The Dark Night in Gujarati Horror Stories by Dhruv Patel books and stories PDF | The Dark Night

Featured Books
Categories
Share

The Dark Night

Hello ... આજની આ સ્ટોરી થોડી અજીબ છે, હું સાચું કહું તો એકદમ અજીબ છે... આ વાંચીને તમને લાગશે કે ધ્રુવ નુ મગજ ફરી ગયું છે અને ગાંડો થઈ ગયો છે એવું કઈ રીતે બની શકે અને આવું લખતા પહેલાં એને વિચાર્યું પણ નઈ....




(1) આ સ્ટોરી પુરે પુરી મને આજે આવેલા સપના ઉપર છે...

(2) સપના ની શરૂવાત ક્યાંથી થઈ હતી એ યાદ નથી પણ વચ્ચે ને થયું એ મને યાદ છે.

(3) જેમ કહ્યું એમ આ એક સપનું જ છે અને એમાં થયેલી વસ્તુઓ નો real life ની વસ્તુઓ સાથે કોઈ સંબંધ નથી અને અમુક વસ્તુ એવી પણ બની છે જે real life માં વિશ્વાસ કરવો પણ અશક્ય છે....

(4) તમારો સમય બગાડવા નથી માંગતો પણ આ સપનું અત્યાર સુધીનું મારુ સહુથી અજીબ સપનું છે એટલે હું લખું છું..

(5) મારા સાથે મારા સપનામાં ચાલો તમે એને enjoy કરો પણ શરૂઆત થી કહું છું કે આ સપનામાં થયેલી કોઈ પણ ઘટનાને real life સાથે સરખાવવી નહિ અને આમાં એવું જ હોય જે real life માં ના હોઈ શકે...

(6) આ સ્ટોરી માં હું જ છું અને મારી FRIEND છે....

..


તો ચાલો તૈયાર થઈ જાઓ એક સ્ટોરી ના પ્રવાસ માટે જેમાં કોઈ ટોપિક નથી પણ કંઈક છે જે હવે FEEL કરશો.
......
ઇન્સ્ટાગ્રામ માં મારી એક ફ્રેન્ડ દ્રષ્ટિ નો મને મેસેજ આવે છે... એ મને મળવા પાટણ આવે છે....મારા મોઢા પર કંઈક અલગ જ સ્મિત હતું ખબર નઈ કેમ હતું કારણ કે અત્યાર સુધી તો એ મારી friend જ હોય છે અમે ઓનલાઈન મળેલા friend છીએ તો મળવાનું ઘણા સમય પછી થવાનું હતું.... હું બહુ જ ખુશ હતો.... બીજા જ દિવસે આવવાની હતી અને હું આજે જ તૈયાર થઈને બેઠો તો... કઇ વાત ની ઉતાવળ હતી મને ખુદને નથી ખબર.. હું કાલે સુ પહેરીશ દ્રષ્ટિ ને ક્યાં ક્યાં લઈ જઈશ ફરવા અને સુ વાતો કરીશ... એટલી હદે મેં નક્કી કરી નાખેલું... રાતે ઊંઘ પણ ન આવી... મારો સ્વભાવ એકદમ બદલાઈ ગયો હતો.. જેમ નાના છોકરા ને ચોકલેટ આપીએ અને એ ખુશ થઈ ને કોઈ પણ વાત માં હા માં હા મિલાવી નાખે બસ એવું જ કંઈક...

આખરે દસ વાગ્યા... સ્ટેશન માં દૂરથી ટ્રેન ના હોર્ન નો અવાજ સંભળાય છે વરસાદ ની ઋતુ છે તો વાદળો છવાયા છે આકાશ એક દમ બ્લેક કલર નું થઈ ગયું છે અને વરસાદની શરૂઆત થઈ... સામે થી ટ્રેન આવી રહી છે એનો આભાસ થાય છે પણ કેટલે આવી એ દેખાતી નથી પણ થોડી જ મિનિટમાં ટ્રેન સ્ટેશન પર પહોંચે છે...

