Dil ka rishta - a love story - 29 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 29

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

દિલ કા રિશ્તા A LOVE STORY - 29

ભાગ -29


( આગળ જોયું કે ફાઇનલ રાઉન્ડ રમાઈ ગયો છે અને હવે લોકો પરિણામ ની રાહ જોઈ રહ્યા છે અને જજ ઓડિયન્સ અને પોતાનું અને પૂજા ના પાપા ને સાથે રાખી પરિણામ સંભળાવે છે હવે જોઈએ આગળ )

તેજલ અને રોહન બન્ને ઓડિયન્સ ની સામે ઉભે છે એકબીજા નો હાથ કસી અને પકડી રાખ્યો છે બધી લાઇટ્સ ઓફ થઈ ગઈ છે અને ફોક્સ લાઈટ ફક્ત તેજલ અને રોહન પર છે

જજ- તો આપ સૌ ની આતુરતા ના વધારતા આપણે જણાવી જ દઈએ કે કોણ છે આજ નું વિનર તો જેને આજ ની આ દિલધડક હરીફાઈ જીતી છે એ વિનર છે.....

ધક ધક......ધક ધક......

વિનર છે.......

ધક....ધક.....ધક ધક........



વિનર છે...... તેજલ અને રોહન બન્ને

જોરદાર તાળીઓ થી વધાવો આ બન્ને ને

ત્યાં જ ફ્લેવર ભરેલા ફટાકડા ફૂટે છે સેલિબ્રેશન માટે અને ડ્રોન થી બન્ને પર ફ્લેવર નો વરસાદ થાય છે બધા ની સતત તાળીઓ વાગી રહી છે

જજ - જી હા બન્ને કારણ કે બન્ને ખૂબ સરસ રમ્યા અમારા માટે બેય માંથી કોણ બેસ્ટ એ નક્કી કરવું મુશ્કેલ હતું તો અમે વિચાર્યું કે ઓડિયન્સ વોટ પર થી નક્કી કરીશું પણ ઓડિયન્સ એ પણ બન્ને નું નામ લખેલું હતું તો ખૂબ જ મુશ્કેલી થઈ પછી અમે પૂજા બેન ના પપ્પા ને જણાવ્યું તો એમને કહ્યું કે બધા બાળકો નો ઉત્સાહ વધારવા જ આ ઇનામ રાખ્યું તું બધા જ ખૂબ સરસ રમ્યા તો એ બધા ને હું સ્પોન્સર કરું છું એ લોકો જ્યાં જવા છહે ત્યાં ની ટુર મારા તરફ થી તો એક વખત પૂજા બેન ના પપ્પા માટે તાળીઓ થઈ જાય

બધા એના ફ્રેન્ડ્સ દોડી અને જાય છે એને અભિનંદન પાઠવે છે એની બન્ને ને ખભે ઉપાડી લે છે બંને ખૂબ જ ખુશ હોઈ છે નીચે ઉતરી અને બન્ને એકબીજા ને હાથ મિલાવી અભિનંદન પાઠવે છે


એનાઉન્સર- તો મિત્રો આપ સૌ આજ ના જજમેન્ટ થી ખુશ છો ?? બધા એ કહ્યું - haaaaaa તો જોરદાર તાળી આપના જજ મિસ્ટર એન્ડ મિસિસ ચોંટાઈ માટે પણ પાડી દો અને તમને આજ નું ઓર્કેસ્ટરા ગમ્યું હોઈ તો એના માટે પણ તાળી પડી જાય સતત તાળીઓ વાગતી રહી

તો આજ ની આ મસ્તીભરી રાત ને આપણે અહીંયા જ વિરામ આપીએ છે આપની સમક્ષ પ્રસ્તુત હતું પોરબંદર નું ખૂબ જ જાણીતું અને લોકપ્રિય

ઇન્ટરનેશનલ ઓર્કેસ્ટરા બાબલાબિટ્સ...

કે જેને પોરબંદર પંથક તો ઠીક પણ દેશ વિદેશ માં પણ નવરાત્રી માટે બોલાવવા માં આવે છે અને પોરબંદર માં લોકમેળા માં પણ બાબલાબિટ્સ ની ટિમ જ હોઈ અને પોરબંદર માં કોઈ પણ મોટા કલાકારો નો શૉ હોઈ તો એ પણ બાબલાબિટ્સ ની ટિમ દ્વારા જ ઓર્ગેનાઇસ થયો હોય અને આ બધા પાછળ સૌ થી વધુ મહેનત હોઈ તો એ છે ગ્રુપ ના ઓનર એટલે કે

રવિ એરડા

જે પોતે ખૂબ સારા રિધમિસ્ટ છે સિંગર પણ છે ડિજિટલ સાઉન્ડ સિસ્ટમ પણ ધરાવે છે અને બધા શો પાછળ એની ખાસ મહેનત હોઈ છે અને આપણા સૌ ના પ્રસંગ ને જિંદગી ભર યાદગાર બનાવે છે તો આપ સૌ ના શુભપ્રસંગ ને યાદગાર બનાવવા માટે જરૂર યાદ કરો રવિ એરડા પ્રેઝન્ટ ઓર્કેસ્ટરા બાબલાબિટ્સ ને....

