Ajib Dastaan he ye - 8 in Gujarati Love Stories by Tasleem Shal books and stories PDF | અજીબ દાસ્તાન હે યે…. - 8

Featured Books
Categories
Share

અજીબ દાસ્તાન હે યે…. - 8

અજીબ દાસ્તાન હે યે….

8

પાછળ ના પાર્ટ માં જોયું કે…...હિરેનભાઈ એ નિયતિ ને જિંદગી માં આગળ વધવા કહ્યું….પણ નિયતિ એમની વાત ટાળીને ચાલી જાય છે….અને ફરી અંગત ની યાદો માં ખોવાય જાય છે…..હવે આગળ….

નિયતિ હજી તો ફોન માં હેલ્લો બોલે છે ત્યાં જ સામે થી વાત સાંભળીને એનો ફોન હાથ માંથી પડી જાય છે….આ જોઈને એના મમ્મી પપ્પા ડરી જ જાય છે….જીતેનભાઈ જલ્દી ફોન ઉપાડે છે….પણ ત્યાં સામે થી કોલ કટ થઈ જાય છે….નિયતિ ના મમ્મી પપ્પા બંને એક સાથે નિયતિ ને પૂછવા લાગે છે…."નિયતિ શું થયું??તું કેમ આમ અચાનક ચૂપ થઈ ગઈ??કોણ હતું ફોન પર??તારા હાથમાં થી ફોન કેમ પડી ગયો??તું ઠીક તો છે ને??"આમ એક સાથે ઘણા પ્રશ્નો પૂછી લે છે….અને રાહ જોવે છે કે નિયતિ ક્યારે જવાબ આપે….

નિયતિ બોલે છે....."મમ્મી પપ્પા અંગત નો કોલ હતો…..એ લોકો કાલે જ મને જોવા આવે છે….અને એના દાદી પણ આવવના છે…..અને જો એના દાદી હા કહેશે તો જ તે મારી સાથે લગ્ન કરશે….જો એના દાદી ને હું પસંદ આવીશ તો જ અમારી વાત આગળ વધશે….કેમ કે અંગત એના દાદી નો ખુબજ લાડકો છે…..અને અંગત એમની વાત ક્યારેય ટાળતો નથી…..અને આ જ કારણે મારો ફોન હાથ માંથી પડી ગયો….."આમ કહી નિયતિ રોવા લાગી….ત્યાં જ એના મમ્મી પપ્પા હસી પડ્યા….."અરે બસ આટલી જ વાત….અરે આ તો બધાં ઘર માં થતું જ હોય…બધા ઘર માં કોઈને કોઈ સભ્ય હોય જ જેની મરજી થી ઘર ચાલતું હોય…..અને તું રડે છે શા માટે??તું તો એમને પસંદ આવી જ જશે….આમ નાના બાળક ની જેમ રડવાનું બંધ કર….અને જલ્દી કાલ માટે તૈયારી કરવા લાગ…"નિશાબેન બોલ્યા….

"અરે હું શું તૈયારી કરું...મારી પાસે કપડાં પણ નથી….કાલે હું ક્યાં કપડાં પહેરીશ….."ફરી નિયતિ જૂઠું રડવા લાગી…."અરે મારી રાજકુમારી તું તો કોઈ પણ ડ્રેસ માં સારી જ લાગશે…..એક કામ કર તારા મમ્મી ની કોઈ સાડી પહેરી લેજે…..એટલે એમને જોતા જ તું ગમી જાય…."જીતેનભાઈ બોલ્યા….

"અરે પણ મેં ક્યારેય સાડી પહેરી જ નથી….અને મને ચાલતા પણ નથી આવડતું…..તો હું કેમ સાડી પહેરીશ…."નિયતિ ફરી રોવાના નાટક કરતા બોલી….

"હા તો ઠીક છે લાવો ફોન મારી પાસે હું ના જ કહી દવ અંગત ને કે અમારી નિયતિ આ બધાં માટે તૈયાર નથી….તો આ બધુ કેન્સલ કરી નાખો…..અને અંગત એના માટે બીજી છોકરી શોધી લિયે….."ખોટો ગુસ્સો કરતા નિશાબેન બોલ્યા….ત્યાં જ નિયતિ ઉભી થઇ ગઇ અને બોલી….."ના મમ્મી હું તો બસ એમ જ કહેતી હતી….લાવો તમારી સાડી હું ચેક કરી લવ….."આમ કહેતા નિયતિ એના મમ્મી ના રૂમ તરફ દોડી…..એને આ રીતે જોઈ એના મમ્મી પપ્પા હસી પડ્યા…..

