મેન્ટલ હેલ્થ !
મેન્ટલ હેલ્થ એટલે શું ? કે તમે શરીર થી નહિ પરંતુ મન થી કેટલાં સ્ટ્રોંગ છો. મન થી સ્ટ્રોંગ, મગજ થી સ્ટ્રોંગ રહેવું એટલે મેન્ટલ હેલ્થ.
તમે કઈ રીતે સમજી શકશો કે તમે મેન્ટલી સ્ટ્રોંગ છો કે પછી નથી!
🔻 શું તમને હર એક નાની નાની વાત નું ખોટું લાગે છે? પૂછો સવાલ પોતાની ને!
🔻શું કોઈનું કઈ બોલેલું સતત તમારાં મન મગજ માં ફર્યા કરે છે, શું તમે એ ઘટના ને વાગોળ્યા કરો છો.
🔻 શું તમે પોતાની જાત ને અને તમારા જીવન ને, બીજા નાં જીવન સાથે અને બીજા વ્યકિત સાથે પોતાની સરખામણી કર્યા કરો છો!
🔻 શું તમે અસફળતા ને પચાવી શકો છો કે નહીં!
🔻 શું નાની નાની વાતો માં તમે ચીડ ચિડા બનીને ગુસ્સો કરો છો.
🔻 શું હર એક વાત માં પહેલાં તમને નકારત્મક વિચાર આવે છે.
જીવન માં એટલું યાદ રાખો કે, તમારા જીવન માં આ બધી વસ્તુ તમારા જીવન માં સ્થાયી રૂપ પર છે, તો તમે મેન્ટલી સ્ટ્રોંગ નથી.
⏳ જીવન માં ક્યારે પણ નાની નાની વાત માં ખોટું લગાડવું નાં જોઈએ. અને હંમેશા લેટ ગો કરવાં જેવી વાતો ને લેટ ગો કરવું જોઈએ.
⏳જીવન માં એટલું યાદ રાખો, જેના મન માં જે આવે એ બોલવાનો છે, પણ નકારત્મક વિચારો નો આપણે સ્વીકાર નાં કરવો જોઈએ. આવી વસ્તુ ને ઈગનોર કરતાં શીખો.
⏳જીવન માં એટલું યાદ રાખો , કે તમે પોતાની જાત ને ક્યારે પણ બીજા જોડે સરખામણી નહિ કરો, અમુક લોકો પોતાના જીવન ને પણ બીજા જોડે સરખામણી કરવી એ બતાવે છે કે તમે કેટલાં માનસિક રીતે સ્ટ્રોંગ નથી.
⏳જીવન માં સફળતા ને ખુશી માનવો, અને અસફળતા ને હજમ કરતાં શીખો.
⏳જીવન માં સહનશક્તિ નો સમાવેશ કરો, ગુસ્સો કરવાથી, સતત વિચારો કરવાથી, તમારી રોગ પ્રતિકારક ક્ષમતા ઘટે છે.
⏳ જીવનમાં જ્યારે નકારાત્મક વિચારો તમારા ઉપર હાવી થવા લાગે ત્યારે વિચારો કે જીવનમાં જરૂરી શું છે, નકારાત્મક વિચારો થી દુર રહો.
✨ જીવન માં એકલતા એવી વસ્તુ છે, જે માણસ ને તોડી નાખે છે. જ્યારે કોઈ સબંધ તૂટે છે, ત્યારે તમે અંદર થી તૂટી જાઓ છો, અને એટલી હદ સુધી તૂટી જાઓ છો કે જીવન માં જીવન ને જીવવાની ઈચ્છા મૃત્યું પામે છે. અને પછી છેવટે માણસ ને આત્મહત્યા કરવાનાં વિચારો આવે છે. અને સમજવાની જરૂર છે..
🌍" જીવન ની જે ક્ષણે તમને વિચાર આવે છે કે તમારે આત્મ હત્યા કરવાના વિચાર આવે, ત્યારે તમે મેંટલી તમે સ્ટ્રોંગ નથી." ત્યારે તમારે કોઈ મગજ નાં ડોકટર ને મળવાની જરૂર છે, માનસિક રીતે તમારે સ્ટ્રોંગ હોવા માટે મગજ નાં ડોકટર પાસે જવું જોઈએ, અને આ સ્ટેપ તમારા માટે બીજું કોઈ નહિ ઉઠાવે આ સ્ટેપ તમારા જીવન માં તમારે પોતે ઉઠાવો પડે છે.
🔻જીવન ને જીવવાનું તમારું છે, તો આશા બીજા સાથે શા માટે, પોતાનાં માટે પોતે કઈ કરવું પડે છે. જીવન માં મુસીબત નો સામનો માણસ એ પોતે કરવું પડે છે. અને જીવન માં ઉતાર ચડાવ દરેક પરિસ્થતિમાં અવના છે.
⭐જીવન માં સમય અને પરિસ્થિતિ નાં હિસાબે પોતાને ઢળતાં આપણે શીખવું પડશે. લોકો જે બોલવું હશે એ બોલે, આપણાં માટે પરંતુ આપણને ખબર છે, આપણે શું છે. અમુક લોકો તમને જતાવશે તમે ગુડ ફોર નોથિંગ છો, અને તમે શું કરશો, માની લેશો, ત્યાં તમે બહુ મોટી ભૂલ કરો છો, કેમ કે તમારી ક્ષમતા બીજું કોઈ શું સમજી શકે, તમારી ક્ષમતા શું છે એ તમે જાણો છો, અને આવા નકારત્મક લોકો થી દુર સારા આપણે.🙏🏼
⏳ક્યાંક ને ક્યાંક લોકો આપણને માણસો મન થી કમજોર બનવાની કોશિશ કરે છે, પરંતુ આપણને એ જોવાનું છે કે આપણું માનસિક કવચ એટલું મજબુત હોવું જોઈએ કે કોઈ તોડી નાં શકે.