♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡
ત્યા રિસેસનો બેલ પડી જાય છે પરી,તેજલ અને ઈશા પોતાની આદત પ્રમાણે દુકાનમાંથી કુરકુરિયુંના પડિકા લઈને મેદાનમાં આવી વાતોના ગપાટ્ટા મારે છે.
પરી: તને ખબર છે ઈશા આ ધોળી ધાણી પોતાને રાણી સમજે છે.
ઈશા: હે... શું રાણી મોઢું જોયુ પેલા બાફેલા ચણો લાગે છે.
તેજલ: તો તમે બેય ક્યા મહારાણીઓ છો. બાફેલો ચણો પણ સારો લાગે ખટારા કરતા.
ત્યા જ્યોતિ આવે છે જે પરીની બાળપણથી ફેન્ડ છે તેને પહેલાથી બોલવામાં ભૂલો પડતી હોય છે.
જ્યોતિ: હાય પરી, કેમ છો બધા?
પરી: એકદમ સરસ
તેજલ: ( હસતા હસતા ) અમે બધા તો ઠીક પણ તારી જીભને કેમ છે હવે?
જ્યોતિ : હવે મને નામ નો યાદ રેય તો એમા હુ શું કરુ.
ઈશા : વોટૅએવર, કેવુ ગયુ વેકેશન?
પરી : બોવ જ મસ્ત
જ્યોતિ : મારે તો સક્કરપારા જાવુ હતુ પણ કોઈ લઈ જ ના ગયું.
તેજલ : સક્કરપારા તે વળી ક્યાં આવ્યું?
પરી: સક્કરપારા નહીં એને સાપુતારા કહેવાય. આનુ આવુ જ હોય ચોટીલા ને વેનિલા કહે ગીરનાર ને ગ્રીનલેન્ડ કહે.
જયોતિ : પણ મને નામ યાદ જ નથી રહેતા.
ઈશા: પણ સમ્મર વેકેશનમાં સાપુતારામાં શું મજા આવે. વોટરપાકૅ મા મજા આવે.
પરી : હુ મારી પાની ની બોટલ ક્લાસમાં જ ભુલી ગઈ હુ જવુ છુ પાની પીઈને આવુ છું
પરી ક્લાસમાં જાય છે તે જેવી પોતાની બેન્ચ પર બેસીને પાણી પીવે છે ત્યા અચાનક પાછળથી 4-5 કાગળના બોલ તેના પર કોઇ ફેકે છે. પરી પાછળ ફરીને જોવે છે તે બીજુ કોઈ નહીં પણ ક્લાસમાં નવો આવેલો સ્ટુડન્ટ ધ્રુવ હોય છે.
પરી : (ગુસ્સામાં ) તે મારા પર કાગળના ડૂચા કેમ ફેકીયા હુ કચરાપેટી ની ડોલ લાગુ છું. ( પરીએ તે બધા કાગળ પાછા ધ્રુવ પર ફેકી દીધા.
ધ્રુવ કઈ બોલતો નથી.તેને પરીનો ગુસ્સો જોઈને વધારે મજા આવે છે અને હસ્યા કરે છે. પરી ગુસ્સામા હજી બીજા કાગળ ફેકે છે. અને આ પ્રિન્સીપાલ જોઈ જાય છે.
પ્રિન્સીપાલ હરેશભાઈ: (પરી સામે જોઈને) આટલા કાગળો આ છોકરા પર કેમ ફેકે છે.
પરી: સર પહેલા તેને મારા પર ફેક્યા એટલે જ મે તેના પર.......
હરેશસર : ( ધ્રુવને ) આવી રીતે કાગળો ફેકી ક્લાસમાં કચરો નહીં કરવાનો બીજીવાર પકડાયો તો બોવ મારીશ.
હવે રિસેસ પતી જાય છે બધા પોત પોતાની જગ્યા બેસી જાય છે. સ્કુલનો પહેલો દિવસ હોવાથી કઈ ખાસ ભણાવામા આવતુ નથી બધા મસ્તી કરતા હોય છે. પણ પરીનુ ધ્યાન તો ઘડી ઘડી ધ્રુવ ઉપર જતુ હોય છે. ધ્રુવ પણ તેના પર નજર રાખે છે પરી તેની સામે તીખી નજર કરી ગુસ્સા થી મો ફેરવી લેય છે.
સ્કૂલ છુટયા પછી પરી ધ્રુવ પાસે જાય છે.
પરી: આજે મારા લીધે સર તને ખીજવાયા ઈ માટે સોરી પણ બીજી વાર મને આમ હેરાન નહી કરતો ઓકે.
ધ્રુવ: ઓકે ગેસનો બાટલો
પરી : શું કીધું તુ
ત્યાં પરી કાજલને આવતા જોઈ જાય છે કાજલ આવીને વધારે કશું પુછે ઈ પેલા ત્યાંથી પરી જલ્દી ભાગી જાય છે.
બીજા દિવસે સ્કુલમાં..
પરી અને તેજલ બેઠા હતા.
તેજલ : (ઈશાને જોઈને) જોતો પરી આજે દિવસ ક્યાથી ઉગ્યો આ મેડમકામા નકામા આટલી જલદી સ્કૂલમાં આવી ગયા.
ઈશા: બસ હવે ચાપલી પેલા તારુ જો આખો દિવસ પકાવિયા કરે. પરી તુ આની બાજુમા આખો દિવસ કઈ રીતે આને સહન કરે છે.
ત્યા કાજલ અને ખુશી આવે છે. બંને ક્લાસની છોકરીઓની મોનિટર હોય છે
કાજલ: પરી તુ ઈ નવા આવેલા છોકરાને ઓડખે છે શું વાત છે.
તેજલ : શું વાત કરે છે???
પરી : ( ગુસ્સામાં) એવુ કાંઇ નથી ઈ મને ચિડાવતો હતો એટલે હુ એને કેતી હતી કે બીજી વાર આવું ના કરે.
પરી ત્યાંથી જતી રહે છે.આ બધું ધ્રુવ સાંભળી જાય છે તે પરી પાસે જાય છે.
ધ્રુવ : ગેસનો બાટલો ફુટી ગયો એમ ને
પરી : તુ ચુપ રેને શું મગજ ખાયા કરે છે. ભુત જેવો.
ધ્રુવ: હુ ભુત નથી તુ જ ચુડેલ છે. ચુડેલ.... ચુડેલ.
પરી : ખબરની ક્યા ક્યા થી આવી જાય છે.
♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡
હજી તો આ પહેલી મુલાકાત છે. પરી અને ધ્રુવ ની લાઈફમા ઘણા સંતરંગી ટ્વિસ આવાના છે. જાણવા માટે વાંચતા રહો.