એક વૃદ્ધ સિંહ હરણ પાછળ દોડી રહ્યો છે, દોડતું હરણ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન! તું મને આ સિંહથી બચાવી લે મે તો લીલું ઘાસ ખાય ને જ મારી જિંદગી વિતાવી છે! બીજી તરફ ભૂખ્યો સિંહ પણ પ્રાર્થના કરે છે કે એ ભગવાન! હું બે દિવસ થી ભૂખ્યો છું આ શિકાર તું મને અપાવી દે.
રસ્તા ઉપર નાનુ ઝૂપડું બાંધીને રેતી એક વિધવા સ્ત્રી જે દરરોજ ત્રણ ટાઈમ કૂતરોને ખવડાવે છે એ રોજ રાત્રે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન! હવે તું મને તારી પાસે બોલાવીલે હવે મારે જીવનમા કોય ઈચ્છા નથી તો સામે બાજુ રસ્તા પર રખડતા કૂતરાઓ પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન! આ આખી શેરીમાં આ માં જેવુ કોય મને મલ્યુ નથી કે જે મને વહાલ કરે, મારુ ધ્યાન રાખે અને મને રોટલો આપે, તું પણ એનુ ધ્યાન રાખજે અને એની ઈચ્છાઑને પૂરી કરજે.
દીકરીના લગ્ન માટે બૈંકમાંથી પૈસા ઉપાડીને જતા ડોસાના થેલામાથી રૂપિયા ૧૦૦૦૦ નું એક બંડલ રસ્તામાં પડી જાય છે, ડોસો પ્રાર્થના કરે છે કે હે ભગવાન! મે એક-એક પાય કરીને મારી દીકરીના લગ્ન માટે પૈસા ભેગા કર્યા છે, તું મને મારા પૈસા મારા સુધી પાછા પોચાડી દે, એજ સૂમસામ રસ્તામા સામેથી આવતો ગરીબ છોકરો ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન! તું મને રૂપિયા ૧૧૦૦૦ ભેગા કરવાનો કોય રસ્તો બતાવ કે જેથી હું મારો પોતાનો નાનો ધંધો ચાલુ કરી શકુ.
હોસ્પિટલની પથારી ઉપર છેલ્લા શ્વાસ લેતો દર્દી કહે છે કે એ ભગવાન! તું મને કિડની આપવા વાળો ડોનર ગોતી દે કે જેથી કરીને હું બચી જાઉં અને તારા વધુ નામ લય શકુ તો બીજી બાજુ હોસ્પિટલ ના આઇસીયુ વોર્ડમા રહેલ બીજા દર્દીના સગા પણ પ્રાર્થના કરે છે કે હે ભગવાન! મારો ભાઈ દરરોજ તારુ નામ રટન કરે છે, તું મારા ભાઈને મોતના મુખમાથી બચવીલેજે.
મને યાદ છે, મે ક્યાંક ફૂટપાથની દીવાલ ઉપર વાંચ્યું હતું કે ભગવાન તો એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે અને ભગવાન તો આપણે પોતે જ છીયે, કેમ ભગવાને નોતું કીધુ કે હું તો બધામા છું એ પછી મનુષ્ય હોય, પ્રાણી હોય કે પછી કોય વસ્તુ, જો ભગવાન મારી અંદર હોય તો હું ભગવાન ના કેવાવ? જો ભગવાન પેલા પ્રાણી કે પક્ષીમા હોય તો શું એની પણ કાળજી રાખવી એ મારી જવાબદારી નથી?
સૌથી મોટો ભગવાન તો સમય છે જે આપણને સાચા-ખોટાનો ભેદ સમજાવે છે અને છેલ્લે તો તે ભગવાનના જ ભરોસે મૂકે છે કે એમાથી કેની પસંદગી કરવી, રાત્રે ઘરની બહાર ભસતા કુતરાઓને પથરો મારીને ભગાડવા કે પછી ઠંડીમા સુવા માટે એક ગુણયુ આપવુ કે રોટલીનો નાનો કટકો આપીને એની ભૂખ મટાડવી એ આપણા ઉપર જ તો છે.
ભગવાનતો કહે છે કે હું ના તો સાચો છું કે ના તો ખોટો, શું સાચું અને શું ખોટું એ તો બસ એક જોવાની દ્રષ્ટિ છે, સાચું તો બસ એ જ છે જે પરિસ્થિતી ને અનુરૂપ હોય. એક ના તરફથી સાચું એ બીજાની દ્રષ્ટિએથી તો હમેશા ખોટું જ રેવાનું છે, કોયક ને કશું મળેલ એ કોયકનુ ગુમાવેલુ જ હશે.
હુ સમય છું, હુ બ્રહ્માs છું, મે તો મારૂ બીજ ધરતી ઉપર ઉગાડ્યુ છે બસ થોડા વર્ષોના જીવીન પછી જેમ જેમ આત્માઓ રૂપી ફળો પાકતા જાય છે તેમ હુ તેને મારામા સમાવેશ કરતો જાવ છું અને આપણે બંને ભેગા મળીને પેલાથી મોટુ બ્રહ્માન્ડ બનાવતા જઈએ છીયે. આપણો સબંધ કઇંક પારા જેવો જ છે જેનું ધ્યેય તો છેલ્લે એક જ છે, પૂર્ણ થવુ!.
હુ જે છુ એ બસ તું જ તો છે.
-X-X-X-