“દીલ” ની કટાર
માં નો ઓછાયો
અમદાવાદ રેલ્વે સ્ટેશને હાંફળો હાંફળો પહોંચ્યો. એકતો ટ્રેઇનનો સમય થઇ ગયો હતો ગુજરાત ક્વીન ઉપડવાને માત્ર પાંચ મીનીટ જ બાકી હતી હજી લાઇનમાં ઉભા રહીને ટીકીટ લેવી બાકી હતી. ચાલતા ચાલતા સ્ટેશનમાં કોઇ વચમાં આવે તોય જાણે ગુસ્સો આવ્યો કે આ મોડું કરાવે છે. મારાંથી નીકળતાં મોડું થયું એ યાદ ના આવે.
ટીકીટ બારીએ પહોંચીને જોયું બાપરે લાઇન લાંબી હતી હવે ગભરાયો શું કરીશ ? ટ્રેઇન ઉપડી તો નહીં જાયને અંદર મનમાં ચિંતાનું વલોણું ફરી રહેલું પણ સદનસીબે ટીકીટ આપનાર ઝડપી હતો. મનોમન ઇશ્વરનો પાડ માન્યો જલ્દી નંબર આવી ગયો ટીકીટ લઇને શું દોટ મૂકી છે જેવો પ્લેટફોર્મ પર પહોંચ્યો અને જોયું ટ્રેઇનની વ્હીસલ વાગી ગઇ છે અને ધીમાં પગલે ચાલવી શરૂ થઇ ગઇ છે.
ખભે ભરાવેલો થેલો સરખો કરીને દોડીને ટ્રેઇનનાં દરવાજે પહોંચ્યો તો દરવાજે બે જણાં બેસી ગયેલાં એટલો કાળ ચઢ્યો બોલાઇ ગયું "અલ્યા અંદર તો જવા દો હજી ટ્રેઇન પ્લેટફોર્મ પર છે અને જગ્યા પચાવી લીધી અને માંડ અંદર પ્રવેશ્યો... હાશ કરી...
કોલેજનું છેલ્લુ વર્ષ હતું.. શનિ-રવિ ઘરે આવેલો સોમવારથી આમેય અઠવાડીયુ ચાલુ થયુ નવુ અને આણંદ કોલેજ પહોચી એજ રૂટીન... મેસનું જમવાનુ અને બધી તકલીફો શરૂ. બસ એકજ વાત સારી હતી ભણવું ખૂબ ગમતું.
મેં ટ્રેઇનનાં ડબ્બાની અંદર ડોકીયા કરવા માંડ્યા ક્યાંક જગ્યા હોય તો બેસી જઊં. અને હું ધીમે ધીમે જગ્યા કરતો કરતો બધાને અથડાતો અંદર ગયો. થોડાં ઘણાં ઉભેલાં એ કોઇ જગ્યા આપે એની રાહમાં ટગર ટગર બધે જોઇ રહેલાં 3ની બેન્ચ પર ચાર જણા બેસી ગયેલાં કોઇક જગ્યાએ મોટાં પ્લાંઠા વાળી ત્રણ જ જણાં બેઠાં હતાં એ લોકો વહેલાં આવી ગયેલાં અને સીટ પચાવી હતી એટલે ત્રણની સીટ પર ત્રણ જ બેસી શકે અને એમનો જન્મસિધ્ધ હક્ક હોય એવાં રૂઆબ સાથે બેઠેલાં. 125 કરોડની વસ્તીમાં થોડુંક એડજેસ્ટ કરવું એમને જાણે પોસાતું નહોતું આખી ટ્રેઇન ખરીદી લીધી હોય એવા હાવભાવ હતાં. એત્રણ જણાની વચ્ચે વચ્ચ એક 50-55ની આસપાસનાં બહેન બેઠાં હતાં. એમની અને મારી નજર એક થઇ મારી આંખમાં આજીજી ભાવ સ્પષ્ટ હતો કે મને બેસવા જગ્યા મળે એમણે એ જોયું હશે પણ સમજીને પણ કંઇ બોલ્યા નહીં.
ત્યાં સામેની બેન્ચમાં એક ઉભેલાં એમણે થોડાં ખસોને એમ કહીને જગ્યા માંગીને બેસી ગયો. મને થયું મારામાં જ હિંમત નથી આ કેવો એસ્ક્યુઝ મી કહીને બેસી ગયો ?
મારામાં પહેલેથી જ શરમ -સંકોચ એટલે રહ્યો ઉભો ને ઉભો એવું નહીં કે થોડાં ખસો આટલી જગ્યા છે એ હિંમતનાં અભાવે ઉભો રહેલો.
મારી નજર ફરીથી એ બહેન પર પડી એમણે મારી આંખોમાં ખાનદાની સંકોચ અને શરમ જોયાં.. એમાના ચહેરામાં મને મારી માં જેવો ઓછાયો દેખાયો એવી જ જાણે પ્રતિકૃતિ.. જેવો એવો ભાવ મનમાં આવ્યો અને જાણે ચમત્કાર થયો.
એ બહેને મારી સામે જોયું પછી એમની બાજુમાં જે પલાઠો મારીને પહેલવાન જેવો બેઠો હતો એનો પ્લાઠોને એમણે બે હાથની જોરથી ધક્કો મારી જગ્યા કરી અને કીધુ "એય છોકરા અહીં બેસી જા.. આમ દયામણાં થઇ ઉભા રહીએ કોઇ જગ્યા ના આપે જાણે વીસ રૂપિયામાં આખી ટ્રેઇન ખરીદી હોય એમ બેસી જાય છે બેસ અહીં...
મારી આંખમાં આભારનો
ભાવ આવી ગયો એમનાં ચહેરામાં માંનો ઓછાયો જાણે સાક્ષાત્કાર થઇ ગયો પેલા ભાઇને પણ પછી શરમ આવી મને જગ્યા કરી આપી.
બેઠાં પછી કહે થોડી હિંમત રાખવાની તું ક્યાં એમની જગ્યાં માંગે છે ? જગ્યા કરીને બેસી જવાનું કોઇ કોઇનું વિચારતું નથી.. પછી ચૂપ થઇ ગયાં.
માં નો ઓછાયો અને પછી એમની શીખામણ બરાબર ગળે ઉતરી ગઇ મનોમન વંદી રહ્યો... """"""""""""""""""""""""""""""