દાદી સાથે સારો સબંધ જોડાય ગયો હતો હવે આગળ ની વાર્તા શરૂ કરીએ.
એક દિવસ બંને સ્કૂલથી વહેલા છૂટી ગયા. બહુ વાવઝોડું હતું એટલે સ્કૂલથી છોડી દીધા હતા.
બંને બહેનો તો ખુશ થઈને વાતો કરવા લાગી "આજે તો દાદી જોડે વધારે સમય વિતાવશું મજા આવશે"
નિયા :"રોજ મજા જ આવે છે પણ આજે વધારે સમય દાદી સાથે રહેવા મળશે."
વાતો કરતા કરતાં દાદી ના ઘરે આવી ગયા.
વાવાઝોડું હતું તો હતું જ ને સાથે જાણે વરસાદ આવશે એવું અંધારું થઈ ગયું હતું.ધોળા દિવસે વાદળાં સુરજ ને ઢાંકી ને જાણે પ્રકાશ પાથરવાં રોકાતાં હોય એમ સૂરજ ની સામે આવી ગયા હતા. વાતાવરણ તો રમણીય હતું. દાદીના ઘરના આંગણામાં તુલસીના કુંડની આજુ બાજુ માટીના લેપથી સુંદર ફૂલ અને મોરલાં દોરેલા હતાં.ઘરના નળિયા ઉપર મોટો વેલો જતો હતો. લીલી વેલ આખા ઘરને સુશોભિત કરી રહી હતી
બંને બહેનો ઘરની બા'રે ઉભી ઊભી નિહાળતી હતી.ઘરને જોઇને વિચારતી કે કેટલું સુંદર ઘર લાગે છે.
દાદી ઘરની બહાર આવી બોલ્યાં "આટલો પવન છે ને શું કરો છો અહીં ચલો અંદર આવી જાવ".
બંને બહેનો અંદર આવી ગઈ ફટાફટ.
નિયા :"દાદી આજે આવા વાતાવરણ થી તમારું ઘર સરસ લાગે છે"
નીતિ :"એતો દાદી આટલું સાચવે છે ઘરને એટલા માટે સરસ લાગે છે. રોજ છોડ ને પાણી આપતા હશે, સાફ કરતા હશે નઈ દાદી?"
દાદી :હા દીકરિયો સાચવવુ તો પડે ને ઘરને.
નિયા" પણ તમે એકલાં કઈ રીતે સાચવો છો દાદી
નીતિ :હા થાક નથી લાગતો હવે તમરી ઉમર થઈ ગઈ છે
નિયા :હા હા દાદી તમારી કેટલી ઉમર હશે?
દાદી હસતાં હસતાં સ્મિત સાથે કીધું "બેટા એતો યાદ નથી પણ હશે ૮૦ કે ૯૦ વર્ષ હવે તો દાંત પણ બે ચાર જ રયા છે.
બંને બેનો હસતી હસતી "હા દાદી.
નિયા: દાદી આજે અમે બહુ ખુશ છીએ વહેલા સ્કૂલ થી છૂટી ગયા ને તમારી જોડે વધારે સમય રહીશું.
દાદી :હા દીકરી પણ ઘરે રાહ નહી જોવે? ઘરનાને ચિંતા થાય.
નીતિ :ઘરે કોણ કેવાનું કે વેલા છુંટીયા હતા.
દાદી : પણ જીઠું ના બોલાય હો.
નીતિ :હા દાદી નહી બોલીએ જુઠું,પણ આજે તમે પણ સાચું બોલો તો.
દાદી :શું સાચું?
નિયા :તમારા ઘરના કોઈ નથી?
છોકરા છોકરીઓ ક્યાં છે તમારી જોડે કેમ નથી રેતા.?
દાદી નિ:સ્વરે :બધા છે છોકરો છે, છોકરા ના છોકરા છે છોકરી છે, છોકરી સાસરીમા છે છોકરો શહેર માં રહે છે ક્યારેય આય અવતા નથી..
નીતિ :કેમ દાદી.?
દાદી : વહુને એકલું રેહવું ગમે છે બેટા! આ ઘરડાં દાદી એમના થી સચવાતા નથી.
નિયા : પણ તમે તો તમારું બધું કામ સરસ રીતે જાતે જ કરો છો તો શું સાચવવાના દાદી?
દાદી :એ શહેરની છે એને ઘરડાં દાદી શહેરમાં નઈ લઈ જવા, અને મને આ મારું નાનું ગામડાં નું ઘર જ ગમે છે બેટા.
નિયા :દાદી તમારું ઘર સરસ છે અમને અહીં રેહવું બોહુ ગમે છે..
નીતિ : દાદી તમારાં છોકરો છોકરી તમને મળવા નથી અવતાં?
દાદી : પાંચ વર્ષ થઈ ગયા છોડી ને ગયા હજુ નથી અવ્યા કે જીવે છે કે નઇ એ જોવા..
નિયા હસતાં હસતાં જીવો તો છો !
દાદી:સ્મિત સાથે કઈ બોલવા જતા અટકાઈ જાય છે.
નીતિ :અહીં ક્યારેય કોઈ આવતું કેમ નથી દાદી તમે પણ ક્યાય બારે નથી જતાં કેમ?
દાદી :એકલા માણસ જોડે કોણ આવે..!
નિયા :તમે કેમ નથી બારે જતાં કઈ લેવા કરવા નું નઇ હોતું.
દાદી :હા જવ છું.....
ચલો જાવ ઘરે હવે બોવ વાતો થઈ ગઇ. આજે બધું જાણી લીધું ને મારા વિશે..
નિયા :હજુ પણ જાણે કઈ જણાવતા નથી એવું લાગે છે, જાણે હજુ બોહુ મોટુ રહસ્ય બાકી હોય એવું લાગે છે..
દાદી :સારું હવે બીજા રહસ્ય તમને લાગતા હોય એ પછી કહીશ..
નીતિ :ચલ હવે મોડું થઈ ગયું.બંને બહેનો ઘરે જતા રહ્યા....
હજુ બીજા ભાગમાં છે બીજા રહસ્ય મિત્રો જાણવા રાહ જોવો અને વાંચતા રહો...
Parmar Kinjal _kB