Losted - 15 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટેડ - 15

Featured Books
Categories
Share

લોસ્ટેડ - 15

લોસ્ટેડ - 15

"સર આપણે સીસીટીવી ફુટેઝ ચેક કરી લીધા, શકમંદ લાગતા વ્યક્તિઓ ની પુછપરછ કરી પણ જિજ્ઞાસા સોલંકી ગાયબ થઈ હોય એવું કંઈ સબૂત નથી મળ્યું."
"એવું કઈ રીતે બની શકે મિસ રાઠોડના અવાજમાં સત્ય મને દેખાયું હતું, નહીં તો હું આ તપાસ કરત જ નઈ."
"સર એવું બની શકે કે જીગર રાઠોડ ને સાહિલ ખાન એ જ આ મર્ડર કર્યા હોય, પછી બન્ને જણ લડ્યા હોય ને એમને ગંભીર ઇજા થઇ હોય. અને આધ્વીકા રાઠોડ એ આ કહાની ઘડી હોય, એમના ભાઈને બચાવવા."
"આપણું ધ્યાન જીગર રાઠોડ ઉપરથી ભટકાવવા માટે, અથવા બીજા કોઈ ઇરાદા થી. આ વખતે હું એમને છોડીશ નઈ, ખાન એ માણસ જેણે મિસ રાઠોડ ને જીગર રાઠોડ સાથે ઘટનાસ્થળ પર જોયાં હતાં, એને બોલાવી લો. એનું ઓફીસીયલ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરો. જેથી આપણે આધ્વીકા રાઠોડ ને કસ્ટડીમાં લઈ શકીએ. હકીકત શું છે એ તો હવે મિસ રાઠોડ જ જણાવશે." ઈ. રાહુલ ગુસ્સામાં પોતાનો ફોન કાઢી આધ્વીકા નો નંબર ડાયલ કરે છે. એ નંબર નોટ રિચેબલ બતાવે છે, હવે શું કરવું વિચારતા-વિચારતા એ ફરીથી સીસીટીવી ફુટેઝ જુએ છે. એ જોતાં એક ક્ષણ માટે ઈ. રાહુલની આંખ ચમકી,"માય ગોડ આ વાત પર મારું ધ્યાન કઈ રીતે ના ગયું, શીટ.... શીટ.... શીટ...." ઈ. રાહુલ કંટ્રોલ રૂમ માંથી પાર્કીગ માં આવી ફરી થી આધ્વીકા ને ફોન કરે છે. એનો ફોન હજુ પણ નોટ રિચેબલ હતો. એ ગુસ્સામાં જીપ ના બોનટ પર હાથ પછાડે છે.


***

આધ્વીકા રયાન નો ફોટો જોઈ ચોધાર આંસુએ રડી રહી હતી. એના આંસુથી ડાયરી ના પાના પણ ભીંજાઈ ગયા.
"કંઇજ અધુરું નથી રહેતું આધ્વીકા, અધૂરી કહાની આજે નઈ તો કાલે પૂરી થવાની જ છે. - રયાન ચૌધરી" આટલું વાંચતા સુધી માં તો એનું ગળું રુંધાઈ ગયું. આંખો બંધ કરી પળવાર માટે એ શાંતિ થી બેસી રહી અને પછી ઊભી થઈ અરીસા સામે જઇ આંસુ લુંછતા સ્વગત બોલી,"નોટ અગેઇન મી. ચૌધરી નોટ અગેઈન, હું તને અને મોન્ટી ની આ હાલત કરનારને બન્ને ને શોધી લઈશ. છોડીશ નઈ તમને બન્ને ને હું. યૂં ચીટેડ ઓન મી બટ નોટ એની મોર." દાંત ભીંસી એ જીજ્ઞાસા ના રૂમ તરફ આગળ વધી, જીજ્ઞાસા એના રૂમમાં નતી. નિરાશ થઈ આધ્વીકા પાછી વળતી હતી ને એક વિચાર એના મગજ માં કોંધ્યો. એણે રૂમની દરેક વસ્તુ તપાસવાનું ચાલું કર્યું. એમાં ખાસ કઈ મળ્યું નઈ, ત્યાં બધું એ જ હતું જે એણે અને જીજ્ઞા એ ખરીધ્યુ હતું. રૂમમાં ડાબી બાજુના ડેસ્ક પર એક બેગ પડી હતી, આધ્વીકા ની નજર એના પર ગઈ. એણે બેગ ખોલી બધો સામાન બાર કાઢવાનુ ચાલુ કર્યું. અમુક પુસ્તક, એક પેન અને સુકાયેલા ફુલ સિવાય બેગમાં કશું જ નહોંતું. એણે ફરીથી બેગ તપાસ્યુ, છેલ્લા ખાનામાં એક બીજી ચેન હતી. એણે એ ચેન ખોલી, એમાંથી ડાયરી મળી આવી. આ ડાયરી નઈ ચિંગારી હતી, આધ્વીકાની જિદંગી માં લાગેલી આગ માં એક વધારાની ચિંગારી.

