શીર્ષક ~ "પ્રેમનો કરૂણ અંજામ" ( પાર્ટ - 6 )
( આગળ આપણે જોઈ ગયા કે નેહાની લાશ ને હોસ્પિટલ લાવવામાં આવી હતી. ત્યાં નેહા ના પેરેન્ટ્સને બોલાવવા માં આવ્યા. અને ઇન્સ્પેક્ટર સાહેબ પણ ત્યાં આવી ગયા હતા . ડોક્ટર બધી વિગત ઇન્સ્પેક્ટર સાહેબ ને સમજાવે છે. હવે આગળ...)
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
(ડોક્ટર સાહેબ નર્સને આલોક અને તેના મમ્મીને અહીંયા લઈ આવવા માટે કહે છે .)
(થોડીવાર માં નેહા ના પેરેન્ટ્સ પણ આવી જાય છે . )
તે આલોકના મમ્મી પાસે આવીને પૂછે છે કેમ શું થયું ? કેમ અમને અત્યારે હોસ્પિટલ માં બોલાવ્યા ? બધું ઠીક તો છે ને ?
આલોકના મમ્મી કંઈ પણ નથી બોલી શકતા. પણ પોંક મૂકીને રડી પડે છે. આલોકના મમ્મી ને આવી રીતે રડતા જોઈને નેહા ના પેરેન્ટ્સ ને પણ ચિંતા થવા લાગે છે. તેને એવું લાગે છે કે જરૂર કંઇક થયું લાગે છે. તે પરિસ્થિતિ ને સમજી જાય છે અને તે સીધા આલોક પાસે જઈને પૂછે છે કે શું થયું ? આ બાજુ આલોક તો સાવ પાગલ જેવો થઈ ગયો હોય છે. તેને તો કોઈ વાત નું ભાન જ નથી સાવ બેશુદ્ધ જેવો થઇ ગયો હોય છે. તેની આસપાસ શું થઈ રહ્યું છે તેને કંઈ ખબર નથી હોતી...
નેહા ના મમ્મી - પપ્પા ને પણ ચિંતા થવા લાગી કે જરૂર કંઇક બનાવ બની ગયો છે તો જ આલોક અને તેના મમ્મી રડી રહ્યા હોય . એટલા માં ડોક્ટર આવી જાય છે. ડોકટર ને પૂછે છે ડોક્ટર સાહેબ મને જણાવો કે આલોક અને તેના મમ્મી કેમ રડી રહ્યા છે?
ડોક્ટર : તમે નેહા ના પેરેન્ટ્સ છો?
હા , ડોક્ટર સાહેબ અમે તેના પેરેન્ટ્સ છીએ પણ તમે કઈ રીતે ઓળખો છો નેહા ને ?
ડોક્ટર : sorry , તમને દુઃખ લાગશે પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે તમારી daughters હવે , આ દુનિયા માં નથી રહી....તે સદાને માટે બધા ને અલવિદા કરીને જતી રહી છે.
એટલું સાંભળ્યું ત્યાં તો...નેહા ના મમ્મી - પપ્પા આંખો ભીંજાય ગઈ ને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. રડતા રડતા બોલવા લાગ્યા ડોક્ટર સાહેબ શું થયું મારી દીકરીને ? નેહા અમને છોડી ને ક્યાંય નહિ જાય તમે મજાક કરો છો.ક્યાં છે મારી નેહા ? અમને જલ્દી તેની પાસે લઈ જાવ અમારે અત્યારે જ તેને મળવું છે.
ડોક્ટર : નેહા નું મોત બિલ્ડિંગ પરથી પડવાથી થયું છે. અત્યારે તો તેને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા છે. જ્યારે તે આવી જશે એટલે અમે તમને તેની જાણ કરીશું.
નેહાના મોત નો એટલો આઘાત લાગ્યો કે તેના પપ્પા પણ ત્યાં જ જમીન પર બેસી ગયા અને રડવા લાગ્યા. શું થઈ ગયું હશે અચાનક તેને ? મારી ઢીંગલી મને છોડીને કેમ જતી રહી....?😢 હવે, અમે કોના સહારે જીવીશું તું કેમ અમને એકલા મૂકી ને જતી રહી. નેહા તો કેટલી સમજુ અને પ્રેમાળ હતી. બધા સાથે પ્રેમથી અને હસી ખુશીથી રહેતી હતી. પણ નેહા ક્યાં ગઈ હતી કે બિલ્ડિંગ પરથી નીચે પડી ગઈ!?
