મારું નામ દવે વરૂણ છે. મે ધોરણ 10 પાસ કરેલું અને મોટા ઉપાડે સાયન્સ લીધેલું મારી કરતા મારા માતા-પિતા ખુશ હતા પરંતુ તેની કરતાં પણ વધારે મારા પાડોશી ખુશ હતા. મને જેટલો આનંદ નહોતો તેટલો તો મારા સગા વ્હાલાઓને હતો. ખરેખર ધોરણ 10 પાસ કર્યા પછી લોકો મારી ખબર ઓછી પૂછતા અને સલાહ વધારે આપતા તમને પણ ખબર હશે ધોરણ 10 પાસ કર્યા પછી અપને લોકો સલાહ લેવાનું ચાલુ કરી દે છે. સાયન્સ લીધું પણ ખરા પણ ખાલી પાસ કર્યું અને ઓછા માર્ક્સ આવેલા ઘરેથી ખીજાણા.
પરંતુ હવે મારા વિચારવા કરતાં તો લોકો મારા વિશે વિચારવા માંડ્યા કે હું શું કરું અને અંતે મેં B.SC કરવાનો નિર્ણય કરેલો અને અત્યાર સુધી જીવનમાં કંઈક નવીન થયું નહીં સીધી અને સાદી રીતે જીવન જીવતો પણ હા એક વાત બનેલી ચશ્મિસ મારી લાઇફમાં આવી તેનું નામ સંજના હતું બસ એ સિવાય જીવનમાં કઈ પણ એવું નહોતું કે ફરી વાર યાદ કરો. ખાલી બાળપણને બાદ કરતા.
ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યા પછી પહેલીવાર ભાઇ સાથે કોલેજના પ્રાંગણમાં ગયેલો પરંતુ કોલેજ બંધ હતી.અને અમે ત્યાંથી પાછા ફર્યા અને એ વખતે એવું બનેલું ભાવનગર યુનિવર્સિટી પહેલીવાર ઓનલાઇન એડમિશન ની મદદથી પ્રવેશ આપવાની હતીપછી ફોર્મ ભર્યું અને રાહ જોઈ. ભાવનગરને સાયન્સ કોલેજ સર પ્રભાશંકર પટણી સાયન્સ કોલેજમાં એડમિશન લેવાનું નક્કી કરેલુંયુનિવર્સિટીના નિયમ મુજબ સાયન્સ કોલેજમાં એડમિશન લેવા માટે પાંચરાઉન્ડ પ્રમાણે મેરિટ ની યાદી તૈયાર કરવામાં આવી હતી પરંતુ ત્રીજા રાઉન્ડમાં બહાર પડતાની સાથે જ કોઈક એવી અફવાઓ ફેલાવી કે હવે ઓફલાઈન એડમિશન આપશે.હું કોલેગયો આ મારી કોલેજનો પહેલો દિવસ હતો કે મેં કોલેજમાં પહેલી વાર પગ મુક્યો હોયઅને મેં કોલેજમાં પહેલી વાર પગ મૂક્યો પહેલીવાર ચારેબાજીનું વાતાવરણ જોઇને આંનંદ આવી ગયો અને કોલેજથી ઘર આવ્યાં પછી મેં એવું નક્કિ કરેલું કે ગમે તે થાય એડિમશન તો આજ કોલેજમાં લેવું છે.
ભગવાન ને પ્રાર્થના પણ કરી કે સર પ્રભાશંકર પટ્ટણી તો શું આ કોલેજ આ યુનિર્વસીટી શ્રેષ્ઠ કોલેજ હતી? માટે મારે ત્યાં એડમિશન લેવું હતું ? ત્યાં સારા પ્રોફેસર અને શિક્ષકો હતાં ? શું ત્યાં નું પરિણામ સારું આવતું હતું ? નહીં પણ હું જ્યારે ત્રીજો રાઉન્ડ બહાર પડ્યો ત્યારે જે આફવા ફેલાણી હતી ત્યારે હું કૉલેજ ગયો ત્યારે મને ખબર પડી કે સંજના એ પણ ત્યાં જ એડમિશન લીધું છે. અને ત્યારથી જ નિર્ણય કરેલો કે ગમે તે થાય એડમિશન તો આજ કૉલેજમાં લેવું છે. અને પછી ત્યાં એડમિશન લેવા માટે હું આતુર જ હતો અને છેલ્લાં રાઉન્ડમાં પણ મારું નામ ના આવેલું અને હું ઉદાસ થયો કે મને ત્યાં હવે પ્રવેશ નહીં મળે અને હું ત્યાં કૉલેજ અમસ્તા જ ગયેલો ત્યાં તે જ કૉલેજનો બીજો ડિપાર્ટમેન્ટ
જે B. Sc (I. C) ના નામે ઓળખતો અને ત્યાં એવું થયું કે હું ગયો તે જ સમયે ત્યાં એવી જાહેરાત થઈ હતી કે ત્યાં એટલે કે I. C ડિપાર્ટમેન્ટ માં ઓફલાઇન એડમિશન આપે છે પણ ત્યાંની એક શરત હતી કે એડમિશન લેવા માટે તેના બીજા જ દિવસે ત્યાં 13000 રૂપિયા ફી ભરવી પડશે. અને મારે તો ત્યાં જ એડમિશન લેવું હતું એટલે ઘરે આવ્યો અને સીધું જ તે પપ્પા ને કીધું કે મારે ત્યાં એડમિશન લેવું છે અને મારા પપ્પા ત્યાં સેંન્ટ મેરિસ કૉલેજમાં પટ્ટા વાળા ની અને મારી મમ્મી ઓફિસ વર્કર હતી. બંને એ ગમે તેમ ભેગા કરીને મને 13000 રૂપિયા કરી દીધા અને હું ત્યાં કૉલેજ ગયો મારા આનંદનો પાર જ નહતો અને મેં એડમિશન લઈ લીધું. પરંતુ I. C ડિપાર્ટમેન્ટના નિયમ પ્રમાણે તમે મુખ્ય વિષય તમે I.C જ રાખી શકો બીજી વિષય ન રાખી શકો તમારે B.Sc પૂરું થાય ત્યા સુધી I. C(INDSTRIAL CHEMESTRY) નો જ અભ્યાસ કરવો પડે અને તેમાજ તમારે B.Sc પૂરું કરવાનું. પરંતુ મારે તો ત્યાં ફક્ત એડમિશન જોઇતું હતું જે મને મળી ગયું વિષય કોઈ પણ હોય.
