સિદ્ધિ વિનાયક
આપણે આગળ ના ભાગ માં જોયું કે પરેશ જે વિનાયક નો બેસ્ટ ફ્રેન્ડ છે તે આવે છે અને સુધીર સર ને મળવા જવાનું કહે છે અને તેમનાં ગયા પછી ચોકલેટ જે સિદ્ધિ ને બહુ પસંદ હતી તે ગાયબ થઈ જાય છે અને આ વાત ની પરેશ અને વિનાયક ને ખબર નથી. તેઓ નીચે જાય છે વિનાયક તેની મમ્મી ને બુમ પાડે છે અને કહે છે
" મમ્મી..... મમ્મી..... હું પરેશ ની સાથે કામ થી બહાર જાઉં છું અને તેની સાથે જ બહાર નાસ્તો પણ કરી લઈશ તું રાતનું જમવાનું ના બનાવતી મને ઘરે આવવામાં થોડી વાર લાગશે."
વિનાયક ના મમ્મી રસોડામાંથી જ જવાબ આપે છે " સારું પણ જલ્દી આવજે અને બહાર નો નાસ્તો ઓછો કરજે હું જમવાનું તો બનાવીશ જ અને તારી રાહ જોઇશ જલ્દી આવજે જય માતાજી...."
વિનાયક તેની મમ્મીની વાત સાંભળીને દરવાજા ની બહાર પરેશ ની આવવાની રાહ જોઈ ને ઉભો હોય છે પરેશ તેની બાઈક લઈ ને આવે છે અને બંને બહાર જાય છે..
પરેશ અને વિનાયક સુધીર સર ના ઘરે જાય છે સુધીર સર તેમને બેસાડે છે અને તેમને કહે છે :" good evening આવી ગયા તમે સારું કર્યું હું હમણાં તમારા માટે જ પેપરો શોધતો હતો અને મેં તમારા ઇન્ટરનલ અને યુનિવર્સિટી બંને પરીક્ષા ના પેપરો શોધી રાખ્યા છે તમે બેસો હું પેપરો લઈ ને આવું "
વિનાયક અને પરેશ પણ સર ને good evening ના જવાબ માં very good evening sir કહે છે અને સર પેપર લઈ ને આવે તેની રાહ જોતા સોફા પર બેસે છે અને બેઠા બેઠા બંને ફ્રેન્ડ એકબીજા સાથે પેપર માં i. m. p. સવાલો ક્યાં પેપર ના કોણ કાઢશે તેની ચર્ચા કરતા હોય છે
વિનાયક :", જો આ વખતે સિદ્ધિ નથી એટલે એકાઉન્ટ ,સ્ટેટ અને ઇકોનોમિકસ ના પેપર ના સવાલો હું નીકળી આપીશ અને બીજા પેપર ના સવાલો તું જોઈ લે જે , પેલા અને બીજા વર્ષો માં તો સિદ્ધિ જ બધા પેપરો લાયબ્રેરી માંથી શોધી ને લાવતી..."
પરેશ :" વાંધો નહિ તું ચિંતા ના કર આ વખતે હું બધું મેનેજ કરી લઈશ .
બંને જણ વાતો જ કરી રહ્યા હોય છે ત્યાં જ સુધીર સર પેપરો લઈ ને આવે છે અને આપે છે .
વિનાયક :" thank you so much sir. આ પેપરો લાવી આપવા માટે "
સુધીર સર :" આ તમારો આભાર હું એક જ શરતે સ્વીકારીશ અને એ શરત એ છે કે તમારે દર વખતે ની જેમ આ વખતે પણ રિઝલ્ટ ટોપ ફાઈવ માં લાવવું પડશે .
વિનાયક :"જી ચોક્કસ સર આ વખતે પણ અમે ટોપ કરીશું જ અને સર હવે અમે રજા લઈશું.. આવજો...."
