Darek khetrama safdata - 13 in Gujarati Motivational Stories by Amit R Parmar books and stories PDF | દરેક ક્ષેત્રમાં સફળતા - 13

Featured Books
Categories
Share

દરેક ક્ષેત્રમાં સફળતા - 13

જીવનમા પોતે નિભાવવાની જવાબદારીઓનુ મહત્વ સમજ્યા બાદ ચાલો હવે પોતાની જવાબદારીઓ વિશે થોડી માહિતી મેળવીએ અને તેને નિભાવવા કટીબદ્ધ બનીએ.
અહી વ્યક્તીની મુખ્ય ૭ જવાબદારીઓ દર્શાવવામા આવી છે જે નીચે મુજબ છે.

૧) પોતાના શરીર પ્રત્યેની જવાબદારીઓ

- આ જવાબદારીઓ નીભાવવા માટે શરીરને નીરોગી રાખવુ, તેને શુધ્ધ આહાર આપવો, યોગ્ય દીનચર્યા ગોઠવવી, શરીરને મજબુત રાખવુ, વ્યસનોથી દુર રહેવુ.

- શરીરને વગર કારણે નુક્શાન થાય તેવા જોખમો ન લેવા.

- કુદરતે આપેલા તન અને મનની કિંમત સમજવી ઉપરાંત કઠિનમા કઠિન સંજોગોમા પણ તેને ટકાવી રાખવુ એટલેકે આત્મહત્યા, આત્મગ્લાની, લઘુતાગ્રંથીથી દુર રહેવુ.

૨) પોતાના જીવન પ્રત્યેની જવાબદારીઓ

- પોતાના જીવનને સુધારવા માટે જ્ઞાન, કળા, આવડત, કૌશલ્ય, સામર્થ્ય, શીક્ષણ, બૌધીક ક્ષમતા તેમજ હકારાત્મક્તા પ્રાપ્ત કરવી.

- હંમેશા ખુશ રહેવુ અને સુખ-શાંતીથી જીવન પસાર કરવા જીવનના કે સમાજના પાયારૂપ સિધ્ધાંતોનો અમલ કરવો.

- ઉંચુ જીવન ધોરણ પ્રાપ્ત કરવુ.

- દરેક પરીસ્થીતિમા જીવનને ટકાવી રાખવુ.

- દરેક બાબતમા હકારાત્મકતા ગોતી તેના આધારે સાચા નિર્ણયો લઇ જીવનને સાચી દિશામા વાળતા રહેવુ અને દુષ્ટ પ્રવ્રુતીઓથી તેને દુર રાખવુ.
૩) પોતાના પરીવાર પ્રત્યેની જવાબદારીઓ

- પરીવારને ટેકા રૂપ થવુ.

- ઘરના નાના-મોટા કામમા મદદ રૂપ થવુ.

- પગભર થવુ, કમાતા થવુ કે પોતાના ખર્ચાઓ ઉપળી લેવા.

- ઘરના સભ્યોની જરુરીયાતો પુર્ણ કરવી, તેને યોગ્ય રીતે માર્ગદર્શન આપવુ.

- વિવિધ પારીવારીક પ્રસંગોમા નિ:સંકોચ પણે સહકાર આપવો.

- ખોટા ખર્ચાઓ ન કરવા તેમજ બચતો વધારવી.

૪) ધર્મ પ્રત્યેની જવાબદારીઓ

- ધર્મના નામે ધતીંગો ન ચલાવવા, લોકોને ન છેતરવા.

- નિત્ય પ્રભુવંદના, પ્રર્થના કરવી, અથવાતો ધાર્મીક દિનચર્યાઓ અનુસરવી.

- ધર્મીક ઉપદેશો અને મુલ્યોને ગ્રહણ કરવા અને તે મુજબ જીવન વિતાવવુ.

- ધર્મનુ રક્ષણ કરવુ.

- ધાર્મીક ઉપદેશોનુ આંધળુ અનુકરણ કરવાને બદલે સમજી વિચારીને તેનો જીવનમા અમલ કરવો જેથી કોઇને નુક્શાની ન થાય.

- હિંસનો ત્યાગ કરી ધર્મને વધુ મજબુત અને સર્વ સ્વીકૃત બનાવવો.

- પોતાનાજ ધર્મની કે અન્ય ધર્મની કોઇ પણ વ્યક્તીને ધર્મીક સ્થળોએ પ્રવેશ કરતા ન રોકવા.

