bhalana bhala jeva aatmnirbhar vicharo in Gujarati Spiritual Stories by Bipinbhai Bhojani books and stories PDF | ભાલાના ભાલા જેવા આત્મનિર્ભર વિચારો

Featured Books
Categories
Share

ભાલાના ભાલા જેવા આત્મનિર્ભર વિચારો

ભાલાના આત્મનિર્ભર વિચારો.....

આપણી ભરમ- ભરમ કોલેજમાં અવાર-નવાર જુદી-જુદી વૈવિધ્યસભર સ્પર્ધાઓ દર વરસે યોજાય છે તેમાં ખાસ તો નવા-નવા કોન્સેપ્ટને લગતી વકતૃત્વ સ્પર્ધા મુખ્ય છે , આ વખતનો આપણો વકતૃત્વ સ્પર્ધાનો વિષય છે આત્મનિર્ભરતા ! મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે ? વિદ્યાર્થી દબાયેલા , કચડાયેલા, મુંજાયેલા જ કેમ દેખાય છે ? હું ખાશ તો દરેક વિદ્યાર્થીને વિનંતી કરું છું કે આમાથી તત્કાલ બાહર આવે ! દુનિયા ખુબજ મોટી છે , આપણી પાસે ઉડવા- વિકસવા -આત્મનિર્ભર બનવા માટે વિશાળ આકાશ છે ! માટે મુંજવણમાથી બહાર આવીને બોલો , ઉડો , સ્ટેજ ઉપર આવો , માઇક પકડો અને આત્મનિર્ભર બનો ! મારો કહેવાનો મતલબ છે દરેક કોમ્પિટિશનમા રસ લો , ભાગ લો , મુંઝાવમાં અમે બેઠા છીએ ! આગળ ચલાવતા પ્રિન્સિપાલશ્રી પ્રો. ભરોસા બોલ્યા – આ વખતે પણ આપણી કોલેજની કોમ્પિટિશન માં ભાગ લેવા વાળું કોઈ નથી , સિવાય કે આપણી કોલેજના એકસો એકાવન જેવા ભાલાને છોડીને ! તો આવો આપણે ભાલા ને વિનંતી કરીએ કે આજના આપણાં વિષય આત્મનિર્ભરતા ઉપર વક્તવ્ય આપવા સ્ટેજ ઉપર આવે . તો બધા એકસો એકાવન જેવા ભાલા ને તાલીઓથી વધાવીએ !

ભાલાએ સ્ટેજ ઉપર આવીને પોતાનું વક્તવ્ય શરૂ કર્યું – વ્હાલા ટ્રસ્ટીશ્રીઓ , પ્રિન્સિપાલશ્રી , પ્રોફેશરશ્રીઓ , તથા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ! હુ આપની સમક્ષ આપણો આજનો વિષય આત્મનિર્ભરતા ઉપર મારૂ વક્તવ્ય રજૂ કરું છું -- સૌથી પહેલા આપણે આત્મનિર્ભર કોને કહીશું ? આત્મનિર્ભરતા એટલે શું ? આમ જોવા જઈએ તો સમાજની , દેશની , દુનિયાની , દરેકે-દરેક વ્યક્તિ એક બીજા ઉપર અવલંબિત છે એટલે કે દરેકે-દરેકને એક બીજાની જરૂરિયાત વધતે-ઓછે અંશે હોય જ છે , એટલે આપણે જોઈએ તો આત્મનિર્ભરતા જેવુ કશું જ હોતું નથી ! સરકારને ચૂંટાવા માટે પબ્લિકની જરૂરિયાત હોય છે અને પબ્લિકને સરકાર ચૂંટયા પછી સરકારની , હવે આમાં પ્રશ્ન એ છે કે આમાં આત્મનિર્ભરતા ક્યાંથી આવી ?! સિવાય કે આપણે જંગલમાં જતાં રહીએ , બધુ જ મૂકીને ! તપ કરવા બેસી જઈએ ! સમાજમાં રહીએ છીએ તો પછી આપણે સમાજ ની જરૂરિયાત તો રહેવાની જ !