"આધી આ છોકરવેડા છે બધા." રયાન કપાળે હાથ મૂકીને બેઠો હતો.
"ભલે ને હોય છોકરવેડા, તારે તારા ઘરે વાત કરવાની છે. હું કાલે સાંજે આ જ જગ્યા એ તારી રાહ જોઈશ. એ લોકો માને તો આ ડાયરી તારી સાથે લઈને આવજે અને જો ના માને તો લીધા વગર આવજે. પણ આવજે ખરો, હું તારી રાહ જોઈશ. "આધ્વીકા વર્તમાન માં પાછી ફરી, એ જ ડાયરી આજે જીજ્ઞાસા ની બેગ માંથી મળી. એણે પોકેટમાંથી ફોન કાઢ્યો ફોન સ્વિચ ઑફ હતો. સૌથી પહેલાં આખો રૂમ વ્યવસ્થિત કરી આધ્વીકા એના રૂમમાં આવી. ફોન ચાર્જ થઈ રહ્યો હતો કોઈ બીજો સમય હોત તો એ ઊંઘી ગઈ હોત પણ હાલ તો એક એક સેકન્ડ મહત્વની હતી.
એની જરાય ઇચ્છા ન'તી છતાંય એ છેલ્લા કેટલાક દિવસમાં બનેલી ઘટનાઓ યાદ કરી રહી હતી. મોન્ટી અને સાહિલ ની આવી હાલત થવી, વારંવાર એક જ શબ્દ નજરે ચડવો "લોસ્ટેડ", મોન્ટી ના દોસ્તો ના રહસ્યમયી મોત, જીજ્ઞાસામાં આવેલો બદલાવ..... બદલાવ..…"હું કઈ રીતે ભૂલી ગઈ આ, ઓહ ગોડ. એ દિવસે જ્યારે હોસ્પિટલથી નીકળી રસ્તા વચ્ચે હું અને જીજ્ઞા લડેલાં ત્યારે મે જોયું હતું, એ જીજ્ઞા જ તો હતી પણ મીરર માં કોઈક બીજુ જ દેખાતું હતું. એ જ છોકરી હતી જે રાત્રે બાબાના બનાવેલા રાઉંડ માં હતી, આવું કઈ રીતે પોસીબલ છે?"
એણે ફોન લીધો, ને એક નંબર ડાયલ કર્યો, પેલી જ રીંગ માં ફોન રિસિવ થઈ ગયો,"હેલ્લો મિસ રાઠોડ, હું તમને ક્યારનો ફોન કરું છું. ક્યાં હતાં તમે? યૂ વેર રાઈટ, જીજ્ઞાસા સોલંકીનું અપહરણ થયું છે. તમે એમનો નંબર સેન્ડ કરો, હું હાલથી જ એમને શોધવાનું ચાલું કરી દઉં છું." સામે છેડેથી ઈ. રાહુલ બોલ્યા અને ફોન કપાઈ ગયો. આધ્વીકા એ જીજ્ઞાનો નંબર એમને શેર કર્યો.
"મારી જીજ્ઞા ક્યાં હશે? એ ઠીક તો હશે ને. કાનાજી મે આજ સુધી ક્યારેય કઈ નથી માંગ્યું, બધું જાતે મેળવ્યું છે પણ આજે માંગું છું. મારી બેનની જવાબદારી તમારા પર છે, એને સલામત રાખજો."
પછીના 2 દિવસ શાંતિથી નીકળ્યા, જે જિજ્ઞાસા ઘરમાં હતી એ પણ પેલાં જેવો નોર્મલ બિહેવ કરવા લાગી હતી. પણ આધ્વીકા જાણતી હતી કે આ વાવાઝોડા પહેલાની શાંતિ છે. આધ્વીકા મોન્ટી જોડે બેઠી હતી અને એનો ફોન રણક્યો, સ્ક્રિન પર ઈ. રાહુલ નું નામ જોઈ આધ્વીકા ઉતાવળમાં ત્યાંથી ઊભી થઈ રૂમની બાર નીકળી ગઈ.
"મિસ રાઠોડ જિજ્ઞાસા મળી ગઈ છે, પણ એમની હાલત બહુંજ ખરાબ છે. તમે જેમ બને જલ્દી અહીં આવી જાઓ."
"ઓહ માય ગોડ, થેંક્યું સો મચ રાહુલ. હું હમણાં જ અહીંથી નીકળું છુ." આધ્વીકા ખુશીની મારી ઉછળી પડી. અને એ ખુશી એના અવાજમાં ભારોભાર છલકાતી હતી. એણે ફોન મૂકી દીધો.