અને અંતે મારુ એડમિશન કન્ફોર્મ થઈ ગયું અને હું આનંદ માં હતો અને તેના 5 દીવસ પછી કૉલજ ચાલુ થવાની હતી અને હું સંજના ને મળવા આતુર હતો. પરંતુ I.C ના ક્લાસ સંજનાના ક્લાસથી કોલેજમાં દૂર હતાં. અને બન્યું એવું કે કોલેજ શરૂ થવાને હજી બે દિવસની વાર હતી તયારે મેસેજ મળ્યો કે યુનિવર્સિટી વાળા આ કોલેજમાં એટલે B.Sc માં મને મારે પહેલા જે વિષયમાં મે નક્કિ કરેલું તે વિષયમાં મારુ નામ નસીબથી મેરીટમાં આવી ગયું પણ મેં તો I.c ડીપાર્ટમેન્ટ માંથી એડમિશન લઇ લીધું હતું હવે. મારું એડમિશન I.c માંથી રદ કારવવું પછી જ મારે જે વિષયમાં એડમિશન જોઈતું હોય તેમાં મળે. તો હું ત્યાં ગયો તો તે I.C ડીપાર્ટમેન્ટનાં નિયમો પ્રમાણે મને મારી ભરેલી ફિ પાછી મળે તમે નહતી એન મારે PSC(PHYSICS,CEMESTRY, STASTIC) માં એડમિશન લેવું હતું.
માટે મેં પપ્પાને કહયુ અને 13000 જતાં કર્યા. પરંતુ એક મધ્યમ વર્ગના પરિવાર માટે આ બોવ મોટી રકમ હતી ત્યારે તો ફક્ત મારે એડમિશન લેવું હતું તે જ વિચાર કર્યો અને પપ્પાએ પણ નક્કી કર્યુ કે તારે ભણવું જ હોય તો તે 13000 જતાં કર્યા અને પછી B.Sc માં(PSC) ગૃપ માં પ્રવેશ મળી ગયો અને ત્યારે તેમાં પણ 5000 ફી ભરવી પડી પણ મારા મમ્મીએ હિંમત ગમે તેમ કરી તે પણ ફી ભરી દીધી. અને છેલ્લે મને મારે જે જોઇતું હતું તેમાં મને મારુ નસીબ કહો! લક કહો જે કાંઈ પણ કહો તેમાં મને એડમિશન મળી ગયું. અને આટલુ બઘું ફ્ક્ત એક છોકરી માટે જે ખરેખર તો મારી સામું જોતી પણ નો હતી. અને ત્યાર પછી બે દિવસ પછી કોલેજ ખરેખર શરૂ થવાની હતી એન હું તેની રાહ જોઈ રહયો હતો. બીજા વિદ્યાર્થીઓ એવું વિચારતાં હશે કે કેવી કોલેજ હશે ? ત્યાંનું કેમ્પસ કેવું હશે ? ત્યાંના શિક્ષકો કેવા હશે ? ત્યાંના કલાસ રૂમ કેવાં હશે? અને હું એવું વિચરતો હતો કે હવે ક્યારે સંજના ને મળવાનું થાય ખરેખર તો તે મારી સામું જોતી પણ નોહતી. પણ છતાં હું તેની જ પાછળ પડ્યો હતો અને તેને જ જોવા માંગતો હતો. અને અંતે એ દિવસ આવ્યો અને હું કોલેજમાં ગયો અને અહીંયા થી શરુ થઈ એક અંજાન ગૂમ સુદા મંજિલની સફર, જિંદગી ભરના યાદ ના ખજાનાની સફર , સ્વાર્થ માટે કરેલ દોસ્તીમાં નિસ્વાર્થ યાદોનીસફર, ભૂતકાળ ભુલાવી ભવિષ્ય સાથે ચલવાની સફર, કુંડામાં ઉગાડેલ છોડ થી વૃક્ષ બનવા સુધી ની સફર, અને અંતે ચાલુ થઈ સફર જીંદગીના નવા અધ્યાયની જે હતો કોલેજ અધ્યાય.