Lagani ni suvas - 38 in Gujarati Love Stories by Ami books and stories PDF | લાગણીની સુવાસ - 38

The Author
Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

લાગણીની સુવાસ - 38

મીરાં.... મીરાં ..... નયનાબેન બોલી રહ્યા.. મીરાં વિચારોમાંથી બહાર આવી..
નયનાબેન : મીરાં... બેટા શું થયુ...
મીરાં : કાંઈ નઈ... તમે ભૂરી વિશે પૂછતા હતા.... ( થોડીવાર અટકી મીરાં બોલી) ભૂરીની થોડા સમય પહેલા જ સગાઈ હતી પણ એનુ અપહરણ થઈ જવાથી એની ખૂબ બદનામી થઈ... એ આજે પણ એટલી જ પવિત્ર છે જેટલી પહેલા હતી..એ છોકરો જે મને નુકસાન પહોંચાડવા ઈચ્છતો હતો... એણે મને છોડી ભૂરીની જીંદગી બગાડવા પ્રયત્ન કર્યો...... ચતુર વિશે બધી જ વાત મીરાં એ નયનના બેનને કરી..
નયનાબેન : બેટા... બધા માણસ સરખા હોતા નથી અને તું અને ભૂરી બન્ને ખુબ જ સરળ છો સુંદર પણ બધુ જ સારુ થઈ જશે...ચિંતા ન કર ભૂરીને તારા સાથે જે કાંઈ થયું એમાં તમારા બન્ને નો કોઈ વાંક નથી... ખબર નઈ સમાજ સ્ત્રીને જ કેમ આ રીતે જુએ છે... જીંદગી છે ... ચાલ્યા કરે..
મીરાં : હમમ્મ...
નયનાબેન : સમજુ છું ...કે કહેવુ સહેલુ છે ..અને કરવુ અઘરુ છે... પણ.. હિંમત હારવાની નઈ કયારેય...
મીરાં : 😊એટલે જ મયુર ભાઈને આર્યન તમારા જેવા છે... કદી હાર માનતા નથી..
નયનાબેન :સાચે....,જીંદગી એક વાર જ મળે બધાને એમાય લડવુ ઝઘડવુ એના કરતા શાંતિથી જીવન પસાર કરવુ એ મારો જીવન મંત્ર છે...
મીરાં : સાચી વાત પણ... ઘણીવાર જીવન ઉથલપાથલ થઈ જાય ..એ પણ કોઈ બીજાના લીધે ત્યાંરે ધીરજ ખૂટી જાય છે..
નયનાબેન : દેખ જીંદગી આપડી આપડે કેમ જીંવવી એ આપણે જ નક્કી કરવાનું બીજાને શું કામ એ હક્ક આપવો... કોઈ ના લીધે દુ:ખી થવુ એનાથી સારુ એની તરફ ધ્યાન ઓછુ આપી આત્મ વિશ્વાસ વધારવો...
વાતો વાતોમાં ખેતર આવી ગયુ .. મીરાં એના કામમાં લાગી.... અને નયનાબેન એને કામ કરતા જોઈ રહ્યા.... કામપતાવી બન્ને આડીઅવડી વાતો કરતા ઘરે પાછા ફર્યા....
ઘરે આર્યન મીરાંની રાહ જોઈને બેઠો હતો... મહારાજ પણ આવી ગયા હતા એટલે બન્ને મહારાજને ચા નાસ્તો કરાવી ઓરડામાં લઈ ગયા.. મયુર,નયનાબેન,બધા ભૂરીના ઘેર જમવા માટે ગયા... જમવામાં વાર હતી પણ ત્યાં જઈ બેસવુ તો પડે જમવાના ચોક્કસ સમયે થોડી જવાય એટલે વહેલા ગયા.
આર્યનને મીરાં મહારાજ સામે બાળકોની જેમ ગોઠવાઈ ગયા. મહારાજ એ વાર્તા ખૂબ જ લહેકાથી કહેતા...જેવો ભાવ તેવો વાણીમાં આરોહ અવરોહ લાવી વાત કહેવા માંડી.... મીરાં અને આર્યન તો એવા વાતમાં ગડાબુડ થઈ ગયા કે જાણે એમની સામે જ બધૂ રજૂ થતું હોય..
