આઘાત
આકાશ પલકને મળીને ગયો આજે બે વર્ષ વીતિ ગયાં, એ દરમિયાન પલકે કેટલી વખત કોર્ટમાં દોડાદોડી કરી.કેટલી મુશીબત ભોગવી.સામે પક્ષના વકીલે માનવતાં નેવે મુકીને
એવાં એવાં પ્રશ્નો કર્યા હતાં કે કોઈપણ ઈઝ્ઝતદાર છોકરી બરદાસ્ત ન કરી શકે. અને આત્મહત્યા કરીલે, એટલી હદે કોર્ટમાં પોતાની જાતને નગ્ન કરી ચુકીછે.
એકવાર પલકે સામેનાં વકીલને ત્યાં સુધી કહ્યું કે સર તમે જો કહેતાં હોય તો હું અહીંયા ભરી કોર્ટમાં મારાં બધાં કપડાં ઉતારી અને તમારી સામે ઉભી રહી જ્ઉ છું. તમે મન ભરીને જોઈ લ્યો. જ્યારે તમારું મન ભરાઈ જાય ત્યારે મને કહેજો હું કપડાં પહેરીને પછી જતી રહીશ.
એ સમયે જજે પણ કહ્યું કે ભાઈ હવેથી કોઈ પણ એવી કોઈ વાત નહીં કરે જેનાથી ફરીયાદીને સ્વાભિમાન ઘવાતું જણાય.
એ સમયે પલક ખડખડાટ હસવાં લાગી, અને બંન્ને હાથની તાળીઓથી કોર્ટને જાણે કાન ફાડી નાખ્યાં. જજ પણ પોતાનું મોઢું હેઠું કરીને નજર જમીનમાં પરોવી લીધી.કહ્યું સાહેબ આ તમારું મર્દોનું પણ અજીબ છે, જ્યારે કોઈ સ્ત્રીઓની લાજ લુટાતી હોય ત્યારે આ સમાજ તમાસો જોવેછે.વીડીયો ઉતારી અને દુનીયાની વચ્ચે જલીલ કરેછે,ત્યારે તમને જ્ઞાન નથી આવતું પણ જ્યારે કોઈ સ્ત્રી પોતાની આબરુ બચાવવા ખુદ પ્રયત્ન કરે છે, ત્યારે તમારા જેવાં સાહેબોને જ્ઞાન આવેછે.
જજ સાહેબ પલકની વાત સાંભળીને દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું પરંતુ અમે મજબૂર છીએ,કારણકે એકપણ ભુલથી કોઈ નીર્દોશને સજા થાય એ વ્યાજબી નથી.એટલે એકેએક ડીટેલ ઉપર ધ્યાન દેવું જરૂરી હોય છે. આપને જલીલ કરવામાં અમને પણ જરાય રસ નથી હોતો.અને અમે માત્ર એટલાં માટે બધું સાંભળીએ છીએ કેમકે એમાં જ વ્યક્તિને ન્યાય આપી શકાય છે.
આ સમયે પલકને આ બધું યાદ આવે છે, એને થાય છે કે આ લગ્ન પછી જાણે એની સાથે કોઈ મજાક કરી રહ્યું હતું. એને કોઈ અણગમતું નાટક ભજવતી હોય એવું લાગેછે.
વીચારો સાથે પલક જીંદગીનાં લેકાજોખા મેળવી રહીછે,એ મમન કરેછે, કે શું ખરેખર આ હું એજ છોકરી છું ? જે લગ્ન પહેલાં હતી ? હું એજ પલક છું? જેની મુરીદ આખી કોલેજ અને મારાં દોસ્તો હતાં ? હું એજ છોકરી છું ? જેણે કોઈ દિવસ દુઃખ જેવું નામ સુદ્ધાં જોયું નથી ? મનોમન વીચારે છે , એટલામાં સવીતાબેનનો ફોન આવ્યો....
અચાનક ધ્યાન ફોન ઉપર ગયું" જોયું તો મમ્મીનો ફોન " ને કહ્યું હા મમ્મી કહીદે વળી શું દુઃખનો ડુંગર ટુટી પડ્યો મારી ઉપર ?
