નમસ્તે મિત્રો , કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિની ધરા ની વાત માની મોહિત સાથે થોડો સમય વિતાવા કહે છે અને જતી રહે છે. ધરા, અજય અને રનજીતસિંગ ઘરે આવી જાય છે. મોહિત ધરા અને અજય ને જોઈને ખુશ થાય છે હવે જોઈએ આગળ. . . . . .
મોહિત : ધરા ક્યા ગઈ હતી આટલા દિવસ થી કોઈ ને કશુ કહ્યુ પણ નય ને તારો ફોન પણ લાગતો ન હતો?
ધરા : હુ તો ભાઈ ના ઘરે ગઈ હતી પણ ત્યાથી અચાનક ભાઈ ને બહાર જવાનુ થયુ તો અમને બધા ને લઈ ને ગયા હુ ઉતાવળ મા ફોન કરવાનુ ભુલી ગઈ અને ત્યા અમારો ફોન ચાલતો ન હતો.
મોહિત : સારુ વાંધો નય (અજય તરફ જોઈ ને કહે છે) તમને શુ થયુ ભાઈ? આ માથા મા શુ વાગ્યુ?
અજય : એ તો બાથરુમ મા પગ લપસી ગયો હતો ને એટલે થોડુ વાગ્યુ.
મોહિત : કેવી રીતે બોવ વધારે તો નથી વાગ્યુ ને ?
અજય : ના બોવ નથી એ તો બધુ ધરા શાંતિ થી બધુ કહેશે. હમણા હુ જાઉ છુ ઘરે.
મોહિત : અરે ભાઈ એમ કેમ જાવ છો જમી ને જજો.
ધરા : હા ભાઈ જમી ને જજો.
અજય : ઠીક છે તમે લોકો આટલુ કહો છો તો જમીને જઈશ.
ધરા અને એના સાસુ બંન્ને રસોઈ બનાવવા લાગી જાય છે, રસોઈ તૈયાર થઈ જાય છે પછી બધા જમવા બેસે છે અને જમીને અજય એના ઘરે જવા નીકળે છે. ધરા બધુ ઘરનુ કામ પતાવી ઊંઘવાની તૈયારી કરે છે. મોહિત પણ બેડરુમ મા આવે છે.
મોહિત : ધરા એક વાત પુછુ ખોટુ તો નય લાગે ને?
ધરા : અરે ના તમારી વાત નુ મને ખોટુ લાગે કઈ?
મોહિત : સારુ પણ હુ જે પુછુ એનો સાચો જવાબ આપજે.
ધરા : હા સાચો જવાબ આપીશ, તમારા થી ખોટુ બોલી ને મને શુ મળશે?
મોહિત : ધરા તમે લોકો આવ્યા ત્યાર થી જોઉ છુ કે તુ અને અજયભાઈ બોવ મુંઝવણ મા છો , કેમ?
ધરા : હુ તમારા થી કોઈ વાત નય છુપાવુ હુ બધુ જ તમને કહુ છુ ( ધરા મોહિત ને પહેલે થી લઈ ને છેલ્લે સુધી બધી વાત કરે છે. )
મોહિત : આટલુ બધુ થઈ ગયુ તે મને કહ્યુ પણ નય?
ધરા : તમે કામ થી બહાર ગયા હતા હુ તમને પરેશાની થાય એવુ કરવા નહતી માંગતી.
મોહિત : અરે ગાંડી એવુ કેમ વિચારે છે મને શુ પરેશાની થવાની મને ખુશી થતી કે મોહિની ને ન્યાય અપાવામા હુ તારી મદદ કરી શકતો. પણ કંઈ નય આજે મારા મન મા તારી માટે ખુબ જ માન વધી ગયુ છે પણ દુ:ખ એક જ વાત નુ છે કે હુ તારો, સાથ જીંદગીભર નય આપી શકુ મોહિની મને એની સાથે લઈ જશે .
ધરા : દુ:ખ તો મને પણ થશે પણ આપણે કરી પણ શુ શકીએ કેમ કે મોહિની એક આત્મા છે એના થી તો આપણે લડી ના શકીએ.
મોહિત : હા એ વાત તો છે પણ કંઈ નય હમણા આપણે ઊંઘી જઈએ પછી ની વાત પછી.
બંન્ને જણ સુઈ જાય છે. આ બાજુ અજય એના ઘરે પહોંચી ને હેત ને ફોન કરે છે.
હેત : હા પપ્પા બોલો
અજય : ક્યા છે બેટા તુ ઠીક તો છે ને?
હેત : હા પપ્પા હુ ઠીક છુ પણ આ બધા નુ કારણ તમે જ છો તમારા લીધે જ હુ જીવતો છુ. પણ પપ્પા મને એક વાત ખબર ના પડી કે તમે મને કેમ બચાવ્યો?
અજય : હુ તને બધુ કહુ છુ દિકરા પણ પહેલા મને એક વચન આપ કે તુ બધુ સાંભળ્યા પછી હુ જે કહીશ એ કરીશ.
હેત : પપ્પા મારુ જીવન તમારુ જ આપેલુ છે ને હવે એની પર તમારો જ હક છે હુ વચન આપુ છુ કે તમે જે કહેશો એ કરીશ સાચે જ.