બીજા દિવસે અંગત અને એની ફેમિલી આવી ગયા….અંગત ની ફેમિલી માં એના મમ્મી પપ્પા અને એના દાદી એમ કુલ ચાર જણા હતા….તેઓ બધાં સાથે જ આવ્યા હતા….નિયતિ પોતાના રૂમ માં તૈયાર થતી હતી…..નિશાબેન એ બધા ને પાણી આપ્યું પછી બધા એ ઔપચારિક વાતો કરી…..અને અંગત એ એક જરૂરી વાત પણ નિયતિ ના મમ્મી પપ્પા ને કહી…..આ સાંભળીને તેઓ થોડા વિચારમાં પડી ગયા….થોડી વારમાં નીલાબેન એ નિયતિ ને બોલાવવા કહ્યું….નિશાબેન એ નિયતિ ને બોલાવવા ગયા…..

છેલ્લા બે કલાક થી તૈયાર થતી નિયતિ પોતાને ઘણી વાર અરીસા માં જોઈ ચૂકી હતી….અને હજારો વાર બધાં ની સામે કઈ રીતે બોલવું એની પ્રેકટીસ કરી ચુકી હતી…...તો પણ એના મનમાં થી ડર હજી ગયો નહતો….એ બહાર જતા પણ ડરતી હતી….ત્યાં જ નિશાબેન આવ્યા….અને કહ્યું…."ચાલ નિયતિ બધાં તારી રાહ જોવે છે…."નિયતિ નર્વર્સ થઈ ગઈ…..અને બોલી….મમ્મી હું શું બોલીશ??એના દાદી કેવા છે??વધારે સ્ટ્રીક્ટ તો નથી ને??"

નિશાબેન એ એના પ્રશ્ન ના જવાબ આપવા નું ટાળ્યું...અને કહ્યું…."ચાલ જલ્દી"…..આ સાંભળીને નિયતિ વધારે નર્વર્સ થઈ ગઈ….અને ધીમા ડગે ચાલવા લાગી….નિયતિ નો રૂમ ઉપર હતો એટલે એ ધીમા ડગે એક એક પગથિયાં ઉતરવા લાગી….બધાં ની નજર નિયતિ પર હતી….અને બધાં થી વધારે જો કોઈ રાહ જોઈ ને બેઠું હતું તો એ હતો અંગત…..નિયતિ ને જોઈ ને એ તો એક ધબકાર જ ચુકી ગયો…..કેમ કે આજે નિયતિ કોઈ રાજકુમારી થી ઓછી નહતી લાગતી….આજે નિયતિ એ પહેલી વાર સાડી પહેરી હતી….હમેંશા જીન્સ અને શોર્ટ માં રહેતી નિયતિ ને આ રીતે સાડી માં જોઈને અંગત ભાન જ ભૂલી ગયો…..નિયતિ એ રેડ કલર ની સાડી પહેરી હતી….જે એની ગોરી ત્વચા પર તેજ લાવી રહી હતી…...બંને હાથ માં મેચિંગ બંગડી….નાક માં નથ...પગ માં પાયલ….અને ચેહરા પર હળવા મેકઅપ માં નિયતિ કોઈ અપ્સરા થી ઓછી નહતી લાગતી…..

અંગત ની નજર તો નિયતિ ન ચેહરા પર થી હટતી જ નહતી…..બધાં એ નિયતિ ને આવી ને બેસવા કહ્યું…...નિયતિ આવી ને સોફા પર બેસી ગઈ તો પણ હજુ અંગત એને એકીટશે નિહાળી રહયો હતો…..આ વાત બધા એ નોટિસ કરી…..અને બધા અંગત ને જોવા લાગ્યા….અને અચાનક અંગત નું ધ્યાન નિયતિ પર થી હટયું ત્યારે એને જાણ થઈ કે બધા એને જોઈ રહ્યા છે….અને એ થોડો છોભિલો પડી ગયો….બધા એકબીજા સામે જોઈ હસવા લાગ્યા….નિયતિ પણ થોડી હસવા લાગી…..

