પ્રતિબિંબ
પ્રકરણ - ૨૫
પાયલનાં મનમાં બહું મોટી દ્વિધા ઉભી થઈ. એને પોતાનાં બાળકને જન્મ આપવો કે નહીં...નયને થોડાં દિવસો પહેલાં જ એનાં અમેરિકાનાં વિઝા કરાવી દીધાં હતાં. પાયલ ભલે એકલી છે એનું નજીકનું કોઈ આ દુનિયામાં જ નથી પણ એ હોશિયાર અને એજ્યુકેટેડ હોવાથી તેણે મનમાં એક નિર્ણય કર્યો. તેણે જલ્દીથી જલ્દી ત્યાંની ટિકિટ કરાવવાનું નક્કી કર્યું. અહીં કોઈને પણ એ પ્રેગ્નન્ટ છે ન જણાવ્યું અને પોતાનાં બાળકને આ દુનિયામાં લાવશે એવો જ નિર્ણય કર્યો.
એણે બધાં જ કાગળોને ડોક્યુમેન્ટ લેવાં માટે બધી ફાઈલો તપાસવા લાગી ત્યાં જ એને એમાં એક નાનકડી ચીટ ફોલ્ડ કરીને મુકેલી મળી...એણે એ હાથમાં લીધી ને કહ્યું, " ડૉન્ટ ઓપન...ડાર્ક સિક્રેટ !!"
પાયલને ખબર હતી કે હજું સુધી નયને આ ફાઈલ એને ક્યારેય બતાવી નહોતી. બહું જહેમત પછી તો એને બંગલામાંથી એ કબાટનાં લોકરની ચાવી જ મળી હતી. એણે એ ચીઠ્ઠી ખોલી જ દીધી.... એમાં કાળાં ડિંબાગ અક્ષરે ઝીણાં ઝીણાં શબ્દોમાં લખાણ છે.
નરી આંખે જોવાં પણ અક્ષર મુશ્કેલ છે આથી પાયલ એક બીજાં રૂમમાં જઈને એક મોટો બિલોરી કાચ લઈ આવી. પછી એણે કાગળ વાંચવાની શરૂઆત કરી હતી. એ મુજબ લખાણમાં પાયલને પ્રેગ્નન્સીનાં અઢી મહિના થાય ત્યારે અમેરિકામાં એક મહાન વ્યક્તિ છે ક્યુરિક જેરી એમને મળવાનું છે. એમની વિધિ થશે પછી બધું જ સમુસુતરું પર પડી જશે...
પાયલને લાગ્યું કે કદાચ એની પ્રેગ્નન્સી સારી રીતે થાય અને સારું બાળક જન્મે એનાં માટેની ચિંતાને કારણે નયન આવાં કોઈ વ્યક્તિને મળવાનું નક્કી કર્યું હશે. આખરે એ એક માણસ તો હતો એને પણ એનું પોતાનું સંતાન વ્હાલું તો હશે જ ને. એણે એનાં એક મિત્રની મદદ લઈને અમેરિકા જવાનું નક્કી કર્યું.
શરૂઆતનાં દિવસોમાં એર ટ્રાવેલિંગમાં કોઈ તફલીક ન પડે આથી એ બે મહિના થયાં ત્યાં જ અમેરિકા પહોંચી ગઈ. એણે થોડાં દિવસમાં બધું સેટલ કર્યું. પછી જ્યારે અઢી મહિના થયાં ત્યારે ક્યુરિક જેરી નામનાં એક વ્યક્તિ પાસે પહોંચી. એણે એ ચીટ બતાવી.
જેરીએ પોતાની એક કાગળ પર બનાવેલી પુસ્તિકા ખોલીને થોડું જોઈને મનોમંથન કરતાં કહ્યું, " વેર ઈઝ યોર હસબન્ડ ?? વ્હાય યુ નોટ કમ વિથ હિમ ?? "
પાયલે દુઃખી સ્વરે કહ્યું, " હી ઈઝ નાઉ નોટ ઈન ધીઝ વર્લ્ડ..."
જેરી : " ઓહ !! સો સેડ..વી આર મિઝરેબલ અગેઈનસ્ટ ગોડ...નેચર..બટ હતી વોઝ ધ રિસ્પોન્સિબલ પર્સન ધેટ થિન્કસ સો મચ અબાઉટ યુ એન્ડ યોર ચાઈલ્ડ ફ્યુચર.."