બધા એ સતત તાળી પાડી અને આજ ની રાત ને સંગીતમય બનાવનાર કલાકાર ગ્રુપ ને પણ વધાવ્યું

ઘણા લોકો કાર્ડ લઈ ગયા એમા એના મોબાઈલ નંબર ઉપલબ્ધ હતા

રવિ એરડા mo.9426167092

બધા મહેમાનો માટે આઈસ્ક્રીમ આવે છે અને બધા મહેમાનો આઈસ્ક્રીમ ખાઈ અને વિદાય લે છે

બધા જમવા જાય છે ટેબલ ગોઠવાઈ છે રશ્મિ રોહન માટે ડિશ લેવા જાય છે રોહન ટેબલ પર આવી ને બેસે છે અને જુવે છે કે કયા થી ડિશ લેવાની ત્યાં તો રશ્મિ જમવાનું લઈ અને હાજર થઈ જાય છે રોહન એ આભાર માન્યો તેજલ પણ આવે છે ત્યાં મહેમાનો ને બેસવા નું કહી કેટરિંગ બોય બધા ની ડિશ બનાવી આપે છે બધા જમવા બેસે છે બધા પૂજા અને સંજય ને મીઠું મોઢું કરાવે છે ત્યાં કોઈ એ કહ્યું આજ તો તેજલ અને રોહન નું પણ મીઠું મોઢું કરાવવું જોઈએ પણ સૌ થી પહેલા તમે બન્ને એકબીજા ને સ્વીટ ખવડાવો તેજલ અને રોહન એ સ્વીટ લઈ એક બીજા ને ખવડાવ્યું પછી બધા તૂટી પડ્યા બન્ને પર ખવડાવવા માટે પૂજા એ કહ્યું મેરેજ અમારા છે કે એ બેય ના એ નથી સમજાતું ફોક્સ અમારા કરતા એના પર વધુ છે તમારું... બધા હસવા લાગ્યા ફક્ત રશ્મિ સિવાય...

હસીમજાક માં જમવાનું પૂરું કર્યું બધા ઘરે જવાની તૈયારી કરી રહયા હતા રોહન એ જોયું કે તેજલ એકલી ઉભી છે એ તેજલ પાસે ગયો

રોહન - કેમ એકલી ઉભી છે

તેજલ - કાઈ નહિ પૂજા આવે જ છે તો રાહ જોવ છું

રોહન એ મન માં કૈક વિચારી અને તેજલ ને કહ્યું તેજલ મારો ફોન નથી મળી રહ્યો જરા તારા ફોન માંથી રિંગ કર ને

તેજલ ને હસવું આવી ગયું તેજલ એ કહ્યું કે ખોટા આઈડિયા ના લગાવ તારે મારા મોબાઈલ નંબર જોઇએ છે ને ચલ કરી લે સેવ

રોહન એ દાંત વચ્ચે જીભ ચિપી હસવા લાગ્યો અને નમ્બર સેવ કરે છે રોહન ને અજય બોલાવે છે તો એ તેજલ ને બાય કહી અને જાય છે મન માં ખુશ થતો થતો કારણ કે તેજલ ના નમ્બર પણ મળી ગયા હતા તો હવે એ એમા વાત કરી શકશે

તેજલ એ પોતાનો મોબાઈલ કાઢ્યો ત્યાં સ્વિચ ઓફ હતો એને પૂજા ને કહ્યું કે તું અને રશ્મિ આવો હું રૂમ માં જાવ છું મારા મોબાઈલ ની બેટરી ડાઉન થઈ ગઈ છે કોઈ નો કોલ આવશે તો ખબર નહી પડે પૂજા એ કહ્યું ઠીક છે

તેજલ રૂમ માં જઇ અને મોબાઈલ ચાર્જ પર મૂકી અને ચેન્જ કરે છે ચણીયા ચોલી પેર્યા હોવાથી બધું ચેન્જ કરતા અડધી કલાક થઈ પૂજા અને રશ્મિ હજી આવ્યા ના હતા ફોન ની બેટરી 50% ચાર્જ થઈ ગઈ હતી એટલે એને ફોન ઓન કર્યો અને સ્ક્રીન ઓન થતા નોટિફિકેશન આવી મોબાઈલ સ્વીચઓફ હતો ત્યારે 20 મિસકોલ અને ઓન હતો ત્યારે 22 મિસકોલ એક જ નમ્બર પર થી તેજલ ને ધ્રાસકો પડ્યો કારણ કે નમ્બર જાણીતો હતો એને ફોન લગાડ્યો સામે ની વ્યક્તિ એ ફોન ઉપાડી કૈક કહ્યું એ સાંભળી તેજલ ના પગ નીચે થી જમીન ખસી ગઈ......


TO BE CONTINUE.......


( કોનો ફોન હતો???? એને એવું શું કહ્યું કે તેજલ ને આંચકો લાગ્યો???? રશ્મિ રોહન ના તેજલ પ્રત્યે ના પ્રેમ ને સ્વીકારી શકશે???? શુ થશે આગળ એ જાણવા વાંચતા રહો

દિલ કા રિશ્તા...