લવ બ્લડ
પ્રકરણ-19
દેબુ નુપુર સાથે ફરીને આપ્યાં પછી રીપ્તાને એનાં ઘર સુધી મૂકવા ગયો અને ત્યાં એનાં પાપા ખૂબ દારૂ પીધેલાં હતાં. અને રીપ્તાની મા ને ગમે તેમ બોલી રહેલાં રીપ્તાએ નજીક રહેતાં અંકલને ફોન કરી બોલાવી લીધાં ત્યાં સુધીમાં રીપ્તાનાં ફાધરની નજર દેબુ પર પડી અને એ એકદમ જ જાણે શાંત થઇ ગયાં અને ખૂબ શરમથી ઘરમાં ચાલ્યાં ગયાં. રીપ્તા, એની માં અને અંકલ બધાને જ નવાઇ લાગી દેબુ પોતે પણ જોઇને સ્તબધ થઇ ગયો હતો.
દેબુ ત્યાંથી તરત નીકળીને એનાં ઘરે જવા લાગ્યો એને રસ્તામાં થયુ એનાં પાપા મને જોઇને એકદમ શરમાઇ ઘરમાં કેમ જતાં રહ્યાં ? એ મને ઓળખે છે ? ઓળખે છે તો એમાં મારાંથી શરમ સંકોચ કેમ જતા રહ્યાં ? ખબર જ ના પડી આમ વિચારોતો વિચારતો ઘરે ગયો હશે એમ કહી મન મનાવી લીધું.
દેબુ ઘરે જઇને ફ્રેશ થયો માં એ પૂછ્યું કોલેજને પહેલાં દિવસ કેવો રહ્યો ? દેબુએ ફોર્માલીટી પૂર્વક જાણે બધાં જવાબ આવ્યાં એનાં મનમાંથી નુપુર ખસી જ નહોતી રહી એણે માં ને ક્યુ "માં મને કોફી બનાવી આપોને ? અને થોડો સાથે નાસ્તો હું એ લઇને ઉપર બાલ્કનીમાં જઇને બેસીસ ત્યાંજ કોફી પીશ.
માંએ આશ્ચર્યથી ક્યું કેમ અહીં બેસને મારી પાસે ત્યાં ઉપર એકલો શું કરીશ ? અહીં આપણે વાતો થશે બધી કોલેજની કોણ કોણ મળ્યું કોઇ નવાં દોસ્ત થયાં ? કોલેજ કેવી છે ?
દેબુએ ક્યુ "માં હવે હું કોલેજ જઊં છું બાળમંદિર નહીં ? પ્લીઝ આવાં પ્રશ્નો કરી બોલ ના કરો. કોફી બનાવી આપો.
માં હસવા લાગી "બેટા તમે ગમે તેટલાં મોટાં થાવ અમારાં માટે તો કાયમ નાનાં જ રહેવાનાં... હાં સારું થયું મને યાદ આવ્યું. તને એકસીડન્ટમાં મદદ કરી હતી પેલી છોકરી કોણ.... શું નામ હતું... હાં હાં... દેબુએ ક્યુ માં નુપુર તો એનું શું છે ?
માં એ ક્યુ "એ તારી કોલેજમાં જ છે ને ? મળી તને ? દેબુએ વિચાર્યુ માં ધીમે ધીમે બધી વાત કઢાવી લેશે. એણે ક્હ્યુ માં આમેય પહેલો દિવસ હતો ખબર નહીં આવી ના આવી આજે બધાં કલાસમાં ઘણાં હતાં અને ટાઇમટેબલ મળ્યું અને પછી છૂટા પડયાં તું પણ...
વાતોમાં વડા કરતાં કરતાં માંએ કોફી અને નાસ્તો હાથમાં પકડાવી દીધો અને પોતે ગાર્ડન સાઇડનાં વરન્ડામાં થઇને પોતાનાં ગીતોની પ્રેકટીસ કરવા જતાં રહ્યાં.
દેબુ કોફી નાસ્તો લઇને પોતાનાં રૂમમાં આવી ગયો પછી કપડા ચેન્જ કર્યા અને બાલકનીમાં કોફી-નાસ્તો લઇને આવી ગયો. બાલ્કનીમાંથી દૂર સુધી પહાડો અને ચા નાં બગીચા અને વૃક્ષોની હારમાળા જ દેખાતી હતી.
