love with arenge merriage in Gujarati Love Stories by Kishan Bhatti books and stories PDF | લવ વિથ અરેન્જ મેરેજ

Featured Books
Categories
Share

લવ વિથ અરેન્જ મેરેજ

આમ તો તેના મેરેજ એરેન્જડ મેરેજ હતા પણ પહેલા લવ કરીને પછી ઘરના બધા માની ગયા તો મેરેજ કરાવી આપવના છે. હા આ મારો નાનો ભાઈ હાર્દિકની વાત છે .તેની સગાઇની વાત સરૂ થઈ એટલે તે છોકરી જોવા લાગ્યો પણ તેને તો એક જ પૂનમ નામની જ છોકરી ગમતી હતી . તેને લગભગ 4 વર્ષથી પ્રેમ કરતો હતો .પૂનમ અમદાવાદ રહે હાર્દિક કચ્છ રહે હાર્દિક એક બિઝનેસ માટે થોડા સમય માટે તે અમદાવાદ તેની બાપુજીની છોકરી રહેતિ ત્યાં રહ્યો અને પછી તો રૂમ અને તેના માસીને ત્યાં રહેતો .પૂનમ ને તે હાર્દિક અમદાવાદ ગયો તે પહેલાં જ એકબીજાથી વાકેફ હતા પણ અમદાવાદ જઈ પૂનમને મળવાનું વધી ગયું .તે પહેલાં તો સારા એવા મિત્ર જ હતા પણ ત્યાં હાર્દિકની નજીક રહીને રહીને બેયને કયારે પ્રેમ થઈ ગયો ખબર જ ન પડી.હોવી તો રજાના દિવસે હાર્દિક અને પૂનમ ફરવા નીકળી જતા રવિવારના રોજ તે લોકો કાંકરિયા ને બધી જગ્યાએ ફરવા લાગ્યા .હાર્દિક ત્યાં એક વર્ષ સુધી રહ્યો અને તેના બિઝનેસ નું કામ પૂરું થવાથી તે ફરી કચ્છ ફર્યો હવે તેને પણ પૂનમ વગર ચાલતું ના હતું તેં તેના બિઝનેસની ખરીદી અમદાવાદથી કરતો એટલે તે મહિનામાં એકવાર તેને મળી લેતો .હવે હાર્દિકની સગાઈની વાત ચાલી હાર્દિકના નાના એ વાત ચલાવી અને હાર્દિક તે છોકરીને ના પાડી શકે તેમ ન હતો થયું એવું કે હાર્દિકને ખબર પડી ગઈ કે હવે મારી સગાઈ ઘરના કરાવીને જ રહેશે એટલે તે તેના મમ્મી સાથે સુરત સગાઈ માં જતો હતો ત્યાં જ છોકરીને જોવાની હતી બધાને તો ગમી ગઈ હતી એટલે હાર્દિક ઉપર વધુ પ્રેસર હતું જો તે ત્યાં જોવા જશે તો બધા હા પડાવી જ દેશે .હાર્દિક તેના મમ્મી સાથે કચ્છથી સુરત જવા ટ્રેન માં બેસે છે હાર્દિકથી સહન થતું નથી એટલે તે તેના મમ્મી ને વાત કરે છે કે મમ્મી મને પૂનમ ગમે છે હું મેરેજ કરીશ તો ત્યાં જ કરીશ પણ તેના મમ્મી કહે છે તું આ શુ કહે છે તમે બંને ક્યાં મળ્યા તે બધું પૂછે છે પણ હાર્દિક હવે છોકરી જોવાની સાવ ના પાડે છે . હાર્દિકના મમ્મી હાર્દિકના પપ્પાને કોલ કરીને બધું જણાવે છે .તેના પપ્પા કહે છે તમે અત્યારે પ્રસંગમાં જાવ છો તે પૂરો કરીને આવો પછી આપણે વાત કરીએ .એમ કહીને કોલ કટ કરે છે અને સુરત પહોંચીને સગાઈ પતાવીને પેલી છોકરીને જોવાની છે તે છોકરી જોઈને હાર્દિક તેના મમ્મીને ના પડે છે અને કહે છે હાર્દિક ને છોકરી પસંદ નથી અને તે સુરતથી ફરી પાછા કચ્છ આવે છે અહીં તેના વિશે થોડી વાત થાય છે પૂનમને હાર્દિક જાણ કરી દે છે અને તે પણ તેના પપ્પાને જણાવી દે છે .મોટો પ્રશ્ના એ હતો કે ઘરના માનસે કે નહીં પણ હાર્દિકના સૌથી મોટા મમ્મી છે તેના ભાઈ ની છોકરી છે એટલે ભરતભાઈ હાર્દિકના મોટા મમ્મીને કોલ કરીને પૂછે છે તે કહે છે તમારી ઈચ્છા હું કઈ ના કાવ છોકરાવને સારું લાગે અને તમને સારું લાગે તેમ કરો .પણ ભરતભાઇ હજી પણ હાર્દિકને સમજાવે છે કે તું કોઈ બીજી છોકરીને પસંદ કરે પણ હાર્દિક ના પડે છે અને કહે છે મેરેજ કરીસ તો પૂનમ જોડે નહીં તો કોઈ જોડે નહીં .હાર્દિક ના પપ્પા હાર્દિકની જીદ સામે ઝૂકી જય છે ને તેની સગાઈ 19 /05 /2019 ના રોજ અમદાવાદ કરે છે પૂનમ ના ઘરે તેના મેરેજ 13 /05/ 2020 ના રોજ હતા પણ કોરોના ના લીધે તેના મેરેજ થોડા સમય માટે રોકવામાં આવ્યા છે તેના મેરેજ દિવાળી પછી તો થઈ જ જશે .
આ ઘટના સત્ય છે .