10. ૧૪ દિવસની જર્નીનો અંત
આ બાજુ, એક રેડિયો સ્ટેશન પરથી માહિતી મળી આવે છે. જે ઓફિસર ઈવાનને શોધી રહ્યા હતા, તેને આ માહિતી મળે છે. તેને જાણ થાય છે કે સાઉથના જંગલમાંથી રેડિયો સ્ટેશન પર અમુક સિગ્નલ મળી આવે છે.
આ સિગ્નલ કોણે મોકલ્યાં એ નવાઈની વાત હતી. અમુક તપાસ કરતાં જણાય છે કે ૧૪ દિવસ પહેલા જંગલમાં રિસર્ચ માટે ગયેલા લોકોએ એક તંબુમાં એ જગ્યાએ ત્યાંથી સિગ્નલ મોકલવા માટેનું યંત્ર મૂકીને આવી ગયા હતા. પરંતુ ત્યાંથી એ યંત્ર દ્વારા નવુ સિગ્નલ કોણે મોકલ્યું એ સૌથી મોટી વાત હતી.
હવે રિસર્ચ ટીમે સિગ્નલ મોકલેલી જગ્યાએ જવા તૈયાર થાય છે.અમુક સાત લોકો હેલિકોપ્ટર દ્વારા એ જંગલમાં જાય છે.બધા લોકો જ્યાં તંબુ હતું એ નદીના કિનારે ઉતરે છે. બધા ને છેલ્લે આ જંગલમાં વિતાવેલી યાદો યાદ આવે છે.
બધા લોકો એ તંબુની અંદર જાય છે અને જતાં જ બધાને આશ્ચર્ય થાય છે. એક પંદર વર્ષનો માસૂમ બાળક અહીં બેભાન પડયો હતો. તેને પ્રાથમિક સારવાર આપે છે પણ તે હોશમાં આવતો નથી.
તરત જ બધા, એ બાળકને હેલિકોપ્ટર દ્વારા ત્યાંથી લઈ જવામાં આવે છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. આખો દિવસ તેની સારવાર થાય છે. પેલા ઓફિસર છે ઈવાનને શોધી રહ્યા હોય છે, તેને આ માહિતી આપવામાં આવે છે.
બીજા દિવસે એ ઓફિસર ઈવાનના માતા-પિતા સાથે અહીં આવે છે. પેલા લોકો જે ઈવાનને અહીં લાવ્યા હતા, તેની સાથે વાત કરે છે.એ બધા તેમને જાણે આ એક મિરીકલ હોય એમ વાત કરી રહ્યા હતા. આખરે ડોક્ટર, 'ઈવાન ભાનમાં આવ્યો' તેની જાણ આપે છે. ઈવાનના માતા-પિતા સતત રડી રહ્યા હતા તે પોતાના પુત્રને જોવા માટે દોડ્યા. ઈવાનના બેડ પાસે જઈને તેની માતા રડવા લાગી.
ઈવાન આંખો ખોલે છે અને પોતાના માતા-પિતાને જોઈને રડવા લાગે છે. મન ભરીને એ ત્રણેય જણા બસ રડી રહ્યા હતા, કારણ કે છેલ્લા ૧૪ દિવસ એ ત્રણેય જણા માટે ઘણા કપરાં રહ્યા હતા.
ઈવાનની માતાએ કહ્યું કે 'જોયું મેં કહ્યું હતું ને ઈવાન એનો પ્રોમિસ જરૂર પૂરો કરશે! આજે મારો જન્મ દિવસ છે અને ઈવાન અહીં હાજર છે આપણી વચ્ચે.' બધાની આંખો ભીની થઈ જાય છે.
રિસર્ચના સાત જણા બધાને ઈવાન કઈ હાલતમાં મળ્યો, એ જણાવે છે. ડોક્ટર પણ ઈવાનની ફિઝિકલ સ્ટ્રગલ વિશે કહે છે, - 'ખૂબ જ નબળાઈ હોવાથી અને ભૂખ્યા રહેવાથી તે બેભાન થઈ ગયો હતો અને ઘણી બધી ઈંજરીથી ખૂબ જ ઘાયલ થયો હતો. પરંતુ તે ઘણો બહાદુર છે જે આવી પરિસ્થિતિ માંથી પણ જીવતો બહાર આવ્યો.'
બધા લોકો ઈવાનના માતા-પિતાને ગર્વ કરવા કહે છે કે તેમને આવો બહાદુર બાળક છે. ઈવાનના પિતા આંસુ લૂછીને કહે છે કે- એ બહાદુર જ હોય ને! આખરે એના નામનો અર્થ પણ :'એક નાનો યોદ્ધા' એવો છે. બધા ગર્વથી ઈવાન સામે જોઇને હસે છે. ઈવાન ખૂબ વહાલથી પોતાના માતા-પિતાને ભેટી પડે છે અને તેનો માસુમ ચહેરો ખૂબ જ વહાલો લાગતો હોય છે...
આ વાર્તાના વાચકોનો હ્રદયપૂર્વક આભાર...
મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેવી મુશ્કેલ કેમ ન હોય પણ હાર કે જીત મેળવવી એ તો આપણા હાથમાં જ છે.જો ઈવાન જંગલમાં પેહલા દિવસે હાર માની ગયો હોત તો એ પોતાનું જીવન ખોઈ શકેત પણ એ આવી પરિસ્થિતિમાં પણ પોતાના મનને ડરથી, આફતોથી દૂર રાખી શક્યો અને બહાર નીકળવાનો રસ્તો શોધવામાં મથી પડ્યો.
"ઘણી વાર આપડે દુઃખને એટલા માની બેસીએ કે એની સિવાય બીજું કશું દેખાય નહિ. એવું લાગે કે બધું જ ખતમ થઈ ગયું,હવે કંઈ જ રહ્યું નથી પણ હકીકત એવી નથી હોતી , ખરેખર તો બધું શરૂ થયું હોય છે. જ્યાં સુધી આપણને તકલીફ ન પડે ત્યાં સુધી આપડે આપણાથી ઘણા દૂર હોઈએ છીએ જ્યારે તમે મુસીબતમાં મુકાવ છો ત્યારે તમે તમારામાં રહેલી શક્તિઓને જોડો છો. તમે તમારાથી વાકેફ થાવ છો.તમે એક એવા યોદ્ધા બનો છો જે તમારી મુસીબતોથી યુદ્ધ લડી તમને જીત અપાવે છે અને તમારા અસ્ત્વિત્વનું નિર્માણ થાય છે. મિત્રો તમે તમારું યુદ્ધ ત્યાં સુધી લડો જ્યાં સુધી તમે જીતો નહિ. હારનું અસ્તિત્વ તો જ છે જો તમે એને માનો. આપણે દરેક એક યોદ્ધા જ છીએ દરરોજ એક નવી આંતરીક લડાઈ લડતા હોઈએ છીએ,ક્યારેક પોતાનાથી તો ક્યારેક બીજાથી લડીએ છીએ હારીએ છીએ પણ એક દિવસ જરૂર જીતી જતાં હોઈએ છે. એટલે ક્યારેય મનથી ન હારવું હમેશા પ્રયત્નો કરવા - ત્યાં સુધી કે આપણે જીતી ન જઈએ." - U...jani