કોફીનાં સીપ લેતાં લેતાં નુપુરની યાદ તાજી કરી રહેલો. દેબુનાં હોઠ કોફી મગને સ્પર્શ કરતાં હતાં ગરમ કોફીનાં સ્વાદમાં નુપુરનાં હોઠનાં સ્પર્શને યાદ કરતો હશે. કેટલાં મીઠા મીઠાં હોઠ હતાં મારી તરસ છીપવાની જગ્યાએ વધી રહી હતી બસ એને કલાકો આમ હોઠથી હોઠ મિલાવીને ચૂમ્યાં કરું મારી તરસ ક્યારેય છીપાશે જ નહીં.... એ મનોમન બોલવા લાગ્યો "એય નુપુર આઇ લવ યુ" એને નુપુરે કહેલું "આઇ લવ યુ યાદ આવી ગયુ આમ એ મધુર મીઠી પ્રેમની સ્મૃતિમાં ખોવાઇ ગયો.
***************
દેબુનાં ગયાં પછી સ્તબ્ધ થયેલાં રીપ્તાનાં કાકા અને માંએ એનાં પાપાને પૂછ્યું... પાપા તમે દેબુને ઓળખો છો ? એને જોઇને શાંત થઇને ઘરમાં આવે આવી ગયાં ? આમ તો તમારુ આ રોજનું તોફાન કલાકો ચાલે છે આજે આમ અચાનક સાપ કેમ સૂધી ગયો ?
રીપ્તાનાં પાપાએ ક્યુ "હું કોઇને ઓળખતો નથી પણ અજાણ્યો છોકરો ઘર આંગણે જોઇને હું અંદર આવી ગયો અને પછી કોઇ જવાબ ના આપવા પડે એટલે સૂઇ જવાનો ઢોંગ કરવા લાગ્યાં.
રીપ્તાનાં કાકાએ કયું "કંઇક તો રહસ્ય છે મોટાંના આવાં વર્તન પાછળ. રીપ્તાને એમણે ક્યુ "બેટાં તારી કોલેજ શરૂ થઇ ગઇ ? કેવું રહ્યુ ? કેવી છે કોલેજ ?
રીપ્તાએ ક્યુ ઘણી સારી છે આજે ટાઇમટેબલ બધું આપ્યું અને કાલથી રેગ્યુલર ચાલુ થશે. રીપ્તાએ આગળ કહ્યુ "માં મને ભૂખ લાગી છે આજે ખબર નહીં કંઇક અગમ્ય અકળામણ પણ થાય છે કંઇ ખબર નથી પડતી. માંએ ક્હ્યુ "તારાં કાકાને કહે બેસે ચા પીને જાય અને તું અંદરથી નાસ્તો એમને આપ.
રીપ્તાએ અંકલને ચા-નાસ્તો આપ્યો અને પોતે પણ સાથે કરવા બેઠી. એનાં પાપાનું આજનું રહસ્ય ઉકલતું નહોતું અને એ પણ કાંઇ જવાબ આપતા નહોતાં.
રીપ્તાનાં પાપા સુધાંશું બોઝ સરકારી કર્મચારી છે પાલિકામાં કોઇ ખાતામાં ઓફીસ છે પણ પીવાની ખરાબ આદત છે. એની માં શાલીની બોઝ ભણેલી છે શરૂઆતમાં નોકરી પણ કરી પછી અંગત કારણસર છોડી દીધી હજી કોઇને કારણ ખબર નથી.
રીપ્તાનાં પાપાની બેજવાબદારી અનુલક્ષીને એનાં સગાં કાકા સુજોય બોઝ એનાં પર પૂરતું ધ્યાન આપતાં પોતાની દીકરીની જેમ ધ્યાન આપી ભણવા અને સ્વરંક્ષણ માટે તૈયાર કરી હતી પોતે રીટાયર્ડ મેજર છે અને હજી દેશ માટે કામ કરી રહ્યાં છે એમની શું એક્ટીવીટી છે એ ખાસ કોઇને ખબર નથી.
રીપ્તાનાં પાપા પણ સારાં ગાયક છે અને જૂના ગાયકો કેસી.ડે, કે.એલ. સાયગલ, મન્નાડે, અમીતગુપ્તા, અમર પાલ, પ્યારે મોહનદાસ, દેબ્રાબતા દાસ, નવામાં કુમારશાનું નાં ચાહક.
