નમશકાર મિત્રો,
તો આજે હું શર્વિલ પંડિત એક સત્ય ઘટના આપણી સમક્ષ રજુ કરું છું, આશા છે આપ સૌ ને ગમશે.
તો આ વાત છે વર્ષ 2016 ની, એક બાળક 10માં ધોરણ માં ભણતો હતો. 9મું ધોરણ પૂરું કર્યા બાદ આ ભાઈ vacation દરમ્યાન ગયો એના ફોઈ ના ઘરે . એ ફોઈ એક COLLEGE ના LIBRARIAN હતા. તો એક દિવસ આ બાળક એના ફોઈ જોડે LIBRARY માં બેસીને એક કાવ્ય પુસ્તક વાંચતો હતો. વાંચતા વાંચતા એને ખબર નહીં શુ થયું તો એને અચાનક એક કાગળ અને પેન લઈને કંઈક લખવાનું શરૂ કર્યું. થોડા ક્ષણો બાદ એ એના ફોઈ જોડે આવ્યો અને પેલું કાગળ બતાવ્યું. એ કાગળ માં એક સુંદર નાની કવિતા હતી જે એને એના પિતા માટે લખેલી હતી. એના ફોઈ એ હર્ષોલ્લાસ થી આ કવિતા સૌ લોકો ને બતાવી. ત્યાં જાણવા મળ્યું કે એક અખબાર તેના વાચકો ને એમની રચના લોકો સુધી પહોંચાડવામાં મદદ કરે છે,અને તેનો નિશ્ચિત TOPIC હોય છે. અને અત્યારે પિતા ના ટોપિક ઉપર જ કામ ચાલે છે. એમ શરત એટલી કે લેખન તમારું જ હોવું જોઈએ,અને બીજા બધી રીતે સૌ ને ગમે એવું હોવું જોઈએ.2 દિવસ રહીને એ બાળક ના પિતા એને પરત લેવા આવ્યા હોય છે. ત્યારે ફોઈ કહે છે કે જાઓ તમે આ કાગળ નામ, સરનામું અને PHOTO સહિત આપતા આવો. પિતા કહે છે કે આ બધું ના કરાય, આનો મતલબ નથી ,ભણવા માં ધ્યાન આપો. સૌ ની જીદ બાદ એ લોકો આપવા જાય છે. બીજા દિવસે એ કવિતા અખબાર માં છપાયેલી હોય છે. સૌ લોકો ખૂબ જ ખુશ હોય છે. પિતા એના દીકરા ને વ્હાલ પણ કરે છે અને એ દિવસે એને જે મન થાય એ બધું જ કરવા દે છે.
હવે દીકરો કંઈક ખાસ પ્રકાર હોય છે, એનું ન તો કોઈ મિત્ર હોય છે, અને એકદમ શાંત, એકલવાયો હોય છે. થોડા મહિનાઓ બાદ તેના નિશાળ માં આ કવિતા ની વાત ખબર પડે છે તો સૌ કહે છે કે આને ક્યાંક થી ચોરીને મોકલાવી છે. છોકરો ખૂબ જ નિરાશ થાય છે. એ ઘરે આવીને આ વાત ની જરા પણ જાણ નથી કરતો. જે પણ થયું બધું જ મન માં દબાવી બેસે છે. એ જ વર્ષે એના પરિવાર પર ઘણી મુશ્કેલીઓ આવે છે અને ખાસ એના સર્વસ્વ એના પિતા ઉપર. બંને પિતા પુત્ર સ્વભાવે―દેખાવે સરખા અને એમના વચ્ચે નો સુનહેરો સંબંધ ક્યાંક જ કોઈ ને જોવા મળે.