થોડીવાર પછી અંગત ના દાદી એ વાત શરૂ કરી…..નિયતિ ને એના શોખ અને એની પસંદ નાપસંદ વિશે પૂછ્યું….અને પછી એને જમવાનું શું બનાવતા આવડે છે એ પૂછ્યું….નિયતિ તો આ સાંભળીને ગભરાઈ જ ગઈ….કેમ કે એને તો એક મેગી સિવાય કંઈ જ બનાવતા નહતું આવડતું…..નિયતિ કાંઈ જવાબ આપે એ પહેલાં નિશાબેન બોલ્યા….."અમારી નિયતિ ને તો કાંઈ જ બનાવતા નથી આવડતું…..એ ક્યારેય કિચન મા આવતી જ નથી….."આ સાંભળીને નિયતિ એના મમ્મી તરફ ગુસ્સે થી જોવા લાગી….ત્યાં જ અંગત ના દાદી બોલ્યા…"એમ કેમ ચાલે?અમારા ઘર ની વહુ ને તો હજારો પકવાન બનાવતા આવડવા જોઈએ...એની બદલે તમે કહો છો કે એને કાંઈ જ નથી આવડતું….તમે કાંઈ જ નથી શીખવ્યું??"ફરી એના નિશાબેન બોલ્યા….."ના એવું નથી….પણ નિયતિ ને આવો કોઈ શોખ જ નથી…..એને તો બસ ફરવાનો અને તૈયાર થવાનો વધુ શોખ છે….આ કારણે એ હજુ શીખી જ નથી….."

આ સાંભળીને નિયતિ વધુ ગુસ્સે થઇ અને મન માં જ બબડવા લાગી…."આ મારા મમ્મી છે કે દુશ્મન…..મારુ ઘર બનતા પહેલા જ ઉજાળવા માંગે…..હે ભગવાન હવે હું શું કરું??"મન માં જ જાણે પ્રાર્થના કરવા લાગી….ફરી અંગત ના દાદી બોલ્યા….."તો એ અમારા ઘરે આવીને પણ આ બધું જ કરશે..??તો પછી તો અમારે જમવાનું બહાર થી જ મંગાવાનું રહેશે??આવી વહુ અમારા ઘર માં ન ચાલે…."આ સાંભળીને નિયતિ ની હાલત તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ….એ શું બોલે એ જ એને નહતું સમજાતું….આમ છતાં એને એક પ્રયાસ કરવા ની કોશિશ કરી…..અને કહ્યું કે….."દાદી હું બધું જ શીખી જઈશ…..તમે આવું ન બોલો…..આ તો અત્યારે મારા પર કામ ની જિમેદારી નથી એ કારણે હું કંઈ જ શીખતી નથી…..એક વાર કામ કરવા લાગીશ એટલે બધું જ આવડી જશે….."નિયતિ આટલું બોલી આગળ શું બોલવું એ વિચારવા લાગી….

અંગત તો આ બધું ચુપચાપ સાંભળતો જ હતો…..આ જોઈને નિયતિ ને મન માં એના પર પણ ગુસ્સો આવતો હતો…..કે અંગત આ રીતે ચૂપચાપ કેમ સાંભળે છે…..નિયતિ ને ચૂપ જોઈ ફરી દાદી બોલ્યા….."તો અમારે તારા બધું શીખવાની રાહ જોવાની…..અને જો કદાચ ક્યારેય તને કંઈ આવડ્યું જ નહીં અને તું બધું જ કામ મારા છોકરા પાસે કરાવીશ તો??આવું મારા થી તો નહીં જોવાય….તમે શું બધા બેઠા છો??ચલો ઉભા થાવ…..મને આ સંબંધ મંજુર નથી….."

આ સાંભળીને નિયતિ તો જાણે રડવા જ લાગી….અને દાદી પાસે જઈને કરગરવા લાગી અને બોલી…"દાદી પ્લીઝ આવું ન કરો…..હું અંગત ને ખૂબ જ પ્રેમ કરું છું…..હું એના વિના નહિ જીવી શકું…...હું એના માટે કંઈ પણ શીખી જઈશ…..પણ તમે આ રીતે ન જાવ….."નિયતિ હજી તો પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ એવું કંઈક થયું કે નિયતિ આશ્ચર્ય ચકિત થઈ ગઈ….

વધુ આવતા અંકે…..

શું થયું હશે એવું જેના કારણે નિયતિ આશ્ચર્ય ચકિત થઈ ગઈ??

કઈ રીતે મનાવશે નિયતિ દાદી ને???

જાણવા માટે વાંચતા રહો…..અજીબ દાસ્તાન હે યે….