Cleancheet - 15 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | ક્લિનચીટ - 15

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

ક્લિનચીટ - 15

પ્રકરણ – પંદરમું/૧૫

ડોકટર અવિનાશના તેની પ્રતિષ્ઠાથી વિરુદ્ધ પાયાવિહોણા અને ચર્ચાથી વિરોધાભાષી અને સાવ વાહિયાત લાગતા નિવેદનથી શેખરની ભીતરના સુષુપ્ત શંકાસ્પદ વિચારોના શેષનાગ એ ફેણ ઊંચકી. અને ડોકટર અવિનાશ તરફથી અચનાક જ કોઈ સુનિયોજિત ષડ્યંત્રની માયાજાળ પથરાઈ રહી છે, એવો શેખરને ભીતરથી આભાસ થવા લાગતાં તેના અસલી મિજાજમાં આવતાં બોલ્યો,

‘સોરી સર પણ જો આપ અત્યારે કોઈ મજાક કરવાના મૂડમાં હો તો પ્લીઝ નાઉ સ્ટોપ ઈટ. કઈંક કેટકેટલાં’ય દિવસ રાતની પારાવાર અસહ્ય માનસિક યાતનાઓ માંડ માંડ પસાર કરીને આ સ્ટેજ પર આવ્યાં છીએ.અત્યારે અમારાં બન્ને માંથી કોઈના માં પણ હવે કોઈપણ સસ્પેન્શને ડાયજેસ્ટ કરવાની સ્ટેમિના નથી. માટે પ્લીઝ હવે...’

તેના આક્રોશને કાબુમાં લઈને શેખર આગળ બોલતા અટકી ગયો.

‘મને લાગે છે કે હવે મારું પણ દિમાગ ફાટી જશે.’ આલોક બોલ્યો.
હવે શેખર સંયમની સીમારેખા ક્રોસ કરવાની તૈયારી સાથે બોલ્યો,

‘માફ કરજો ડોકટર અવિનાશ પણ તે અડધી રાત્રે તમે અચાનક જ તમારાં ઘરે બોલાવીને જયારે શરતોની ઢાલ આગળ ધરીને અદિતીને હાજર કરવાની જે રીતે વાર્તા ઘડી હતી એ ઘડીથી જ મારા દિમાગમાં તમારી ફૂલપ્રૂફ વ્યૂહરચના વિશેના શંકાનું બીજ રોપાઈ ચુક્યું હતું. પણ પહેલી જ રાત્રીથી અદિતીના આલોક પ્રત્યેના સશક્ત સમર્પણ દ્વારા શંકાના એ બીજને ધરમૂળથી ઉખેડીને ફેંકી દીધું. પણ હવે આજે ફરી આપના આ નગ્નસત્ય નિવેદનથી તો માત્ર કથાના પાત્રો જ નહી પણ આખે આખી કથાનકનો જ છેદ ઉડી ગયો એવું મને લાગે છે, સોરી ડોકટર.’

હજુ અવિનાશ જવાબ આપવા જાય ત્યાં... સંજના એ હાથનો ઈશારો ઈશારો કરીને બોલતાં અટકાવ્યા પછી ઊભી થઇ ને બોલી..

‘ડોકટર અવિનાશ જે બોલ્યા એ સનાતન સત્ય છે. અને હું તેની સાક્ષી છું.’

આવા સાવ સ્પષ્ટ અને ધમાકેદાર નિવેદનથી વધુ એક ધડાકો થતાં જ ફરી એકવાર અતિ આશ્ચર્યચકિત કરી મુકે એવા અસંખ્ય અવિરત પ્રશ્નચિન્હોની વણજાર આલોક અને શેખરના ચહેરા પર ફરતી થઇ ગઈ.

‘સંજના હવે તું.. તું પણ હવે મજાક કરીશ ? આ.. આ સમય મજાક કરવાનો નથી.. અને તું... '

થોડીવાર ચુપ રહ્યા પછી.. આંખો પોહળી કરી અને આશ્ચર્ય સાથે..

