pulsed with energy, but Deepi... Predicament of a Girl - 4 Predicament of a Girl A romantic and sentimental thriller Ko... Men Too Can Have Breast Cancer Men Too Can Have Bre... Fractured Reflection - Episode 13 The Light at the End of the TunnelThe rising sun cast long... Love at First Slight - 22 Radha: Hey, Rahul! What do you want for Valentine’s Day?Rahu... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by hiren joshi in Gujarati Love Stories Total Episodes : 2 Share લાઈબ્રેરીથી શરૂ થતો પ્રેમ - 2 (7) 900 2.9k આરતી-અનુરાગ ના લગ્નજીવનની આજે ચોથી વર્ષગાંઠ છે. આરતી લો પૂર્ણ કરી શહેરના પ્રતિષ્ઠિત લોયરને ત્યાં પ્રેક્ટીસ કરી રહી છે તો અનુરાગ પોતાના વાંચનના શોખ મુજબ લાઇબ્રેરીયન તરીકે જે કોલેજમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું એજ કોલેજમાં ફરજ બજાવી રહ્યો છે. બસ ફરક એટલો છે પહેલાં લાઇબ્રેરીમાં આવતી બુક એક પખવાડિયામાં વાંચી લેતો પણ હવે મોટા ભાગની બુકો એ પહેલાં વાંચી લે છે. તો આબાજુ આરતી ને સારા દિવસો ચાલે છે. તેને સાત મહિનાનો ગર્ભ છે. હવે તે પ્રેક્ટીસમાંથી માતૃત્વ લીવ લઈ આરામ કરવાનું વિચારી રહી છે. પરંતુ આજકાલ અનુને લઈ તેને થોડું ટેન્શન રહે છે. અનુરાગ છેલ્લા એક સપ્તાહથી કોઈ બાબતે ચિંતામાં છે. અનેક વખત આરતીએ તેને પૂછ્યું પણ અનુ કંઈ કહેતો નથી. આરતી મૂંઝવણમાં છે કે એવી શું બાબત છે જે અનુ મને નથી કહી શકતો પણ સતત એને પજવી રહી છે. આરતી તું લીવ મૂકી આવી? અનુએ સંવાદ શરૂ કર્યો. આરતી હા હું સરને કહીને આવી છું કે હવે હું મારા બાળકના આવ્યા પછી થોડો સમય રહીને જોબપર પરત ફરીશ અને એપણ અનુ પરવાનગી આપશે ત્યારે. એટલું બોલતાની સાથે આરતીએ અનુના માથામાં હાથ બે-ચાર વખત ફેરવ્યો. આરતીએ લગ્ન વર્ષગાંઠની ગિફ્ટ તરીકે તેની ચિંતાનું કારણ જાણવા માંગ્યું. આરતી હું તને ન્હોતો કહેવા માંગતો પણ તું મને હવે વધુ મૌન રહેવા નહિ દે. વાત એમ છે કે ઓલી પ્રોફેસરની છોકરી છેને ઉર્વા એ મને છેલ્લા છ મહિનાથી હેરાન કરે છે. હેરાન? આરતીએ વરચેથી ચોંકીને પૂછયું! હા હેરાન બોલતો અનુ આગળ વધ્યો. એ માંગણી કરે છે કે હું એની સાથે શારીરીક સબંધ બાંધું, હું લગ્નજીવન ભલે તારીસાથે વિતાવું પણ બહારવાળી એને રાખું અને એની જરૂરિયાત પૂર્ણ કરું. મેં ગણું સમજાવ્યું પણ એ મને ધમકી આપે છે કે જો હું એની વાત ન માન્યો તો એ મને નોકરીમાંથી કઢાવી મુકશે. તેમછતાં હું ન માન્યો તો હવે તે કહે છે કે હું છેડતીનો આરોપ લગાવીસ અને તને જેલભેગો કરીશ. આરતી અનુના ખભે હાથ મૂકી તેને સાંત્વના આપતા કહે છે તમે ગભરાશો નહિ હું તમારી સાથે છું. મને તમારી પર વિશ્વાસ છે. તમે મને પ્રેમ કરો છો, બીજા કોઈ વિશે તમે વિચાર પણ નહી કરો. આ લડાઈ આપણે બન્ને સાથે મળીને લડીશું. આપણે તેનાપર મેન્ટલી દબાણનો કેશ કરીશું. કોર્ટનો સહારો લઈશું. ના આરતી હાલ તારા માટે શાંતિનું વાતાવરણ જરૂરી છે. આપણે એવું કશું નથી કરવું. હું છ મહિનાથી આ જેલતો આવ્યો છું હજુ થોડો સમય જેલી લઈશ. પણ, આપણે આવું કશું નથી કરવું. તને ખબર છે આરતી જયારે તું પ્રેગ્નેટ છો એની જાણ એને થઈને ત્યારે એ મને શું કહે છે કે હમણા તો તારે નહી ફાવતું હોય નઈ? પણ ચિંતા ન કર હું છું ને. એટલી હદે તે હવે બેશરમ થઈ ગઈ છે. કેમ મિલાપ (ઉર્વા નો પતિ) સાથે એને નથી જામતું? આરતી પૂછે છે. કે તે આવી માંગણી તમારી પાસે કરે છે! તને તો ખબર છે આરતી મિલાપ કેવો છે. આપણે ભણતા ત્યારે પણ તે દારૂ પીતો અને કેટલીયે છોકરીઓ સાથે એને અફેર હતું. હા આરતીએ જવાબ આપ્યો. મેં એક વખત (ઉર્વા) ને સમજાવી પણ હતી. તો એણે મને કહ્યું કે એ તો લગ્ન પહેલા હોય બધું આરતી. ચાલ્યા રાખે એવું તો. લગ્નપછી એ સુધરી જશે અને નહિ સુધરે તો હું એને સુધારી દઈશ. શું સુધારશે આજે પણ એ એવોજ છે અનુ બોલ્યો. તને ખબર છે આરતી એણે (મિલાપે) પ્રોફેસર સાહેબની અડધી પ્રોપર્ટી પોતના નામે કરી લીધી છે ને એમાથી લગભગ એ જુગારમાં હારી ચુક્યો છે. એકાદ સપ્તાહ પછી ઉર્વા અનુરાગ પર કેશ કરે છે. છેડતી અને માનહાની નો દાવો માંડે છે. આખી કોલેજમાં માહોલ ગરમાઈ જાય છે, પણ અનુરાગનું વર્તન અને સ્વભાવ લોકોને એ માનવા માટે અસમર્થ કરે છે કે અનુએ આવું કાંઈ કર્યું હોય. કહે છેને કે તમારું વર્તન અને સ્વભાવ તમને જીવનમાં કામ આવે છે, એપણ જયારે સમય તમારી પરિક્ષા લઈ રહ્યો હોય. જાણે બધા છે પણ કોઈ સામેચાલીને અનુના સમર્થનમાં નથી આવતું. અનુરાગનો કેસ આરતી ખુદ લડે છે. પોતાના પ્રેમની લડાઈ એ સગર્ભા અવસ્થામાં ન્યાયની દેવીના મંદિરમાં લડે છે. અધર્મીઓ અને પાપીઓને જડબતોડ દલીલો સાથે હંફાવે છે. કોર્ટમાં એની દલીલો કોઈ વિરાંગના જેવી લાગે છે. જેમ યુદ્ધના મેદાનમાં કોઈ સશક્ત યોદ્ધાની તલવાર ચાલતી હોય તેમ તેની દલીલો વિરીધીઓના કાન ભેદતી હતી. સવાઆઠ મહિનાના ઉદરમાં બાળક સાથે કોર્ટની અંદર તર્કસંગત દલીલ સાથે અનુરાગને નિર્દોષ સાબીત કરવાની એકદમ નજીક આવીને ઉભી રહે છે. થોડાજ દિવસોમાં એક સુંદર પરીને જન્મ આપે છે. લક્ષ્મીજીના આગમન સાથે જાણે આરતી અને અનુરાગના જીવનમાં ભાગ્યોદય થાય છે. અનુરાગ નિર્દોષ સાબીત થાય છે. બન્નેના જીવનમાં ખુશહાલી છવાય છે. અનુરાગ આરતીનો આભાર માને છે. આરતી જો તું ન હોતતો મારાપર આજીવન કલંક લાગત. સૌથી મોટું કે તું ખુદ આ કેસ લડી એ એક ઐતિહાસિક ઉદાહરણ બની રહેશે. અનેક સ્ત્રીઓ માટે તું એક આઇડલ બનીશ. તારો જેટલો આભાર માનું એટલું ઓછું છે. બસ હવે, વખાણ બવ થયા. આરતી વરચેથી અનુને ટોકે છે. આપણે કોર્ટમાં ઉભા છીએ. તમે સાયદ ભૂલીગયા છો. લોકોના હાસ્ય અને તાળીઓના અવાજ સાથે વાતાવરણ સેલિબ્રેશનમાં ફેરવાઈ જાય છે. અનુરાગ બીજે દિવસે કોલેજ જાય છે. લાઇબ્રેરીમાં પ્રોફેસર સાહેબ (ઉર્વા ના પપ્પા) આવે છે. તેઓ પ્રિન્સિપલ સાહેબની ઓફિસમાંથી એક લીફાફો લઈને આવે છે જેમાં અનુનું રાજીનામુ છે. પ્રોફેસર અનુને હાથ જોડે છે અને કહે છે અનુરાગ ઉર્વાની હરકત પર હું શર્મશાર છું. તેઓ આગળ કંઈ બોલે એ પહેલાં જ અનુ એમના ચરણસ્પર્શ કરી તેમને અટકાવે છે અને કહે છે સર તમે મારા ગુરુ છો. તમે મને હાથજોડો એ યોગ્ય ન કહેવાય, હું તમને નમન કરું છું. પણ સર મને જવાદો હું હવે અહીં જોબ નહી કરી શકું. પ્લીઝ મને રોકતા નહીં. તમારે ક્યાંય નથી જવાનું અનુરાગ જોશી. હું પ્રિન્સિપલ સરને મારૂં રાજીનામું આપી આવી છું. હું આ કોલેજ છોડીને જઈશ. ભુલ મારી છે એની સજા તમને ન મળવી જોઈએ. અને મારા કાર્ય બદલ હું માફી માંગુ છું. પણ હું તેને લાયક નથી એ મને ખબર છે. ઉર્વા લાઈબ્રેરીના દરવાજામાં પ્રવેશ કરતા બોલે છે. અનુરાગ આરતીએ મને માફ કરી છે. મેં અને પપ્પાએ થોડા સમય પહેલાજ તેની સાથે ફોનપર વાત કરી છે. મેં નિર્ણય કર્યો છે કે હું ને મિલાપ લગ્નજીવનમાંથી છુટા પડીશું. અને આ કાર્યમાં આરતી મારો સાથ એક લોયર તરીકે આપશે. હું જાણું છું હું લાયક નથી છતાં તારી પાસે માંગીશ જો શક્ય હોય તો મને માફ કરીદેજે. એવું ન બોલ ઉર્વા તારી ભૂલ તને સમજાણી એજ મહત્વનું છે. અનુ પ્રોફેસર સામે જોતા સર હું ઇરછીશ કે મારૂં આ રાજીનામું તમારા હાથેજ તમે ફાળી મુકો અને આ લાઈબ્રેરીના ડસ્ટબીનમાં જ મુકીદો. જેથી ક્યારેપણ આ કોલેજ છોડીને જવાનો વિચાર આવે કે આ ડસ્ટબીન યાદ આવે. પણ મારી એક શરત છે કે એના બદલામાં આજ તમે અને ઉર્વા રાત્રે મારા ઘરે ભોજન ગોઠવો અને ઉર્વાએ લીધેલા નિર્ણય પર આરતી અને ઉર્વા ચર્ચાપણ કરી શકે. પ્રેમના સાતત્ય અને એકબીજા પ્રત્યેની વફાદારીનો વિજય થયો. કહેવાય છે ને કે સમસ્યા કરતાં સમાધાન મોટું હોય છે. પરંતુ સમાધાનની દિશા મળતી હોય છે સકારાત્મક દ્રષ્ટિકોણથી અને દ્રષ્ટિકોણ આદર્શ જીવન પદ્ધતિથી. ‹ Previous Chapterલાઈબ્રેરીથી શરૂ થતો પ્રેમ - 1 Download Our App