બાળક ઘણી કઠિન પરિસ્થિતિઓ માંથી પસાર થાય છે, અને ત્યાર બાદ BOARD ની પરીક્ષા આપે છે. આખું પરિવાર કોઈ જ આશા નથી રાખતું,કે પરિવાર ની પરિસ્થિતિ થી જે પણ RESULT આવે એ સ્વીકારી લઈશું. થોડા સમય બાદ બાળક સારા ગુણ થી ઉત્તીર્ણ થાય છે અને ત્યાં જ એના વર્ષો જુના મિત્ર નો CALL આવે છે. RESULT જાણ્યા બાદ તેના પિતા જે એક નિશાળ માં શિક્ષક હોય છે એ SCIENCE માં ADMISSION બન્ને નું સાથે કરાવે છે. હવે એ બાળક ના જીવન માં 3 મિત્ર આવ્યા, નિરલ કે જે વર્ષો જૂનો મિત્ર હોય છે, શુભમ અને સ્નેહ જે એના નવા નિશાળ માં મિત્ર બને છે. એ જ દરમ્યાન શર્વિલ MAATRUBHARTI APP ની એક પ્રતિયોગીતા કાવ્યોત્સવ માં "માઁ" પર કવિતા લખે છે. તેમાં ખૂબ જ સરસ પ્રોત્સાહન બાદ ભારત ના પુલવામાં માં સૈનિકો નું નિધન થાય છે, અને આ TOPIC પર એ એક કવિતા લખે છે . અને આ 3 કવિતાઓ થી આ બાળક ની એક કવિ બનવાની શરૂઆત થઈ. આ જ દરમિયાન ગણિત ના ક્લાસ માં એના જીવન માં 2 ખાસ લોકો આવ્યા. જૈમીન ભાઈ અને શ્રેય, હવે નિરલ અચાનક diploma લે છે. અને આટલા લોકો ના પ્રોત્સાહન, સપોર્ટ થી એ બાળક આગળ વધે છે. 11મું ધોરણ pass કરી 12 માં ધોરણ માં આવે છે,અને હવે દેવ અને નમન નામ ના 2 મિત્ર એ બાળક નો સહારો બન્યા. એટલે શુભમ ,સ્નેહ ,દેવ,નિરલ,નમન,શ્રેય,દેવ અને જૈમીન ભાઈ આટલા લોકો ના સહારે બાળક આગળ વધ્યો. હવે ધીમે ધીમે જેમ જેમ એ tution ના કલાસ માં જોડાતો ગયો એમ લોકો થી ઓળખાણ વધતી ચાલી ,અને અંજલિ નામ નું એક પાત્ર આવ્યું. અંજલિ પહેલા એ બાળક થી કાંઈક કારણોત્સર નફરત કરતી હતી. પણ અંજલિ શ્રેય અને દેવ ની ખાસ મૈત્રી હતી. થોડા સમય બાદ શર્વિલ એ કંઈક એવું શોધ્યું અને એના વિચારોના આદાન પ્રદાન બાદ અંજલિ ને એની ભૂલ નો એહસાસ થયો,અને એ બાળક ને એક વધુ સહારો મળ્યો. ત્યાર બાદ એ બાળક ને નિશાળ માંથી મિલોની નામ ની એક છોકરી નો સહારો મળ્યો. આટલા સાથીઓ ના સહારા સાથે એ બાળકે માતૃભારતી પર એક કાવ્યસંગ્રહ બહાર પાડ્યો. અને એ જ દિવસે ઇશીતા નામની છોકરી ને એ બાળકે એનો કાવ્યસંગ્રહ મોકલ્યો. થોડું વધુ લખતો ગયો , OPEN-MIC ઇવેન્ટ માં જતો થયો અને એના લખવાનો પ્રેમ વધ્યો, એને પ્રોત્સાહન મળતો ગયો.12મું પાસ કરી હવે VACATION માં આ બાળક WRITERS SHABDMEL OPEN-MIC ના સંપર્ક માં આવ્યો અને એના માં કાંઈક એવો બદલાવ આવ્યો કે હવે એ પહેલા કરતા કાંઈક