પાયલે કહ્યું, " યસ..હિ વોઝ..બટ વોટ આઈ હેવ ટુ ડુ નાઉ ફોર માય ફ્યુચર ચાઈલ્ડ ?? "
પછી તો જેરીએ અમૂક વિચિત્ર ચીજવસ્તુઓ લાવવાનું લિસ્ટ આપ્યું પછી એનાં પર એક વિધિ કરવાનું કહ્યું...પણ એનાંથી શું ફાયદો થશે કે આ બધું શેનાં માટે કરવાનું છે એ ન કહ્યું. ફક્ત એક માતાને પોતાનું બાળક જે રીતે ગમે એ જ રીતે એ દુનિયાનો શ્રેષ્ઠ, ચતુર , બુદ્ધિવાન ,મહાન વ્યક્તિ બનશે એવું કહેતા જ પાયલમાં એક અજીબ હિંમત આવી. એ જાણે એક સામાન્ય સ્ત્રીમાંથી એક માતા બની ગઈ. એણે કહ્યું કે બને તેટલું જલ્દી આ વસ્તુઓ એકઠી કરીને એમની પાસે આવશે.
બે દિવસ સુધી તે ફરી ત્યારે એને માંડ માંડ એ વસ્તુઓ એ પણ કદાચ તગડા ભાવમાં મળી અને બીજાં જ દિવસે બપોરે એ ત્યાં પહોંચી ગઈ...એ દિવસે બે લેડીઝ દ્વારા એને રૂમમાં લાવવામાં આવી. પછી એને બેભાન કરવામાં આવી. પાયલને એનાં પર શું થઈ રહ્યું છે એને કંઈ જ ખબર ન પડી.
લગભગ બે કલાક બાદ જ્યારે એ ભાનમાં આવી ત્યારે તે ફરી એ જેરીની સામે જ હોય છે. એનાં પર એક પ્રક્રિયા કરવામાં આવી એનાં દ્વારા એમને ઈચ્છિત બાળકનો જન્મ થશે. જ્યાં આપણા ભારતદેશમાં સંતતિ ન થતાં લોકો માંડ માંડ કુત્રિમ રીતે વીર્ય ધારણ પદ્ધતિથી એ મોંઘીદાટ સારવાર કરવાં માટે પરાણે તૈયાર થાય છે જ્યારે નયને એ વિદેશમાં તગડી કિંમતે આ વસ્તુ કરાવી.
પછી તો જેરીએ કહ્યાં મુજબ પાયલ ત્યાં અમેરિકામાં જ રોકાઈ. ત્યાંનાં મેડિકલ સાયન્સ અને નિયમો મુજબ એને એ તો ખબર પડી જ ગઈ કે એને બે જુડવા છોકરાઓ તેનાં ગર્ભમાં ઉછરી રહ્યાં છે. આ બાજું પાયલને પોતાનાં બાળકનાં ઉજળાં ભવિષ્ય માટે નયનની પ્રોપર્ટીની પણ જરૂર છે. નયને હજું સુધી પાયલને જણાવ્યું ન હતું કે એની પાસે કેટલી પ્રોપર્ટી છે.
એણે ધીમે ધીમે બધી માહિતી એકઠી કરી અને પછી એનાં પર પોતે વારસદાર છે આ બધાંની એ બધું જ ડોક્યુમેન્ટેશન કરાવી દીધું. આ બાજું જે નયનની એસવીએ હોસ્પિટલ હતી એમાં એમનાં પાર્ટનર ડૉક્ટર પાસેથી હવે નયનની પાછળ તો આ માટે કોઈ ન હોવાથી એનો અડધો હિસ્સો માગ્યો. એ ડૉક્ટર બહું સારો હોવાથી એણે એનાં ભાગનાં બધાં રૂપિયા કોઈ પણ માથાકૂટ વિના થોડાં જ સમયમાં આપી દીધાં.
ફરી તે ડિલીવરીનાં સમયે અમેરિકા પહોંચી ગઈ. ત્યાં તેણે પોતાનાં બે જુડવા દીકરાઓને જન્મ આપ્યો. એમાં એક દીકરો એકદમ તંદુરસ્ત છે જ્યારે બીજો આમ તો સામાન્ય છે પણ એનું વર્તન એક મહિનાનાં બાળકમાં પણ અસામાન્ય જોવાં મળ્યાં.
એણે કેટલાક ડૉક્ટર્સને બતાવ્યું પણ કોઈ પાસે એનું કોઈ ચોક્કસ નિદાન ન મળ્યું. બે મહિનાનો છોકરો એને કંઈ ન ગમે તો વાત મારીને વસ્તુને ફેંકી દે...ઘસડાઈને એક રૂમમાંથી બીજાં રૂમમાં જતો રહે...રડવાની તો વાત જ દૂર.. કંઈ પણ ક્રિયા ન ગમાડે તો રીતસર તેની આંખો લાલચોળ બની જાય. અરે ! એ તો ઠીક એની મરજી વિરુદ્ધ એ એને સ્તનપાન કરાવે તો એની હાલત ખરાબ કરી દે.
