paheli najarthi panetar sudhi ni safar - 17 in Gujarati Love Stories by Parekh Meera books and stories PDF | પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 17

Featured Books
Categories
Share

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 17


"કોઈ મને ન સમજે તો કંઈ નહિ, તું તો મને સમજી શકીશ ને....???
કોઈ મારું ન સાંભળે તો કંઈ નહિ, તું તો મારું સાંભળી શકીશ ને...???
કોઈ મારું ધ્યાન ન રાખે તો કંઈ નહિ, તું મારું ધ્યાન રાખી શકીશ ને....???
કોઈ મારી વાત ન માને તો કંઈ નહિ, તું તો મારી વાત માનીશ ને...????
કોઈ મારી સાથે નહિ હોય તો કંઈ નહિ, પણ ત્યારે તું તો મારો સાથ આપીશ ને....????"

(આપણે આગળના ભાગમાં જોયું કે, નેહા મિશા અને વિરાટ વચ્ચે વધુને વધુ દુરી વધારવાની કોશિશ કરે છે. મીશાને જે વાત નથી ગમતી એ જ વાત નેહા વારે વારે કરે છે. તો શું થશે એ જોઈએ આગળના ભાગમાં)

મિશા વિરાટને ઘણું સમજાવવાની કોશિશ કરે છે કે, નેહા આપણી વચ્ચે જે ખુશી છે એ નથી જોઈ શકતી. પ્લીઝ વિરાટ સમજવાની કોશિશ કર. આટલું બધું કહેવા છતાં પણ વિરાટ નેહા વિશે ખરાબ સાંભળી શકતો નથી, અને એ એમ જ કહે છે નેહા એવું કરે જ નહિ આ વાત સાંભળીને મિશા દુઃખી થાય છે, પણ એ વિચારે છે કે રોજ રોજ નેહાની વાત કરવાથી અમારી વચ્ચે રોજ ઝઘડા જ થશે એટલે હવે મારે બીજું કંઇક વિચારવું પડશે. મિશા વિચારે છે કે, હું વિરાટના જુડવા ભાઈ વિરાજ ને અને વિરાજની પત્ની વૃત્તિને વાત કરું. વિરાજ અને વિરાટ બંને જુડવા ભાઈ છે, વિરાજના મેરેજ થઇ ગયા હોય છે , અને બંને વિરાજની જોબના લીધે બહાર બીજા ગામ રહે છે. આથી મિશા વિચારે છે કે, હું એ બંનેને વાત કરીને પૂછી જોઉં કે, વિરાટને કંઈ રીતે સમજાવી શકાય. આથી મિશા વિરાજને ફોન કરે છે. અને એ બંને સાથે વાત કરે છે.

મિશા: " હેલ્લો વિરજભાઈ કેમ છો...???"

વિરાજ: "મજામાં છું, તમે કેમ છો...???"

મિશા: "તમે નહિ તું કહો મને, હું એકદમ મજામાં છું, વૃત્તિ ભાભી કેમ છે...???"

વિરાજ: "વૃત્તિ પણ મજામાં છે."

મિશા: "ઓકે સરસ, તમે ઘરે પહોંચી ગયા કે હજુ વાર છે....??"

વિરાજ: "હા, ઘરે આવી ગયો છું, કેમ કંઇ કામ છે..??"

મિશા: "હા ભાઈ તમે ફોન સ્પિકરમાં મૂકીને વૃત્તિ ભાભીને પણ બોલાવી આપો ને.'

વિરાજ: "હા ઓકે."

મિશા: "કેમ છો .??? વૃત્તિ ભાભી, મારે તમને બંનેને એક વાત કરવાની છે કહું...???"

વૃત્તિ: "હું મજામાં, બોલને શું કામ છે...??"

મિશા: "તમે બંને વિરાટની ફ્રેન્ડ નેહાને તો ઓળખતા જ હશો ને...??"

વિરાજ: "હા ઓળખીને કેમ..?"

