MANVATANI MAHEK in Gujarati Motivational Stories by Krupal Rathod books and stories PDF | માનવતાની મહેક

Featured Books
Categories
Share

માનવતાની મહેક

૧.આઠ ધાણાદાળ

કોઈ અમીર યુવક એકવાર પોતાના પિતા સાથે કોઈ શહેરમાં ખરીદી કરવા માટે ગયો . બંને શહેરમાં ફર્યા . થોડાસમય પછી તેઓ થાકીને એક બાગમાં બેસવા ગયા . સામે એક ઠંડા પીણા ની દુકાને તેઓ ગયા .

દુકાન પર કોઈ વૃધ્ધ દાદા બેઠા હતા.ખાસ ભીડ નહોતી માત્ર બે ગ્રાહક હતા. બંને દુકાન પર પહોચ્યા ત્યારે માત્ર તેઓ જ ત્યાં હતા પેલા બંને જતા રહ્યા હતા . યુવકના પિતાએ બે લીંબુ શરબતનો ઓર્ડેર દીધો .

બન્નેં એ શરબત પીધું .ત્યારબાદ યુવકના પિતાએ લીંબૂ શરબતનો ભાવ જોયો તેમાં રૂપિયા નવ લેખેલા હતા.બે શરબતના પૈસા ચુકવવા પિતાએ વીસ રૂપિયાની નોટ કાઢી.અને પેલા વૃધ્ધ દાદાને આપી .

સાહેબ “ છુટા નથી .મહેરબાની કરીને છૂટા આપો પેલા પાસે પણ છુટા પૈસા નહોતા માટે તેમણે બે રૂપિયા રાખી લેવા કહ્યું .

તેમ છતાં પેલા દાદાએ પૈસા છુટા પૈસા શોધવા પ્રયત્ન કર્યો પણ છુટા પૈસા ન હોવાથી દાદા બાજુની બે દુકાન પર છુટા પૈસા લેવા માટે ગયા તેમ છતાં તેમને ક્યાયથી છુટા પૈસા ન મળ્યા છેવટે થાકીને દાદા પાછા દુકાન પર આવી ગયા. તેમણે એક બરણી માંથી આઠ ધાણાદાળ કાઢી અને પેલા યુવકને આપી .

એક ધાણાદાળનાં પચાસ પૈસા લેખે બે રૂપિયાની તો ચાર ધાણાદાળ આવે પણ દાદાએ આઠ ધાણા દાળ કેમ આપી તેમ પેલો યુવક અને તેના પિતા વિચારવા લાગ્યા. એ જે હોય તે પણ ફાયદો છે એમ સમજી તેઓ ચાલતા થઇ ગયા .

યુવક અને તેના પિતાને ચાલતા જોઇને દાદાએ કહ્યું “સાહેબ એમાં તમને મેં કાઈ વધારે નથી આપ્યું હો એ તમારા હકનું જ છે” દાદાની વાત સાંભળીને પેલા બંને પાછા વળ્યા અને દાદા પાસા ગયા .

પિતાએ જરા શરમાઈને કહ્યું કેમ દાદા ...બે રૂપિયાના વળતરમાં ચાર નાં બદલે આઠ ધાણાદાળ કેમ આપી ..?

અરે ..ભાઈ હું શાનો ધંધો કરૂ છું ..? શરબત નો કે ધાણાદાળનો ...?

શરબતનો ...જ તો વળી ...પણ કેમ દાદા આવું પૂછો છો ?

દાદાએ વિગતવાર સમજણ આપી ...

જો સાહેબ મારો ધંધો શરબત વહેચવાનો છે નહિ કે ધાણાદાળ વહેચવાનો .હું તમારી પાસેથી શરબત વહેચીને રૂપિયા કમાઉ એજ મારી સાચી કમાણી છે. મેં તમને ધાણાદાળ છુટા પૈસાની સમસ્યા દૂર કરવા આપી છે નહિ કે તેમાંથી પણ પૈસા કમાવા . મને આ એક ધાણાદાળ પચીસ પૈસામાં પડે છે માટે મેં તમને પણ પચીસ પૈસામાં આપી એમાં મેં તમને વધારે ક્યાં આપ્યું કહેવાય ? સાહેબ આ દુનિયા ભલે અમીરી ની નોંધ લેતી હોય પણ ઈશ્વરના દરબારમાં તો માત્ર ઈમાનદારીની જ નોંધ લેવાય છે.

પેલો યુવક અને તેના પિતા દાદાની વાતો સાંભળીને અવાક જ રહી ગયા.

૨.નિયત

કોઈ એક આશ્રમમાં એક જ્ઞાની સાધુ મહાત્મા રહેતા હતા.તેઓ આશ્રમમાં દીનદુખીયાઓને આશરો આપતા.તેમજ તેઓ આશ્રમની દેખભાળ રાખતા.

આ આશ્રમમાં દ ર વર્ષે યજ્ઞ કરવામાં આવતો અને સાધુ મહાત્મા દર વર્ષે તેમાં લાખો શ્રધ્ધાળુઓને ભોજન કરાવતા. દુર- દુર થી લોકો આશ્રમમાં આવતા અને જ્ઞાની સાધુના પ્રવચનનો લાભ લેતા

આવી જ રીતે એક વખત આશ્રમમાં યજ્ઞનું આયોજન થયું હતું.તેના માટેનો ભોજન બનાંવાનો સમાનની તૈયારી ચાલતી હતી.આ સમાન દાની લોકો વિવિધ રીતે આશ્રમ સુધી પહોચાડતા.

ભોજનનો તમામ સમાન આવી ગયો હતો. માત્ર ખાંડ આવવાની બાકી હતી.લાંબો સમય થઇ ગયો હોવા છતાં પણ હજી સુધી ખાંડ આવી ન હોવાથી સાધુ ખુબજ ચિંતિત હતા.

બીજી બાજુ જે ટ્રક ચાલક ખાંડ લઇને આવતો હતો તેની નિયત બગડી તેણે થયું કે આટલી બધી ખંડની બચાકીઓ છે આમાંથી કદાચ હું બે ત્રણ બચકી મારે ઘરે રાખી દાવ તો સાધુને ક્યા ખબર પડવાની છે આમ વિચારીને તેણે બે બચકી પોતાના ઘરે લઇને મૂકી દીધી. પછી ખુશ થાતાથતા તેણે ગાડી આશ્રમ ભણી ચલાવી મૂકી.

આશ્રમ જઈને તે સીધો સાધુ પાસે પહોચી ગયો.ગુનો કર્યા પછી જેવી રીતે માણસ ડાહી ડાહી વાતો કરે તેવી વાતો કરવા લાગ્યો.પછી તેમણે પૂછ્યું ‘મહારાજ..ખાંડની બચાકીઓ આવી ગઈ છે ક્યાં મુકાવું.....?

સાધુ મહાત્માએ તેની સામે જોઇને કહ્યું : ‘બેટા..પેલી બે બચકી જ્યાં રાખી છે ત્યાં જ રાખવી દે....આ સાંભળતાજ પેલો ટ્રક ચાલક સાધુ મહાત્માના પગ માં પડી ગયો અને રડીને માફી માંગવા લાગ્યો..