Aatmmanthan - 2 in Gujarati Magazine by Komal Mehta books and stories PDF | આત્મમંથન - 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

આત્મમંથન - 2


✍️ મ્યુઝિક આપણને પ્રફુલ્લીત કરી દે છે.એણે એને સાંભળવાની ટેવ હમેશા રાખવી જોઈએ.

✍️હવે આગળ વધીએ, અગર હું મારી વાત કરું તો મને રેડિયો સાંભળવો હજુ પણ એટલોજ ગમે છે. રેડિયો થી જાણે એક અલગ લગાવ છે, મારો! અને હું દિવસ માં એકાદ વાર થોડી વાર પણ રેડિયો દર્શન કરી લઉં છું. તો તમે પણ એ કરો ને જે તમને ગમે છે.મારા વ્હાલા વાચકો, બસ થોડુંક પોતાનાં માટે.


✍️અમુક લોકો ને ફોટા પડવવાનો શોખ હોય છે. તો ક્યારેક તૈયાર થઈને જાતે પોતાનો ફોટોશૂટ કરી લેવો જોઈએ. અને એ ફોટો શૂટ સાથે થોડા વીડિયો બનાવી લેવા જોયા,પોતાનાં ડાંસ નાં , કે તમે કઈ ગીત ગાતાં હો એવી રીતે, એ વિડિયો જ્યારે આપણે ઉંમર લાયક થાશું ત્યારે જોઈને હસી લેશું, અને પણ મોજ કરી હા ! જીવન માં પૈસા કે મોંગી હોટલ માં જમવું ખુશી નથી. ખુશી તો આપણા જીવનના આ નાના મોટા તહેવારો અને આપણને ગમતું કરવામાં વસી છે મારા વ્હાલા!

✍️ખુશી ક્યારે મળે, મન ને ખુશી ક્યારે મળે, જ્યારે આપણાં પોતાનાં ખુશ હોય તો આપણે પણ ખુશ રહીએ, ઓટોમેટિક! જીવન માં નાના મોટા સપ્રાઇસ આપણે આપણા પોતાના લોકો માટે આપવા જોઈએ કે નહીં. કાજુકાત્રી નું કિલો નું પેકેટ ઘરમાં લાવીને મૂકી દેવા થી ખુશી નથી આવતી. એ કજુકાત્રી પોતાનાં હાથે માતા પિતા ને ખવડાવવાથી બન્ને ને ખુશી મળે છે.

✍️વિચાર્યું છે વૃદ્ધ માતાપિતા ને પોતાના દીકરા કે દીકરી પાસે થી શું જીયતું હોય છે, બસ થોડોક સમય, અને એ થોડોક સમય તમે એમણે આપી નાં શકો, એ બધું વળતું તમને પાછું મળશે. કારણકે તમારા જ આચાર વિચાર તમારા બાળકો માં આવશે, ઘરમાં જેવું થતું હશે એવું બાળકો કરશે.

✍️થોડોક સમય ચાલો ને નીકળી લઈએ પોતાનાં માટે, અને પોતાનાં ઓ માટે! જે આપણી રાહ જોવે છે સતત. જેટલો સમય ફોન ને ફાલતુ માં મચેડે છે, એટલો સમય પોતાનાં સાથે વાતો કરીએ, સાથે જમવાના કઈ પણ કામ કરતા નાં વિડ્યો લઈએ. યાદો બનાવીએ, એવી કે જેને જોતા મન ખૂશ થઇ જાય.

✍️બને ત્યાં સુધી જમવાના સમયે બધાં સાથે જમો, ફક્ત શરીર બેસ્યા છે એમ નહિ, પણ પોતાની અંતર આત્મા થી! 🙏 ક્યારે એનું અપમાન નાં કરીએ જેના કારણે આપણે આજે આ સરસ મજાનું જીવન મળ્યું છે.

✍️આપણે એમણે ignore કરીએ છે, જેણે આપણને ક્યારે પણ ignore કરી નાં શકે. જીવન માં એટલું યાદ રાખો, કે તમારાં કામ નું કે પછી તમારા જીવન નું કેટલું પણ ચિંતા હોય પરંતુ ક્યારે પણ ઊંચા આવજે પોતાનાં માતાપિતા ને નહિ બોલતાં. એમનાં હ્રદય ને ક્યારે ક્ષતિ નહિ આપતા. કારણકે એમને જ્યારે અંતર આત્માથી દુઃખ થાય છે ને સાહેબ, ત્યારે ભગવાન પણ તમને માફ નથી કરી શકતો.

✍️એક વાત આપણી તદ્દન ખોટી છે, ગુસ્સો કર્યા પછી, આપણે ખોટા કારણ આપાઈએ છે, પેલું આમ હતું મે એટલે નહિ તો હું આવું વર્તન નાં કરી શકું. તો સમજો કે તમે પોતાનાં ઉપર કાબૂ નથી કરી શક્યા! અને જ્યાં ખબર છે, સામે વાળા વ્યકિત મને કઈ નાં બોલી શકે ત્યાં તમે તમારી જીભ પર જો કંટ્રોલ ખોઈ નાખો છો. " આપણી જીભ કૃષ્ણ ની વાંસળી, અને કૃષ્ણ નું સુદર્શન ચક્ર બન્ને છે."


✍️જીભ પર કંટ્રોલ, બોલવામાં સહેજ નમ્રતા, જવાબ આપવામાં સભ્યતાં, રાખવી અનિવાર્ય છે. કારણ કે આ બધા ગુણો બધાં માટે અનિવાર્ય છે. આની ટેવ પહેલાથી હોય તો તમે ક્યારે પોતાના લોકો જોડે પણ ખરાબ વર્તન કરી નહિ શકો



To be continued....