‘ઓહ હો હો... તો તો હવે તેનો મતલબ એમ થાય છે કે તને પણ આ પડદા પાછળ ભજવાઈ રહેલાં નાટકના સ્ક્રિપ્ટની પહેલે થી જ જાણ હતી એમ જ ને.’ આલોક બોલ્યો.

બસ આટલું આલોક બોલ્યો પણ તેના અવાજમાં કોઈ ઠોસ મક્કમતા નહતી. સ્વરની તીવ્રતા પર સંદેહની સજ્જડ પકડ હતી. છેલ્લા ઘણા સમયથી આંધળા પાટાની માફક રમાઈ રહેલી રમતના કોઈ નવા દાવપેચનો શિકાર થવાની લાગણી અને સંભાવના ના સંકેતનું અનુમાન લગાવતા ફરી બોલ્યો,

‘અદિતી, ફરી એકવાર મારી સ્મરણશક્તિનો પારો નીચે ઉતરીને શૂન્યઅવકાશ સર્જે એ પહેલાં મને કઈ સમજાય એવો કોઈ પ્રત્યુતર આપીશ ? પ્લીઝ, અને મારી આગળ તારે જુત્ઠું બોલવાની એવી તે શી જરૂર પડી ? કે પછી પહેલાં દિવસથી જ કોઈ માસ્ટર પ્લાન ગેમનો મને હિસ્સો બનવવામાં આવ્યો છે ? કયારથી ચાલી રહ્યું છે આ ષડ્યંત્ર ? કોના ઈશારે અને શા માટે ? અને હવે અત્યારે આ બધી શી રમત ચાલી રહી છે કોઈ કહેશે મને ?’ વ્હાય ? '
ઓહ.. હવે મને સમજાય છે કે તે તારું સરનામું કે કોન્ટેકટ નંબર મને કેમ ન આપ્યો. મને આ રીતે હેરાન પરેશાન કરવા માટે જ ને ? પણ શું મળ્યું તને ? અને મારી પાસે છે પણ શું ? તે મજાકમાં મુકેલી તારી શરતને ગંભીરતા થી લક્ષ્યવેધના ભારની જેમ ઢસડીને ખુદ દર બદર ઢસડાતો રહ્યો . સર્વસ્વ સાથે સ્વને ગુમાવી દેવાની હદ સુધી પહોચી ગયો અને તું.... ? અને તને જયારે મારી આ હાલતની ગંભીરતાનો ખ્યાલ આવ્યો એટલે મારી સારવારના બહાને તું તારી આ ભૂલ પર પડદો પાડવા તે આ રીતે અજાણ્યા બનીને ફરી એકવાર તે તારી શરતોનું બ્રહ્માસ્ત્ર ચલાવ્યું એમ ને ? વ્હાય ? હવે મને શેખરના એક એક શબ્દો યાદ આવે છે. શેખર સાચો હતો. પણ હું જ આંધળો હતો.’

ઘણાં સમયથી માનસિક યાતના ભોગવી રહેલા આલોક સામે અચાનક એક ગુઢ રહસ્ય જેવા થઇ રહેલા ઘટસ્ફોટથી બેબાકળો થઇને ઉગ્રતાથી અકળાઈને અદિતી પર પ્રશ્નોની ઝડી વરસાવ્યા પછી અંતે બોલ્યો,
‘પણ આજે તારે સૌ ની સામે સત્ય અને માત્ર સત્ય કહેવું જ પડશે.’