પરેશ અને વિનાયક બંને જણ બાઈક લઈ ને સર ના ઘરેથી નીકળે છે તેઓ રસ્તા પરથી નીકળતા હોય છે ત્યારે વિનાયક પરેશ ને તેનું બાઈક ઉભું રાખવાનું કહે છે એટલે પરેશ તેને પૂછે છે
" અલ્યા વિન્યા, આ અચાનક તને શું થયું ? કેમ રસ્તા વચ્ચે ઉભા રહ્યા આપણે??"
વિનાયક હળવી સ્માઈલ સાથે સામે ના રોડ તરફ ઈસારો કરતા કહે છે :" સામે જો પરેશ ......"
પરેશ :"શું છે સામે હાલ આપણે ઉતાવળ છે "
વિનાયક :" તારે તો જ્યારે હોય ત્યારે એક્સપ્રેસ ગાડી માં જ જવું છે ત્યાં જો ને રાધે પકોડી ............. તને તો ખબર છે ને હું અને સિદ્ધિ અહીં કેટલીય વખત આવતા પાણીપુરી ખાવા ......"
પરેશ :" અરે હા! હું તો ભૂલી જ ગયો પણ હાલ પાણીપુરી નહિ આપણે પાઉભાજી ખાવાનો પ્લાન બનાવ્યો તો અને આમ પણ મને પાણીપુરી નથી ભાવતી "
વિનાયક :" તને ના ભાવતી હોય તો કાંઈ વાંધો નહિ તું ના ખાતો . ખાલી એમનેમ ત્યાં ઉભો રહેજે પણ મારે તો ખાવી છે પાણીપુરી અને હું જાઉં છું પાણીપુરી ખાવા જો તારે આવવું હોય તો આવ નહિતર મારી રાહ જોઈ ના અહીં જ ઉભો રહે ☺☺☺☺☺ "
પરેશ વિનાયક સાથે થોડી આનાકાની ભર્યા સ્વર માં કહે છે :"ઠીક છે તું જ હું અહીં જ ઉભો રહું છું
પરેશ ને જવાબ આપતા વિનાયક કહે છે " જો આજે તારી જગ્યાએ સિદ્ધિ હોત તો એ ચકલી તરત જ આવવા માટે તૈયાર થઈ ગઈ હોત અને આટલું બોલતાની સાથે જ વિનાયક ની આંખો ભરાય આવે છે.
પરેશ વિનાયક ને સાચવતા તેને ભેંટી પડે છે અને કહે છે " ચાલ હું પણ આવું તારી સાથે."
વિનાયક પરેશ ની સાથે આવવાની વાત પર થોડું હસતાં હસતાં કહે છે "ના તારે આવવાની કોઈ જરૂર નથી મને ખબર છે કે તને પાણીપુરી કેટલી ભાવે છે . તું અહીંયા જ ઉભો રહે અને તારી બાઈક ની ખબર રાખ હું તરત જ એક પ્લેટ ખાઈ ને આવું .
પરેશ વિનાયક ની વાત માને છે તે બાઈક પાસે જ ઉભો રહે છે. અને વિનાયક સામે રોડ ક્રોસ કરીને પાણીપુરી ની લારીએ પાણીપુરી ખાવા જાય છે તેની સામે પણ એક છોકરી ઉભી ઉભી પાણીપુરી ખાતી હોય છે વિનાયક એકધારું તેની સામું જોઈ રહે છે .
તે છોકરી કોણ છે તેની તો વિનાયક ને ખબર નથી પણ તેને જોઈ ને જ વિનાયક તેના દિલ ની ધડકન ચુકી જાય છે અને એવું થાય પણ કેમ નહિ તેની સુંદર નમણી હરણી જેવી આખો જે અત્યારે તીખી પાણીપુરી ખાવાને લીધે જાસૂદ ના ફૂલ જેવી લાલ થઈ ગઈ હતી , અને તેની આંખ માંથી આંસુ પણ આવી રહ્યા હતા , તેના લાલ હોઠ અને તેની પર લગાવેલી બ્લેક લિપસ્ટિક , અને કોઈ ની પણ નજર ના લાગે એટલે ભગવાને જ હોઠ ની નીચે આપેલો નાનકડો તલ .... જોતાંની સાથે જ વિનાયક ને કાંઈક થઈ ગયું ........
