Hu ane mari vaato aatmhatya - 1 in Gujarati Motivational Stories by Krishna Patel books and stories PDF | હુ અને મારી વાતો આત્મહત્યા ભાગ 1

Featured Books
Categories
Share

હુ અને મારી વાતો આત્મહત્યા ભાગ 1

#હુંઅનેમારીવતો...
આત્મહત્યા (ભાગ-૧)
હું અને મારીવતોમાં આજે જયારે પ્રથમ આર્ટીકલ લખીરહીછુ ત્યારે મારે ખાસ આત્મહત્યા વિશે વાત કરવીછે આજ કાલના સમાચારમાં એક વાત ખૂબ ચર્ચામાંછે અને એ ચર્ચાનો વિષય છે આપણા સૌના લાડલા અભિનેતા સુશાંકસીંગ રાજપૂતના આત્મહત્યાનું કારણ તો આ આજ નો પેલો આર્ટીકલ એમને શ્રધાંજલિના રૂપમાં અર્પણ..
આપને એ નથી જાણતાકે એમને આત્મહત્યા શું કારણ થી કરી.. પણ હું આજે એ લોકો ને જરૂર કઈક કેહવા માંગીશ કે જે લોકોને ક્યારેક એવું લાગ્યું હશેકે મારે આત્મહત્યા કરવીછે, અથવા કોઈ ડીપ્રેસન માંથી પસાર થઇ રહ્યુંછે.
ખાસ પેહ્લાતો એ વાત કહીશકે બનીશકે સમય ખરાબ હોય અથવા આપણને અનુકુળ ન હોય પણ કોઈ પણ સમય કાયમી નથી રહેતો એ વાત આપને સૌ જાણીએ છીએ છતાંપણ ણ કરવા નું કરી બેસીએ છીએ..
હું દરેક વખતે સાચા જ ઉદાહરણો આપું છુ, અને આજ પણ સાચી જ હકીકત કહીશ. આજ થી લગભગ ૩ કે ૪ વર્ષ પેહલા હું મારા અંગત પ્રસંગ થી બહારગામ ગઈ હતી. અને પ્રસંગ પારપાડી પાછુ મારા ગામ આવતા રસ્તામાં મને એક ફોન આવ્યો, અવાજ ગંભીર લાગ્યો સીધું મારાથી પુછાઈ ગયું બધું બરાબર છેને? સામે થી જવાબ આવ્યો માધવી એ પોતાના ઉપર કેરોસીન છાટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો સમજાતું ન હતુંકે વાસ્તવિકતા છેકે સ્વન. મારી ખાસ દોસ્ત અમે દરેક બાબતમાં સાથે જ હોવા વાળી વ્યક્તિ આવું કેવી રીતે કરીસકે!!! ત્યારે લગભગમારી ઉમ્ર પણ ખાસી સમજદાર ન હતી, છતાં પણ એ વાત એ તકલીફ સરળતા થી સમજી સકતી હતી. મારા ગામ માં આવતા જ બોવ જીદ કરી મળવા જવાની પણ ખબર નહી મને કેમ ના પડી રહ્યા હતા મારા ઘરના લોકો. એક દિવસ હું મારી નોકરી ઉપરથી સીધી એમને મળવા ગઈ. અને શાયદ એ મારી અને એની છેલ્લી મુલાકાત હતી, એનો ચહેરો જોઈ શકાય એવી પરિસ્થિતિમાં ન હતો, અને ન તો હું એને આ કરવા પાછળ નું કારણ પૂછવાની હિંમત કરી શકી. હા એને મને એક વાર જરૂર કહ્યું હતું કે મારા થી બોવ મોટી ભૂલ થઇ ગઈ. અને એ ભૂલસુધારવાનો સમય કુદરતે ન આપ્યો, એને પોતે લીધેલા પગલા ઉપર અફસોસ થતો હતો પણ હવે પરિસ્થિતિ એના કાબુની બાર હતી... કુદરત પાસે એમ પણ ક્યાં કોઈ નું ચાલે છે જયારે આપને કુદરતને ચેડા કરીએ ત્યારે એ પણ આપને માફ નથી કરતું.. આજ પણ એ વ્યક્તિ દરેક પ્રસંગ માં માર ફોનમાં ઘણી વાતમાં યાદ આવેછે પણ હવે માત્ર યાદ જ છે જે મારા પાસે છે.. હા એક અફસોસ મને જીદગીભર રહેશેકે કાશ એને મને એક વાર વાત કરી હોત કાશ અને મને એક ફોન કર્યો હોત કારણ કહ્યું હોત પૂછ્યું હોત પણ આ માત્ર મારો અફસોસ હતો જો આવું થયું હોત તો શક્યછે હું એને આ પગલુભરતા રોકી શકત. પણ દરેક વાત માણસના હાથમાં નથી હોતી... આ આર્ટીકલ #હુંઅનેમારીવતો માં આજ ખાસ આ વાત ઉપર એટલે લખી રહીછુ કે શક્યછે આ લખવાથી ઘણાના દોસ્ત કોઈ નો પરિવાર એમનાથી પ્રિયજનો એકબીજા થી દુર જતા બચી જાય..
લાગણીના તાર ખૂબ જ જીણા તાર હોયછે. પણ એનો મતલબ એવો નથી હોતોકે કોઈ પણ એને સરળતાથી તોડી શકે.. જયારે માણસ ડીપ્રેસનમાં હોય અથવા કોઈ મુક્શેલીમાં હોય ત્યારે ખૂબ જ એકલું અનુભવે છે, પોતાને તૂટેલું ખૂબ જ નાનું અને અશક્ત સમજી બેસવાની ભૂલ કરે છે. ક્રમશ :