હા બેટાં તારી વાત સાચી છે, દુઃખનો ડુંગર આપણી ઉપર ટુટી પડ્યો છે. ને સવીતાબેન એટલું કહી રડવાં લાગ્યાં. કહ્યું બૂટા બધું ખતમ થઈ ગયું.
પલકે કહ્યું મમ્મી રડવાનું બંધ કરીને એ કહે ? હવે આપણી પાસે ખતમ થવાનું બાકી રહ્યું છે શું ? જો હવે ખતમ થવાનું છે. સાફસાફ કહે શું થયું ?
સવીતાબેને કહ્યું પલક તારા ઘરવાળાએ બીજા લગ્ન કરી લીધાં છે.મને સમાચાર મળ્યાં છે, કે એણે કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધાં છે.હવે આપણે શું કરવું જોઈએ"એ સમજણ નથી પડતી,,
ચલો મમ્મી એક થોડીઘણી મનમાં એનાં પ્રત્યે આદર અને થોડી ઈઝ્ઝત હતી એ પણ આજે સમાપ્ત થઈ ગઈ. સારુ તું હવે ફોન કટ કર, હું મારાં વકીલ જોડે વાત કરી લ્ઉ.
મમ્મીનો ફોન કટ કરી પલક ઉઁડાં "આઘાત"માં સરી પડી.એનાં હ્લદયમાં એક અજાણી વેદનાં ઉભી થઈ ગઈ. આજે આંખો તો સુકાયેલી છે.પરંતુ એનું કાળજું ફુટીફુટીને રડેછે. પોતાની દીકરીને માથે હાથ ફેરવીને કહ્યું હાં બેટાં હવે તું ફક્ત મારીજ દીકરી છે.કહેવાં માટે ફક્ત હતો તારો બાપ આજે બીજા લગ્ન કરી અને એ પણ આછોપાતળો સંબંધનો તાતણો તોડી નાખ્યો. અને પલક ખડખડાટ હસવાં લાગી'
વકીલને ફોન કરી એનાં પતીનાં લગ્નથી વાકેફ કર્યા. અને પુછ્યું સર એની ઉપર કોર્ટની અપનાનની કલમ ના લગાડી શકીએ ?
વકીલે કહ્યું ! અરે ! ઈ નાલાયક એમ કેવી રીતે બીજા લગ્ન કરી શકે ? હું કાલે એની ઉપર નવી ફલાણી ઢીકડી કલમો દાખલ કરી અને નવો કેસ દાખલ કરું છું. તમે જરાયે પણ ચિંતા ના કરતાં. અને હાં બેન એક બીજી વાત તમે છેલ્લાં મહીનાંની ફી નથી આપી તો એક ઈ મહીનાંની અને આ ચાલું મહીનાંની કરીને બે મહીનાંની ફી મને મોકલી આપોને તો હું બીજો કેસ ફાઈલ કરી શકુંં. હે હે હે હે હે બીજી કોઈ ચિંતા તમે ના કરશો બધું બરાબર થઈ જશે.
હવે પલક આ વકીલને ફી આપી આપીને પણ થાકી ગઈ છે.
વકીલની વાતમાં જાણે એને હવે જરાયે પણ વીશ્ર્વાસ નથી રહ્યો. પરંતુ કેસ તો ચલાવવાનોજ હતો તેથી એણે વકીલની ફી ટ્રાન્સફર કરી દીધી.
પલક આજે સાવ પડી ભાંગી છે,બસ હવે એને ઉમીદ ખુટી ગ્ઈછે કે એને એનાં પતી તરફથી કોઈ ખાધાં ખોરાકી કે કોઈ એની દીકરી માટે રકમ મળશે ? હવે એ ઉદાસ થઈ ને બેઠીછે. કોઈ આશા દેખાતી નથી. મનમાં વિચાર કર્યો કે હવે કેસ પાછો ખેંચી લ્ઉ.કારણકે સાત આઠ વર્ષથી વકીલને ખૂબ પૈસા આપી ચુકીછે. એને આજે ભાન થયું કે ધીરે ધીરે કરીને વકીલને ફીનાં રૂપમાં એક મોટી રકમ ચુકવી દીધી છે. કદાચ એનો પતી પણ એને એટલાં પૈસા એકીસાથે આપી શકેત પણ નહી.પરંતુ હવે શું થાય ના કોઈ ફેસલો આવ્યો કે ન કોઈ પરીણામ, બસ આવીછે, તો માત્ર કોર્ટની તારીખ, ધરમ ધક્કા, દોડધામ, ખુંવારી,બેઈઝતી અને જિલ્લત.