આલોક એ પૂછેલા આડેધડ સવાલોથી અપમાનિત થયાંની લાગણી અનુભવ્યા પછી પણ તેના ગુસ્સાને નિયંત્રણમાં રાખીને શાંત સ્વરમાં ડોકટર અવિનાશ બોલ્યા,

‘તમને નથી લાગતું કે તમે બંનેએ, સિક્કાની બીજી તરફની સચ્ચાઈ અને હકીકત ને જાણવા કે સાંભળવાની સ્હેજ પણ દરકાર લીધા કે ધીરજ રાખ્યા વગર જ સવાલો કરતાં આક્ષેપો વધુ કર્યા છે, ?? અને મિ. આલોક અને હજુ થોડા જ સમય પહેલા જે વ્યક્તિ ને તમે તમારું સર્વસ્વ માનતા હતા તેને તો તમે કશું બોલવાનો અવકાશ આપ્યા વગર જ થોડી ક્ષણોમાં પ્રિયપાત્રને સજાપાત્ર ઠેરવી દીધા.’ આટલું બોલીને થોડીવાર ચુપ થઇ ગયા..

પછી બોલ્યા..

‘પણ હવે તમે બંને તમારી જાતને સંભાળી લે જો કારણ કે.... નગ્નસત્ય તમારા કાનના પડદા ચીરી નાખશે.’

‘તમારે સત્ય જ સાંભળવું છે ને કે શા માટે આ ષડ્યંત્ર રચ્યું ? તો હવે ધ્યાનથી સત્ય સાંભળો મિ.આલોક અને શેખર તમે પણ’

ડોકટર અવિનાશે એ અદિતી સામે ઈશારો કર્યો અને એ સાથે.. કથાનકની શરૂવાત થઇ....

૨૯ એપ્રિલ. બ્લ્યુ મૂન રેસ્ટોરેન્ટ,
જ્યાંથી આલોક અને અદિતી બન્ને છુટ્ટા પડ્યા પછી એ પછીનો ઘટનાક્રમની ઘટમાળ.
અદિતીને અમદાવાદ એરપોર્ટ પરથી વહેલી સવારની ફ્લાઈટમાં જવાનું હોવાથી ૧:૩૦ વાગ્યાના નિર્ધારિત સમય પર અગાઉથી બુક કરાવેલી કારમાં નીકળીને રવાના થઇ ગઈ. હજુ એરપોર્ટ પહોંચવાના ૩૦ મિનીટ પહેલા જ એરલાઈનનો મેસેજ આવી ગયો કે ફ્લાઈટ કેન્સલ થઇ છે. એટલે તરત જ વિચાર કર્યો કે સૌથી પહેલી જે ટ્રેન મળે તેમાં મુંબઈ નીકળી જવું. ઓનલાઈન ખાંખાખોળા કરીને ટીકીટ બૂક કરી. સ્ટેશને આવી ટ્રેનમાં સીટ પર ગોઠવાઈને સમય જોયો વહેલી સવારના ૫:૩૫.સૌથી પહેલાં સ્વાતિને કોલ કર્યો.

વહેલી પરોઢની ગાઢ નિંદ્રામાંથી ઝબકીને જાગીને માંડ માંડ ઉઘડેલી આંખો ચોળતાં ચોળતાં સ્વાતિ એ કોલ રીસીવ કર્યો એટલે અદિતી બોલી,
‘હાય..ગૂડ મોર્નિંગ માય સ્વીટ સ્વીટ ડાર્લિંગ.’
મોટા મોટા બગાસા લેતા સ્વાતિ એ પૂછ્યું
ભર નિંદ્રામાં થી માંડ માંડ આંખ ઉઘાડીને ફોન રીસીવ કરતાં સ્વાતિ બોલી,
‘ગૂડ મોર્નિંગ વાળી...આ કોઈ ટાઇમ છે. કોલ કરવાનો ? કેમ તારી પેલી પ્રાઇવેટ.... મીટીંગ પૂરી થઇ ગઈ એમ ?’
‘હા.. હા,, હા.. ઓયે બસ બસ હવે ડોન્ટ બી ઓવર સ્માર્ટ સમજી. પ્રાઇવેટ મીન્સ પ્રાઇવેટ સમજી ચિબાવલી. કોઈ મિલ ગયા થા... સરે રાહ ચલતે ચલતે.. આલોક નામ છે તેનું.’
‘કોણ અલોક ?’
‘એ રૂબરૂ આવીને ડીટેઇલમાં કહીશ.. લીટલ ઇન્ટરેસટીંગ.’
‘સાંભળ ફ્લાઈટ કેન્સલ થઈ છે, હું બાય ટ્રેન આવું છું. ચલ તું સુઈ જા. હું મોમ, ડેડ સાથે વાત કરી લઉં ઓ.કે.બાય’
મનોમન ખીજાઈને સ્વાતિ ફરી સુઈ ગઈ.

