bandh darwaza in Gujarati Children Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | બંધ દરવાજા

Featured Books
Categories
Share

બંધ દરવાજા

નાનકડો સોનું એની કિટ્ટી પાર્ટી માટે તૈયાર થતી મમ્મી પાસે જઈને કહેવા લાગ્યો, મમ્મી મને આ સબજેક્ટ માં થોડી સમજ નથી પડતી પ્લીઝ સમજાવને.

અરે બેટા સ્કૂલ માં કેમ ટીચર ને ના પૂછ્યું?
મમ્મી લિપસ્ટિક લગાવવામાં વ્યસ્ત થતી બોલી.

મમ્મી પણ મેમ એ હોમવર્કમાં આપ્યુ છે.

તો પછી ટ્યુશન સાના માટે રાખ્યા છે દીકરા, ટ્યુશન સરને પૂછી લેજે, મમ્મી વાળ ઓળવામાં વ્યસ્ત થતી બોલી.

મમ્મી આજે સાયન્સ ના ટ્યુશન નથી અને મારે એમાં જ પ્રોબ્લેમ છે અત્યારે.

અરે બેટા મારે પાર્ટી માં જવાનું ખૂબ મોડું થાય છે, તું તારા ફ્રેન્ડ પીન્ટુ જોડેથી શીખ કંઇક, એ કેવો એનું બધું સ્ટડી જાતે કરે છે, અને કાયમ ફર્સ્ટ આવે છે સ્કૂલ માં, કહેતી મમ્મી નીકળી જાય છે કિટ્ટી પાર્ટીમાં.

પાછળ સોનું બોલે છે, પણ મમ્મી પીન્ટુ ને તો એની મમ્મી પાસે ભણે છે. પણ ત્યાં સુધી ઘરનો દરવાજો બંધ...

******************
આજે સોનું ની સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે છે માટે સોનુ તૈયાર થઈ મમ્મી પપ્પા પાસે જઈ બોલે છે, ચાલ ને જલ્દી ફંકશન સ્ટાર્ટ થઈ જશે, પપ્પા ક્યાં ગયા?
બેટા ડ્રાઇવર અંકલ આવે છે તારી સાથે અમારે એક મિટિંગમાં જવાનું છે માટે સોરી હું અને પપ્પા નહિ આવી શકીએ, પણ તારે ધ્યાન થી દરેક સ્પોર્ટ્સ માં ભાગ લેવાનો છે, પેલા રોહનને જો લાસ્ટ યર કેટલા બધા મેડલ લઇ આવ્યો હતો, તારે પણ એક મેડલ તો આવવો જોઈએ, ચાલ અમે નીકળીએ, તું ડ્રાઇવર અંકલ આવે એટલે ટાઈમ પર નીકળી જાજે.

પણ મમ્મી એ રોહન ના મમ્મી પપ્પા એવરી યર રોહનને ચિયર અપ કરવા આવે છે, જેનાથી રોહન નો ઉત્સાહ વધે છે, તમે લોકો તો કોઈ વખત આવો મને ચિયર અપ કરવા. પણ સોનું ની અવાજ પહેંચે તે પહેલાં એની મમ્મી પપ્પા ના કાર નો દરવાજો બંધ.

*********************

પપ્પા મારી સાથે ક્રિકેટ રમવા ચાલોને પ્લીઝ, આજે સન્ડે છે, સોનું પપ્પા ના ખોળામાં બેસતા બોલ્યો.
અરે બેટા મને આજેતો આરામ મળે છે, અને તો પણ બીઝનેસ ના ઘણા કામ બાકી પડ્યાં છે, તું હવે મોટો થઈ ગયો છે, જાતે રમતા શીખ, આ બાજુ વળી પિન્કી, અમર અને એ બધા ને જો, એ લોકો કેવા રમ્યા કરે છે.
પણ પપ્પા પિન્કી, અમર અને એ બધાને તો ભાઈ બહેન છે બધા, હું તો એકલો છું.
પણ એના શબ્દો પપ્પા ના કાને પહોંચે તે પહેલાં એનાં પપ્પાની ઓફિસ નો દરવાજો બંધ.

******************

અરે સોનું આ શુ આખો દિવસ ટીવી અને મોબાઇલ જોયા કરે છે , સોનું ને ટીવી જોતા મમ્મી લડવા લાગી.
સુઇજા વહેલા હવે સવારે સ્કૂલ જવાનું છે, પેલા અયાન ને જો કેવો વહેલો સૂઈ જાય છે, અને તું જો??
પણ મમ્મી અયાન પાસે તો એના દાદા દાદી છે, જે એને વાર્તાઓ સંભળાવી સુવડાવે છે. પણ મને કોણ સ્ટોરી સંભળાવે છે, સૂતી વખતે??
પણ ત્યાં સુધી તો સોનું ના રૂમ નો દરવાજો બંધ.

તે સાથે જ સોનું ના દિલ નો દરવાજો પણ બંધ થઈ ગયા હશે..

*****************
મિત્રો મારે પહેલા આ એક નાનકડી સ્ટોરી માં લખવું હતું પણ પછી આમ અલગ અલગ ઘટના પરથી એજ કહેવા યોગ્ય લાગ્યું કે તમારા બાળકોની સરખામણી બીજા બાળકો સાથે કરતા પહેલા શું આજના માતા પિતા પોતાની સરખામણી કરવાનું ભૂલી રહ્યા છે?
બાળકોને જિંદગીની રેસ માં હારવાનું શીખવવાનો બદલે કેમ એમને આમ ફક્ત જીતવાનું શીખવે છે???

મારી આજના માતા પિતા ને વિનંતી છે, પ્લીઝ જાગી જાઓ, તમારા બાળકોના દિલ અને મન ના દરવાજા બંધ થાય તે પહેલાં તમારી આંખોના દરવાજા ખોલો.

તમારા મંતવ્યો જરૂર આપશો..

******************
Dhruti Mehta (અસમંજસ)