***

"થેંક્યું સો મચ રાહુલ, થેંક્યુ સો મચ રાહુલ.... કેટલું સરસ લાગે છે આ નામ જ્યારે તમે બોલો છો. કાશ આ સમાચાર મે તમને રૂબરું આપ્યા હોત. તો હું તમારો હસતો ચહેરો જોઈ શક્યો હોત." ઈ. રાહુલ સ્વગત બોલીને હસવા લાગે છે.
"સર તમે ગુસ્સે ના થાઓ તો એક વાત કઉં, તમે હવે પરણી જાઓ. જુઓને તમે અને પેલાં મેડમ બને પરણવા લાયક છો અને સિંગલ પણ છો."
"ખાન તમે આડી-અવળી વાતો પર ધ્યાન આપવા કરતાં કામ માં ધ્યાન આપો. એ સિંગલ હોય કે ના હોય મારે શું"
"અરે હું એમ કઉં છું કે એ મેડમ સિંગલ છે, પરણવાલાયક છે તો હવે લગ્ન તો કરશે જ ને...."
"મારી જોડે ક્યાં કરવાના...... અહં.... ખાન આપણને બહું અગત્યના પુરાવા મળ્યા છે લોસ્ટેડ મર્ડર કેસ સંબંધિત."
"રાહુલ સર તમે એમને તમારા દિલની વાત કેમ નથી જણાવી દેતા??"
"ખાન મને બીક લાગે છે. એ ના પાડશે તો?"
"અને હા પાડશે તો? એક વાર જણાવો તો ખરા, કોણ જાણે એ મેડમ પણ તમને પસંદ કરતાં હોય."
"ઠીક છે ખાન આ કેસ સોલ્વ થાય પછી જણાવીશ એને કે હું એને કેટલો પ્રેમ કરું છું. હું જોર જોર થી બુમો પાડીને કહીશ ધેટ આઈ લવ યૂ આધ્વીકા..…"

ક્રમશઃ