કોલ કનેક્ટ ટુ પાપા વિક્રમ મજુમદાર એટ ઓસ્ટ્રેલીયા...
‘હાઈ પપ્પા.. અદિતી હિયર હાઉ આર માય હીરો ?’
‘આઈ એમ ટોટલી ફીટ એન ફાઈન માય નોટી ડાર્લિંગ, હાઉ આર યુ ?
‘આઈ એમ ટુ ગૂડ એન્ડ સો હેપ્પી, પાપા.’
‘પાપા, જસ્ટ કમિંગ ફ્રોમ બરોડા. ફ્લાઈટ કેન્સલ થઇ એટલે બાય ટ્રેન જાઉં છું. ૧૨:૩૦ સુધીમાં મુંબઈ પહોંચી જઈશ. મમા શું કરે છે ? મમાને ફોન આપો.'
‘હાઈઇઇઈઈઈઈ.... માય સ્વીટ સ્વીટ સ્વીટ સ્વીટ મમા. કેમ છે તું ?’
‘બધું જ બરાબર છે બસ, એક તારી કમી છે અહી.’
‘ઓયે આ તો મારો ડાયલોગ છે મમા, સેમ હીઅર.’
‘મમા, હવે ક્યારે આવે છે. ઇન્ડિયા ?’
‘તું કઈ સરપ્રાઈઝ આપે ત્યારે.
ઓહ.. રીયલી ? તો તો હવે મારે ખરેખર કૈંક સિયસલી વિચારવું પડશે..મમા સમજી લે હું તમારા માટેના બીગ સરપ્રાઈઝના પ્લાનિંગમાં છું.’
‘ઓહ.. ઇટ્સ ટુ ગૂડ ન્યુઝ ફોર અસ. હજુ કેટલી વેઇટ કરવાની છે, દીકરા ?’
‘આઈ થીંક વધુમાં વધુ વન વીક.’
‘આઈ કાન્ટ બીલીવ અદિતી.’
‘મમા, પપ્પાને ફોન આપજે.’
‘પાપા હું આવતીકાલે દિલ્હી જવા નીકળું છું. ત્યાંનું બધું શેડ્યુલ મુજબ પ્લાનિંગ થઇ ગયું છે ને ?’
‘ઓ યસ બેટા.એવરીથીંગ હેઝ બીન એરેન્જડ અકોરડીંગ ટુ ધ કન્વરશેશન.નથીંગ ટુ વરી, ઓ.કે.’
‘ઓ.કે. પાપા બાય મીસ યુ.’
‘ઓ.કે. બેટા લવ યુ. બાય એન્ડ ટેક કેર.’

મજુમદાર દંપતીની સંપતિ એટલે અદિતી અને સ્વાતિ. ઈશ્વરે બન્ને દીકરીઓના સ્વરૂપમાં મજુમદાર પરિવારને નામ, દામ, ઐશ્વર્ય, કીર્તિ અને ગૌરવ જેવા વણમાંગ્યા વરદાનની વણઝારથી અવિરત વધાવ્યા હતા.

