"રાતના સમયે મહેલ માં કોઈ ચોર આવીને રાજા જયરાજસિંહ ને મારી નાખ્યા છે, એની પુત્રીને ઉઠાવીને લઈ ગયા છે. સંગ્રામસિંહે રાજકુંવરીને બચાવવામાં પોતાના પ્રાણ ની આહુતી આપી છે."
સવારે જ્યાં રાજાના જન્મદિવસની ભવ્ય ઉજવણી થવાની હતી; ત્યાંજ એ રાજા નો પાર્થિવ દેહ પડ્યો હતો. એની પુત્રી ને પુરી સેના રાજ્યના ખૂણે ખાચરે ગોતી ને થાકી ગઈ હતી પણ એનો કોઈ પતો લાગીતો નથી. આવી વિકટ પરિસ્થિતિ માં રાજાનો એક ભાઈ રાજ્યની જવાબદારી લેવા આગળ આવ્યો એ હતો રાવલસિંહ..
રાવલસિંહ પોતે કુશળ યોદ્ધા હતો. રાજાના ગયા બાદ પ્રજામાં સમર્થન મેળવીને રાજા બની ગયો. થોડા સમય માં પ્રજા ને મોજ શોખ કરાવીને ભોળવીને ખ્યાતિ પ્રાપ્ત કરી. અઘોરી રાજ્યની બહાર રહી આ બધું નિહાળી રહયો હતો.
થોડા દિવસો બાદ વિરાટ રાજ મહેલ માં ફરી પ્રવેશ કર્યો અને પકડાઈ ગયો. એની પાસેથી પુસ્તક ની માહિતી કઢાવવા ઘણાં પ્રયત્નો કર્યા. એને દિવસો સુધી કારાગ્રહમાં કેદ કરીને રાખ્યો પણ એનો કોઈ ફાયદો થયો નહી. કંઈજ પરિણામ ન આવતા અંતમાં અઘોરીને સંદેશો મોકલવામાં આવ્યો.
અઘોરીને મળવાનો સમય નક્કી કરીને રાજા રાવલસિંહે વિરાટ ને પુરી પ્રજા સામે રાજાની જયરાજસિંહ ની હત્યા નો જવાબદાર ગણાવ્યો. પ્રજા સામે એને કઈ સજા ના કરી અને ફરી એને કરાગ્રહ માં કેદ કર્યો.
નક્કી કરેલા સમય પ્રમાણે અઘોરી પાસે રાજા રાવલસિંહ વિરાટ ને લઈને પહોંચી ગયા.
રાજા રાવલસિંહે વિરાટ ના હાથમાં પહેરેલી વીટી એના હાથ માંથી કાઢીને પોતાના હાથ માં રાખતા બોલ્યા,"અઘોરી આ પાપીને આ વીટીમાં કેદ કરી આપો."
અઘોરી એ રાજા ની આજ્ઞાને જરા પણ વિચાર કર્યા વગર અમલમાં મૂકી. એક મંત્રો ના ઉચ્ચાર સાથે અઘોરી એ વિરાટ પર જળ છાટયું. ત્યાંજ વિરાટ નું શરીર જમીન પર ઢળી ગયું. એની આત્મા વીટી માં કેદ થઈ ગઈ. વિરાટ ને કેદ કર્યા બાદ, રાજા રાવલસિંહ ત્યાંથી ચાલ્યા ગયા.
થોડા વર્ષો બાદ અઘોરીને રાત્રીના સમયે નગર ની બહાર એક વ્યક્તિ ચોંરી ચુપે ભાગતો નજરે ચડ્યો. અઘોરીએ પોતાની કાયા પલટ કરીને એને પકડ્યો. જેવો એ હાથમાં આવ્યો તે જ સમયે આજીજી કરવા લાગ્યો..
"મને માફ કરી દયો.... માફ કરી દયો....."
અઘોરી એ આ વ્યક્તિ ને ઓળખાતો હતો. અને ઉભો કર્યો અને કહ્યું,"ચાલ મારી સાથે...."
પેલો વ્યક્તિ અઘોરી સાથે રાહ પકડી ને ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા એ અઘોરીના નિવાસ સ્થાન સ્મશાન પાસે પહોંચી ગયા.
અઘોરી ઝાડ ના એક થડ પાસે બેઠો અને પેલા વ્યક્તિને બેસવાનો ઈસારો કરતા કે,"ચંદન નામ છેને તારું."
ત્યાંજ ચંદન મોટા અવાજે ખુશ થતા કે,"અઘોરી તમે મળી ગયા, તમને ગોતવામાં તો વર્ષો વિતી ગયા."
"પણ, તને કેમ ખબર કે હું અઘોરી જ છું."