જ્યારે બીજું બાળક બે એકદમ નોર્મલ. એને તો કંઈ જ હેરાન ન કરે. ફક્ત ભૂખ લાગે તો રડી લે. બાળકોને લીધે પાયલે એ આયા રાખેલી એ પણ બીજાં બાળકને લેતાં પણ ગભરાતી. એણે તો એને સાચવવાની સ્પષ્ટ ના કહી દીધી.
પાયલ બંને બાળકોને લઈને જેરી પાસે ગઈ. એણે પોતાની સમસ્યા જણાવી. એણે એને સમજાવ્યું કે તારો એક બાળક તો તંદુરસ્ત છે એનામાં અઢળક શક્તિઓ છે એનાંથી તું ખુશ રહે.
પાયલે બીજાં બાળક માટે શું કરવું એનો ઉપાય પૂછ્યો અને કહ્યું કે , "તમે તો શ્રેષ્ઠ બાળક માટેનું બધું જ મેં કર્યું હતું આપની સલાહ અનુસાર તો પછી કેમ આવું ??"
જેરી : " બીજાં બાળકની મુક્તિ..."
પાયલે ગભરાઈને કહ્યું કે, " આ તમે શું કહી રહ્યા છો ?? એ બાળકની હત્યા એ કેવી રીતે શક્ય છે ?? હું મા થઈને મારાં બાળકને કેવી રીતે મારી શકું ?? "
જેરી હસતાં હસતાં બોલ્યાં : , " આજ તો તારો પતિ ઈચ્છતો હતો. એક બાળક જે અસામાન્ય છે એને મારવાથી એની બધી જ શક્તિઓ બીજાં બાળકમાં આવી જશે. અને તે અઢળક શક્તિઓનો સ્વામી બની જશે...એ એનાં પિતાનું પ્રતિબિંબ બનશે..."
પાયલ : " આ મારાથી શક્ય નહીં બને...જે થશે એમ.." કહીને પાયલ ત્યાંથી નીકળી રહી હતી ત્યાં જ જેરી બોલ્યો, " હવે ભાવિ નક્કી થઈ ચૂક્યું છે... આધુનિક વિજ્ઞાન અને કાળી શક્તિઓનો સમન્વય થયો છે હવે તું કંઈ નહીં કરી શકે...એક વર્ષમાં એ બાળકનું મૃત્યુ નિશ્ચિત છે...!! "
પાયલ બહું ગભરાઈ. હવે એને પોતાનાં પર પસ્તાવો થવાં લાગ્યો કે એણે શું કામ જેરીની વાત માની. વળી એનું બાળક નયનનું પ્રતિબિંબ બંને એ જરાં પણ નથી ઈચ્છતી. એ લાચાર બની ગઈ.
થોડો સમય એ રોકાઈને ફરી ઈન્ડિયા આવી ગઈ. એ નયનનો જે બંગલો છે ત્યાં રહેવા લાગી. એકનું નામ પ્રશમ અને બીજાનું વિશાલ પાડવામાં આવ્યું. જે સામાન્ય બાળક છે એ પ્રશમ અને બીજો અસામાન્ય બાળક તે વિશાલ..કારણ તેની કાયા વિશાળ બનતી જાય છે દિવસેને દિવસે.
થોડો સમય થતો ગયો. પાયલને પૈસાની કોઈ જ કમી નથી. નયને અઢળક રૂપિયા ભેગાં કર્યાં હતાં..પણ ધીમેધીમે વિશાલ બે કાબૂ થતો ગયો એની હરકતો પણ...એ પાયલને પણ મારવાં લાગતો ઘણીવાર.
એક પ્લોટ જેને નયન અને કૌશલે સાથે મળીને તગડી કિંમતે એક મોટાં શોપિંગ સેન્ટર બનાવવાનાં સ્વપ્ન સાથે ખરીદો હતો પણ હવે એનાં મૃત્યુ બાદ આગળ કાર્યવાહી ન થઈ. આથી તેનાં જ હરીફો દ્વારા એ જગ્યા પચાવી પાડવાની યોજનાઓ થવાં લાગી. કારણ કે નયનનાં મૃત્યુ બાદ એની પાસે જે એ જમીનનાં કાગળો હતાં એ પાયલ કે કોઈને પણ હાથ લાગ્યાં નહીં. નયનનાં પાર્ટનર ડૉ. કેવલને આ વાતની જાણ થઈ. એ બહું ભલો ડૉક્ટર હોવાથી એણે આ વાતની જાણ પાયલને કરી. કોઈ વકીલ રાખીને એ જમીનને પોતાનાં કબજામાં કરવા માટે મદદ કરી. ઘણી પ્રોસેસ કરવામાં આવી. પછી વકીલની સલાહ મુજબ જો આ જગ્યાએ કામકાજ શરૂ કરીને કંઈ બનાવવામાં આવે તો પછી ફરી આ જમીન માટેનું બધું વ્યવસ્થિત થતાં કોઈ ફરી એનાં પર હક નહીં જમાવી શકે.