૩૦ એપ્રિલ સમય રાત્રીના ૯:૧૫
સ્વાતિની ગેરહાજરીમાં બપોરે આશરે ૨ વાગ્યે ઘરે આવ્યાની થોડી જ મિનીટમાં જ લગાતાર ઘસઘસાટ ૫ કલાકની નિંદ્રા લીધા પછી, પાછલી રાત્રીના પ્રવાસ અને ઉજાગરાના થાક માંથી સંપૂર્ણ રીતે ફ્રેશ થવા માટે બાથ લઈને હજુ અદિતી ડ્રોઈંગ રૂમમાં આવી ત્યાં જ ડોરબેલ રણકી.
ડોર ઓપન કરતાં સામે સ્વાતિ જોતા જ, ‘માય ચીકુડીડીડીડી...............’.
બોલીને સ્વાતિને તેની એકદમ બન્ને હાથેથી જકડીને દરવાજા પર જ થોડીવાર ઊભી રહી ગઈ.

‘ઓયે.. પાગલ મને અંદર તો આવવા દે યાર. આજકાલ ખરેખર તું ત્રાસવાદી થઇ ગઈ છો.’
મીઠા ગુસ્સા સાથે ડ્રોઈંગ રૂમમાં જતા જતા સ્વાતિ બોલી
‘કબુલ મેરે સરકાર. તારો ગુસ્સો પણ મને મોતીચૂરના લડ્ડુ જેવો લાગે છે. મારા પ્રત્યેની તારી આ અકળામણ માટે તો હું ક્યારની આતુરતાથી ઇન્તેઝાર કરું છુ મારી ડાર્લિંગ.’

‘સ્વાતિ જો મેં ડીનરમાં તારા માટે તારી ફેવરીટ ડીશ બનાવી છે. ઓહ સોરી... ઓર્ડર કરીને મંગાવી છે. જો સાંભળ મકાઈ, ટામેટા અને પાલકનું સૂપ,પનીર મસુર પરાઠા, પનીર મખનીની સબ્જી, રાજમાં કરી, મિન્ટી પનીર બિરયાની. હવે બોલ.’
‘પણ મારી મા, ઇટ્સ ટુ મચ ? કોણ જમશે આટલું બધું યાર ?’
‘કોણ કેટલું જમશે એ ઈમ્પોર્ટન્ટ નથી કોની સંગાથે જમીએ છે એ ઈમ્પોર્ટન્ટ છે સમજી.’
‘આ વાનગી નથી મારો વ્હાલ છે ચલ હવે ફટાફટ ફ્રેશ થઈને ડાયનીંગ ટેબલ પર આવીજા તો.’
અદિતીએ સર્વ કરેલી ડીશ માંથી એક પછી એક વ્યંજનનો સ્વાદ માણી રહેલી સ્વાતિને, અદિતી બસ અવિરત જોતી જ રહી. એ જોઇને સ્વાતિ,
‘બોલી.. શું જુએ છે ?’

