વિજય બોલ્યો ભાઈબંધ કાલે રાતે તો મારા છક્કા છૂટી ગયા હતા.
એટલે કેમ તારા બાપાએ તને માર્યો કે શું.
ના રે ના એતો મોટે ભાગે ખેતર માં જ હોય છે.
હું કાલે રાત્રે અમારા ગામની શાળામાં ગયો અને ત્યાં ભૂત નો ભેટો થયો એ ભૂત બહુ ખતરનાક હતું કેવું ખતરનાક..... મનજિતની જાણી જોઈને પૂછે છે.....
તે બોલવા લાગે કે એક છોકરી હતી જે મને સપના માં આવી હતી અને તેની માં બીમાર હતી અને એની પાસે ખાવા માટે થોડા પણ પૈસા ન હતા.
ઘંટીવાળો થોડો લોટ આ છોકરી ના પરિવાર ને ખાવા માટે આપતો તે છોકરી રમતી રમતી ઘંટીવાળા જોડે ગઈ..... "મનજિતની આંખો પહોળી થઇ ગઇ હતી જાણે તે વિજય તેને ડરાવવા હકીકતમાં મરચું મીઠું ભભરાવી રહ્યો હતો."
એ ઘંટી પહેલા એ નાનકડી છોકરી ને ભરખી ગઈ.
એ છોકરી ના વાળ કાળા અને ચમકદાર હતા. જાણે કે તેના બાલ તેનો જીવ લેવા પાછળ ના પડ્યા હોય.
થોડી ક્ષણો માં એના બાલ ઘંટીમાં આવી ગયા.બધાજ બાલ ઘંટીમાં ફસાઈ જાય છે તે ને મરી ગઈ.......
આ નાજુક છોકરી મનજીત અને વિજય ના મનમાં દોડતી થઈ ગઈ.
કેટલું ખતરનાક મોત એના બાલ ઘંટીમાં થઈ લોટમાં મિક્સ થઈ ગયા એની ખોપડી ચક્કરમાં ભરાઈ ગઈ, આખી ઘંટી લોહી થઈ ગઈ જાણે તેને બહાર કાઢવામાં આવી તો તેનું રૂપ જોઈને ઘણાંને તો ચક્કર આવી ગયા ઘણાના મોઢામાંથી નીકળી ગયું.
બાપ કોઈને આવું મોત ન આવે વિજય વિલા મોઢે વિજયની સામે જોઈ રહ્યો.
તે છોકરી સપના માં આવેલી......
ગઈકાલે સપનામાં તે ભૂતને મળી આવેલો.
તેણે પોતાનું અસલ રૂપ વિજયને નહતું બતાવ્યું ન જાણે કેમ. તેની મા તો ગાંડા માણસ જેવી થઈ ગઈ અને આજે પણ ગામમાં રખડે છે.
અમારી શાળાની પાછળના ભાગે તો તે કેમ ફર્યા કરે છે ખબર નથી.....
વિજયના સપનામાં શાળા ના પાછળના ભાગે તેની માનો હાથ ઝાલીને જતી તે છોકરી યાદ આવી. તેનો સૌમ્ય ચહેરો કેવો ડરવા નો હોઈ શકે અને એક ક્ષણ માટે વિજયને તે ચહેરો પણ યાદ આવી ગયો.
આ જોતા જ મનજીત ઉછળી પડ્યો લોહી નીતરતા વાળ અને ખોપડી તૂટેલું કેવું ભયાનક મોત હતું. મનજી ઉછળ ના ઘણા આમ જ ઉછરી પડ્યા છે. એ આ વાત સાંભળીને ઉછળી પડેલો હું કેટલીયે રાત મને ઊંઘ ના આવી.
"વિજય આંખોને ખુલ્લી રાખવાનો પ્રયત્ન કરવા લાગ્યો." તેમને બીજી બાજુ વાળવાની કોશિશ કરી રહ્યો હતો.
તે ચહેરો વળી પાછો મારી સાથે આવી તે છોકરીનો સૌમ્ય ચહેરો જ સારો દેખાતો હતો તેનું વરવું રૂપ મારે જોવું ન હતું. "એ બધું જવા દેને તુ પેલી વાત કરને તમારી શાળામાં કોઈ સાહેબ ને બેન વચ્ચે કોઈ લફડું ચાલતું."
મનજીત તારુ મગજ ઠેકાણે છે કે નહિ.....
આ બધું કેમ પૂછવા લાગ્યા છે આ બધામાં પડવા ની મજા નથી.
વિજય પોતાની નારાજગી વ્યક્ત કરી અને મનજીત ને પોતાથી અળગું કરી દે છે. જો થોડી વધારે વાતો ચાલુ રાખે તો મનજીત ટ્રેન ચલાવવાની મૂકી દે તેવી પરિસ્થિતિ માં આવી ગયો હતો. મનજીત વિજય ને પકડીને બેસી ગયો હતો.
આતો અમસ્તો જ પૂછ્યું ચાલતું હોય તો એ આપણી શું....
હા એ તો ખરું પણ.
ગમેતે કોઈ એવું કરે તે તેનેજ ભોગવવા નું છે આ બધા માં મારું નામ કોઈ દી આવે નહીં.વિજય હવે પાક્કી ખાતરી થઇ ગઈ હતી કે તેને આવેલા સપના માં છોકરીએ શાળાનો ખરો ચિતાર તેની આગળ ખુલ્લો મુક્યો હતો.
આ વિજય પરલૌકિક અનુભવ થી ગભરાઈ ગયો હતો.
વધુ આવતા અંકે......