પલકે સરીતાને આજે કેટલાય વર્ષો પછી ફોન કર્યો. ખબર અંતર પુછી" સરીતાને પણ એ દરમિયાન બે બાળકો થઈ ગયાં હતાં. એ પણ પોતાનાં બાળકોને ઉમદા ભવિષ્ય માટે કામ કરી રહ્યાં હતાં.
પલકે કહ્યું સરીતા હું કેસ પાછો ખેંચી લેવાં માગું છું, તું તારા પપ્પાને વાત કરીલે.કારણકે કેસ દર્જ હોવા છતાં એણે બીજા લગ્ન કરી લીધાં છે.તો હવે એને શું કરી શકીએ.
વાત સાંભળી સરીતાએ ખુબ દુઃખ વ્યક્ત કર્યું, પરંતુ હવે કોઈ શું કરી શકે ? અને ક્યાં સુધી ? દરેકને પોતાની જીંદગી હોય છે. પણ હું પપ્પાને વાત કરું છું, તું ફોન શરૂ રાખજે એમને કોન્ફરન્સમાં લ્ઈએ તું જ વાત કરી લે.
સરીતાનાં પપ્પા લાઈન પર આવ્યાં'પલકે બધી વાત કરી ને કહ્યું કાકા હું વકીલની ફી ભરીને થાકી ગઈ છું.મને લાગે છે કે આનો ક્યારેય અંત નહી આવે આ મુશ્કેલી મારી જીંદગી સાથે વણાઈ ચુકીછે.કાકા હવે મને આ મુશીબતથી માત્ર ને માત્ર મોતજ બચાવી શકશે.
કાકાએ કહ્યું બેટાં તું આમ નેગેટીવ વીચાર ના કરીશ, આપણાં દેશનું ન્યાયતંત્ર જ એવું છે કે જલ્દીથી ન્યાય મળતો નથી. પણ વેહલાં મોડો તને ન્યાય જરૂર મળશે.તું ભગવાન ઉપર ભરોસો રાખજે.
પલક હસવાં લાગી હા હા હા હા હા હા હા હા હા હા હા કાકા શું કહ્યું ? ભગવાન ? અરે ! એતો મે વીચાર્યુ જ નહી ભગવાન પણ છે ? આ દુનિયામાં ? કદાચ તમે કહોછો,એટલે હશે પણ સારું થયું તમે મને યાદ કરાવ્યું કાકા નહીતર ભગવાનનું નામ હું તો ભુલીજ ગ્ઈ હતી.
કાકા પલકનો રોષ સમજી ગયાં એમણે કહ્યું બેટાં તું આમ અધીરા ન થઈ જાય. એકદિવસ તને જરૂર ન્યાય મળશે.હું વકીલ સાથે વાત કરીને એને કહું છું કે હવેથી તારી પાસેથી ફીસ નહી લે,બસ.પરંતુ કેસને ચાલવાદે કેસ પાછો ખેચવાની જરૂર નથી.
ઠીક છે કાકા તમે કહોછો "એકલે ભલે રહ્યો પણ આટલાં વર્ષોમાં હું એટલી જલીલ થઈ છું કે હવે કોર્ટમાં જવાની હીંમત થતી નથી. સારું કાકા હું ફોન રાખું છું જય માતાજી.
(એક કપરો "આઘાત"પલકને અંદરથી હચમચાવી નાખી.હવે એને જીવવાની ઈચ્છા ખતમ થઈ ગઈ હતી. પરંતુ દીકરી સામે જોવે ત્યારે એને એનું ભવિષ્ય નજરે પડે છે... જોઈશું આગળ ભાગ:-58 સંઘર્ષ)