ક્યારેક મૂડમાં હોય અને માં સાથે હીંચકા પર બેઠાં હોય હાથમાં જામ હોય અને ગીતો ગાય. એમને બેંગાલી અને હીંદી બધાં ગીતો ગમતાં પણ બેંગોલી ગીતો ખૂબ જ પ્રિય હતાં.
રીપ્તાં પાપાનાં વિચારોમાં પડી ગઇ. પાપાને કેમ આમ થાય છે એણે કાકા પાસે બેસીને પૂછ્યું "અંકલ પાપા પહેલાં તો આવાં નહોતાં હમણાંથી કેમ આવુ કરે છે ? છેલ્લાં 5-6 વર્ષથી એમની વર્તણૂંક ઠીક નથી એ પોતે અંદરથી ખૂબ દુઃખી છે અને બધાને દુઃખી કરે છે.
સુજોયબોઝે ક્હ્યુ એ કોઇની સાથે કંઇ શેર નથી કરતો પણ કંઇક અંદરથી ધવાયો ચોક્કસ છે ખબર નથી એને શું થયું છે ? તારી માં એ નોકરી પણ છોડી દીધી.. આટલો લાગણીશીલ અને સારો માણસ આમ અચાનક કેમ આમ થઇ ગયો એ મારાં મનમાં પણ પ્રશ્ન છે પણ આજનાં બનાવે મને ચોકાવ્યો છે. તારાં મિત્રને જોઇને એકદમ જ શાંત થઇ ગયો. ખબર નથી એનાં મનમાં શું ચાલે છે. માં એ ક્હ્યુ "એ પીવે છે પીવા દઊં છું અંદરથી એ કેમ આટલાં દુઃખી છે મને નથી ખબર એમનાં માં કેટલાં બધાં ગુણ છે કેટલું સરસ ગાય છે કવિતાઓ લખી છે ખબર નહીં બધુ છોડીને દારૂને ગળે વળગાવ્યો છે.
માં એ ક્યુ રીપ્તા તું તારાં એ મિત્રને ફરીથી લઇ આવજે નોકરીનાં દિવસોમાં એ ખાસ તોફાન નથી કરતાં રવિવારે જ ભડકે છે ખબર નહીં આજે નોકરીથી આવીને સીધુ પીવાનું જ ચાલુ કરેલું. ગઇ કાલે તો હજી રવિવાર ગયેલો એમાંય ધિક્કાર પીધું હતું.
રીપ્તા ઊંડા વિચારમાં પડી ગઇ એણે અંકલને પૂછ્યુ પાપા પહેલાં શું કરતાં હતાં કોણ કોણ મિત્ર હતાં અને આ નોકરીમાં જોઇન્ટ થયાં પહેલાંની બધી વિગત મને આપોને પ્લીઝ.
સુજોયબોર્ઝ ક્યુ "દીકરા હું તો 20 વર્ષથી મીલીટ્રી
માં હતો પણ રજાઓમાં વારે વારે ઘરે આવતો જતો. મારાંથી એ માત્ર બે વર્ષ મોટાં. તેઓ ગ્રેજ્યુએટ થયાં તે અરસામાં કવિતઓ લખતાં ખેતરો -પહાડોમાં ફરતાં ખૂબ ગાતાં ખૂબ સાદુ ગાતાં ખૂબ આનદી પણ ત્યાંએ સમયે કોઇનાં પ્રેમમાં પડેલાં ખબર નથી કોણ ? અને એમને રેડીયો પર ગાવાની તક પણ મળેલી તેઓં સુંદર કવિતા અને ગીત રજુ કરેલાં અને મને આજે પણ યાદ છે તારાં દાદા દાદી ખૂબ ખુશ થઇ ગયેલાં આપણે પાસે ત્યાં ડાંગરનાં ખેતર હતાં દાદા ખેતી કરતા અને તારાં પાપા અચાનક એક દિવસ થોડાં નિરાશ પાછા આવેલાં... અને મારી ડયુંટી લાગવાની હતી મારે હાજર થવાનું હતું મને એમકે મારે જવાનું છે એટલે નિરાશ છે.
પણ થોડાં દિવસમાં પાછું રેગ્યુલર થઇ ગયું તારી માં સાથે સંબંધ નક્કી થયો અને તારીમાં અને પાપા બધાને ઇર્ષ્યા આવે એવો પ્રેમ કરતાં... તારી મંમીને વધુ ખબર બધી... પછી કરાણ ક્યું એવું બન્યુ કેએ પીવાનાં રસ્તે ચઢી ગયાં...
વધુ આવતાં અંકે પ્રકરણ -20