વિનાયક એકધારું પેલી છોકરી ને જ જોઈ રહ્યો હોય છે.ત્યારે તેને પેલા પાણીપુરી વાળા ભાઈ કહે છે :" ભાઈ તમારા માટે પાણીપુરી બનવું કે પછી તમે આ મેડમ ને જોવા જ આવ્યા છો "
વિનાયક પેલા ભાઈ ને જવાબ માં એક પ્લેટ મીડીયમ પ્લેટ બનાવવાનું કહે છે એ જલ્દી થી પાણીપુરી ખાય છે પૈસા આપે છે અને રોડ ક્રોસ કરી ને પરેશ તરફ જતો હોય છે ત્યાં તેની મમ્મી નો ફોન આવે છે વિનાયકનું ધ્યાન ફોન તરફ જ હોય છે તે ફોન માં ને ફોન માં એ વાત ભૂલી જાય છે કે તે રોડ ની વચ્ચો વચ ઉભો હોય છે .
વિનાયક ફોન ઉપાડવા જ જતો હોય છે ત્યાં સામેથી પુરપાટ ઝડપે બી.એમ. .ડબ્લ્યૂ. કાર તેની સામે આવતી હોય છે કારવાળો પણ ખૂબ હોન મારે છે પણ વિનાયકનું ધ્યાન ફોન માં હોવાથી તેને હોન સંભળાતો નથી . પેલી ગાડી ની અને વિનાયક ની ટક્કર થવાની જ હોય છે ત્યાં જ વિનાયક ની પાછળ થી અજાણ્યો હાથ આવે છે અને તેને ખૂબ જ જોરથી ધક્કો મારે છે અને ધક્કો વગતાની સાથે જ વિનાયક ના હાથ માંથી ફોન પડી જાય છે અને તે પણ તેનું બેલેન્સ ખોઈ બેસે છે અને સામે ના ઢાળ માં તે અને તેને ધક્કો મારનાર પણ ગબડી પડે છે.
વિનાયક ઢાળ માંથી ઉભો થતાં થતાં ગુસ્સામાં કહે છે " દેખાતું નથી આવી રીતે ધક્કો મરાય ? મારો ફોન પણ થોડી નાખ્યો .....
વિનાયકની વાત સાંભળી ને પાછળ થી અવાજ આવે છે " thank God ! તમારો ફોન તૂટી ગયો બહુ જ સારું થયું મને બહુ ગમ્યું , સાચું કહું ને તો મારું તો આ રેગ્યુલર કામ છે તમારા જેવા આંધળા અને બહેરા ના ફોન તોડવાની .
પાછળ નો મીઠો અને મધુર અવાજ સાંભળી ને વિનાયક પાછળ ફરી ને જુએ છે તો તેને પેલી પાણીપુરી વાળી છોકરી દેખાય છે અને વિનાયક વળી તેની સામે એકધારું તાકી રહે છે એટલે પેલી છોકરી ચપટી વગાડતા કહે છે " તમે બહેરા અને આંધળી ની સાથે મૂંગા પણ છો ? જો હોય તો મને ઈશારા ની ભાષા પણ થોડી થોડી આવડે છે..."
પેલી છોકરી ના જવાબ માં વિનાયક અટકાતા અટકાતા બોલ્યો "ન...ના....ના... એવું નથી .. હું બોલી અને સાંભળી શકું છું મેડમ......"
પેલી છોકરીએ વિનાયક ની વાત સાંભળીને ઘીમે ધીમે મનમાં હસતાં હસતાં કહ્યું " અચ્છા તો તમે બોલી અને સાંભળી શકો છો બસ જોઈ નથી શકતા ...... સમજી શકાય......"
વિનાયકે પેલી છોકરી ને કહ્યું " ના.... ના .... હું જોઈ પણ શકું છું મેડમ.........