- પોતાના હેતુઓને સાધવા માટે ધાર્મીક ઉપદેશોના ખોટા અર્થઘટનો ન કરવા, તેનો ઢાલ તરીકે ઉપયોગ ન કરવો અને તે મુજબ લોકોને ગેરમાર્ગે ન દોરવા.

- દરેક ઘટનાને ધર્મ સાથે જોડીને લોકોને ન ઉશ્કેરવા વગેરે.
૫) સમાજ પ્રત્યેની જવાબદારી

- સમાજના રોગી, દુ:ખી, નિરાધાર, અપંગ કે જરુરીયાતમંદ લોકોને શિક્ષણ, આરોગ્ય, નાણા અને તાલીમ આપીને સહકાર આપવો.

- લોકોને ઇર્ષા કરાવવા માટે કે પોતે ખુબજ મોડર્ન છીએ તેવુ દર્શાવવા માટે અથવા તો સ્વચ્છંદતા અને પર્સનલ જીવનને બહાને સમાજમા બદ્દીઓ ફેલાવી ઇર્ષાનુ વાતાવરણ ઉભુ ન કરવુ.

- પોતાની આવક કે શક્તીનો અમુક ભાગ સેવા પાછળ ખર્ચવો. એક બીજા પ્રત્યે વેરભાવ રાખવાને બદલે મજબુત એકતા સ્થાપીત કરવી અને સમાજને વધુ મજબુત બનાવવા સહભાગીદાર થવુ.

- ગુનાહીત પ્રવૃતીઓ ન કરવી તેમજ ગુનેગારો, અથવા પથભ્રષ્ટ લોકોને સાચા માર્ગે વાળવા.

- સમાજને બર્બાદ કરતા દ્રવ્યો, વ્યસનો કે સાહિત્યોથી દુર રહેવુ અને લોકોને પણ દૂર રાખવા.

- સમાજમા ફેલાયેલા કુરીવાજો, ભ્રષ્ટાચાર, અનીતિઓને દુર કરવી અને પોતે પણ તેનાથી દુર રહેવુ.

- સમાજમા વિવિધ વિષયો, કુરીવાજો, બદ્દીઓ, અંધશ્રદ્ધા, કાળાજાદુઓ, ગેર માન્યતાઓ, દગાખોર વ્યક્તીઓ વિશે જાગૃતી ફેલાવવી વગેરે.

૬) દેશ પ્રત્યેની જવાબદારી

- દેશની અખંડિતતા અને એકતા જાળવવી

- દેશના ગુનેગારોને પકળવામા મદદરૂપ થવુ

- દેશ વિરોધી પ્રવૃતીઓથી દુર રહેવુ

- આફતોના સમયે ગમે ત્યારે પણ દેશના કોઇ પણ ખુણે કે કોઇ પણ ધર્મ સમાજની વ્યક્તીને મદદરૂપ થવુ કે મદદ પહોચાળવી

- દેશના બંધારણ અને કાયદાઓ વિશે જાગરુક બનવુ અને ચુસ્તપણે તેનુ પાલન કરવુ

- પોતાના હિત કરતા દેશના હિતને વધુ પ્રાધાન્ય આપવુ.

- દેશના કુદરતી સંસાધનોનો બગાળ ન કરવો

- દેશના લોકો વચ્ચે વર્ગ વિગ્રહ ન પડે તે રીતેજ પોતાની માંગણીઓ કે આંદોલનોને આગળ ધપાવવા.

- દેશના પર્યાવરણનુ રક્ષણ કરવુ, તેને સ્વચ્છ રાખવુ તેમજ આસપાસ કચરો ન ફેલાવવો
૭) પોતાના કાર્યો /ફરજો પ્રત્યેની જવાબદારીઓ
- પોતાનુ કાર્ય સંપુર્ણ નિષ્ઠા, ઉત્સાહ અને વફાદારીથી નીભાવવુ

- પોતાના કામથી દુર ભાગવુ નહિ તેમજ નકામી પ્રવૃતીઓ કરી સમય બગાળવો નહિ

- ભ્રષ્ટાચાર, અનીતિઓ કે ગોટાળાઓથી દુર રહેવુ

- કામને લગતી તમામ જવાબદારીઓ સંપુર્ણપણે નિભાવવી

- કાર્યને લગતી ગુપ્ત બાબતોની ગોપનિયતા જાળવી રાખવી

- પોતાને રોજગાર આપનાર વ્યક્તી સાથે ક્યારેય દગો ન કરવો

- કામને પુરા દિલથી નિભાવવુ

- કર્યસ્થળે ખુશનુમા–સહકારભર્યા વાતાવરણનુ નિર્માણ કરવુ તેમજ દરેકને મદદરૂપ થવુ વગેરે...