mari laghukatha sangrah in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | મારી લઘુકથા સંગ્રહ

Featured Books
Categories
Share

મારી લઘુકથા સંગ્રહ

*મારી લઘુકથા સંગ્રહ* વાર્તા.. ૧ ) અણસાર..

લાખીને બે દિવસથી અણસાર આવી ગયો હતો કે હવે એ નહીં બચી શકે. એક મહિનાથી એ પથારીવશ થઈ ગઈ હતી અને એના મનુની હાલાત એનાથી જોવાતી ન હતી એ સૂતા સૂતા ભગવાનને પ્રાર્થના કરતી હતી કે વાલીડા...મારા પહેલા આ મનુ ને લઈ લે નહીં તો મારા પછી એનું ધ્યાન કોણ રાખશે. મોટો દિકરો અને વહુ તો તિરસ્કાર જ કરતા હતા મનુ નું કે પાંચ ગામ દૂર કોઈ મંદિરમાં મુકીને આવતા રહીએ પણ લાખી નો જીવ ના ચાલ્યો કહે હું જીવીશ ત્યાં સુધી એને હું પાલવીશ તમારા માથે નહીં પડે. લાખીએ નાની ઉંમરે જ વિધવા થતા બન્ને છોકરા ને દાડીયા મજુરી કરી મોટા કર્યા હતા. મનુ જન્મથી જ મંદબુધ્ધી નો અને બોલી શકતો નહીં. મોટાને ઉંમર થતા પરણાવ્યો પણ વહું ઘરમાં આવતા જ આ ગાંડા ને ક્યાંક મુકી આવો એવી હઠ લીધી એ જોઈ મોટો પણ હવે લાખી આઘીપાછી થઈ હોય તો મારે. અને હવે તો લાખી પથારીમાં હતી તો વહું એક જ ટંક બે રોટલા અને વાડકો શાક આપે એટલે લાખી કકડો રોટલો ખાઈ અને બાકીનું મનુને ખવડાવી દે. રોજ ભગવાનને કરગરી કરગરી ને લાખી થાકી ગઈ. એને રાતે ફરી અણસાર થયો કે હવે હું નહીં રહું વહેલી સવારે લાખી એ શરીરમાં હતી એટલી શક્તિ ભેગી કરી બેઠી થઈ અને પોતે નાહી ને તૈયાર થઈ ભગવાનને દીવો કર્યો અને મનુને જગાડી નહવડાવ્યો નવા કપડાં પહેરવ્યા અને મનુને કહે ચાલ ખેતર જઈ આવીયે કહી હાથ પકડી મા દીકરો નીકળ્યા અને ખેતરમાં કુવા પાસે મનુને લઈ જઈ લાખી કુવામાં જોવા કહ્યું અને પાછળથી ધક્કો માર્યો અને પછી પોતે કુવામાં કુદી પડી.....

ભાવના ભટ્ટ અમદાવાદ...