અજય : સારુ તો સાંભળ કે ગુનો તો તે પણ કર્યો જ છે પણ એની સજા મોત નથી કેમ કે હત્યા રીના એ કરી હતી તે નય, માન્યુ કે આ બધા મા તે પણ સાથ આપ્યો પણ તુ હત્યારો નથી એટલે તને બચાવ્યો, એ તો સંજોગો એવા થઈ ગયા એટલે હુ તને બચાવી શક્યો. પણ હવે તારે એ ગુના ની સજા તો ભોગવવી જ પડશે.
હેત : પપ્પા તમે જે સજા આપશો એ સજા ભોગવવા હુ તૈયાર છુ.
અજય : સજા હુ તને નય આપુ પણ કાનુન આપશે, તુ પોલિસ સમક્ષ તારો ગુનો, કબુલી લે અને જે સજા મળે એ ભોગવી લે એમા જ તારી ભલાઈ છે. પછી તો હુ છુ જ ને મિલકત તો આપણી પાસે પણ છે અને ધરા ને પણ હુ સમજીવીશ એ મારી વાત જરુર માનશે એ પણ તને માફ કરી દેશે દિકરા.
હેત : ભલે પપ્પા તમે જે કહો એ હુ કરીશ.
અજય : સારુ હવે તુ તારુ કામ કર જે કહ્યુ તે હુ તારી રાહ જોઈશ દિકરા.
હેત : સારુ પપ્પા હુ મારો ગુનો કબુલી લઈશ ને સજા મળશે એ ભોગવી લઈશ.
હેત પછી તરત જ પોલિસ ને ફોન કરી જાણ કરે છે પોલિસ એને લઈ જાય છે એની પર કેસ થાય છે અને એને હત્યાનુ કાવતરુ રચવા બદલ ૭ વર્ષ ની કૈદ થાય છે.
એના પછી અજય ધરા ને બધી હેત વિશે ની હકીકત કહે છે અને ધરા ની માફી પણ માંગે છે, ધરા સમજદાર હોય છે એટલે એ બધુ સમજે છે અને અજય અને હેત ને માફ કરી દે છે. પણ બીજી બાજુ મોહિત મુંઝવણમા હોય છે કેમ કે એ હવે ધરા ને છોડવા નય માંગતો. ઼ધરા ની સચ્ચાઈ અને ઈમાનદારી એના મન મા વસી ગઈ એ મોહિની ને ભુલી ચુક્યો હતો , પણ એને સમજ નતી પડતી કે હવે એ શુ કરે મોહિની થી પીછો કેવી રીતે છોડાવે.
એ એક તાંત્રિક પાસે જાય છે. બધી વાત કરે છે . તાંત્રિક એને એક રસ્તો બતાવે છે કે જે મોહિની ને મોક્ષ અપાવી શકે અને મોહિત મોહિની થી બચી શકે. મોહિત તાંત્રિક નો આભાર માની ઘરે આવે છે. રાત્રે ધરા ને બધુ કહે છે , ધરા પણ ખુશ થઈ જાય છે.
ધરા : મોહિત હુ બોવ જ ખુશ છુ કે આપણ ને કોઈ તો રસ્તો મળ્યો જે આપણ ને અલગ ના કરે.
મોહિત : હા ધરા પણ આ કામ મા એવા માણસ ની પણ જરુર પડશે કે જે આ કામ સારી રીતે કરી શકે.
ધરા : તમે ચિંતા ના કરો હુ એવા માણસ ને ઓળખુ છુ કે એ આ કામ સારી રીતે કરી શકશે.
મોહિત : બોવ સારુ એ તો કોણ છે એ?
ધરા : ઈન્સપેક્ટર રનજીતસિંગ. એ જ આ કામ કરી શકશે અને આપણી મદદ પણ કરી શકશે.
મોહિત : હા બરાબર છે એમ પણ એમણે તમારા લોકો ની બોવ મદદ કરી છે , તુ એમને સમજાવી દે.
ધરા : હા હુ હમણા જ એમને ફોન કરી ને બધુ સમજાવી દઉ છુ અને એમની મદદ માંગુ છુ.
ધરા રનજીતસિંગ ને ફોન કરે છે અને મોહિતે જે કહ્યુ એ બધુ સમજાવે છે એમની મદદ માંગે છે. ધરા ની વાત સાંભળી રનજીતસિંગ એમની મદદ કરવા તૈયાર થઈ જાય છે હવે એ દિવસ નજીક જ આવતો હતો કે મોહિની ને આવવાની તૈયારી હતી. ધરા અને મોહિત બંન્ને ના મન મા બીક તો હતી કે જે એ લોકો વિચારતા હતા એમા કોઈ ગરબડ ના થાય. એક દિવસ રાત્રે મોહિત અને ધરા ઊંઘતા હતા કે અચાનક બારીઓ ખુલી ગઈ અને જોરદાર પવન ફૂંકાયો , થોડીવાર પછી બધુ એકદમ શાંત થઈ ગયુ. ધરા ઊભી થઈ ને બારી બંધ કરવા ગઈ, બારી બંધ કરી બેડ તરફ આવતી હતી કે એ એકદમ ઊભી રહી ગઈ. એણે જોયુ કે મોહિની બેડ પર બેઠી છે. ધરા ને કંઈ સમજણ ના પડી કે હવે એ શુ કરે એ મોહિની ને જોયા જ કરતી હતી.
ક્રમશ: . . . . . . . . . . . . . . . . . . . .