‘સ્વાતિ, શું કહું તને ?
મારા પ્રતિબિંબને જોઉં,
કે મારા મૌનના પડઘાની પ્રતિતી કરું.
મારી તૃષાગની ની અવેજીનું આંકલન કરું,
કે પછી ટ્રમ્પ કાર્ડ જેવા મારા આધારના ઓળખ કાર્ડની પ્રિતીલિપીનો કઈ ભાષામાં અનુવાદ કરું ?
સાચું કહું, જો તું છોકરો હોત તો હું તારી જોડે જ લગ્ન કરી લેવાની હતી.’
હા.. હા.. હા.. બન્ને ખુબ હસ્યા..
‘પણ અદિતી, આઈ કેન સી .. કુછ બદલે બદલે સે નજર આતે હૈ સરકાર મેરે, માજરા ક્યા હૈ ?’
‘હ્મ્મ્મમ્મ્મ.. કુછ ઐસા હી સમજો.’
‘એટલે.. ?’ આશ્ચર્ય થી સ્વાતિ એ પૂછ્યું.
‘મેં તને ટ્રેન માંથી અર્લી મોર્નિંગ કોલ કર્યો ત્યારે મેં...’
‘હા. હા.. યાદ આવ્યું. આઈ થીંક તે કોઈ આલોક નામનો ઉલ્લેખ કરેલો તો ..તે શું છે તેનું ? ઈશ્ક વાલા લવ. હમ્મ્મ્મ.. એવું કઈ છે ?’
‘છે.. અને નથી, નથી અને છે મતલબ એવું છે કે...’ કૈંક આવું અધકચરું આડુંઅવળું અદિતી બોલી.
‘ઓયે અદિતી, ટોક ક્લીઅરલી આવી પઝલની લેન્ગવેજમાં મારી જોડે વાત ન કરીશ હા.’
‘અરે યાર સ્વાતિ, હું ખુદ અસમંજસમાં અટવાયેલી છું. નરોવા કુંજરોવા જેવી વાત છે તો શું કહું ? સાંભળ હું વહેલી સવારે દિલ્હી જઈ રહી છું મારા એન.જી.ઓ. ના ન્યુ પ્રોજેક્ટ માટે. આશરે ૩ દિવસનું ત્યાં રોકાણ થશે. ત્યાંથી આવીને પછી નિરાંતે ડીટેઈલમાં ડિસ્કસ કરીશું.’

‘જો અદી, જ્યાં સુધી હું તને જેટલી ઓળખું છું ત્યાં સુધી તું કોઈના પ્રેમમાં ન પડે અને પડે તો પણ આટલી જલ્દી પણ ન પડે. અને મારી પરમીશન વગર તો ૧૦૦% ન જ પડે.’

‘ઓહો.. સ્વાતિ ખુદા કરતાં પણ તું ખુદ મને ખુબ સારી રીતે ઓળખે છે અને મારી જાત પર મારા કરતાં તારો હક્ક વધુ છે. મેં આલોકને શું કહ્યું’તું ખબર છે.. ? કે ઈશ્વર મને પૂછે કે આવતા જન્મમાં તારે શું બનવું છે.. તો હું એક સેકંડનો પણ વિચાર કર્યા વગર કહું કે... સ્વાતિની બહેન.’

‘ઓહો.. અદિ...હવે આ.. લો.. ક.. તો કઈ વિશેષ બલા લાગે છે મને.’
‘કોણ છે ? ક્યાં થી છે ? કેવો છે ? કૈક કહીશ હવે ?’
‘કહીશ બધું બસ થોડા ઈન્તેજાર મજા લીજીયે .. સબ્ર કા ફલ મીઠા હોતા હૈ જાની’
‘હા, પર ઔર જ્યાદા સબ્ર સે તો ફલ ભી ઇતને મીઠે હો જાયેંગે કી ડાયાબિટીસ હો જાયેગા તો... હા.. હા ... હા .. ઓયે ધ્યાન રાખજે હો.. ફાઈનલ એપ્રુવલ પછી જ તારી ગાડી આગળ ચાલશે, નહી તો...’
‘સ્વાતિ પણ માની લે કે કદાચ.. ચલ જવા દે. હું દિલ્હીથી આવું પછી વાત.’
શું વાત છે અદિ, ? ક્યાં અટવાઈ છે ?’
‘ના સ્વાતિ, અટવાવા જેવું કશું જ નથી પણ.. હું પણ ઈચ્છું છું કે ફાઈનલ ડીસીઝન તું નક્કી કરે. જિંદગીના કોઈ પણ અસમંજસ ભર્યા કે પડકાર રૂપ પડાવ પર જ્યાં તું કે હું બન્ને ક્યાંક ને ક્યાંક કોઈ અડચણ કે દુવિધામાં અટવાયા બાદ બન્નેના સંતુલિત મનોમંથન પછી જે કોઈપણ સંયુક્ત નિર્ણય પર આપણે જયારે જયારે સંમતિની મહોર મારી છે ત્યારે હારેલી બાજીને પણ આપણે જીતમાં તબદીલ કરી છે. આજે કદાચ હું જિંદગીના એવા મુકામ પર છું કે જ્યાં આજે મને તારી સૌથી વધુ જરૂર છે. સ્વાતિ આજે હું ખુશ છું પણ, ખબર નહી કેમ મને અંદરથી કઇંક એવો અજાણ્યો છુપો ડર સતાવી રહ્યો છે કે... હું હંમેશ માટે કૈંક ગુમાવવા જઈ રહી છું.’
આટલું બોલતા અદિતીને થોડી અસ્વસ્થ થતાં જોઇને સ્વાતિ તેના ગળે વળગીને બોલી..