૨)*મીઠી સાગરની હૂંફ* વાર્તા... ૨૩-૨-૨૦૨૦

અનેરી સાગર કિનારે બેઠી સાગરના મોજાની મજા માણતી હતી અને એક અલૌકિક હૂંફ નો અહેસાસ કરતી હતી અને દૂર દૂર નજર કરી મુંબઈની ઉંચી બિલ્ડિંગો જોતી હતી અને મનમાં દ્રઢ સંકલ્પ કરતી હતી કે ગમે તે તકલીફો કે રૂકાવટ આવે એ સાગર નું સ્વપ્ન પુરુ કરીને જ રહેશે...
સાગર અને અનેરી સ્કૂલ થી જ જોડે ભણતા હતા અને કોલેજમાં પણ સાથે જ હતા બેવ એકબીજા ને ખુબ જ પ્રેમ કરતાં હતાં..... બન્ને ના ઘરના પણ આ લોકો આ બન્ને ની સાચી ભાવના અને પ્રેમ જોઈને અને એમની જોડી જોઈ રાજી હતા એટલે ધામધૂમથી લગ્ન થઈ ગયાં....
લગ્ન થઈ ગયાં અને યુરોપ ટ્રિપ પણ કરી આવ્યાં.... સાગરને એના પિતાનો બિલ્ડીંગ કન્ડ્રકસનનો ધંધો હતો અને કાઠિયાવાડ ના એક નાનાં ગામડાંમાં જમીન અને ઘર હતા હજુ ધંધામાં ઉંચી ઉડાન નહોતી પણ બીજી કોઈ તકલીફ પણ નહતી.... અનેરી પણ ઘર અને ઓફિસ બન્ને સંભાળતી.... લગ્ન ને પાંચ વર્ષ થયા જોડીયા બાળકો આવ્યા એક દીકરી હતી અને એક દીકરો હતો ઘરમાં ખુશીનો માહોલ છવાઇ ગયો.... ઓળખીતા,સટાફ, અને સગાંવહાલાં ને મિઠાઈ ઓ વહેંચવામા આવી....
આજે બન્ને બાળકોને એક વર્ષ થયું તો સાંજે બર્થ-ડે પાર્ટી નું આયોજન હતું... રોજ સવારે ચાલવા જતા સાગર ના માતા પિતા એક પૂરપાટ આવતી ગાડીની હડફેટે આવી ગયા અને ત્યાં જ એમનું પ્રાણપંખેરું ઉડી ગયું..... ઘરનો માહોલ ગમગીન ભર્યો બની ગયો અને રોકકળ થઈ ગઈ... આ વાત ને છ મહિના થયા હતા અને અનેરી ના મમ્મી પણ ટૂંકી માંદગી પછી પ્રભુ ધામ ગયા.... અનેરી એક જ સંતાન હતી અને એના પિતા એક કંપનીમાં નોકરી કરતા હતા જે રિટાયર જિંદગી જીવી રહ્યા હતા એમનો એક ફ્લેટ હતો... મા ના અવસાન પછી સાગર સમજાવીને અનેરી ના પિતાને જોડે રહેવા સમજાવીને લાવ્યો અનેરી ખુબ ખુશ થઈ...... અનેરી અને સાગર ખભેખભા મિલાવી ધંધો વધારવા દોડધામમાં પડ્યા હતા.... સાગરનું સ્વપ્ન હતું સૌથી ઉંચી બિલ્ડિંગ બાંધવાનું એ માટે એક જમીન જોઈ હતી અને એની દોડધામમાં સાગર એટલો પડ્યો હતો કે ના ખાવાનું અને ના શરીર નું ધ્યાન રાખતો અને એક રાત્રે ના થવાનું થયું ....
સાગર ને ગભરામણ થતી હતી અને છાતીમાં દુખાવો અને પસીનો ફૂલ એ.સી. માં પણ થતો હતો અનેરી એ ફેમિલી ડોક્ટર ને ઘરે બોલાવ્યા એમણે કહ્યું કે જલ્દી હાર્ટ સ્પેશયાલિસ પાસે લઈ લો.... ગાડીમાં લઈ જતાં જ હાર્ટએટેક ના લીધે સાગર બચી ના શક્યો.....
અનેરી ના માથે આભ ટૂટી પડ્યું એણે જાતને અને બાળકો અને પિતાને સંભાળ્યા અને મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે હું સંભાળીશ ધંધો અને ઘર......
આજે ઓફિસમાં મિટીંગ પતાવીને સાગર ની યાદ બહું જ આવતી હતી અને એકલતા લાગતી હતી તેથીજ સાગરના મોજામાં સાગરની હૂંફ અને શાંતિ મેળવવા બેઠી હતી અને સાગરના સ્વપ્ન ને પૂરાં કરવા દ્વડ સંકલ્પ સાથે ઉઠી અને મક્કમતાથી ડગલાં ભરી રહી......
ભાવના ભટ્ટ અમદાવાદ........