પેલી છોકરી "એક મિનિટ એક મિનિટ સર મારુ નામ રિદ્ધિ છે ...... અને જો તમે જોઈ શકો છો તો સામે આવતી ગાડી તમને નાં દેખાઈ.........? અને એકતો મેં મારો જીવ જોખમમાં મૂકીને તમારો જીવ બચાવ્યો અને મારો આભાર માનવાની જગ્યાએ તમે મારી પર જ ગુસ્સો કરો છો...."
રિદ્ધિ ની વાત સાંભળી ને વિનાયક ને યાદ આવ્યું કે તેનું ધ્યાન ફોન પર હતું ત્યારે તે રોડ ક્રોસ કરતો હતો તે તેના માથા પર હાથ મૂકીને કહે છે "ઓહઃહ મારી ભૂલ સો સોરી મારે રોડ ક્રોસ કરવામાં ધ્યાન રાખવાની જરૂર હતી . તમારો ખૂબ ખૂબ આભાર. હું હમણાં ચાર મહિના પેલા જ મારી બેસ્ટ ફ્રેન્ડ ને આવા જ રોડ અકસ્માતમાં ગુમાવી છે . બાય ધ વે તમારો ખૂબ ખૂબ આભાર . અને તમારા પર હું ખોટો ગુસ્સે થઈ ગયો તે માટે ફરીથી સોરી .
વિનાયક ની વાત સાંભળીને રિદ્ધિ હળવા સ્મિત સાથે કહે છે " આ તમારા આભાર નો ભાર મારે નથી જોઈતો આમ પણ મેં જે પણ કર્યું એતો મારી નૈતિક ફરજ હતી સર...."
વિનાયકે રિદ્ધિ ની વાત સાંભળીને કહ્યું " સર નહિ મારુ વિનાયક છે ... રિદ્ધિ મેડમ "
રિદ્ધિ વિનાયક ની વાત સાંભળી ને હસતાં હસતાં ત્યાંથી નીકળી જાય છે બ્લુ કલર ના ટીશર્ટ અને બ્લેક જીન્સ માં આજે તે વિનાયક નું દિલ પણ સાથે લેતી જતી હોય તેવું લાગે છે . રિદ્ધિ ને જતા જતા વિનાયક જોઈ જ રહ્યો હોય છે અને વિનાયક ની પાછળ પરેશ આવે છે અને કહે છે " ભાઈ તું ઠીક તો છે ને હું ઈયર ફોન લગાવી ને મ્યુઝિક સાંભળી રહ્યો હતો અને થોડી વાર માં મને ખબર પડી કે તારો અકસ્માત થતાં થતાં રહી ગયો..... જો તને કાંઈ થઈ ગયું હોત તો હું આન્ટી ને શું જવાબ આપત...
વિનાયક પરેશ ને શાંત કરતાં કહે છે "રિલેક્સ ભાઈ મને કંઈ નથી થયું.... પણ કઈંક તો થઈ ગયું....
વિનાયક ની વાત સાંભળીને પરેશે કન્ફ્યુસ થતા પુછ્યું " કંઈક તો થઈ ગયું એટલે...."
વિનાયક પરેશ ની વાત નો જવાબ આપતા કહે છે " એટલે કાંઈ નહિ તું તારો ફોન આપ હું મમ્મી ને ફોન કરીને કહી દઉં કે આપણે ઘરે આવી રહ્યા છીએ મારો ફોન અકસ્માત ના લીધે ખબર નહિ ક્યાં પડી ગયો..
પરેશ વિનાયક ને ફોન આપે છે તેઓ ફોન માં વાત કરીને ઘરે જાય છે . ઘરે સોનલબેન બંને ને જમાડે છે પછી પરેશ તેના ઘરે જાય છે અને વિનાયક તેના રુમમાં વાંચવા માટે જાય છે......
📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖
રાતના અગિયાર વાગ્યા આસપાસ નો સમય છે. શિયાળા ની રાત છે એટલે ઠંડી પણ વધારે છે અને રોડ પર સાધનો પણ એકદમ ઓછા દોડતાં હોય છે અને આવા ઘોર અંધકાર માં પેલો બી.એમ. ડબ્લ્યુ. ગાડી ચલાવવા વાળો માણસ જે એકલો હોય છે તેને અચાનક રોડ ની વચ્ચે કોઈ સફેદ કપડાં અને ખુલ્લા વાળ વાળી છોકરી ઉભેલી દેખાય છે... તે છોકરી થોડી દૂર ઉભી હોય છે એટલે તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી પણ એ છોકરી ને જોઈ ને પેલી ગાડી નો ડ્રાઇવર તરત ગાડી ધીમી કરી દે છે અને એ છોકરી પાસે ગાડી આવે તે પહેલાં જ ગાડી ને ઉભી રાખવામાં તે ડ્રાઈવર સફળ થાય છે.
પેલો ડ્રાઈવર જેને પેલી છોકરી નો ચહેરો નથી જોયો તેને ખૂબ જ ગુસ્સામાં કહે છે " એય ! છોકરી આટલી મોડી રાતે મરવા નીકળી છે કે શું અને જો તારે મરવું જ હોય તો મારી ગાડી ની સામે જ શુ કામ આવી મરવા કોઈ બીજી જગ્યા શોધ......."
પેલો ડ્રાઈવર આટલું કહી ને તેની ગાડી માં બેસવા જ જતો હોય છે ત્યાં તેના ખભા પર એક હાથ આવે છે જે થોડા લોહી થી ખરડાયેલો હોય છે અને તે હાથ પર રહેલું લોહી માં અમુક પ્રકારની દુર્ગંધ આવતી જોય છે આ દુર્ગંધ ના લીધે ડ્રાઈવર પાછળ ફરી ને જુએ છે.
ડ્રાઈવર પાછળ ફરી ને જ્યારે જોવે છે ત્યારે તેની પાછળ રહેલો રહેલો હાથ તેમની તેમ રહે છે અને પેલી છોકરી હવા માં ઊડતી હોય છે તેનો ચહેરો લોહીથી ખરડાયેલો હોય છે એક આંખ એકદમ ઊંડી જતી રહી હોય છે અને બીજી આંખની બહાર નો ભાગ થોડો સુજી ગયેલો છે તેના હોઠ પર ચામડી ના બે થી ત્રણ જાડા અને વાસ મારતા પળો જામેલા છે માથા ના વાળ થોડા ટૂંકા છે પણ એકદમ ખુલ્લા અને તે જ વાળ થી તે છોકરી પોતાનો અડધો ચહેરો ઢાંકી રહી હોય તેવું લાગે છે.
પેલો ડ્રાઈવર આવી ભયંકર છોકરી જોઈ ને ખુબજ ડરી જાય છે તેના ચહેરા નો રંગ સફેદ પડી જાય છે અને તે ડરતાં ડરતાં પૂછે છે "કોણ છે..... કોણ છે તું........અને મારી જ પાછળ શું કામ પડી છે"
પેલી છોકરી ખૂબ જ ગુસ્સા સાથે તેનું માથું ઊંચું કરે છે અને એક આંખ ને મોટી કરે છે એટલે ડ્રાઈવર ની પાછળ રહેલો હાથ હવામાં ઉડી ને તેની પાસે આવી જાય છે અને તેના ખભા સાથે જોડાઈ જાય છે.પછી એ જ હાથ એ ડ્રાઈવર ની સામે ઊંચો કરે છે એટલે ડ્રાઈવર પણ હવામાં ઉછળે છે અને પછી પેલી છોકરી જોરથી રાડો પાડી ને કહે છે "હું તારું મોત છું અને આજે તને મારી નાખવા માટે આવી છું ....."
પેલો ડ્રાઈવર ધ્રુજતા ધ્રુજતા કહે છે "મ....મમ....મેં.....તમારું શું બગાડ્યું છે તમે મને શું કામ મારવા માંગો છો...? "
"તે મારા વિનાયક ને મારવાનો પ્રયત્ન કર્યો છે એટલે આજે તો હું તને નહિ જ છોડું"......પેલી છોકરી ગુસ્સા અને આક્રોશ સાથે કહે છે.....
પેલો ડ્રાઈવર મુંજાયેલી હાલત માં પૂછે છે..."કોણ વિનાયલ હું કોઈ વિનાયક ને નથી ઓળખતો...