‘અદિ પ્લીઝ, મેં જિંદગીમાં પહેલીવાર તને આટલી નર્વસ થતાં જોઈ છે. વ્હોટ હેપ્પ્ન યાર. ? એવી કઈ વાત છે જે તું મારી જોડે શેર કરતાં આટલી ખચકાઈ છે ? રીલેક્સ’
‘ના સ્વાતિ, એવું કશું જ નથી પણ ખબર નઈ કોઈ ભેદી ભય મને સતાવી રહ્યો છે એટલે એવું ફીલ થયા કરે છે કે.. કૈંક મારી જોડે કશું ખોટું થવા જઈ રહ્યું છે.’
‘શું અદિ યાર તું પણ.. ચલ ફોરગેટ ઓલ ધીસ નોનસેન્સ થિંકિંગ. બી હેપ્પી.’
‘અચ્છા સ્વાતિ, ઠીક છે ચલ હવે હું મારા દિલ્હી ટુરની પ્રિપેરેશન કરી લઉં કારણકે મારે વહેલી સવારે નીકળવાનું છે.’

સ્વાતિ માટે આદિતી હંમેશા અન્સીક્યોર ફીલ કરતી તો સામે અદિતી માટે સ્વાતિ પણ એ જ ભાવ અનુભવતી. બન્ને અરસપરસ એકબીજાના પર્યાય હતા. બન્ને એકબીજા માટેનો અભિપ્રાય કે પરિચય કોઈને પણ આંખ મીંચીને આપી શકતા હતા.

૧ મે સમય વહેલી સવારની ૬:૩૦ ની ફ્લાઈટમાં અદિતી મુંબઈ થી દિલ્હી જવા રવાના થઇ.

દિલ્હી એરપોર્ટ થી નીકળીને ઠીક ૧૦:૩૦ વાગ્યે હોટેલ પર આવી, ચેક ઇન કરી તેના રૂમમાં આવતાં, પહેલાં ફટાફટ ફ્રેશ થઇ. આ પ્રોજેક્ટ ને લઈને અદિતી ખુબ જ એકસાઈટ હતી. પ્રોજેક્ટ સાથે જોડાયેલા તેના બાકીના મેમ્બર્સ સાથે સતત કોલ્સ અને મેઈલ્સથી ફોલોઅપ અને ઈન્સ્ટ્રકશ્ન્સન આપવાના કામમાં લાગી ગઈ. ઓસ્ટ્રેલીયાથી આવેલા ગ્રુપ સાથે ૧૨:૩૦ વાગ્યાની મીટીંગનો ટાઈમ હોવાથી હોટલ મેનેજમેન્ટ પાસે મીટીંગ એરેન્જમેન્ટની ડીટેઇલ લઇ લીધી છતાં પણ એમ થયું કે કોન્ફરન્સ હોલમાં રૂબરૂ જઈને એકવાર ફાઈનલ કન્ફર્મેશનનું ઓબ્જર્વેશન કરી લઉં. પણ એ પહેલાં એક મસ્ત કોફી પીવાની તીવ્ર ઈચ્છા હતી એટલે ગ્રાઉન્ડ ફ્લોર પરના રેસ્ટોરન્ટમાં બેસીને પીવાનો વિચાર કરતાં ૧૪ માં ફ્લોર પરથી લીફ્ટમાં એન્ટર થઇ અને ગ્રાઉન્ડ ફ્લોરનું બટન પ્રેસ કરતાં જ....