"મારા અને મારા મિત્રના સાચા નામ માત્ર તમને જ ખબર છે, અત્યાર સુધી અમે બને એ તમારી સિવાય કોઈને અમારા આ નામ વિશે કહ્યુંજ નથી. હવે લાગે છે વિરાટ સાચો હતો."
"વિરાટ સાચી હતો એટલે તું કહેવા શુ માંગે છે?"
"અઘોરી, તમે રાજા રાવલસિંહ પર ભસોશો કરીને ભૂલ કરી છે, એને જ રાજા ને માર્યા હતા."
અઘોરી ઉભો થઈ ગયો...
"મારી સાથે છળ કર્યુ..."
અઘોરીને પૂરું વાત કરતા ચંદન કહે..
જે રાતે તમે અમને વીટી લેવા મોકલ્યા હતા. એજ દિવસે રાજા નુ ખૂન રાવલસિંહે કરીને એને પોતાના સયનખંડ માં સુવડાવી દીધા હતા. એ અહીં રાજાના જન્મદિવસ ની ખુશી માં નહીં પણ પોતાની મહત્વ ની યોજના ને સિદ્ધ કરવા આવ્યા હતા. એને ખબર હતી કે રાજા ને હરાવો અસંભવ છે એટલે છળ નો પ્રયોગ કર્યો.
રાજ્યના ખજાના ને લૂંટીને જતા રહેવાની યોજના સાથે આવ્યો હતો. પણ રાજ્યનો ખજાનો ના મળતા એને મારા મિત્ર વિરાટ ને ફસાવ્યો. આયોજનની જાણ સંગ્રામસિંહ ને થઈ ગઈ હતી. એટલે એને પણ હટાવી દીધા.
રાજાની પુત્રી રાવલસિંહના ગુપ્તકક્ષમાં કેદ છે.ખજાના નો રાજ જાણવા માત્ર એને જીવિત રાખી છે પણ હજી એને ખજાનાની માહિતી નથી આપી.
હજી સુધી એ ખજાનો કે પુસ્તક ને પામી શક્યો નથી.
ચંદન પુરી વાત કરીને અઘોરીને હાથ જોડ્યા અને રડવા લાગ્યો. રડતા રડતા કહે,"અઘોરી આપે વચન આપ્યુ છે, પુસ્તક ના આગલા રક્ષક ન મળે ત્યાં સુધી આપ પુસ્તક ની રક્ષા કરશો."
અઘોરી જમીન પર નીચે બેસીને એક મંત્ર નો જાપ કરવા લાગ્યો. થોડા સમય પછી ઉભો થયો અને ચંદન ને કહ્યું,"તારે આવતી અમાસ ની રાત્રીના ત્રીજા પ્રહરમાં એ પુસ્તક તે જ્યાં રાખ્યું છે ત્યાંથી લાવીને મને આપવાનું છે.
"આપ કહો એમ કરીશ,પણ આ પુસ્તક કોઈ બીજાના હાથમાં ન આવવું જોઈએ."
"હું અઘોરી છું, એક વખત વચન આપ્યુ એટલે જીવનભર તેને નિભાવીશ, પણ એક વાત નું ધ્યાન રાખજે અમાસના ત્રીજા પહોરમાં જ એને પાછું લાવજે."
અઘોરીની આજ્ઞા લઈને ચંદન રાજ્યમાં પાછો ફરીઓ. હવે રાહ હતી અમાસ ની એ રાત્રી ની....
રાજા રાવલસિંહ અમાસની એ રાત્રી એ રાજમહેલ માંથી બહાર નીકળ્યા. એજ સમયે ચંદન રાજમહેલ માં દાખલ થઈ ગયો. મહેલમાં દાખલ થઈ ને સભાગૃહમાં સિંહાસન ની પાછળ સંતાઈ ગયો.
ત્રીજા પહર નો સમય શરૂ થયો. ચંદન સિંહાસનની નીચે સંતાડલી પુસ્તક ને લઈ ને ભાગ્યો. રાજમહેલ માંથી ચોરી છુપીને બહાર આવ્યો. અઘોરીએ કહ્યા મુજબ ચંદન બુક ને લઈને પહોંચી ગયો. અઘોરીને બુક આપીને કહ્યું,"આ પુસ્તક ની જવાબદારી હવે તમને સોંપૂ છું."
આટલું બોલતાજ ચંદન જમીન પર ઢળી ગયો..
ક્રમશઃ..
તમે બધા વાંચકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે ટૂંક સમયમાં એના બદલ તમારા બધાનો આભારી છું.🌹
લી. પારસ બઢીયા 💐
મો.૯૭૨૩૮૮૪૭૬૩.