"સિક્કા ની બે બાજુ"
દૂર દૂર સુધી જમીન પર પાણી જ પાણી દેખાતું હતું અને પાણી ઉંચે ઉછળી ઉછળીને જાણે એની હાજરી આપવા આવી રહ્યું હતું..શ્રાવસ્ત એનાં બંગલાની બાલ્કની માં ઉભો ઉભો ગહન વિચારો માં ખોવાઈ ગયો હતો.
એને રહી રહીને કંઈક તીવ્રપણે યાદ આવતું હતું.. આજે એ દરિયાનાં મોજાં જેમ ઉછળતાં એમ એનું બાળપણ યાદ આવી ગયું...એ એનાં બાળપણમાં પહોંચી ગયો.
અરે શ્રાવુ બેટા બહું દૂર નાં જાવ.. દરિયા નો કોઈ ભરોસો નહીં..કિનારા પાસે રમો..
પપ્પા પ્લીઝ થોડો સમય તો અંદર જવા દો .. તમે પણ ચલો... અને તમે છો તો અમને કોણ લઈ જવાનું છે..સાથે એનો મોટો ભાઈ શર્મીલ પણ હતો. એનાં દોસ્તો પણ હતાં.
પપ્પા રોજ સાંજે દરિયે લઈ જતાં બંને ભાઈઓ ને...નાની બહેન કુંજન દરિયા કિનારે જ રહેતી એ ખૂબ ડરતી.
મમ્મી સરસ મજાનું જમવાનું તૈયાર રાખતી ને અમે બધાં આવીને તૈયાર થઈ જમતાં. અમારા પાંચ જણાની આ રોજનો ક્રમ.
પપ્પા એમનાં બિઝનેસ માં ખૂબ વ્યસ્ત પણ સાંજનો સમય તો અમારા માટે જ રહેતો.
પપ્પા દમણ માં પોતાની ત્રણ ત્રણ હોટેલ ચલાવતા હતાં. અને જયારે પ્રવાસીઓ આવવાની સિઝન દરમિયાન ખૂબ જ ભીડ રહેતી.
મમતાબહેન ઘર અને બાળકો નું સરસ રીતે ધ્યાન રાખતા.
ઘરમાં કામ કરનારા ઘાટી પણ હતાં. રસોઈ કળામાં પારંગત હોય તેઓ પોતાના હાથની જ રસોઈ બનાવતાં.
એક ખુશહાલ પરિવાર ખુશ હતું. રોજ સાંજે દરિયે જવાનો નિત્યક્રમ હતો.ધીમે ધીમે છોકરાઓ મોટા થતાં ગયા અને ભણવા માં વ્યસ્ત થતાં ગયાં.
પપ્પા પણ પોતાના ધંધામાં સફળતા મેળવતાં ગયાં. મમ્મી પણ વધુ ને વધુ કામમાં વ્યસ્ત થઈ.
શર્મીલ મોટો થતાં જ પપ્પા ની હોટલો સંભાળવા લાગ્યો હતો. કુંજન ને બોમ્બે પરણાવી હતી.અને મને (શ્રાવસ્ત) પાઈલટ બનવાનું સપનું હતું જે સાકાર થયું હતું.
આજે જાણે શ્રાવસ્ત ને ઘણી બધી યાદો સાથે સાંજ માં ડૂબવું હતું. એ મન ની ગહેરાઈ માં ડૂબકી લગાવી રહ્યો હતો. કંઈક હતું જે ઢંઢોળી રહ્યો હતો.
કેવો હસતો ખેલતો પરિવાર હતો. મમ્મી ને સતત ચિંતા રહ્યા કરતી બાળકોની . શર્મીલ ને પરણાવવા ની ચિંતા કરતી. પપ્પા નાં ધંધાના ખાસ મિત્ર સાથે એમની દિકરી શૈલી સાથે વાતચીત ચાલી અને બંને તરફથી હા આવતાં ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા હતા.
શૈલી ભાભી બધાં જોડે સરસ રીતે ભળી ગયા હતા ઘરમાં.હુ પણ પાઈલોટ થઈ જતાં મારે બહાર જવાનું બને.
