Life Success And Failure in Gujarati Motivational Stories by Dr kaushal N jadav books and stories PDF | જીવન-સફળતા અને નિષ્ફળતા

Featured Books
Categories
Share

જીવન-સફળતા અને નિષ્ફળતા

Getting something is not success ...
But how you can handle every situation is a success ...

સફળતા....
સફળતા શુ છે?
કોઈ વસ્તુ મેળવવી અથવા પ્રાપ્ત કરવી એ સફળતા નથી પરંતુ જીવન ની દરેક પરિસ્થિતિ ને આપણે કઈ રીતે handle કરીયે છીએ એ જ સાચી સફળતા છે...

સફળતા એક continuous process છે જે ક્યારેય અટકવાની નથી...
એવુ કહેવાય છે કે "success is not a destination,but its a journey" એટલે કે સફળતા એ કોઈ અંત કે કોઈ લક્ષ્ય નથી એ તો એક સફર છે જીવન ની...

"જીવન માં સફળતા" (success in life) અને "સફળ જીવન"(successful life)આ બંને વાત વચ્ચે એલ પાતળી ભેદરેખા છે.
જીવન માં સફળતા મેળવવી એટલે કે કોઈ લક્ષ્ય પ્રાપ્ત થવું અથવા એ લક્ષ્ય સુધી તમારી સફર પુરી થવી...અને સફળ જીવન એટલે કે સતત સફળતા ના શિખરો તળે આપણું જીવન મહેકતું રહે...અને જ્યારે આપણે મૃત્યુશૈયા હોય અને દરેક ઈચ્છાઓ પૂર્ણ થયેલી હોય અને શાંતિથી મૃત્યુ ને આવકારવા માટે તૈયાર હોય એને સફળ જીવન કહી શકાય.

હાલ જ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા નું પરિણામ જાહેર થયુ...ઘણા બધા વિદ્યાર્થીઓ સારા ગુણ સાથે પાસ કરવા માં સફળ થયા છે અને ઘણા વિદ્યાર્થીઓ એક કે એક કરતાં વધારે વિષયોમાં ફેઈલ થયા છે.

જે લોકો ફેઈલ થયા છે એમને નાસીપાસ થવાની જરૂર નથી. કારણ કે પરીક્ષા માં ફેઈલ થવું એનો મતલબ એવો નથી કે આપણે જિંદગી માં અસફળ થઈ ગયા અથવા આખી જિંદગી અસફળ થઈ ગઈ.

થોમસ આલવા એડિસન કે જેમને ઇલેક્ટ્રીક બલ્બ ની શોધ કરી તેઓ તેમના પ્રયાસો માં ઘણી બધી વખત અસફળ થયા હતા છતાં પણ એમને પોતાના પ્રયત્નો ની હારમાળા ચાલુ જ રાખી અને અંતે બલ્બ ની મહાન શોધ કરી અને એ દુનીયા ના લાખો લોકો ના જીવન માં ઉજાસ પાથરવા માટે જવાબદાર બની.

મારા મત મુજબ આ દુનિયા માં અસફળ વ્યક્તિ હોતા જ નથી કારણ કે ચાર્લ્સ ડાર્વિન કે જે ઉત્ક્રાંતિવાદ ના પ્રણેતા કહી શકાય એમને કહ્યું છે કે "survival of the fittest" એટલે કે જે વ્યક્તિ આજુબાજુ ના પર્યાવરણ સાથે સફળતાપૂર્વક અનુકૂલન સાધી શકે છે એ જ વ્યક્તિ જીવી શકે છે. તો એ રીતે આપણે સફળ જ છીએ પણ જરૂર છે માત્ર સફળતા અને નિષ્ફળતા નો ભેદ પારખવાની અને એના માટે ના દ્રષ્ટિકોણ બદલવાની.

નિષ્ફળતાની પરિસ્થિતિમાં આપણે હતાશ કે દુઃખી નથી થવાનું પણ આપણે તે અનુભવ માંથી ઘણું બધું શીખવાનું છે અને એવી જ રીતે સફળતા મળવાની ખુશી માં એટલું બધું પણ ઉત્સાહિત નથી થઈ જવાનું કે જેના કારણે આપણે પોતાને મહાન સમજવા લાગીએ અને પોતે જ પોતાના વિકાસ ને અટકવવા માટે નું કારણ બનીએ.

આ બંને પરિસ્થિતિમાં, આપણે કોઈ એવી ભારે અસરમાં આવી જઈએ છીએ જેનાથી આપણે પોતે જ આપણી પ્રગતિને રૂંધી નાંખીએ છીએ.

આપણે એવું વિચારીએ છીએ કે સફળતા અને નિષ્ફળતા એ જીવનનો માપદંડ છે.પરંતુ એ આપણી અંદર રહેલી આવડત અને કઈક શીખવા માટે ના દ્રષ્ટિકોણ નો માપદંડ છે.

દષ્ટિકોણની વાત આવે એટલે આપણે હકારાત્મક અને નકારાત્મક વ્યક્તિઓ વચ્ચેની ભેદરેખા સમજવી પડે. હકારાત્મક વ્યક્તિ અને નકારાત્મક વ્યક્તિના વિચારો કેવા હોય છે એ જાણવા માટે એક નાનું ઉદાહરણ લઇએ...આ દુનિયામાં લગભગ બધા જ લોકોને કેરી ખૂબ ભાવતી હોય છે. કેટલાક વ્યક્તિઓ ઈવા હોય છે કે જે કેરી ના ખોખા માંથી સૌથી સારામાં સારી કેરી પસંદ કરે છે અને એનો આનંદ માણે છે અને કેટલાક વ્યક્તિઓ એવા હોય કે જે કેરી ના ખોખમાંથી સૌથી ખરાબમાં ખરાબ કેરી પસંદ કરે છે અને વિચારે છે કે આજે હું ખરાબ કેરી ખાઈ લઉં અને આવતીકાલે સારી કેરી મળશે.
તો આ બંને પ્રકારના વ્યક્તિ છે તેમાંથી પોઝિટિવ એટલે કે હકારાત્મક વ્યક્તિ છે તેણે સતત નવ દિવસ સુધી સારામાં સારી કેરીઓ ખાધી અને બીજો વ્યક્તિ એવો છે કે તેને નવ દિવસ સુધી ખરાબમાં ખરાબ કેરી ખાધી.તો આ ઉદાહરણ પરથી આપણે એવું કહી શકીએ કે જો આપણો અભિગમ હકારાત્મક હશે તો જીવનમાં બનતી દરેક ઘટનાઓ ને આપણે સારી રીતે હેન્ડલ કરી લેશું પરંતુ આપણો દ્રષ્ટિકોણ જ નકારાત્મક હશે તો જીવનમાં આવતી નાની નાની મુસીબતો પણએક મોટા પહાડ જેવી લાગવા લાગશે.

અંતમાં એટલું કહેવું કે સફળતા એ કોઈ મંઝિલ નથી પરંતુ સફળતા એ એક માર્ગ છે કે જેના ઉપર ચાલીને આપણે આપણા જીવનને ઉચ્ચ સ્તરે પહોંચાડવાનું છે. અને નિષ્ફળતા એ અંત નથી પરંતુ નિષ્ફળતા એ સફળતાની સફર માં આવેલ એક નાનો વિસામો છે કે જ્યાં માત્ર થોડો સમય રોકાવાનું છે અને આગળની સફળતાના માર્ગ પર કઇ રીતે આગળ વધવું એના વિશે પોતાની જાત સાથે વિચારણા કરવાની છે.

-કૌશલ એન જાદવ
99094 70483
kaushalnjadav@gmail.com