એક એક કરીને બધા ટ્રેઈન માં થી ઉતરે છે પણ મારી નજર એક જ માણસ ને શોધી રહી છે
બધા એક એક કરીને ઉતરી ગયા જોત જોતામાં આખી ટ્રેઈન ખાલી થઈ ગઈ.. અને ટ્રેઈન ખાલી થતા ની સાથે મારા મોઢા પર માયુસી છવાઈ ગઈ... જાણે કંઈક એવી વસ્તુ મેં ગુમાવી તી કે જે મારી જ હતી... પણ wait......આખરે એ ડબ્બા માંથી ઉતરી... સહુથી છેલ્લે પણ ઉતરી ખરા...
મારા મોઢા પર ફરીથી એક ચમક આવી ગઈ જે તમને હું શબ્દો દ્વારા સમજાવી નહિ શકું.... હું એના જોડે ગયો અને પૂછ્યું..

"તારી બેગ ક્યાં છે? "

એણે કહ્યું

"કેમ બેગ?? હું જતી રહીશ પછી મારા ઘરે ચાર વાગે સાંજે મારી ટ્રેઈન છે તો ત્યાં સુધી તારા જોડે છું ચાલ હવે ટાઈમ શુ બગાડે છે... "

આટલું સાંભળીને હું તરત બોલી ઉઠ્યો...

" ચાલ બહાર car parking માં છે... ચાલ મારા જોડે "

એને લઈને હું સ્ટેશન ની બહાર નીકળ્યો અને મારી ગાડી તરફ ચાલ્યો.... ગાડી સુધી પહોંચતા પહેલા અમારી કાઈ ખાસ વાત નથી થઈ ... કારમાં બેસી અમે મારા જુના ઘર તરફ જવા નીકળ્યા જ્યાં મેં મારું બાળપણ વિતાવ્યું હતું હાલ તો હું નવા ઘરમાં શિફ્ટ થઈ ગયો હતો પણ મારી બાળપણ ની યાદો એ જ ઘરમાં હતી એ બતાવવા જ હું એને મારા સાથે ત્યાં લઈ ગયો... ઘરે પહોંચીને દરવાજા નું લોક ખોલ્યું.... એક એક કરીને બધા રૂમ બતાવ્યા અને લાસ્ટમાં વારો આવ્યો મારા રૂમનો જ્યાં મેં મારું બાળપણ વિતાવ્યું હતું... ત્યાં કબાટ ખોલ્યું તો એમાં મારા રમકડાં અને મારી use કરેલી બહુ બધી વસ્તુઓ મળી.. મેં એક એક કરી ને એને બતાવી એ પણ મારા બચપણ ને વિચારી એક એક કરીને એના મગજમાં એક રચના બનાવતી હતી કે હું બાળપણ માં કેવો હતો..... વાતો વાતો માં કંઈક અજીબ વાત થઈ ગઈ અને મેં એને hug કરી લીધું એને મેં મારાથી એક દમ નજીક કરી લીધી એના થી કોઈ જ વાંધો નહોતો પણ થોડીવાર રહીને છુટા પડ્યા.. એને આંખો નીચે કરી મેં પણ આંખો એના ચહેરા પરથી નીચે કરી અને SORRY કહ્યું... એણે મને કહ્યું

" IT'S OK......"