ઘડીના છટ્ઠા ભાગમાં હજુ કઈ કશું સમજાય એ પહેલાં તો એક ધસમસતા ધોધની માફક લીફ્ટ તૂટીને સીધી જ બેઝમેન્ટમાં આવીને એક એવા જોરદાર ધડાકા સાથે પટકાઈ કે હોટલની અંદરના તમામ લોકોમાં ધરતીકંપ કે કોઈ બોમ્બ બ્લાસ્ટ થયાના ભયની લાગણી પ્રસરી ગઈ. તીવ્ર ધ્વનીની માત્રામાં ઈમરજન્સી સાયરનની ચીચયારીઓ વચ્ચે સીસી ટીવી કંટ્રોલ રૂમનો સ્ટાફ અને સીક્યુરીટી ગાર્ડસના કાફલા એ બેઝમેન્ટ તરફ દોટ મૂકી.

માત્ર ૩ જ મિનીટ્સમાં સત્તત સાયરનના અવાજો કરતી અત્યાધુનિક ઈમરજન્સી ઇક્વિપમેન્ટથી સજ્જ એમ્બુલેન્સ બેઝમેન્ટમાં પટકાયેલી લીફ્ટના ડોર પાસે આવીને ઊભી રહી ગઈ પણ... લીફ્ટનું ડોર લીફ્ટ મેઇન્ટેન્સ્ન સ્ટાફ વગર ઓપન કરવું અશક્ય હતું. હોટલ મેનેજમેન્ટના ઈન્ટેલીજન્ટ સ્ટાફની કુશાગ્ર બુદ્ધિ અને કુનેહભરી સહિયારી સુજબુજથી એક સેકન્ડ પણ ગુમાવ્યા વગર ચારે દિશામાં દોડીને પોતપોતની સચોટ વ્યૂહ રચનાથી માત્ર ૨૦ મિનીટમાં શહેરની ટોપ મોસ્ટ હોસ્પિટલમાં હાઈલી ઈમર્જન્સી ટ્રીટમેન્ટ લેવલ બેઝ થી સજ્જ ઓપરેશન થીયેટર સુધી અદિતીને લઇ જવામાં સફળ રહ્યા. એક્સપર્ટ ડોક્ટરોની ટીમ ભયંકર ઈજાગ્રસ્ત અદિતીને સૌ પ્રથમ શક્ય એટલી ઝડપથી અતિ ગંભીર સીચ્યુએશન માંથી બહાર લાવવાની મથામણ કરી રહ્યા હતા.

અધિક માત્રામાં બ્લડ વહી રહ્યું હતું મલ્ટી ઓર્ગન્સની ઇન્જરી હોવા છતાં આવી પારાવાર પીડાથી પીડાતી પરિસ્થિતિમાં અદિતી એ ડોક્ટરને ઈશારો કરીને કહેવાની કોશિષ કરી કે, મને કાગળ અને પેન આપો, એટલે ઝડપથી અદિતીને કાગળ અને પેન આપ્યાં.. લોહીથી ખરડાયેલા હાથે મહા મુશ્કેલી થી આદીતી હજુ કાગળ પર તેનું વાક્ય પૂરું કરવા જાય એ પહેલાં અધૂરા વાક્ય સાથે અદિતી બેહોશ અવસ્થામાં સરકી ગઈ અને પેન તેના હાથ માંથી...

વધુ આવતીકાલે....

© વિજય રાવલ

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.