ડ્રાઈવર ની વાત પર પેલી છોકરી જોશથી રાડ પાડે છે અને કહે છે "યાદ કરી થોડાક સમય પહેલા તારી ગાડી થી એક અકસ્માત થતાં થતાં રહી ગયો તો અને જેની સાથે આજે તારી ગાડી ટકરાવવાની હતી એ જ હતો મારો વિનાયક ....... સિદ્ધિ નો વિનાયક......... મારો અને માત્ર મારો વિનાયક ........ અને એંને નુકસાન પહોંચાડનાર ને હું આ દુનિયામાં નહિ રહેવા દઉં એની એક જ સજા છે અને એ છે મોત........
પેલા ડ્રાઈવર ને રાત વાળી ઘટના યાદ આવે છે અને તે કહે છે " તે અકસ્માત થયો તો નહતો અને તેમાં મારો વાંક પણ ન હતો તે ભાઈ ને રસ્તો પાર કરતી વખતે ધ્યાન રાખવું જોઈતું હતું અને તે ભાઈ તો બચી ગયા હતા તેમ મને પણ જવાદો........ને"
પેલા ડ્રાઈવર ની વાત સાંભળીને સિદ્ધિ જે મરી ગઈ છે પણ પ્રેત બનીને પછી ફરી છે તે ડ્રાઈવર ને કહે છે " જો સમયસર પેલી છોકરીએ મારા વિનાયક ને ધક્કો ના મારીઓ હોત તો આજે તે જીવતો પણ ના હોત એટલે તને તો સજા મળશે જ અને ચૂપ હવે તું કાંઈ પણ નહીં બોલે ."
આટલું કહી ને સિદ્ધિ પેલા હવામાં રહેલાં ડ્રાઈવર ને હજુ થોડા ઉપર હવામાં લઈ જાય છે અને પછી જોરથી નીચે પછાડે છે ત્યારે ડ્રાઈવર ના મોમાંથી મોત ની એક કારમી ચીસ નીકળે છે અને તે જેવો નીચે પડે છે તરત જ તેનું લોહી થી લથબથ શરીર રોડ પર પડે છે તે ફરીથી હવામાં ઉછળે છે અને તેની ગાડી તરફ જાય છે , તેની ગાડી નો દરવાજો આપોઆપ ખુલી જાય છે , અને પેલા ડ્રાઈવર નું શરીર જેવું ગાડી માં ગોઠવાય છે કાર નો દરવાજો જાતેજ બન્ધ થઈ જાય છે.. કાર જોરથી ચાલવા લાગે છે અને થોડે દુર રહેલા સામે ને ઝાડ ને ભટકાય છે ....કાર જેવી ઝાડ સાથે અથડાય છે ત્યાં મોટો ધમાકો થાય છે...... .... અને સિદ્ધિ આ બધી ઘટનાં નો તમાશો જોતી પાછળ હવામાં ઊડતી અટ્ટહાસ્ય કરતી રહે છે
👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻
વિનાયક માટેનું સિદ્ધિ નું પાગલપન પાછું આવી ગયું છે સિદ્ધિ મર્યા પછી પણ આ દુનિયામાં જ છે તો તે પછી શું કામ આવી હશે?
અને જો સિદ્ધિ પછી આવી જ ગઈ છે તો વિનાયક ને આ વાત ની ખબર ક્યારે પડશે?
શું વિનાયક ના મનમાં નવો પાંગરેલો રિદ્ધિ માટેના પ્રેમ ને સિદ્ધિ આગળ વધવા દેશે કે પછી તેની પણ આ ડ્રાઈવર જેવી હાલત થશે .....?
આવા સવાલો ના જવાબ માટે વાંચતા રહો મારી એકદમ રહસ્યમય ધારાવાહિક ......
દોસ્તી પ્રેમ અને પાગલપન ની અનોખી કહાની............
એટલે....... સિદ્ધિ વિનાયક
બહુ જલ્દી મળીએ નવા ભાગ સાથે.............
😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