ફરીથી અમે ધીમે ધીમે અમારી વાતો માં ખોવાઈ ગયા થોડી વાર પહેલા સુ થયું એ અમારા બંને ના મગજમાં હતું પણ કોઈ એને યાદ કરીને sad નતુ થવા માગતું એક એક પળ ને enjoy કરવા લાગ્યા... એને મને મારા વિશે પ્રશ્નો પૂછતાં મેં સ્વભાવિક જવાબ પણ આપ્યા.. એ મને બહુ સમયથી ઓળખતી હતી બસ અમે દૂર રહેતા હતા.. એને મારા વિશે અને મને એના વિશે બધું જ ખબર હતી... ધીમે ધીમે આખું ઘર ઘૂમીને અમે ત્યાંથી નીકળી ગયા... અને એને હું મારા નવા ઘરે લઈ આવ્યો... બંને અંદર ગયા અને બેસીને બહુ બધી વાતો કરી.. ત્યાં જ મારી sister હોસ્પિટલ થી ઘરે આવી અને અમને સાથે જોયા.... અમને સાથે જોવા માં એને કોઈ વાંધો નહોતો કારણ કે અમે just સાથે બેસીને વાતો કરતા હતા પણ એની નજર મારી ટી-શર્ટ પર પડેલા લિપસ્ટિક ના ડાઘ પર ગઈ જે અમે hug કર્યું એ સમયે લાગી ગયો હતો ... હવે દ્રષ્ટિ ની નજર પણ એ તરફ ગઈ અને એણે કહ્યું

"દીદી તમે વિચારો છો એવું કંઈ નથી... "

અને sister હસવા લાગી અને ત્યાંથી જતી રહી કાઈ પણ બોલ્યા વગર...

આ જોઈને હું અને દ્રષ્ટિ અમે બંને એમ એકબીજા સામે જોઈ રહ્યા જાણે અમે એવું જોયું હોય જે ક્યારેય possible જ નથી ... પણ થોડી જ સેકન્ડ માં અમે બંને જોર જોરથી હસવા લાગ્યા કારણ કે આવું બનવું બહુ જ અલગ વસ્તુ હતી

વાત વાત માં 3:30 થયા ખબર જ ના રહી.... મેં જેમ તમને પહેલા જ કહ્યું આ સપનું હતું તો બધું જલ્દી જલ્દી થતુ હતુ અને વચ્ચે નું અમુક મને યાદ પણ નથી....

દ્રષ્ટિ બોલી
" હવે મારે ટ્રેન નો સમય થઈ ગયો છે મારે જવું પડશે હવે.. આ સાંભળી ને મારા મોઢા પર નુ સ્મિત જાણે ખોવાઈ જ ગયું હતું જાણે કાઈ એવું સાંભળી લીધું જેનાથી મારા દિલ પર પથર નો મારો થયો હોય.. અને મેં એની હા માં હા મિલાવી દીધી... અને એને મુકવા માટે car નીકળતો હતો ત્યારે મમ્મી ઘરે આવી અને દ્રષ્ટિ ને મળી.. થોડી વાતો કર્યા પછી ફરી યાદ આવ્યું કે દ્રષ્ટિ ને ટ્રેન માટે મોડું થાય છે અને અમે જલ્દી થી car માં બેસીને ત્યાંથી nikadya સ્ટેશન જવા માટે...

(( વચ્ચે રસ્તા માં સુ વાતો થઈ એ મને યાદ નથી))

સ્ટેશન પર એક અજીબ વસ્તુ હતી જે real life માં નથી પણ આ જોઈને મને આપડી real life નું એરપોર્ટ યાદ આવી ગયું.... એમાં કંઈક એવું હતું કે ટ્રેઈન ની ટીકીટ લેવા માટે પાસપોર્ટ જરૂરી હતો અને દ્રષ્ટિ એ ભૂલી ગયેલી એના ઘરે...

(( આ વસ્તુ થોડી અજીબ છે... થોડી નહિ બહુ અજીબ છે પણ સપનું છે... આમ કાઈ કહી પણ ના શકાય))

મેં અંકલ ને બહુ સમજાવ્યા કે પાસપોર્ટ ભૂલી ગઈ છે એને ટીકીટ આપો પણ એ ના માન્યા આખરે દ્રષ્ટિ આગળ આવી અને એના પપ્પા ને કોલ કરીને અંકલ સાથે વાત કરવી એના પપ્પા કોઈ પોલિટિકલ માણસ હતા એટલે વાત ના અંતે નક્કી થયું કે દ્રષ્ટિ ને ટીકીટ આપવામાં આવશે...ટીકીટ લઈને અમે બંને ટ્રેઈન જોડે જવા નીકળ્યા બસ થોડી જ મિનિટની var હતી.....