ડોક્ટર : તે આલોક ના ઘરે ગઈ હતી. ત્યાંથી પડવાથી તેનું મોત થયું છે.
નેહા પપ્પા : પણ, તે ત્યાં શા માટે ગઈ હતી ? આમ અચાનક પડી ગઈ જરૂર કોઈ બીજું કારણ છે નેહા ક્યારેય આત્મહત્યા નો વિચાર પણ ન કરે તેના મોતનું કારણ બીજું જ કંઇક છે મારે આલોક સાથે વાત કરવી પડશે...(નેહા ના પપ્પા ઊભા થઈને આલોક પાસે જાય છે. )
જ્યારે નર્સ આલોક અને તેના મમ્મીને બોલાવીને લાવી ત્યારે
ઇન્સ્પેક્ટર સાહેબ આલોક ને પ્રશ્ન પૂછે છે ? નેહા ની લાશ સમયે તેની પાસે તમે જ હાજર હતા ને મિસ્ટર આલોક. અને ક્યાં ગયા તમારા મમ્મી તમે બંને એ મળીને નેહા ની હત્યા કરી નાખી છે. આલોક કઈ નથી બોલી રહ્યો બસ, પૂતળું બનીને ઉભો છે.
ઇન્સ્પેક્ટર : મી. આલોક આમ ચૂપ રહેવાથી કોઈ કામ નહિ બને તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે.
( ઇન્સ્પેક્ટર સાહેબ હવાલદાર ને આલોક અને તેના મમ્મી ને ગિરફતાર કરવા માટે હુકમ કરે છે.)
(પણ ,ત્યાં નેહા ના પપ્પા આવી જાય છે ?) ઊભા રહો ઇન્સ્પેક્ટર સાહેબ મારે આલોકને એકવાત પૂછવી છે.
ઇન્સ્પેક્ટર : ઓકે , જરૂર પૂછી શકો છો.
નેહા ના પપ્પા : આલોક મને જવાબ આપ કે નેહા તારા ઘરે શા માટે આવી હતી? અને તેનું મોત કઈ રીતે થયું? તે ક્યારેય આત્મહત્યા વિશે વિચારી પણ ના શકે શું થયું હતું મને વાત કર કે નેહા ના મોત પાછળ કોણ જવાબદાર છે?
આલોક : રડતા રડતા એટલું જ બોલ્યો નેહા ના મોત નો જવાબદાર હું છું મારા લીધે જ તેનું મોત થયું છે .મે ગુસ્સો ના કર્યો હોત તો આજે નેહા આપણી સાથે હોત...
આ સાંભળીને નેહા ના પપ્પા ગુસ્સે થઈ જાય છે અને પૂછે છે એટલે તું કહેવા શું માંગે છે? નેહા ને તે ધક્કો મારીને મારી નાખી છે?
આલોક : ના , જ્યારે નેહા મારા ઘરે મને ગિફ્ટ આપવા આવી ત્યારે હું ગુસ્સા માં હતો તો અમારી વચ્ચે થોડી રકઝક થઈ હતી તો મારા હાથે ધક્કો લાગી ગયો અને તેનો પગ લપસી ગયો તો તે બારી માંથી નીચે પડી ગઈ ....અને આલોક રડવા લાગે છે ને એટલું જ બોલે છે ઇન્સ્પેક્ટર સાહેબ મને ગિરફ્તાર કરી લો હું નેહા ના મોત નો અપરાધી છું. મને તેના મોત ની સજા મળવી જ જોઈએ .
ઇન્સ્પેક્ટર સાહેબ આલોક અને તેમના મમ્મીને પોલીસ સ્ટેશનમાં લઈ જવા માટે હવાલદારને હુકમ કરે છે.
આ તરફ નેહા ના પેરેન્ટસ રડી રહ્યા છે .એટલા માં પોસ્ટ ર્મોટમ માંથી નેહા ની લાશ આવી જાય છે . તેની ડેડબોડી તેના પેરેન્ટ્સને સોંપવામાં આવે છે.
(નેહા ના પાર્થિવ દેહ ને જોઈ નેહા ના મા બાપ ખૂબ રડે છે .
નેહા ની લાશ ને ઘરે લઈ જવામાં આવે છે અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. નેહા ના માં બાપે ક્યારેય વિચાર્યું પણ ના હતું કે નેહા તેને છોડીને જતી રહેશે.)