બપોરના સાડાબાર જેવું થઈ ગયુ હતું . મયુર ભૂરીના ઘરે ખાટલામાં બેઠો હતો.. ભૂરીની રસોઈ લગભગ પતી ગઈ હતી અને એ જમવા આપવા વ્યવસ્થા કરતી હતી. આ બાજુ ઓરડામાં નર્મદાબેન ,શારદાબેન ને નયનાબેન વાતે વળ્યા હતાં... રામજી ભાઈ કામે બહાર ગયા હતાં... એટલે મયુર એકલો બેઠો બેઠો વિચારે ચડ્યો હતો..આડાઅવડા પણ વિચારો તો ભૂરીના જ કરતો હતો . પોતે એવી ભૂલ અજાણતા કરી હતી કે ,જેની માફી પણ માગી ન શકાય.. મને વિચારી આટલું દુ:ખ થાય છે તો એને કેટલું થયું હશે... એને પાછી ભવિષ્યની પણ ચિંતા હશે. હું એ વખતે એની પાસે ઉભો હોત તો આજે એ આટલી તૂટેલી ન હોત... ભલે એ સમયે હું મારી ફિલિગ્સ સમજી ન્હોતો શક્તો પણ એને સમજાવી એનો મિત્ર પણ ન બની શક્યો...... આટલી બધી નોવેલો વાંચુ છુ તોય એક છોકરીની લાગણી.. સમજી ન શક્યો. આ બધુ વિચારતો હતો ત્યાં અચાનક એને ઉધરસ ચડી.... આંખો માંથી પાણી આવી ગયા ને જાણે ગળામાં ઓડકાર જેવુ આવી અન્નળીમાં અટકી રહ્યુ હોય.... ભૂરી મયુરને જોઈ દોડતી પાણી લઈ આવી અને પીઠ પર હાથ ફેરવવા લાગી ......એક હાથે પાણીનો ગ્લાસ મયુરના હોઠ આગળ રાખી દિધો....મયુરે પાણી પીવાનો ટ્રાય કર્યો પણ પાણી બહાર આવી ગયુ.... પછી ભૂરીએ મયુરને ઈશારાથી ઉંડા શ્વાસ લેવાનું ધીરે ધીરે ચાલુ કરવા કહ્યું.... મયુરે એમ કર્યું.... થોડીવારમાં એને રાહત થઈ... ખિસ્સામાંથી રૂમાલ કાઢી એણૈ મોં સાફ કર્યું.. ભૂરીએ એને ધીમે ધીમે પાણી પીવાનું કહી બાજુમાં ગ્લાસ મૂકીને અંદર ગઈ.... મયુર પાણી પી સ્વસ્થ થયો.... મયુર વિચારતો હતો કે આવું કેમ થયું... એટલામાં ભૂરી પાછી જમવાનું પુછવા આવી.. ....
" તમને પાણીનો ઓડકારને ઉધરસ સાથે આવી એટલે ગળામાં પાણી ભેગુ થઈ ઉપરના ભાગમાં ગયુ હશે એટલે આવુ થયું....તમે અહીં ખાટલામાં બેસીને જમશો કે અંદર બધા સાથે ફાવશે.... એકલા લેડીઝ છે એટલે પુછ્યું.."
" હું આર્યન આવે એટલે એની સાથે બેસીસ તમે બધા જમીલો ત્યાં સુધી હું એને બોલાવી આવું..એન્ડ થેન્કસ્ ....."
"હમ્મમ.... તમે બોલાવા જાવ છો તો મહારાજ માટે ટીફીન તૈયાર છે તો આપતા આવશો.."
માથુ હલાવી મયુરે હા પાડી...
નયનાબેન ,નર્મદાબેનને શારદાબેન ત્રણે જમવાબેઠા... ભૂરી બધાને પિરસતી હતી..નયનાબેન તો દાળના વઘારની સુંગંધથી જ ખુશ થઈ ગયા..
" ભુરી દાળ ની સુંગંધ જ જોરદાર આવે છે....
મને આવી રસોઈ કરનાર વહુ મળી જાય તો રોજ આવું જમવા મળે...બાકી... રસોયા છે ઘરે પણ આટલી સારી રસોઈ ન જ બને.. " નયનાબેન બોલ્યા...
ભૂરીએ દાળ,ભાત,છોલે ચણા, બટાકાનું શાક ,ગુલાબ જાંબુ,પુરી.. પાપડ કચુમ્બર ને કેરાનું અથાણુ બધુ મુકી થાળી મસ્ત સજાવી નયનાબેન આગળ મૂકી...છેલ્લે રગડાજેવી વઘારેલી છાસ નો ગ્લાસ મૂક્યો..
" બેટા, આટલુ તો હોટલમાં પણ સરસ નઈ સજાવતા...."નયનાબેન બોલી રહ્યા..ને નર્મદાબેન ,શારદાબેન હસી રહ્યા..
" અરે.... નયનાબેન જે કાંઇ જમવુ હોય એ ફરમાઈશ ભૂરીને કરાય આમ ફટ ફટ રસોઈ કરી દે .. એમાય સ્વાદનુ તો પૂછો જ નઈ ... એના વઘારની તો વાત જ ન થાય.. "શારદાબેન બોલ્યા...
" તમારી મીરાં પણ રસોઈમાં ક્યાં પાછી પડે એમ છે.... ?નર્મદાબેન બોલ્યા...
" હા,.... પણ ભૂરી જોડે રહીને જ શીખી એ .... નઈ તો એને બીજા બધામાં વધુ રસ...ઘર સજાવાનો... રોજ નવુ નવુ મથવાનો....શિખવાનો... "શારદાબેન...બોલ્યા..
" બધાના શોખ અલગ અલગ હોય... બેન બધા એક જ વસ્તુમાં હોશિયાર હોય એ જરૂરી નથી.." નયનાબેન બોલ્યા..
