Topper in Gujarati Fiction Stories by Kaushik books and stories PDF | ટોપર

The Author
Featured Books
Categories
Share

ટોપર

'પ્લીઝ, હવે એક લાસ્ટ પેગ.' મેં મારા ગ્લાસ ને લંબાવતા ઉદય ને કહ્યું. અમે કાસલ નમસ્તે હોટલ ના ટેરેસ પર બેઠાં હતાં.

'નહીં ટોપર, તે ઓલરેડી પાંચ પેગ મારી લીધા છે, હવે એક પણ નહીં.' તે બોટલ ને મારા થી દુર લઇ જતાં બોલ્યો.

હું લથડાતો લથડાતો તેના તરફ ગયો.મને સામે રહેલાં તળાવ,પર્વત બધું હલતું હોય એવું લાગતું હતું.મારી કેપેસિટી પાંચ પેગ ની હતી પણ આજે મારે તેનો રેકોર્ડ તોડવો હતો.

'ઉદય,પ્લીઝ દોસ્ત એક. ' મેં તેની નજીક પહોંચી ને શબ્દો ના આડા અવળા લેકા સાથે કહયુ.

'હવે આ લાસ્ટ પછી પૂરું' તેણે મારા હાથમાંથી ગ્લાસ લઈને પેગ બનાવતાં મને ઊંચા અવાજે કહ્યું.

હું તે લઈને તેની સામે ની બાજુ ખુરશી પર બેઠો.

મેં ગ્લાસ માંથી એક લાંબો ઘૂંટ ઉતારી ને ચખના ખાવા લાગ્યો.

'હેલો ઉદય, કેમ ચાલે છે કંપની માં ? ' મેં મારા શબ્દો ને લથડાતા લથડાતા ઉદય નાં કાન તરફ ફેંક્યા.

'બસ એજ દરરોજ નું બોસ નું ટકટક સાંભળી ને કંટાળી ગયો છું.' તેણે પોતાના માટે પેગ બનાવતા કહ્યું.

'તારે ?' પેગ ની એક ચૂંસ્કી મારતાં મને કહ્યું.

'સેમ ટુ યુ બ્રો.એ જ દરરોજ ની જંજટ' મેં પેગ પૂરો કરી ટેબલ પર ગ્લાસ મુક્તાં કહ્યું. ગ્લાસ ને જોર થી મુઠી માં દબાવ્યો જાણે હું મારા બોસ નું ગળું દબાવતો હોય એ કલ્પના માં.હવે વહીસ્કી ની ભરપૂર અસર મને વર્તાય રહી હતી.

અડધી મિનિટ માટે મેં આંખો બંધ કરી.

પછી અચાનક જ મેં ગ્લાસ ને હાથ માં લઈને આંખો બંધ કરી દબાવ્યો.જાણે આ વખતે હું બોસ ને જીવતો મારી નાખું એ કલ્પનાથી.પણ ગ્લાસ હાથ માંથી છટકી ગયો અને ફ્લોર પર પડ્યો.મેં જોર થી બોસ ને ગાળ ભાંડી.

'હરિ, તું શું કરી રહ્યો છે ? ' ઉદય ખુરશી માંથી ઊભાં થતાં મૉટે અવાજે બોલ્યો.

'કંઈ નહીં બેસી જા' હું મારી ખુરશી માં બેસતા કહ્યું.

ઉદય મારી સામે ટગર ટગર જોતાં બેસી ગયો.જાણે કે મેં સાચે જ બોસ નું ખૂન કરી નાખ્યું હોય એમ.

અમે પુરી ત્રણ મિનિટ સુધી કાંઈ ના બોલ્યાં.અમારી આંખો ક્યારેક ક્યારેક એકબીજા ને મળી જતી હતી.

'તો તને શું કંપની થી પ્રોબ્લેમ છે કે બોસ થી?' ત્રણ મિનિટ પછી મૌન તોડતા ઉદય બોલ્યો.

'મને એનાંથી નહીં પણ આ સિસ્ટમ થી વાંધો છે.' મેં ખાર મારેલાં અવાજ થી તેને કહ્યું.

'પણ તેનાથી તને શું પ્રોબ્લેમ છે? આપણે કોલેજ માંથી તરત કેમ્પસ ઇન્ટરવ્યુ પાસ કરી ને આ સારા પગાર વાળી નોકરી મેળવી છે.હવે શું પ્રોબ્લેમ છે ?' ઉદયે મને શાંત પાડવા માટે સમજાવતાં કહ્યું.