PLATFORM પર ઉભા હતા અને બસ જવાની તૈયારી હતી તો દ્રષ્ટિએ મને hug કર્યું... આંખમાં પાણી બંનેની હતું પણ બંને છુપાવાનો પ્રયત્ન કરતા હતા

(( અજીબ વસ્તુ અહીંયા છે કે ટ્રેઈન પ્લેટફોર્મ ના ટ્રેક પર નઈ પણ એની બાજુ વાળા ટ્રેક પર છે. ડબ્બા સુધી પહોંચવા માટે ટ્રેક પર ઉતરવું જ પડે... આ બહુ જ અજીબ લાગ્યું... મારા સપનામાં જે આગળ થયું એ આનાથી પણ અજીબ છે))

દ્રષ્ટિએ hug કર્યું અને તરત ટ્રેન નો હોર્ન વાગ્યો.. ટ્રેન ચાલવા લાગી ધીમે ધીમે અને દ્રષ્ટિ એ બૂમ પાડી હું રહી ગઈ છું ઉભા રહો... ટ્રેઈન ના ડ્રાઇવર એ સાંભળી પણ લીધું અને ટ્રેઈન ઉભી જ રહેવા જતી અને દ્રષ્ટિ ટ્રેક પર કુદી ટ્રેઈન વાળા ટ્રેક પર જવા માટે... પણ એનો પગ ખસી ગયો અને એ પડી ટ્રેક પર એના માથા પર કોચ પડી ગઈ અને લોહી નીકળવા લાગ્યું... હું એના જોડે નીચે ઉતર્યો અને એને બંને હાથ થી ઉપાડી... એણે કહ્યું મારી ચિંતા ના કર મને ટ્રેન માં ચડાવી દે, મારા શહેર પહોંચીને હું મારી સારવાર કરવી લઈશ ... મારી બહુ બધી ના પડ્યા છતાં એને જીદ કરી કે મને ટ્રેઈન માં ચડાવી દે હું જતી રહીશ...
માથા માંથી લોહી આવતું હોવા છતાં એ આવું બોલી એ ખૂબ અજીબ હતું મેં એને ઉપાડી ને ટ્રેઈન ના ડબ્બા માં મૂકી અને એ ડબ્બો બિલકુલ ખાલી છે.... જ્યારે ટ્રેન ઉપડવાની તૈયારી હતી તરત મારા મગજમાં વિચાર આવ્યો એને એકલી આમ ન જવા દેવાય અને હું ટ્રેઈન માં ચડી ગયો.... ટ્રેન ત્યાંથી ઉપડી હું અને દ્રષ્ટિ એકલા ડબ્બામાં......

બહાર વરસાદ ધોધમાર ચાલુ છે અને ટ્રેઈન માં ખાલી ડબ્બા માં બસ કોઈજ નથી મારા અને દ્રષ્ટિ સિવાય... ટ્રેઈન એની ગતિ મુજબ ચાલે છે અને દ્રષ્ટિ ના માથા માંથી લોહી બસ વહ્યાં જ રાખે છે... લોહી જોઈને મને ચક્કર આવે એ પહેલાં દ્રષ્ટિ ને ચક્કર આવવા લાગે છે એ મને કહી જ રહી હોય છે કે

"તું મારા જોડે ટ્રેઈન માં કેમ ચડ્યો!! તું જતો રહે તું જતો રહે... Next સ્ટેશન માં ઉતરી જજે.... ક્યાંક જતો રહે જે... "

આટલું બોલી એ બેહોશ થઈ જાય છે... હું મારી ટી-શર્ટ નીકાળીને એના માથા પર બંધુ છું અને લોહીને વહેતુ અટકાવવા પૂરતો પ્રયત્ન કરું છું ત્યાં અચાનક એક એન્ટ્રી થાય છે... એક ઘરડા દાદાની ખબર નઈ એ ક્યાંથી ડબ્બામાં આવ્યા.... હું પણ સપના માં હતો અને સપનું એને જ કહેવાય જે શક્ય નથી અને આપણને દેખાય...