" અમારે તો આ બન્નૈ રતન જેવી છે...... બસ કોઈ સારા ઘરનાલોકો મળી જાય... " નર્મદાબેન ધીરેથી બોલ્યા..
" નર્મદાબેન તમને ક્યારનીએ એક વાત કહેવી છે .... ગોળગોળ વાત કરવી મને નથી ગમતી.... પણ મને મારા મયુર માટે તમારી ભૂરી પસંદ છે... હું પણ મયુર માટે છોકરી શોધતી હતી....મને લાગ્યુ કે ભૂરી એકદમ અનુકૂળ છે.. તમને ગમે તો વાત આગળ વધારીએ... "નયનાબેન મનની વાત કરી રહ્યા..
નર્મદાબેન અને શારદાબેન એક બીજા સામે જોઈ રહ્યા..
" અમને તો મયુર ખૂબ ગમે છે બેન અમારા દિકરા જેમ રહ્યો છે એટલે ના પાડવાની તો વાત જ નથી...મીરાં ના પપ્પા જાણશે તો વધુ ખુશ થશે....પણ... ભૂરીની સગાઈ હમણા જ ટૂટી છે.... કયા કારણે તૂટી એ બધુ મયુર જાણે છે... એટલે તમે મયુરને પૂછી જુઓ તો વધુ સારુ રહેશે.... રહી વાત ભૂરીની તો એને તો બધુ અમને સોંપ્યુ છે...... મીરાં હોત તો કહી દે કે.... આ નઈ આ જ જોઈએ.... પણ ભૂરી આજ સુધી કદી કાંઈ વાતે વિરોધ કે આના કાની નથી કરી.... એટલે તમારા જેવુ ઘર મળશે તો અમારી ભૂરી સુખી થશે.... કેમ નબ્દી... " શારદાબેન બોલ્યા ..
" હા...., બેન.... હું તો નશીબદાર ગણીશ મારી ભૂરીને કે તમારા જેવો પરીવાર મળશે...મારી એક ચિંતા દૂર થશે.. "નર્મદાબેન બોલ્યા..
ભૂરી આ બધુ રસોડામાં સાંભળી રહી હતી... એના આંખમાં પાણી વહી રહ્યા હતાં..... એ વિચારી રહી કે ભગવાન પણ ખરો છે.... જયારે માગ્યુ ત્યારે ન મળ્યુ... હવે મને ખબર છે કે એ મને પસંદ જ નથી કરતા એટલે એમની જ જોડે મારી કિસ્મત લખવા બેઠા છે... હું તો ના નઈ જ કહી શકુ .... મયુર જ ના પાડી દેશે.... ક્યાં .... હું... ગામડાની ને ક્યાં એ શહેરનો ભણેલોનૈ પૈસાદાર માણસ..... માન્યુ કે એ જમીનથી જોડાયેલો છે .... પણ ગમૈ ત્યારે તો શહેરમાં જ જવાનો... પછી એને યાદ આવ્યુ કે મયુરે તેને કેવી રીતે તરછોડી હતી.... મેં પગ પકડ્યા હતાં... મારા પ્રેમ માટે.... પણ છતાએ.. મને એમણે સમજાવ્યુ ... કે મારી જગ્યા ક્યાં હતી... નીચે જમીન પર..... એમા જ મજા છે જીવન ની પ્રેમનું શું છે.... એ તો ગમે ત્યાંરે થઈ જાય અને ગમે તે સાથે થાય...કોઈ તો હશે જે મને સ્વીકારશે.... ભલે એના સ્વાર્થ પુરતું પણ લગ્ન તો કરશે જ ને કોઈક તો મારી સાથે...... એટલામાં મયુર ... મીરાં...ને આર્યન ત્રણે આવ્યા... ભૂરી ફટાફટ સ્વસ્થ થઈ બહાર આવી ત્યાં સુધી નર્મદાબેન નૈ બધા બહાર ખાટલામાં જમીને બેઠા હતાં.. ત્રણે જમવા બેઠા... પણ ભૂરીને મન ન્હોતું એટલે એ પિરસી વધારાના વાસણ લઈ ઘસવા ગઈ.... ત્યાં મોગળા મને કોઈ જોવે નઈ એમ રડતા રડતા કામ કરી રહી...
" નર્મદાબેન તમે જરાય ચિંતા ન કરો... ભૂરી જોડે જે કાંઈ થયુ એમાં એનો કાંઈ વાંક નથી... અમને એવી વાતોથી કાંઈ ફર્ક નથી પડતો..." નયનાબેન બોલ્યા..
" મયુર ની મર્જી જાણી લેજો બેન.... પછી આગળ વિચારી શું.... "નર્મદાબેન બોલ્યા..
" ભલે બેન.... "
મીરાં ને બધા જમીને ઉઠ્યા... મીરાં એ બીજા વાસણ ભૂરીને ઘસવા આપી પોતે જમવાનું કાઢી કચરા પોતા કરી ઘરે ગઈ... આ બાજુ ત્રણે બેનો વાતે વળગ્યા ઓરડામાં આડા પડે પડે ....
ક્રમશ :..