Grahan na ante in Gujarati Moral Stories by Alpa Maniar books and stories PDF | ગ્રહણ ના અંતે

Featured Books
Categories
Share

ગ્રહણ ના અંતે

રોશની નુ મન આજે સમુદ્ર ના મોજા ની જેમ તોફાને ચડ્યૂ છે
એક તરફ નવા ભવિષ્ય ના સોહામણા સપના અને બીજી તરફ મમ્મી પપ્પા થી જૂઠુ બોલી દૂર થવા ની ગુનાહિત લાગણી.મીત સાથે ભાગી જવાનો રોમાંચ તો તેના પછી મમ્મી પપ્પા તરફ ઉઠનાર સવાલો અને એમની માનસિક સ્થિતિ ના વિચારો કરી થતી આંતરિક ગ્લાનિ .
પરંતુ મન મા ઉંડી ઉંડી એક ખાતરી અવશ્ય હતી કે લગ્ન કર્યા પછી જ્યારે પણ પોતે પાછી આવશે ત્યારે મમ્મી પપ્પા એનો અને મીત નો સ્વીકાર ચોક્કસ કરશે જ.
બસ એક વિધર્મી હોવા સિવાય શું ખામી છે મીત મા!
અને મમ્મી પપ્પા મારી ખૂશી માટે એટલું તો ચોક્કસ જતૂ કરશે જ ને
કાશ મીત વિધર્મી ના હોત! છેલ્લા ત્રણ વર્ષથી મીત ઘરે આવ જા કરે છે. એક મિત્ર તરીકે મમ્મી પપ્પા પણ તેને આવકારે છે પણ શું તેની સાથે લગ્ન ની હા પાડી શકે તેમા પણ જો ખબર પડે કે મીત વિધર્મી છે અને આ સત્ય અમે જાણી જોઈને તેમના થી છુપાવ્યું છે તો?
ના બાબા ના એક વાર લગ્ન કરી લીધાં પછી જ સત્ય કહેવાય એવી મીત ની વાત સાચી જ છે તો વળી!!
આજે સૂર્ય ગ્રહણ છે પપ્પા આખો દિવસ ઓફિસમાં હશે અને મમ્મી ગ્રહણ સમયે પૂજારૂમ મા મહામૃત્યુંજય ના જાપ કરશે
. કેટલુ વિચાર્યું છે મીતે ગ્રહણ સમયે જ મમ્મી ના કબાટ માથી રૂપિયા દાગીના લઇ ટ્યુશન બેગ મા મૂકી દેવા અને કપડા તો માત્ર બે જ જોડ રાખવા જેથી બેગ મોટી ના લાગે અને શંકા ઉભી થવા ની કોઈ શક્યતા જ ના રહે
બસ સવાર સવારમાં નવરી થઇ ગ્રહણ ની રાહ જોવાઈ રહી છે
સવાર ના 10:15
રોશની ના મમ્મી એટલે કે ભાનૂબેન નો પૂજા ઘર માથી તાલબદ્ધ અવાજ આખા ઘર માં ગૂંજી રહ્યો છે
મહામૃત્યુંજય જાપ આજે મન મા શાંતિ ની જગ્યાએ ઉચાટ કેમ ઉપજાવી રહ્યો છે તે માં કે દિકરી બે માંથી એક ને પણ સમજાતુ નથી
રોશની ધીમા પગલે અને ભીની આંખે મમ્મી ના રૂમ મા દાખલ થઈ અને કબાટ તરફ આગળ વધી. કબાટ ખોલતા ખોલતા તો આંખ માંથી પાણી છલકાઈ ગયાં પણ મન મક્કમ કરી પૈસા પાકિટ મા નાખ્યા અને દાગીના માટે બીજી અલમારી ખોલી.
સામે જ એક જૂની ફાઈલ દેખાઇ. કૂતુહલ વશ થઈને રોશની એ ફાઇલ ખોલી નજર નાખી
આ શું? આ ચહેરા આટલા જાણીતા કેમ લાગે છે?
રોશની આંસું લૂછવા ના પ્રયત્ન કરતા કરતા તો ચોધાર આંસુએ રડી પડી. આ તો મોટા માસી કે જેના મૃત્યુ ના વરસો બાદ પણ મમ્મી તેમને યાદ કરતા રડી પડે છે. અને આ !!આ તો મીત ના કાકા છે!
માસી લાપતા છે!!
મતલબ માસી મૃત્યુ નથી પામી શું?? તો મમ્મી પપ્પા અસત્ય કેમ બોલ્યા?
ફાઇલ ના પત્તા ફરતા રહ્યા અને એક નવુ જ સત્ય રોશની ની સામે આવી રહ્યું હતું.
મમ્મી મમ્મી ની બૂમ અને રોશની ના રડવા નો અવાજ સાંભળીને ભાનૂબેન ગભરાઈ ને અવાજ તરફ દોડ્યા
પોતાના રૂમમાં અલમારી પાસે અને તેના હાથમાં ફાઇલ જોઇ ઉંચા જીવે રોશની પાસે આવી તેની બાજુમાં બેસી પડ્યા
રોશની એ આંસુ લૂછતા લૂછતા મમ્મી સામે જોયુ અને એમની આંખો રહેલા સવાલો ના જવાબ મા પોક મૂકી ને રડી પડી.
ભાનૂબેન અચાનક ગભરાઇ ગયા એમના અનુભવે એમને રોશની ના કહી શકી એ બધુ જ સમજાઇ દીધુ .
એમની આંખો મા એક શૂનકાર વ્યાપી ગયો.
રોશની ના માથા મા એમની આંગળીઓ ફરતી રહી અને આંખો ભીની થઈ રહી.
પપ્પા ને ફોન કરી તરત જ ઘરે બોલાવી લેવામાં આવ્યા
બંધ બારણે ત્રણેય વાતો કરતા રહ્યા
સાંજે ટયુશન ના સમયે રોશની ઘરે થી નીકળી અને તેના માતા પિતા ભીની આંખે જોઇ રહ્યા.

રાત્રે 8 વાગે : રોશની ના મમ્મી પપ્પા પોલીસ સાથે રોશની ના મોકલેલા live location ના આધારે રોશની અને મીત જ્યાં છુપાયા હતા તે હોટલ પર પહોંચી ગયા.
બીજા દિવસ ના સમાચાર પત્ર મા લવજેહાદ અને તેના આરોપી ફોટા સાથે ચમકી રહ્યા
રોશની આ જોતા જોતા ફરી થી રડી પડી
તેના પિતાએ તેના આંસુ લૂછી ગળે વળગાડી દીધી અને ભાનૂબેન ને બૂમ પાડી કહ્યુ હવે તો કંઈક ખવડાવો પીવડાવો શેઠાણી ગ્રહણ પૂરુ થઇ ગયું
અને ત્રણેય ખડખડાટ હસી પડ્યા