અંતરા તું હવે સૂઈ જા ને જોતો ખરી કેટલા વાગ્યાં છે. તારા માટે આરામ કરવો ખૂબ જ આવશ્યક છે. અંતરાએ તેમનાં પતિ કિશોરભાઇની સામે જોઈને કહ્યું, કે શું મારા માાટે આરામ કરવો ખૂબ જ જરૂરી છે અને તમને શું આરામ કરવાનો નથી? આપણે બન્ને ૬૫ ની ઉપર વટાવી ગયા છે. આપણે બન્ને ને બપોરે જમીને આરામ કરવાની ટેવ છે. આ તો આપણી જયના અમીરી ને આપણી પાસે મુકી જાય છે એટલે આપણા માટે અઠવાડિયામાં 2 – 3 દિવસ આવું જ થતું હોય છે. અને ઘણી વાર આપણી બન્ને ની તબિયત પર અસર થાય છે. આ વાત જયના અને જતિનની જાણબહાર થોડી છે.
કિશોરભાઈને થયું કે અંતરાની વાત તદ્દન સાચી છે. પણ આનો કાંઈ સીધો અને સરળ રસ્તો છે? અહીં કોઇ પણ નિર્ણય લેવામાં આવે તેના પરિણામ થી સૌની લાગણી ને દુખ પહોંચશે. કિશોરભાઈએ કેટલી વાર આ વિષય ઉપર બરાબર વિચાર કર્યો છે. તેમની દીકરી જયનાને કહેશે તેમની અને તેની બાની તબિયત નાજૂક રહે છે અને તેથી જ તો મન હોવા છતાં પણ તેવો અમીરી નું ધયાન રાખી શકતા નથી. અમીરી ને સવારે વહેલી તેમની પાસે રાખી ને જતિન અને જયના કામે જાય અને પછી પાછી સાંજના છ વાગ્યે લેવા આવે.
છ વર્ષ ની અમીરી મમ્મીની રાહ જોતા જોતા થાકીને લોથપોથ થઇ અને સૂઈ જાય.નાના નાની પાસે આવવું ખૂબ ગમે. અને નાના નાનીને પણ અમીરી અતિશય વ્હાલી લાગે. આ કારણે જ તેઓ જયના જતિન ને પોતાની તકલીફ વિષે કહેતા નહીં . અને ખાસ તો અમીરી ની દેખભાળ કરવામં તકલીફ પડે તે વિષે તો વાત જ ના ઉચ્ચાર તા.
કિશોરભાઈ એ મનમાં નોંધ લીધી અને તે પણ ઘૂંટી ઘૂંટીને કરી. આજે તો જયના અને જતિન ને કહેવું પડશે. અને તે પહલા પત્ની સાથે વાતચીત કરીને દિકરી જમાઈને પોતાની તક લીફ વિશે જણાવશે અને કોઇ નિર્ણય ઉપર આવવાની કોશિશ કરશે. આ નિર્ણય બધાને અનુકૂળ આવે તેવો લેવાનો ખાસ તો અમીરીનું દિલ ના દુભાય.
કિશોરભાઈ લાકડી અને લાગણી ને આધારે ઉભા થઈ પત્ની પાસે ગયા. ત્યાં તો નસકોરા સંભાળા યા. કિશોરભાઈ આછું સ્મિત કરતાં અમીરી ને ઈશારો કર્યો અને પ્રેમ થી તેનો હાથ પકડીને બહાર નીકળી ગયા જેથી અંતરાની
નીંદર ન બગડે. કિશોરભાઇ ખુબ ખુશ હતા કે અંતરા બેન સૂઈ ગયા આખો દિવસ તો અમીરી પાછળ દોડી દોડી કરીને થાક્યો હશે પાછળ દોડી દોડી કરીને થાક્યા હશે. અને પગના સાંધા પણ દુખતા હોય એટલે થોડો વધારે થાક લાગે. નિદર કોઈ ની સગી થાય છે?
આ સમસ્યા ફક્ત કિશોરભાઈ અને અંતરા બેનની જ નથી. પણ આપણી સમાજમાં લગભગ દાદા દાદી અને નાની નાના ની સમસ્યા હોય છે. પણ કહી નથી શકતા પોતાના સંતાનો ને કે તેઓ ના બાળક ને નથી સાંચવી શકતા. અને તેનું કારણ ગમે તે પછી હોય શકે. જેમ કે તેઓની તબિયત સારી ના રહેતી હોય. તેઓ નિવૃત્ત થયા પછી આ કામ કદાચ બોજારૂપ લાગતું હોય. અને એમ થાય કે પોતાના સંતાનો ને ઉછેરી લીધા. હવે છોકરાવને ધ્યાન નથી રાખી શકતા. અથવાતો નથી ધયાન રાખવુ. અને હવે બાકીની જિંદગી આરામ કરવો છે. અને બધા લોકો માનતા નથી, કે કહી નથી શકતા કે તેઓની ફરજ નથીં.
પૌત્ર કે પૌત્રી ખૂબ વહાલાં લાગતા હોય અને દરરોજ જોવા મન થાય, કેમ નહી. પણ ખરેખર કોઇ કારણસર , એ " ફરજ' પૂરી ના કરતા હોય તો ઘણી વખત તો ડર પણ લાગે છે કે તેઓ ને કહેશે તો તેઓને છોકરા જોવો નો હક્ક ગુમાવી દેશે. આ કારણે તઓ ના નથી કહી શકતા.
કિશોરભાઈ અને અંતરા બેન જેમ ઘણા લોકો
પૌત્ર કે પૌત્રી તરફની લાગણી ને લીધે મજબૂર બની જાય છે.
Usha Dattani
ઉષા દતાણી