અલગ જ બની ગયેલો. WRITER'સ SHABDMEL ,ઇશીતા,મિલોની,અંજલિ,દેવ,શ્રેય,જૈમીનભાઈ,નમન,સ્નેહ,શુભમ,વગેરે સૌ ના સાથ થી એ બાળક હવે ઘણો પ્રખ્યાત કવિ બન્યો. COLLEGE માં ADMISSION લીધું, સાહેબો પણ એ બાળક ની કવિતાઓ ને પ્રોત્સાહન આપતા ગયા. એની કવિતાઓ સારા સારા STUDIO માં RECORD થવા લાગી, અને COLLEGE માં પણ પ્રોત્સાહન મળતા ગયા.અને જૂન મહિના માં થોડી નિરાશા,નિષ્ફળતા મળતા એ બાળક એ જાહેર કર્યું કે એ હવેથી કવિતા નહીં લખે. ત્યારે એના આ સાથીઓ એ એને રોક્યો. અને આ સાથે શુભમ,દેવ,મિલોની સૌ સાહિત્યિક લેખન લખતા થયા, પેલું કહેવાય છે" ને જેવો સંગ તેવો રંગ",ઇશીતા ને વાંચવા નો ખુબ જ શોખ એટલે તેને પણ ચંદ કળી અંગ્રેજી માં લખી. તો આ રીતે એ બાળક ને સફળતા મળી, કે માત્ર પોતે જ લખીને ગર્વ ન અનુભવ્યો પણ મિત્રો ને લખતા જોઈ ગર્વ અનુભવ્યો. અને આ બાળક નું નામ શર્વિલ શ્રીકાંત પંડિત. અને અખબાર હતું ગાંધીનગર સમાચાર.
જો પેલા દિવસે મને મારા ફોઈ,માતા,પિતા,ભાઈ વગેરે નો સહારો ન મળ્યો હોત ,માતૃભારતી,WRITERS શબ્દમેલ, APNA OPEN MIC વગેરે નો સહારો ના મળ્યો હોત તો મને મારી કળા વિશે ખબર ન પડી હોત. આ SUPPORTLESS શર્વિલ જે હાલ દેખાય તેવો ન હોત, તે એક નિષ્ફળ, ધૂંધળા ભવિષ્ય વાળો શર્વિલ હોત. જૂન મહિના માં મળેલ નિરાશા તેમજ નિષ્ફળતા બાદ મને કેટલા પણ MESSAGE આવેલા જેનો મેં આદર રાખી લખાણ રાબેતા મુજબ ચાલુ કર્યું. જોયું મિત્રો ,જો આ લોકો મને SUPPORT ના કરતા તો આજે આ CONTENT હું તમારા સમક્ષ રજુ ના કરી શકતો. જીવન માં ક્યારેક નિષ્ફળતા મળે પણ એ વખતે જીવ ને જોખમ માં નાખવાના બદલે, મિત્રો સાથે મળીને એ સમય ને પસાર કરી લેવાનો. જીવન એક OSCILLATION ના ગ્રાફ જેવું છે, ઉતાર ચડાવ સદૈવ આવતા જ રહે છે. આવા સમયે મને એક વાત તો ખબર પડી જ ગઈ,કે હું એકલો તો નથી જ,મારી સાથે આટલા બધા લોકો નો સાથ છે.🙏😊🙏
હું હૃદયપૂર્વક શ્રેય,શુભમ,દેવ,સ્નેહ,નમન, ઇશીતા,અંજલિ,મિલોની,WRITER'S શબ્દમેળ,APNA OPEN MIC, હર્ષ કાવીઠિયા,નિસર્ગ ત્રિવેદી, અમિત પ્રજાપતિ(મિડ બેન્ચર્સ) વગેરે સૌ લોકો નો ખુબ ખુબ આભાર પ્રગટ કરું છું. આપ સૌ એ મને સાથ આપ્યો એ થી જ્યાંરે પણ ભૂતકાળ ને જોઉં છું તો હું શું હતો અને આજે શું છું, એ જોઈને મારા અને મારા પરિવાર ના નેત્ર માં ખુશી નાં અશ્રુ આવી જાય છે. તેથી આપ સૌ નો ખુબ ખુબ આભાર...🙏🙏😊
―અસ્તુ.