hu kavita aemni in Gujarati Poems by Hiralba Sisodiya books and stories PDF | હું કવિતા એમની...

Featured Books
Categories
Share

હું કવિતા એમની...



🙏નમસ્કાર મિત્રો

હું હિરલબા તલાટીયા આપ સૌનિ સમક્ષ કવિતા લઈને આવી છુું.
આશા રાખુ છું કે આપ સૌને પસંદ આવશે 🙏

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃

🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧



એક તારો વરસાદ, ને એક મારો વરસાદ !
આ પહેલો વરસાદ,એ આપણો વરસાદ !

સૌ સૌના હૈયામાં સૌનો વરસાદ લઈ,
જોને કેવા વહેતા જાય છે આ લોકો!

મારા વરસાદને જો લાગે જરા એકલું,
તારો વરસાદ થોડો આપીશને મને તું?

જો પાછો આપતા થોડો રાખી લવ હું,
તો કેટલો લીધો એ શું માપશે કદી તુ?

વરસાદી આપ-લે ના ભીના સબંધનો,
જોજે, વહી ન જાય અનમોલ મોકો.

એક પછી એક રંગ રસ્તા ઓળંગીને,
વળગીશું પ્રકૃતિની વાતે હવે આપણે.

આપણું આ મેઘધનુષ એવું તે ઝુલસે,
જાણે સાત જનમ ફરી આજે ખીલશે.

આ વાદળાય કહેશે,
અરે,
કોઇક તો રોકો આને...

અરે ,કોઇ તો રોકો આને....

એક તારો વરસાદ, ને એક મારો વરસાદ !
આ પહેલો વરસાદ,એ આપણો વરસાદ !

🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧

✒હિરલબા તલાટીયા
******************
******************🕊

🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

સમય
*****



સમય વ્યક્તિત્વ મારું કઠણ કરી ગયો,
કુમળા ફૂલને એ આજે મુરઝાવી ગયો.

વિતેલી પળોમાં આકરા ઘા પાડી ગયો,
કાનમાં દર્દનાક અવાજ એ પાડી ગયો.

પ્રેમની ખોટી ચાદર ઓઢાડી છેતરી ગયો,
એ છેલબટાઉ જીવન કલંકિત કરી ગયો,

ભુતકાળ ભુસવામાં તળિયા ઘસાઈ ગયા,
ભર જુવાનીમાં સપનાં મારા દફનાઇ ગયા.


✒હિરલબા તલાટીયા
******************
******************🕊


🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


દોષ
****

દોષ ના દઈશ મને તું હવે કદી,
સમય નહિં વર્ષો આપ્યા હતા.

તારીજ સમજણમાં ખોટ હતી,
જેને સમજતા તને વર્ષો લાગ્યા.


✒હિરલબા તલાટીયા
******************
******************🕊


🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

સાથ
****

હું છું હકિકત ને તુ છે સ્વપ્ન
કેમનો રે'શે આપડો આ સાથ.

મધદરિયે ઘુઘવાતો પવન છે તું,
કિનારે અથડાતી લહેર છું હું
કેમનો રે'શે આપડો આ સાથ.

તારુ છે એ આપણું છે ને,
મારૂ મારાસુધી નું,
રાખે છે જ્યારે તુ આ વિચાર.
તો પછી કેમનો રેશે આપળો સાથ.

✒હિરલબા તલાટીયા
******************
******************🕊


🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


શ્બ્દો તમારા
**********

થોડા શ્બ્દો આજે તમારા હું લઈ લવ,
એકલા ચાલવુ ગમતુ નથી મને હવે,
સાથ તારો ફરી આજે હું લઈ લવ.

વાતોમાં એમના બધા રંગ વસેલા,
ક્યારેક હસતો ચહેરો છે તો,
ક્યારેક રડતો માયુસ ચહેરો એનો.

દિવસ ક્યાં પૂરો કરી નાખે છે,
ખ્યાલ એનો આવવા દેતી નથી,
મારી આ નટખટ નમણી વાતોડી.

લાખ કોશિશ કરું એકલા રહેવા,
છતાં રહી નથી શકતો વિના એના,
મારા શબ્દોનું માંગુ લઈને હું,
ચાલ્યો જાવ છું પાસે એનીજ.

એની સંગાથે બે પળ ગુજારી લવ છું,
મન થાય એને હ્રદયમાં વિચારી લવ છું.

કેટલીય મહેનત ને વાટ જોયા પછી,
બેજ પળ ભરી શકું છું હું,
મારી આ નાજુક નમણી વતોડી સાથે.

તુજ કહેને હમનશી મોરી,
ક્યાંથી સંભાળું હું મારા શબ્દોની ડોરી.

🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃

હૈકુ

આભારી છું હું,
દિલડું તુજનું તે,
આપ્યું મુજને....

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃


સબંધ
*****


*જીતી ને ઝુકીએ...​*
*અને..​*
*હસી ને હારીયે..!!​*
*સંબંધો ને સોના ના વરખ થી* *નહિ... પણ,​*
*હૈયા ના હરખ થી* *શણગારીએ...​*
*કોઈ પ્રીત નિભાવી જાય ,​*
*કોઈ રીત નિભાવી જાય ,​*
*કોઈ સાથ નિભાવી જાય,​*
*તો કોઈ સંગાથ નિભાવી*જાય ,​*
*કરી* *દો જિંદગી *કુરબાન* *તેના* *પર* ,​
*જે *દુ:ખમા* *પણ* *તમારો* *સાથ* *નિભાવી* *જાય* ...

✒હિરલબા તલાટીયા
******************
******************🕊


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃

બહાનું
*****

ભલે આવ્યા છો કોઇપણ બહાને તમે,
થોભી જાવને અહીયાં હંમેશ માટે તમે.

ફેરો કરવો પડશે ફરી ચોર્યાશી લાખનો,
ત્યારે જઈને બનશે મેળાપ એ આપનો.

અનંતકાળ ના પ્રેમી આપણે છીએ,
મળ્યા કળયુગમાં જુદા જુદા ઠેકાણે.

આંખો તો સંતુષ્ટ થઈ ગઈ તમને નિહાળી,
અંત:કરણ સંતુષ્ટ કરશો જીવનમાં આવી?

કળયુગી સમાજ વ્યવસ્થા બહુજ આકરી,
શું નહિં છોડાવો મને આ કપરા કારાવાશથી?

સતયુગ નથી આ કે તમારી પેલા મારુ નામ લેવાશે,
અહીં રાધેક્રિષ્ના બનવા સઘળા તાપ સહેવા પડશે.

✒હિરલબા તલાટીયા
******************
******************🕊

🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


મારા તમામ વાચક મિત્રો🙏 આપ સૌના સહકાર વિના અહીયાં સુધી પહોંચવું શક્ય ન હતુ.

આપ સૌએ જે કિમતી સમય આપેલ છે,એ બદલ તમારો ખુબ ખુબ આભાર🙏

🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