(આલોક ઘરે તપાસ કરવામાં આવે છે . બધા સબૂતો એકઠા કરીને પોલીસ સ્ટેશન માં હાજર કરવામાં આવે છે.)
પોલીસ સ્ટેશનમાં આલોક અને તેના મમ્મી ને પૂછપરછ કરવામાં આવે છે. જે પણ બનાવ બન્યો તેની વિગતવાર રીતે રિપોર્ટ દર્જ થાય છે . બે દિવસ પછી તેમને કોર્ટમાં હાજર કરવામાં આવે છે . જ્યાં નેહા ના મા બાપ ના કહેવાથી અને બધા સબુતો ને ધ્યાન માં રાખીને આલોક ના મમ્મી ને નિર્દોષ હોવાથી તેને છોડી દેવામાં આવે છે. પણ , આલોક ને નેહાના મોત ના અપરાધ માં 6 મહિના ની કેદ ને ફાંસીની સજા આપવામાં નો હુકમ કરે છે.
"""""""""""""""”"""""""""""""""""""""""""""""""""""""""''"'""""""""""'"""""""""""
આજે આલોક ની સજા નો આખરી દિવસ હતો . આજે તેને ફાંસી થવાની હતી. અને તેને આખરી ઈચ્છા પૂછવામાં આવી ત્યારે તેણે પેલી ગિફ્ટ માંગી જે નેહા એ તેના માટે સરપ્રાઈઝ માં આપી હતી . જ્યારે તેની ગિફ્ટ હાજર કરવામાં આવી તો તે રડવા લાગ્યો . અને હજી સુધી તેણે તે ગિફ્ટ ખોલી ના હતી પણ જેવી તેણે ગિફ્ટ ખોલી તો તેમાં એક ચિઠ્ઠી નીકળી અને એક અંગૂઠી નીકળી તે જોઈને ફરી તે રડવા લાગ્યો . પણ પોતાની જાત ને તેણે સંભાળી અને ચિઠ્ઠી વાંચી તો લખ્યું હતું.
Dear alok...
હું આજે બહુ ખુશ છું કેમ કે આજે હું મારા દિલ ની વાત તને કરવા જઈ રહી છું. આલોક મેં જ્યારે તને પહેલીવાર જ્યારે લાઇબ્રેરીમાં જોયો ત્યારથી જ મને પહેલી નજર નો પ્રેમ થઈ ગયો હતો. પણ ત્યારે હું જાણતી ના હતી કે આ પ્રેમ છે કે આકર્ષણ પણ જ્યારે તું મારી સામે આવતો ત્યારે મારા દિલની ધડકન તેજ થઈ જતી જાણે કે એક અંદર થી મીઠું સંગીત સંભળાતું અને તે સંગીતમાં બસ તારું જ નામ સંભળાતું. જ્યારે પણ તું મને મળતો તે દિવસ મારા માટે ખાસ બની જતો. જેવી રીતે તું મારી કેર કરતો મારી નાની નાની ખુશી નું ધ્યાન રાખતો મને બહુ ગમતું લાગતું કે હું દુનિયાની ખૂબ ભાગ્યશાળી છોકરી છું કે મને તારા જેવો દોસ્ત મળ્યો છે.
આવી રીતે આપણી દોસ્તીને ખાસ્સો સમય વીતી ગયો પણ હું તને મારા દિલની વાત ના કરી શકી મને ડર હતો કે તો મને છોડીને ના જતો રહે. પણ જે રીતે તું મારી કેર કરતો મને લાગ્યું કે તું પણ મને પ્રેમ કરે છે. એટલે મેં નક્કી કર્યું કે હું તને એક સરપ્રાઈઝ આપીશ અને તને પ્રપોઝ કરીશ. પણ જ્યારે તે મને સરપ્રાઈઝ આપવા માટે બોલાવી ત્યારે તે મને પ્રપોઝ કર્યું તો મે એટલા માટે તને એવું કહ્યું કે હું તને પછી જવાબ આપીશ કેમ કે મે અને મારા એક માનેલ ભાઈએ મળીને પ્લાન બનાવ્યો હતો કે હું તને ડાયમંડ રીંગ આપીને તને સરપ્રાઈઝ આપીશ. તો કેવી લાગી તને મારી સરપ્રાઈઝ ગિફ્ટ ? જો ગમી હોય તો જલ્દી ચાલ પહેરાવી દે મને હું કાયમ માટે તારી બનવા માંગુ છું.
બસ , આ હતી મારી સ્પેશિયલ સરપ્રાઈઝ .....my sweet heart.....