જો આપણે આત્મનિર્ભરતા નો અધ્યાત્મિક અર્થ આત્મા ઉપર નિર્ભર એટલેકે આત્મનિર્ભર એવો કરીએ તો ચાલે ! હવે જો આપણે આત્મા ઉપર જ નિર્ભર રહીએ એટલેકે દિલની વાતો જ સાંભળીએ અને તે મુજબ નું જ અનુસરણ કરીએ તો પછી સમાજમાં કોઈ દૂ;ખી ,ગરીબ ,બેકાર , લાચાર , પરાવલંબી જ ન રહે ,બધા સ્વાવલંબી બની જાય ! પૈસાનું મહત્વ જ ન રહે , માણશ નું જ રહે ! જો કે આમ જોવા જઈએ તો -- “માણશ ( જીવ ) ની ઉપર કશું જ ન હોવું જોઈએ , અત્યારે પૈસો માણશ ( જીવ ) ની ઉપર છે જે હકીકતે નીચે હોવો જોઈએ !”

આત્મનિર્ભર સમાજમાં ચૂંટણીની જરૂર જ ન હોય , દરેક વ્યક્તિ નેતા હોય , દરેકને નેતા જેવુ માન -સન્માન મળતું હોય , જાત-પાતના , ધર્મ , જ્ઞાતિ , ઊંચ-નીચ , ગરીબ-તવંગર વગેરે જેવા ભેદભાવો સ્વપ્ને પણ કોઈ વિચારતું ન હોય -- આવી વ્યવસ્થા ને આત્મનિર્ભર વ્યવસ્થા આપણે કહી શકીએ ! માણશ તો શું પશુ પક્ષી , પ્રાણી , જીવ-જંતુઓ વગેરે પણ મુક્તપણે વિહાર કરતાં હોય , કોઈપણ જાતના ભય વગર – આવી વ્યવસ્થા જો કોઈ હોય તો તેને પણ આપણે આત્મનિર્ભર વ્યવસ્થા કહી શકીએ !

અત્યારે આવી વ્યવસ્થા સમાજ માં છે ? અત્યારે તો સમાજ માં આત્મનિર્ભરતાની વાતો તો દૂરની થઇ પરંતુ માણશ ફક્ત ‘સ્વલંબી’ બનતો જાય છે ! મને લાગે છે કે આપણે આત્મનિર્ભરતાની મંજિલના એકડે પણ પહોંચી શક્યા નથી ! પરંતુ એટલું ચોક્કસ છે કે આપણને આત્મનિર્ભરતાનો અવાજ સાંભળવા મળી રહ્યો છે અને આ અવાજ નું પહેલું પગથિયું પણ મંજીલે પહોંચવા માટે પૂરતું છે !

આ સાથે હું મારૂ આજના વિષય પર નું મારૂ વક્તવ્ય અહી પૂરું કરું છું. આ જે કઈ મે આત્મનિર્ભરતા બાબતના વિચારો આપની સમક્ષ રજૂ કર્યા છે તે મારા અંગત વિચારો છે જેની સાથે અહી ઉપસ્થિત લોકો તથા પરોક્ષ-અપરોક્ષ જે કોઈ સંકળાયેલા હોય તે લોકો મારા આ વિચારો સાથે સહમત હોય શકે અથવા ન પણ હોય શકે ! દરેક નો ખૂબ-ખૂબ આભાર. જય હિન્દ.

આમ ભરમ-ભરમ કોલેજના એકમાત્ર કોમ્પિટિટર એકસો એકાવન જેવા ભાલાએ પોતાના આત્મનિર્ભરતા બાબતનું ‘આત્માના અવાજ’ જેવૂ વક્તવ્ય પૂરું કર્યું !

ભરમ -ભરમ કોલેજનો વિદ્યાર્થીઓ તથા પ્રોફેશરો , ટ્રષ્ટિઓ અને આમંત્રિત મહેમાનોથી ખીચો-ખીચ ભરેલો પૂરો હોલ સ્ટેન્ડિંગ અવેશનમાં 5 મિનીટ સુધી તાળીઓથી ગુંજી ઉઠ્યો જે બાબત પૂરી ભરમ-ભરમ કોલજ ભાલાના વક્તવ્ય ની ફેવરમાં અનુમોદન, સહમતી દર્શાવતી હતી !!!

લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)

સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)