પાયલ એકલી હોવાથી નયનની ઈચ્છા મુજબ શોપિંગ સેન્ટર બનાવવું તો એનાં માટે થોડું અઘરું કામ હતું પણ એ પહેલાં એક હોટેલ માટેનાં કોન્ટ્રાક્ટમાં કામ કરતી હોવાથી એને એનું ઘણું જ્ઞાન હતું આથી એણે એમની મદદ લઈને એ જગ્યા પર આલીશાન હોટેલ બનાવવાનું નક્કી કર્યું.
કામ શરૂ થઈ ગયું. ડૉ. કેવલ એને બહું મદદ કરી રહ્યાં છે. એ ક્યારેય પોતાનાં બાળકોને ત્યાં ન લઈ જતી...બંને બાળકો હવે પંદર દિવસ પછી એક વર્ષનાં થશે એની ખુશી છે સાથે જેરીએ કહેલી વાત કે એક જ વર્ષમાં વિશાલનું મૃત્યુ થશે એ વિચારીને ચિંતિત બની જતી.
એ બંને બાળકોને જરાં પણ એકલાં ન છોડતી. એક દિવસ કામકાજ ચાલુ હોય છે હોટેલનું ત્યાં જ ત્યાંથી ફોન આવ્યો. વધારે વરસાદને કારણે થોડી તફલીક થઈ છે. પાયલ બંને બાળકોને ગાડીમાં લઈને સાઈટ પર પહોંચી... બહું લોકો ભેગાં થયેલાં હોય છે એક વર્કર લપસીને ખાડામાં પડી ગયો છે બહું જહેમત પછી લોકોએ એને બચાવી લીધો. એ દરમિયાન એણે બંને બાળકોને એક જગ્યાએ સાઈડમાં સુવાડ્યા. પ્રશમ પકડીને ચાલતો થયો છે જ્યારે વિશાલ તો ક્યારેક દોડી પણ લેતો તો ક્યાંક શરીર કડક કરીને બેસે તો હલે પણ નહીં.
પાયલ આ બધામાં થોડી વાતચીત કરવામાં રહી એ દરમિયાન બહું જોરદાર વીજળીનાં કડાકા થવાં લાગ્યાં...ને સુસવાટાભેર પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી. ને લોકો આમતેમ ભાગવા લાગ્યાં... થોડીવારમાં આખું વાતાવરણ બદલાઈ ગયું. પાયલ ઝડપથી પોતાનાં બાળકોને પાસે એ પવનનો સામનો કરતી પહોંચી. તો એ જગ્યાએ કોઈ જ નહોતું.
એણે આજુબાજુ વિશાળ જગ્યામાં નજર કરી. પવન અને વીજળી શરું થતાં એણે લોકો ત્યાંથી ભાગવા લાગ્યાં. પાયલ ગભરાઈ ગઈ. એને દૂર એક ખૂણા પર પ્રશમ ઉભેલો દેખાયો.
એ ઝડપથી ત્યાં ભાગી. ત્યાં જઈને જોયું તો પ્રશમની બાજુમાં વિશાલ પડેલો છે એ જમીન પર પડેલો જોયો. એનાં શરીર પર નખના મોટાં મોટાં નિશાન પડેલાં છે. એ કુમળી નાજુક ત્વચામાંથી લોહીની ધારાઓ વહી રહી છે...એને વિશાલની નાડી તપાસી તો ધબકારા બંધ થઈ ચૂક્યા હતાં...!! ને વિશાલ જાણે એક ખુશી સાથે મંદ મંદ હસી રહ્યો છે. પણ આ શું થયું કઈ રીતે થયું એ કોઈને કંઈ જ સમજાયું નહીં... કદાચ એનો રાઝ તો હજું મને મારાં જ્ઞાનથી પણ જાણી શકાયો નથી....!! પણ આ એક ભયંકર કરૂણ ઘટનાં જરૂર હતી.
શું હશે પાયલની સ્થિતિ?? કોણે આવું કર્યું હશે?? હવે પાયલ શું કરશે?? પ્રશમ તેનાં પિતાનું પ્રતિબિંબ કેવી રીતે બનશે?? કોની આત્મા સંવેગમાં પ્રવેશી છે ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૨૬
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....