મિશા: " વાત એમ છે કે, નેહા અમારી બંને વચ્ચે ઝઘડા કંઇકને કંઇક વાત લઈને કરાવે છે, જે વાત મારી પાસેથી વિરાટને ખબર પડવી જોઈએ, એ નેહા જઈને કહી દે છે. જે વાત બધી એણે નિસર્ગ સાથે કરવી જોઈએ એ બધી વાત આવીને વિરાટને કરે છે. અને પાછી એમ બોલે કે, નિસર્ગ સુઈ જાયને એટલે વિરાટ તારી સાથે વાત કરું હો ને."

વિરાજ: "શાંત , શાંત થા તું પહેલા મિશા,. તને પાક્કી ખબર છે કે નેહા આવું જ કરે છે કેમકે એની સગાઈ તો નિસર્ગ સાથે થઇ ગઇ છે તો પછી એ શું કામ આવું કરે..???"

મિશા:"હા વિરાજભાઇ મને પાક્કી ખબર છે, એ જ આવું કરે છે એને આમ વિરાટ સાથે કોઈ લેવા દેવા નથી, બસ એ મને હેરાન કરવા અને અમારી વચ્ચે ઝઘડો કરાવવા જ આવું કરે છે."

વિરાજ: "ઓકે, તો બોલને અમે શું આમા મદદ કરી શકીએ...???"

વૃત્તિ: "મિશા અમે વિરાટને સમજાવી જોઈએ...???"

મિશા: "ના ભાભી એ ભૂલ ન કરતા, એ નહિ તો વધુ આડો ચાલશે, બીજો કોઈ રસ્તો હશે વિરાટને સમજાવી શકવાનો ..???"

વિરાજ: "હા, એક રસ્તો છે એને હમણાં જેમ કરવું હોય એમ કરવા દે, અને તું એને ફરિયાદ કરવાનું જ બંધ કરી દે, અને એને થોડો સમય આપ, કેમકે એને સાચું સમજતા થોડી તો વાર લાગશે જ."

મિશા: "પણ થોડા સમયમાં વિરાટ સમજી તો જશે ને...???"

વૃત્તિ: "હા સમજી જશે, કેટલી વાત નેહાની માનશે...???? ક્યારેક તો કોઈક તો તારી જ વાત માનવી પડશે ને...??? તું એની ભવિષ્યની પત્ની છો."

મિશા: "હા, એ વાત તો તમે સાચી કહી, એટલે હું રાહ જોવું એમ ને બધું સરખું થઇ જશે ..???"

વિરાજ: " હા, બસ રાહ જો."

મિશા: " ઓકે, જમી લીધું તમે લોકો એ...??"

વૃત્તિ: " ના બસ હમણાં બેસવાનું જ છે."

મિશા: "ઓકે, તો પેહલા જમી લ્યો પછી વાત કરશું . જય શ્રી કૃષ્ણ."

વિરાજ: " એ હા, જય શ્રી કૃષ્ણ."

(આમ મિશા વિરાટના ભાઈ ભાભી વિરાજ અને વૃત્તિ સાથે વાત કરે છે,ત્યારબાદ થોડી રાહત અનુભવે છે. અને એ વિચારે છે કે, સાચું વિરાટ ને થોડો સમય આપી દઉં, જેથી એ જ જોઈ શકે નેહા અને મિશા વચ્ચેનું અંતર, આમ વિચારીને મિશા વિરાટને સમય આપવાનું નક્કી કરે છે. તો શું થશે મિત્રો...???? સમય આપવાથી શું વિરાટ નેહા અને મિશા વચ્ચેનો ફરક જાણી શકશે ...???? શું એ નેહાની હકીકત જાણી શકશે ...???? શું એ મિશા સાચી છે એવું જોઈ શકશે...???? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે આ રોમાંચક સફરમાં જોડાયેલા રહો. અને આ સફરની મજા માણતા રહો.)