'આવી ધત જેવી નોકરી કરીને શુ કરવાનું ?' મેં મારી ખુરશી માં કાબુ રાખતા રાખતા કહ્યું અને લંબાવ્યું 'દરરોજ બોસ નું સાંભળવાનું અને મહિના ના અંતે પડતાં પાગર વખતે એક વખત મહિને ખુશ થવાનું. શું આ માટે આપણે ભણી ભણી ને ડિગ્રી મેળવી બીસી ?'

'બ્રો આ જ જીંદગી છે' ઉદયે મને શાંતવના આપતા આપતાં ગ્લાસ માંથી ચૂંસ્કી ભરી.

હું તેની સામે ભ્રમર ચડાવી ને તાકી રહ્યો.પણ એ સાચું જ કહેતો હતો. મોટા ભાગે આ જ રીતે બધા કોર્પોરેટ માં સમય કાટતાં હોય છે.

'નહીં હું આ સિસ્ટમ માંથી બહાર નિકળીશ' મેં મારો ખાલી ગ્લાસ ઉદય તરફ પેગ ભરવા માટે લંબાવતા કહ્યું.
અને આ સિસ્ટમ બનાવવા વાળા ને મન માં ગાળો દીધી.
ઉદય પણ ફૂલ થઈ ગયો હતો એટલે મને તરત પેગ ભરી આપ્યો.

હું આ બધું ભૂલવા માટે એકી શ્વાસે ગટગટાવી ગયો.

બાજુ ના મંદિર માં મહાદેવ ની ધૂન વાગતી હતી.

હું ખુરશી માંથી ઉભો થયો અને આજુબાજુ તળાવ જોવા ટેરેસ ના છેડે ગોથલયા ખાતો ખાતો ચાલ્યો.આજુબાજુ બધું ઘૂમવા લાગ્યું.લથડાતા ચાલતા વચ્ચે સ્ટુલ આવતાં હું પડ્યો.ઓ...ઓ...ઉલટી થઈ ને મેં બધું કાઢી નાખ્યું.હું ત્યાં ને ત્યાં સુઈ ગયો.

'ઉઠ એય...ઉઠેય' સવાર માં ઉદયે મારા પર પાણી રેડતાં છેલ્લા શબ્દે ને લંબાવતા કહ્યું.

મને ઠંડુ લાગતા શટાક થઇ ને ઉઠ્યો.

'એ હું ક્યાં છું ?' મેં આંખો ચોળતા ચોળતા ઉદયે ને કહ્યું.

'રાત્રે હતો ત્યાં જ..' ઉદયે ફરી પાણી નું ઝાપટું મારતાં કહ્યું.
હું ફટાગ દઈને ઉભો થયો અને એક ગાળ દીધી.પછી મને ધીમે ધીમે બધું યાદ આવવા લાગ્યું કે હું ક્યાં છું.

પછી મેં આજુબાજુ જોયું બધું સાફ હતું. ઉદયે બધું સાફ કરી નાખ્યું હતું.

હું ધીમે ધીમે હેન્ડરીલ પકડી ને ટેરેસ પરથી નીચે ઊતર્યો અને મારા રૂમ તરફ ગયો.

હું સિગારેટ સળગાવી ને ટોયલેટ માં ગયો.પછી હું નાઈ બાઈ ને રીસેપ્શન ડેસ્ક તરફ આવ્યો.

'હાઈ હરિ ગુડ મોર્નીગ'રિસેપ્શન ડેસ્ક પર બેઠેલા હોટલ ના મલિક રોહને કહ્યું.

'હાઈ રોહન ગુડ મોર્નિંગ' મેં કહ્યું.

પછી આજુબાજુ દેશ વિદેશ થી આવેલી છોકરીઓને જોવા લાગ્યો.મારી નજર ડેસ્ક ની બાજુ માં પડેલા પુસ્તકો ના માળખાં પર પડી.

'તને પણ બુક વાંચવાનો મારી જેમ શોખ લાગે છે.' મેં બુક જોતાજોતા રોહન ને કહયુ.

'હા, આ ટુરિસ્ટ માટે વાંચવા પણ રાખી છે.' રોહને લેપટોપ માં કોઈ છોકરી નું બુકિંગ કરતાં બોલ્યાં.

'હાઈ હરિ...' કોઈ સ્ત્રેણ અવાજ મારા કાને પડ્યો.

મેં સામે જોયું.

'ઓહ હાઈ ગીતા તું અહીં..' મેં પુસ્તક ના પેઈજ ઉથલાવતા કહ્યું.