એક સાંજ આવી જ રીતે હું જ્યારે ઘરે આવ્યો તો... ઘરમાં અજાણ્યા શખ્સોએ કબ્જો જમાવ્યો હતો..મારો પરિવાર ત્યાં ન હતો....
જાણે માથા પર વિજળી પડી હોય એવું લાગ્યું.... બાવરો થઈ ગયો હતો...આ શું થયું.. બધાં ક્યાં જતા રહ્યા.છ મહિના ટ્રેનિંગ માં ગયો અને મારી પાછળ શું થઈ ગયું??
શ્રાવસ્ત તરત જ એનાં ખાસ મિત્ર અનિરુદ્ધ પાસે પહોંચી ગયો . અનિરુદ્ધ ત્યારે કામથી બહાર હતો. એનાં મમ્મી-પપ્પા એ એને બેસાડીને વાતો કરી.
બેટા તારાં પપ્પા ખૂબ ભોળાં હતાં .. અત્યારે એ લોકો ક્યાં છે એ અમને ખબર નથી પણ ધંધામાં એમને પછાડવા માટે જ આવું કર્યું છે.
બહુ તો અમને ખબર નથી પડી પણ લોકો નાં મુખે જે સાંભળ્યું છે કે કોઈ વિદેશી લોકો એ છેતરપિંડી કરીને તારા પપ્પાનું બધું છીનવી લીધું છે.
અનિરુદ્ધ ને ખબર પડી તો તને બહુ જ કોન્ટેક્ટ કર્યો પણ તારો કોઈ કોન્ટેક્ટ થયો નહોતો.
બેટા તું હમણાં અમારા ઘરે જ રહે. ન્હાય ધોઈ તૈયાર થઈ જા. જમી લે. પછી વિચારજે. ત્યાં જ અનિરુદ્ધ ઘરમાં દાખલ થયો અને શ્રાવસ્ત એને ભેટી પડી ખૂબ રડ્યો.
મારો પરિવાર ક્યાં છે?? કઈ પરિસ્થિતિમાં હશે? મને તો એ પણ ખબર નથી. આટલું બધું થઈ ગયું અને મને કોઈ જાણ નથી કરતું.
હું ક્યાં શોધીશ એ લોકોને!!!
અનિરુદ્ધ એ આશ્વાસન આપ્યું અને કહ્યું અમે તારી જ રાહ જોતાં હતાં. આપણે સૌથી પહેલા પોલીસ ફરિયાદ કરીએ અને આપણી રીતે પણ બધાં ને શોધીશું.
તું ફ્રેશ થઈ જા. બીજા દોસ્તો ને પણ બોલાવી લઈએ. આ તારું જ ઘર માનજે.
અનિરુદ્ધ નું મગજ ચકરાવે ચડી ગયું. આખે આખો પરિવાર જ ગાયબ થઇ ગયો?
શું બન્યું હશે? એવી તો કઈ પરિસ્થિતિમાં આવું થયું હશે.. વિચારવંત થઈ એ ફ્રેશ થઈ જમે છે. એને થોડું સારું લાગ્યું.
એનાં મિત્રો જે બાળપણથી સાથે હતાં તે બધાં આવી ગયાં. બંટી, જસ્ટીન, જેસિકા અને વ્યોમ.
બધાં પાસે નવી જ કહાની હતી પણ કેટલી સાચી એ ખબર નહોતી.
*********************************************
જેસિકા એ શરુઆત કરી કે એવું સાંભળ્યું છે કે વિદેશી મહિલા સ્ટેલા એ તારાં પપ્પા સાથે રોકાણ કરવાની ઓફર કરી હતી અને એમાં એમનાં સંબંધો ચર્ચામાં આવી ગયાં હતાં કેમકે તારાં પપ્પા સતત સ્ટેલા જોડે જોવાં મળ્યાં હતાં.
હવે આ સ્ટેલા કોણ છે?? એ ખબર નથી.
ક્રમશઃ
રુપ ✍️