તો એ દાદા એ કહ્યું
" તારું નામ ધ્રુવ છે ને...? "

મેં કહ્યું
" હા "

તો એમણે કહ્યું
"અહીં આવ એક વસ્તુ બતાવું.."
એમના જોડે હું ડબ્બા ના દરવાજા જોડે લગાવેલા એક બોર્ડ સુધી ગયો એ બોર્ડ પર લખ્યું હતું કે...

RIP DRASTI (aeno Matlab k drasti Mari gai che aeni atma ne Santi Male)

અને નીચે લખ્યું હતું

ધ્રુવ LIFE એક મોહ માયા છે.


મેં તરત એ દાદા ને પૂછ્યું

" દ્રષ્ટિ તો જીવતી છે to આવું કેમ લખ્યું અને આવું લખ્યું વળી કોણે?? "

એ કઈ પણ બોલ્યા વગર ઉભા રહ્યા... હું તરત દોડ્યો દ્રષ્ટિ જોડે અને એનો હાથ પકડી બેસ્યો ત્યાં... મારા મોબાઈલ માં રિંગ વાગે છે એ કોલ પપ્પા નો હોય છે.
પપ્પા નો કોલ જોઈને હું ખુશ થઈ ગયો કે મને કંઈક હેલ્પમળશે અને આ અજીબ વસ્તુ થી મને છુટકારો મળશે પણ પપ્પાનો કોલ ઉપાડ્યો પછી કંઈક અલગ જ સાંભળવા મળ્યું મને... પપ્પા એ પૂછ્યું

"ક્યાં છે બેટા ? "

મેં કહ્યું
" ટ્રેઈન માં "

પપ્પાએ કહ્યું
" ભાગીશ નહિ બેટા કાનૂન તને ન્યાય જરૂર આપશે આમ નાસી જવાથી કંઈજ નહિ મળે તે કંઈજ નથી કર્યું મને ખબર છે પણ તું ભાગીશ નહિ... "

હું તરત બોલ્યો
" પપ્પા તમે સુ બોલો છો...?? હું શુકામ ભાગુ!!

ત્યાં પપ્પા બોલે છે
" બેટા તારી friend ની લાશ પ્લેટફોર્મ ના ટ્રેક પર મળી છે
પોલીસ ને અને એ પડી ત્યારે તુ એના બાજુમાં હતો.. અને લોકોએ પોલીસ ને કહ્યું કે તું હતો બાજુમાં અને તે ધક્કો માર્યો.. અને તું ત્યાંથી ગાયબ થઈ ગયો છે તો તારા પર શક છે..."

આ સાંભળી ને મારુ મગજ ફરીથી ફરી ગયું કારણ કે પપ્પા ના કહેવા પ્રમાણે દ્રષ્ટિ મરી ગઈ છે અને એની લાશ ટ્રેક પર છે તો મારી જોડ ટ્રેઈન માં છે એ કોણ છે.? મેં પાછળ ફરીને જોયું તો ત્યાં કોઈ હતું જ નહિ.


(( આ જોઈને તરત હું ઉઠી ગયો... થોડી વાર માટે હું મારી જાત ને સમજાવતો જ રહ્યો કે સપનું હતું એક.... થોડું અજીબ છે પણ આ સપનું મને હંમેશા માટે યાદ રહેશે... તમને શું લાગે છે આ સપના વિશે!! PLZ મને જણાવશો...))